પ્રેરક અવતરણ
” સહુને મુજ અંતરે ધરું, સહુને અંતર હું ય વિસ્તરું” - રાજેન્દ્ર શાહ
” નબળા લેખકો છે એમણે શબ્દની આયાસી આભા ઊભી કરીને ઘણું સમાજ પાસેથી રોકડું કરી લીધું છે.. … આવા ખેલાડીઓએ ,સાવ ઓછી શક્તિએ ‘લેખક’ની પ્રતિષ્ઠા મેળવી છે. …. મિડિયોક્રિટીની બોલબાલા છે.”
______________________________________________________
સંપર્ક – ઈ/2, તારાબાગ ક્વાર્ટર્સ, પોલિટેકનિક કેમ્પસ, વડોદરા – 390 002
જન્મ
- 7 – જુલાઈ, 1946; ચિત્રોડા (તા. ઈડર, જિ. સાબરકાંઠા)
કુટુંબ
- માતા – ભીખીબહેન , પિતા – કાંતિલાલ
- પત્ની – શારદા( લગ્ન – 1967) ; સંતાન – ચાર
અભ્યાસ
- પ્રાથમિક શિક્ષણ ચિત્રોડામાં
- 1963 – એસ.એસ.સી.
- 1967 - બી. એ. - એલ. ડી. આર્ટસ અમદાવાદ
- 1969 - એમ. એ.
- 1981 - પીએચ. ડી.
વ્યવસાય
- 1970-71 - પેટલાદની આર્ટ્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક
- 1971થી - - ઈડરની કોલેજમાં અદ્યાપક અને વિભાગીય વડા
જીવનઝરમર
- સર્વ પ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ એક પ્રેમ-કાવ્ય “કુમાર” માસિકમાં
- ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય કોશ વિભાગમાં સંપાદક
- ત્રૈમાસિક ‘પ્રત્યક્ષ’ ના સંપાદક
- કવિતા, વાર્તા અને એકાંકીલેખન પર પણ હાથ અજમાવ્યો છે.
- આકાશવાણી પર કાર્યક્રમો આપ્યા છે.
- 1980 – 84 – ગુ.સા.પ. માં સાહિત્ય કોશનું સંપાદન
- પૂજા, બાધા, ગુરુ , સંપ્રદાય વિ.માં શ્રધ્ધા નથી.
- ગુજરાતી સાહિત્યના પ્રથમ કક્ષાના વિવેચક
રચનાઓ
- વિવેચન – કવિતાનું શિક્ષણ, ગુજરાતી વ્યાકરણ વિચાર, આદિ પુસ્તકો
- પરિચય પુસ્તિકા – ખબરદાર
- સંશોધન – ઉશનસ્ સર્જક અને વિવેચક ( અભ્યાસગ્રંથ )
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
- ગુજરાતી સાહિત્યકોશ – ખંડ -2
[...] # રમણ સોની [...]
Pingback by અનુક્રમણિકા - ર « ગુજરાતી સારસ્વત પરિચય — June 24, 2007 @ 1:06 am |