ગુજરાતી સારસ્વત પરિચય

June 19, 2007

વિઠ્ઠલ પંડ્યા, Vitthal Pandya

vithal-pandya_1.jpg

પ્રેરક અવતરણ
‘સંઘર્ષ સિવાય સાચું સુખ નથી. ‘

_________________________________________ 

સંપર્ક –  103 A Krishna Palace ,Near Sai Dham , Thakur Complex , Kandivli East , Mumbai 400101 , Ph : 2854 1480

જન્મ

  • 21 – જાન્યુઆરી, 1923; કાબોદરા જિ. સાબરકાંઠા

કુટુંબ

  • માતા – મેનાંબા ; પિતા – કિરપારામ
  • પત્ની – જસુમતી બહેન ;  પુત્રો – અશોક, રાજેશ, સંજય

અભ્યાસ

  • 1942 – મેટ્રીક  
  • ઈંટરમીડિયેટ
  • કોવિદ

વ્યવસાય

  • લેખન
  • ફિલ્મ ક્ષેત્રે દિગ્દર્શન

જીવનઝરમર

  • ચોવીસેક વર્ષ ફિલ્મક્ષેત્રે દિગ્દર્શન અને અભિનયમાં ગાળ્યાં.
  • દસેક ગુજરાતી ફિલ્મો અને દસેક હિન્દી ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક.
  • રાજકપૂર અભિનીત ફિલ્મ “રિપોર્ટર”માં સહાયક દિગ્દર્શક.
  • પુનાતરની જાણીતી ગુજરાતી ફિલ્મ મંગળફેરામાં વ્યાજખાઉ શેઠનું પાત્ર ભજવ્યું. ઉપરાંત ફિલ્મ ગોરખધંધા, નારદમુનિ આદિમાં નાનાંમોટાં પાત્રો ભજવ્યાં.
  • પ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ – મીઠાં જળનાં મીન.

રચનાઓ

  • આત્મકથા -  ભીંત ફોડીને ઉગ્યો પીપળો 
  • નવલકથા – મીઠાં જળનાં મીન, મન મોતી ને કાચ, પાનખરનાં ફૂલ, કંચનવર્ણી, ચિરપરિચિત, દરદ ન જાને કોય – ભાગ 1, 2, નિષ્કલંક, મન મેલાં તન ઊજળાં, આંખ ઝરે તો સાવન, સાત જનમના દરવાજા, આ ભવની ઓળખ, ભીંતો વિનાનું ઘર, માણસ હોવાની મને બીક, આખું આકાશ મારી આંખોમાં, લોહીનો બદલાતો રંગ, સમણાં તો પંખીની જાત, યાદોનાં ભીનાં રણ, નૈન વરસ્યાં યાદભર, અસલી નકલી ચહેરા, સપનાના સોદાગર
  • વાર્તાસંગ્રહો – રસિક પ્રિયા, જખમ, આસક્તિ, નહિ સાંધો નહિ રેણ
  • પરિચયપુસ્તિકા – ગુજરાતી ફિલ્મના પાંચ દાયકા

સન્માન

  • ‘સવિતા’ વાર્તાહરીફાઈમાં ઈનામો

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
  • ગુજરાતી સાહિત્યકોશ - ખંડ -2

2 Comments »

  1. [...] # વિઠ્ઠલ પંડ્યા [...]

    Pingback by અનુક્રમણિકા - વ « ગુજરાતી સારસ્વત પરિચય — June 19, 2007 @ 3:18 am | Reply

  2. pl update following info …
    address : 103 A Krishna Palace ,Near Sai Dham , Thakur Complex , Kandivli East , Mumbai 400101 , Ph : 2854 1480
    Names of three sons : Ashok , Rajesh , Sanjay
    latest publications :Asli nakli Chehra , Sapnanna Saudagar ( Both based on his memories and events of Hindi and Gujarati film Industry in years 1945 to 1960 ) and his autobiography Bhint fadine ugyo piplo
    B rgds / Sanjay Pandya

    Comment by sanjay pandya — February 14, 2008 @ 7:41 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.