ગુજરાતી સારસ્વત પરિચય

June 28, 2007

ઉત્તમ ગજ્જર, Uttam Gajjar

Filed under: વ્યાકરણ, સંપાદક — સુરેશ @ 2:00 am

( ઉંઝા જોડણીના આ સમર્થ પ્રચારકના સન્માન તરીકે
આ જીવનઝાંખી ઉંઝા જોડણીમાં આપેલી છે.)

uttam-gajjar_2.jpg

જીવનમંત્ર
‘આજનો દીવસ, આ જીંદગીનો છેલ્લો જ દીવસ છે.’
_____________________________________________________________

સમ્પર્ક    

  • 53–ગુરુનગર, વરાછા રોડ, સુરત–૩૯૫ ૦૦૬
  • ફોન – ( 0261) – 255 3591
  • ઈમેઈલઃ uttamgajjar@hotmail.com 

જન્મ

  • 28 – જુન , 1935 , કડોદ (તા. બારડોલી, જી. સુરત)

કુટુમ્બ

  • માતા – રુક્ષ્મણીબહેન, નીરક્ષ્રર,– 1999માં અવસાન 
  • પીતા – ભગવાનદાસ નરોત્ત્રમદાસ ગજ્જર, બે ધોરણ પાસ, સુથારીકામ–1990માં અવસાન
  • ભાઇ (નાનો) – ઈજનેર, અંકલેશ્વરમાં
  • પત્ની – મધુકાન્તા
  • પુત્રી –પહેલી B.Sc. પરીવાર સાથે ફ્લોરીડામાં, બીજી B.A. પરીવાર સાથે અમદાવાદ;  પુત્ર – એક, પરીવાર સાથે મીસીસીપી, પતી–પત્ની બન્ને ઈજનેર, સ્વતંત્ર ધંધો

અભ્યાસ

  • 1954 -  એસ.એસ.સી. (કડોદ હાઈસ્કુલ)
  • 1957 – સ્નાતક–ગુજરાત વીદ્યાપીઠ
  • 1960 -  ડી.બી.એડ.–રાજપીપળા

વ્યવસાય

  • 1957-60 – શીક્ષક– ઓરણા હાઈસ્કુલ– તા.કામરેજ
  • 1960-65 –શીક્ષક–ગલીયારા હાઈસ્કુલ–કઠોર
  • 1965-93 – શીક્ષક–એમ.ટી.બી.(ટેક.) હાઈસ્કુલ, સુરત

