ગુજરાતી સારસ્વત પરિચય

July 26, 2007

દિલીપ ઝવેરી, Dilip Jhaveri

dilip-jhaveri_1.jpg

પ્રેરક અવતરણ:
” જીવન તો અઘરું જ છે, થોડો સહેલો પ્રેમ કરી લઈએ.”  

અક્ષર અક્ષર વચ્ચે
થોડું ખરબચડું
પણ સાચ હજો.

# ટૂંક પરિચય

# તેમની કવિતાઓનો અંગ્રેજીમાં અનુવાદ

_____________________________________________________________________

સંપર્ક    –    બી- 14, વંદના, એલ.બી.એસ. રોડ, હાઈવે નાકા, નૌપાડા, થાણે – 400 602 

ઉપનામ

  • તુષાર

 જન્મ

  • 3- એપ્રિલ, 1943

કુટુંબ

  • માતા – સુશીલાબહેન; પિતા – મનુભાઈ
  • પત્ની – માયા (લગ્ન – 1970); પુત્ર – રમ્ય;  પુત્રી – પરી

અભ્યાસ

  • એમ.બી.બી.એસ.

વ્યવસાય

  • પહેલાં સરકારી નોકરી, પછી સ્વતંત્ર તબીબી વ્યવસાય

જીવનઝરમર

  • પ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ – ‘તમિસ્ત્ર જાગે’
  • શરૂઆતની કૃતિઓ દક્ષિણા અને કુમારમાં પ્રકાશિત
  • ધીકતી પ્રેક્ટિસ વચ્ચે દવાખાના વ્યસ્ત મેજ પર પણ કવિતા સ્ફુરે!
  • ત્રૈમાસિક ફાર્બસમાં ગુફ્તગૂ કટારના લેખક
  • તાઈવાનમાં એશિયન પોએટ્સ કોન્ફરન્સમાં નિમંત્રણથી હાજરી આપી.
  • ગુજરાતી, હિન્દી, અંગ્રેજીનું જ્ઞાન. વળી સિંધી, બંગાળી, ઉર્દુથી પણ પરિચિત
  • પાઠપૂજા, દેવ, ગુરુ, ઈશ્વર વિષે અશ્રદ્ધા

શોખ

  • ભોજનના શોખીન; રાંધવા ઉપરાંત હોટલોમાં જમવાનો શોખ, સાથે ‘પીવા’નો શોખ પણ ખરો!

મુખ્ય રચનાઓ

  • કાવ્યસંગ્રહ – પાંડુકાવ્યો અને ઈતર કિશોરપ્રેમકાવ્યો
  • પ્રવાસલેખો તથા ટૂંકી વાર્તા

સન્માન

  • ક્રિટિક એવોર્ડ-સંધાન,
  • ગુજરાતી સાહિત્ય પરિષદ એવોર્ડ
  • જયંત પાઠક એવોર્ડ

 સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર – 3 શ્રી રાધેશ્યામ શર્મા (રન્નાદે પ્રકાશન)
  • ગુજરાતી સાહિત્યકોશ ખંડ 2 (ગુજરાતી સાહિત્ય પરિષદ)

July 14, 2007

દુર્ગેશ શુકલ, Durgesh Shukal

 -

-

 ____________________________________________________

જન્મ

  • 9, સપ્ટે મ્બર – 1911, રાણપુર, અમદાવાદ
  • વતન – વઢવાણ

કુટુમ્બ

અભ્યાસ

  • 1930 – મેટ્રીક
  • 1935- અંગ્રેજી – ગુજરાતી વિષયો સાથે બી.એ. – શામળદાસ કોલેજ, ભાવનગર

વ્યવસાય

  • 1938- 1949 – મુંબાઇની શાળાઓમાં શિક્ષક
  • પછી લેખન

જીવનઝરમર

મૂખ્ય રચનાઓ

  • સંવાદકાવ્ય - ઉર્વશી અને યાત્રી ( પૃથ્વી છંદને પદ્યરૂપમાં પ્રયોજ્યો)
  • કાવ્યસંગ્રહ – અનાદરાનો યાત્રી, ઝંકૃતિ, તટે જુહૂના
  • એકાંકી – પૃથ્વીનાં આંસુ , ઉત્સવિકા, ઉલ્લાસિકા
  • નૃત્યનટિકા – કબૂતરનો માળો, જળમાં જકડાયેલાં
  • નાટક – સુંદરવન, પલ્લવી પરણી ગઇ , રૂપમ્ પ્રથમમ્, રૂપે રંગે રાણી, અંતે ઘર ભણી
  • વાર્તાસંગ્રહો – પૂજાનાં ફૂલ, પલ્લવ, સજીવન ઝરણાં
  • નવલકથા – વિભંગકલા
  • બાલસાહિત્ય – ડોલે છે મંજરી, ડોશીમાનું તૂંબડું, મૃગાંક, છમ છમા છમ , કલાધામ ગુફાઓ, શિશુ સાહિત્ય સૌરભ ભાગ 1-5

સાભાર

  • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ -2

સારસ્વત કુટુમ્બ

Filed under: પ્રકીર્ણ — સુરેશ @ 1:00 am

તુષાર શુકલ, Tushar Shukla

Filed under: કવિ, નાટ્યકાર — સુરેશ @ 1:00 am

tushar-shukla.jpg

દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે,
કે તને ભીંજાવું ગમશે કે કેમ?
એમ પૂછીને થાય નહીં પ્રેમ
.”

” શબ્દ કેરી પ્યાલીમાં, સૂરની સુરા પીને, લો અમે તો આ ચાલ્યાં.” – ‘અંતરની વાણી’માં આનો રસાસ્વાદ માણો .

” ઓ મારા વન ઉપવનના માળી, હું તો લજામણીની ડાળી.”

આંખોમાં બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે.”

” ટળવળતી માછલીએ રણને કહ્યું
કે અહીં આસપાસ જળની સુવાસ છે.
ઊંટોની આંખોમાં રેતીનું સરનામું
પાણીનો ભીનો આભાસ છે.”

# રચનાઓ  :     -   1   -     :   -  2  -     :   -  3  -

સાંભળો  :      -  1   -  :     -  2   -     :   -   3 

# ગીતોનું આલ્બમ

_______________________________________________________________________ (more…)

July 12, 2007

ધીરેન ગાંધી, Dhiren Gandhi

Filed under: કલા સાહિત્ય, કવિ — સુરેશ @ 2:00 am

dhiren-gandhi.jpg 

પ્રેરક અવતરણ:
ઈશ્વરની ભાષા શીખો. મૌન તેની ભાષા છે.

__________________________________________________________________________ (more…)

Next Page »

Blog at WordPress.com.