જીવન ઝરમર

  • પ્રત્યક્ષ શીક્ષણકાર્યમાં જ વીશેષ રસ.  તેથી આચાર્ય બનવાનું ટાળતા રહ્યા, છતાં એક–દોઢ વરસ ઈન્ચાર્જ આચાર્ય તરીકેની જવાબદારી નીભાવવી પડી
  • શાળા જીવનમાં ભાષા, સાહીત્ય, સંગીત, વ્યાયામ, વાચનમાં ઊંડો રસ અભ્યાસેતર વીવીધ પ્રવૃત્તીઓના આયોજનમાં–સભા સંચાલનમાં રુચી.
  • ‘શુદ્ધજોડણી શીક્ષણ’ માટે અનેક સેમીનાર અને કાર્યશીબીરો કર્યાં.
  • ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળમાં, સરકારનીયુક્ત અભ્યાસક્રમ સમીતીના સભ્ય તરીકે
  • ગુજરાતીનાં પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં–પ્રશ્નપત્રોનાં નવાં માળખાં તૈયાર કરવામાં લાંબો સમય હીસ્સેદારી રહી
  • મુળથી જ રેશનલ અભિગમ, જીવનના દરેક ક્ષેત્રનાં પ્રચલીત રુઢી–રીવાજોને શંકાની નજરે ચકાસી, હીતકારી જણાય તો જ તે આચરવાનું વલણ
  • 1993 સુધી -  વીદ્યાપીઠીય સાર્થજોડણીના ચુસ્ત સમર્થક, પણ ડૉ.દયાશંકર જોશી, શ્રી. રામજીભાઈ પટેલ અને સ્વ. જયંત કોઠારીનાં પુસ્તકોના વાચન, સતત સંપર્ક અને ચર્ચાથી સમુળું વીચાર–પરીવર્તન, ત્યારથી જોડણીપરીવર્તન કરવા–કરાવવાની દીશામાં દોડતા રહેવામાં પાછું વાળી જોયું નથી
  • 1999ના જાન્યુઆરીની 9-10 તારીખે ઉંઝા મુકામે પ્રથમ અને સફળ જોડણીપરીષદમાં લેખનમાં એક જ ‘ઈ–ઉ’ રાખવાનો ઠરાવ થયા બાદ સઘળો સમય, શક્તી, તન–મન–ધન સઘળું, તેને યથાશક્તી સફળ કરવા–કરાવવામાં સમર્પીત
  •  સ્વાધ્યાય, સંગીત, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય, વ્યાયામ, મીત્રો સાથે મીઠી ગોષ્ઠીમાં આનંદ
  • 1999 - ભાષાપ્રેમી શ્રી રતીલાલ ચંદરયાના પરીચયમાં આવ્યા 
  • 2005 – ગાંધીનગરના સ્નેહી બળવંતભાઈ પટેલ સંગાથે ‘સન્ડે ઈમહેફીલ’ની સાપ્તાહીકી પ્રવૃત્તી શરુ કરી - 5,500 જેટલા વાચકો સંગાથે આ યાત્રા અવીરતપણે ચાલુ છે
  • વીદેશપ્રવાસ -  પાંચ–છ વાર ઇન્ગ્લેન્ડ, અમેરીકા જવાનું બન્યું. બન્ને દેશોમાં ત્યાંનાં બાળકોને શની–રવી ગુજરાતી શીખવવાનું માનદ્ કામ 
  • માનવધર્મના ચુસ્ત હીમાયતી - પ્રચલીત અર્થમાં સાવ નાસ્તીક
  • નાની વયથી જ નીસર્ગોપચાર અવલંબીત અને શ્રમયુક્ત જીવનશૈલી, તેથી ઘડપણે વળગતા લાડીલા રોગોની મૈત્રી કે દવા વીના સાદા શ્રમયુક્ત વ્યાયામ, યોગાસનો અને પ્રાણાયમથી નીજાનંદે મસ્ત અને સ્વસ્થ 

રસના વિષયો

  • ગુજરાતી ભાષા–સાહિત્ય
  • શાસ્ત્રીય સંગીત, ગઝલો, (ગુલામ અલી, જગજીતસીંઘ સૌથી વધારે પ્રીય)

રચના

  • વ્યાકરણ – શુદ્ધલેખન, જોડણીની ખોદણી
  • સંપાદન ( અન્ય લેખકો સાથે )  -   ‘મધુપર્ક’ ( પ્રા. રમણલાલ પાઠકના લેખોનો સંગ્રહ ) ; ગુજરાતી લખાણ માટે એક જ ‘ઈ–ઉ’ બસ છે ; કોમ્પ્યુટરની ક્લીકે – ગુજરાતીની પહેલી ડીજીટલ ડીક્ષનેરી 

16 Comments »

  1. બે જ વાક્યો બોલે ત્યાં સુરતી તરીકે ઓળખાઈ જાય…. સીધી જ વાત -ટુ ધ પોઈંટ-કરનાર; પણ એક વાર વાતમાં રસ પડે પછી અસ્ખલીત પ્રવાહે પોતાની નીષ્ઠા પ્રગતાવતાં રહે….મુળ વીષય સીવાયની વાત આવે તો ચલાવી ન લે.
    છતાં એમનું સૌમ્ય વ્યક્તીત્વ જરા ય ખંડીત ન થાય.

    એમના વ્યક્તીત્વનું એક બહુ જ મહત્વનું પાસું તે મધુબહેન. એમની સીગ્નેચર ‘ઉત્તમ મધુ’ છે. ( મધુબહેનનું ગૃહીણીપણું ઉત્તમ છે અને ઉત્તમભાઈનું મધ જેવું વ્યક્તીત્વ છે તે આ ‘ઉત્તમ-મધુ’ સમાસથી જ જાણી જવાય છે !)

    એમને બંનેને આ જન્મદીન નીમીત્તે સહીયારાં અભીનંદન !

    Comment by Jugalkishor — June 28, 2007 @ 6:48 am | Reply

  2. હું તો વધારે નસીબદાર, ઉત્તમભાઈ સાથે સાત વર્ષ નોકરી કરી..! મારા જેવા અનેકને વાંચતા કર્યા.સ્પષ્ટ વક્તા,સાથી મીત્રોને જે કહેવાનું હોય તે શરમ–સંકોચ વીના કહી દેવાનું, ને વળી કોઈને ખોટું લાગ્યું છે–લાગણી દુભાઈ છે એમ લાગે કે તરત જ જાહેરમાં માફી માંગતા અચકાય નહીં.પોતાના વીષયના ઉંડાણપુર્વકના જાણકાર..રસીક શૈલીમાં ભણાવે, વીદ્યાર્થી પુરા આદર સાથે એકાગ્રતાપુર્વક ભણે.ઈતરપ્રવૃત્તીઓનું સફળ આયોજન–સંચાલન જાણે ડાબા હાથનો ખેલ.નવું વાંચવાનો અને બીજાઓમાં તે વહૈંચાવાનો શોખ.ગજબની વર્ણનશૈલી.મને હંમેશા એક સલાહ આપતાં..ટીકાઓથી ગભરાવું નહીં,આપણું કામ નીષ્ઠાપુર્વક કરતાં રહેવું, આનંદથી જીવવું.આજના જન્મદીને ઉત્તમભાઈને સલામ–શુભેચ્છાઓ.

    Comment by sunil shah — June 28, 2007 @ 8:05 am | Reply

  3. Uttambhai

    I am proud to have known you as a close colleague and friend. Let your rest of the time be UTTAM. Lots of love and best of wishes from my family and I. Take care.

    Vipool Kalyani

    Comment by Vipool Kalyani — June 28, 2007 @ 8:18 am | Reply

  4. TO DAY IS AN ADDITION IN YOUR LIFE AND MANY MORE TO COME -TO KEEP DOING GOOD WORK YOU ARE DOING FOR YOUR MOTHER GUJARAT AND GUJARATI.
    THE WORLD OF SURFERS ON INTERNET OF GUJARATI LOVERS ARE LOVING YOU ON YOUR BIRTHDAY.
    AS IT IS SAID IN SANSKRIT, ” SHATAM JIVISHARAD !”

    THE TRIVEDI PARIVAR

    Comment by Rajendra Trivedi, M.D. — June 28, 2007 @ 8:28 am | Reply

  5. I am fortunate to know him and his wife for the last two years- I know him so well that I can write a nice article about him–He is a friend-brother-and mainly a teacher to me.He is what he believes in.No double Talk..It is my pleasure to associate with him in Sunday E Mehfil.

    Comment by Harnish Jani — June 28, 2007 @ 11:03 am | Reply

  6. I have been receiving your mails but today I becme familiar to the UTTAM person.
    Thanks to Sureshbhai again.
    Regards
    P.S.Dave

    Comment by pradip — June 28, 2007 @ 1:18 pm | Reply

  7. Uttam Kaka, your life is in sync with your name! It is an honor to be associated with you. Your understanding and respect for human relationships and emotions is great. Equally commendable is your passion and devotion for Sunday Mahefil and Gujarati Language.

    Wishing you lots of happiness, good health and peace on your birthday….

    Ashok for Gujaratilexicon Team

    Comment by Ashok Karania — June 29, 2007 @ 6:05 am | Reply

  8. ઉત્તમભાઈ સાથેની સૌ પ્રથમ પરીચય ઉંઝા જોડણી અંગે ૧૯૯૯માં નીર્ણયો લેવાયા તેને અનુસરીનને જે પત્ર વ્યવહાર મેં શરુ કર્યો તેના જવાબોમાં ઉત્તમભાઈમા પત્રો મોતીના દાણા જેવા અક્ષરે લખેલા આવતા તેથી તેમના પર મોહી જવાયું ત્યારનો છે. એ પત્રચ્યવહાર પછીતો તેમણે કમ્યુટર વસાવ્યું ત્યારથી આજની આ ઘડી સુધી અમારો ઈ-મેઘઈલ વ્યવહાર વણથંભ્યો ચાલુજ રહ્યયો છે જે એકે દીવસ તે ચુકાયો નથી. આ અઠ વર્ષના ગાળા દરમ્યાન ગુજરાતી લેક્સીકોન અને સનડે-મહફીલ દ્વારા અમે એક તાંતણે ગુંથાયા છીએ એમ કહું તો તો તે અતીશયોક્તી નહીંજ હોય. ઉત્તમના ઉત્તમ ગુણો પામ્યો છું અને વાગોળ્યા છે તે છતાં તેમને સુરેશભાઈએ તેમની જે ઓળખ વ્યક્ત કર્યા તેમાથી મને તેનના અનોખા વ્યક્તીત્વ અગે મને ઘણું નવું જાણવા મળ્યું છે તે બદલ સુરેશભાઈને ધબ્યવાદ.

    મધુ-ઉત્તમ જોડીમાં મધુઉત્તમ કે ઉત્તમમધુ તે કળવું મુશ્કેલ છે.

    બન્ને જીવ્યા તેમ જિવો અને પ્રેમની લહાણી વહેવડાવ્યા કરો તે શુભેચ્છા સહ
    રતિલાલ ચંદરયા

    Comment by Ratilal Chandaria — June 29, 2007 @ 8:38 am | Reply

  9. gud eve sir
    your yesterday’s lecture was intresting
    i am med student
    nice to meet u.

    Comment by roshani patel — March 10, 2009 @ 6:53 am | Reply

  10. my name gohil jaydev

    good evning sir
    i am aad to your student
    nice to meet u sir

    Thanks to uttam sir again.

    Thanks & best Regards

    Comment by JAYDEV — March 12, 2009 @ 1:24 am | Reply

  11. my name gohil jaydev

    good morning sir
    i am aad to your student
    nice to meet u sir

    Thanks to uttam sir again.

    Thanks & best Regards

    Comment by JAYDEV — March 12, 2009 @ 1:24 am | Reply

  12. Dear & near Uttambhai & Madhuben,
    Lot of congratulations , best wishes & thanks,on this Mangal Parva ! It is you, who inspired me,
    to learn computer ! Pranam Guruji…Shatam jivo Sharada:
    Shashikant Shah & Kumud

    Comment by shashikant shah — June 28, 2009 @ 9:48 am | Reply

  13. Dear & near Uttambhai & Madhuben,
    Lots of congratulations & best wishes & thanks too! It is u who inspired me to
    learn & use computer. Pranam GURUJI on this Mangal Parva. Shatam Jivo Sharada:
    Shashikant Shah & Kumud

    Comment by shashikant shah — June 28, 2009 @ 9:58 am | Reply

  14. તમે ઈંડિયામાં રહીને બહુ સરસ કામ કરો છો.
    જનક નાયક

    Comment by janak naik — August 4, 2009 @ 8:06 am | Reply

  15. ઉત્તમકાકાની આ જીવન ઝરમર તો મારા ધ્યાન બહાર જ રહી ગઈ!

    એક ઈચ્છા છે કે તેમને સ્વમુખે સામ્ભળું. જ્યારે ઉત્તમ-મધુ વાંચુ ત્યારે મને “ઉમા” જ યાદ આવે.

    Comment by Chirag Patel — August 4, 2009 @ 8:58 am | Reply

  16. Hello ? Uncle , How are you.

    I am sending one boook to you trhough courier.

    Comment by AMIT SHAH — December 14, 2009 @ 3:36 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.