ગુજરાતી સારસ્વત પરિચય

July 8, 2007

મુળશંકર ત્રિવેદી, Mulashankar Trivedi

Filed under: ભક્તો / સંતો — સુરેશ @ 8:53 pm

mulashankar_trivedi_1.jpg

“શ્રી રામ રામ રામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.
બ્રહ્મ પરાત્પર રામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.” 

” હરિ વસે છે હરિના જનમાં, શું કરશો જઈને વનમાં 
ભેખ ધરીને તમે શીદ ભટકો છો, પ્રભુ નથી વન કે અરણ્યમાં. “

# વેબ સાઇટ  ( તુલસીલ)

______________________________________________________________________

 નામ

  • વૈદ મુળશંકર પુંજીરામ ત્રિવેદી

ઉપનામ

  • મુળજી, કળી તુલસી

જન્મ

  • ૫, જાન્યુઆરી – ૧૯૦૫; ખેરાળુ

અવસાન

  • ૬, જુલાઈ -  ૧૯૯૫; અમદાવાદ

કુટુમ્બ

  • માતા -  મેનાબેન ; પિતા – પુંજીરામ  
  • પત્ની – સારદા ; પુત્રો – રાજેન્દ્ર ( ન્યુરોલોજીસ્ટ ) ,  જીતેન્દ્ર ( બાળલકવા ગ્રસ્ત , અમદાવાદ અંધશાળાના પ્રીન્સીપાલ ) , અનંતવિજય ( એન્જીનીયર ) ; પુત્રીઓ – ભાનુ, જ્યોતિ, ( બન્ને પ્રોફેસર ) અપર્ણા

 અભ્યાસ

  • જુનું છઠ્ઠું ધોરણ ( અંગ્રેજી)

વ્યવસાય

  • હેડ સ્પિનીંગમાસ્ટર,
  • ટેકનિકલ એડવાઈઝર-મોડર્ન બોબીન કંપની, બિલીમોરા
  • વૈદ્ય- રજીસ્ટર્ડ મેડિકલ પ્રેકટીશનર

જીવનઝરમર

  • જન્મથી કુટુંબના લાડકા અને મોટીબેન ને નાનાભાઈ ની મધ્યમાં
  • મેટ્રિકમાં હતા ત્યારે પિતાની છત્રછાયા જતાં ૧૬મે વર્ષે ઘર સંભાળવા અભ્યાસ  છોડ્યો.
  • પિતા મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડના બિલ્ડિંગ કોન્ટ્રાકટર હ્તા
  • તેમના વારસ તરીકે ઘર સ્થાવર મિલકત જેવા કે બાગ, ખેતર વિ. ની ઉપજ ખેડુતો પાસેથી લેતા નહીં
  • મોટીબા મેનાબાને સમજાવી વડનગર પત્નિ શારદા સાથે વસ્યા.
  • વૈદકની દુકાન ખોલીને ઘરસંસાર શરુ કર્યો.
  • મોટીબા ને ભાંડુઓની સંભાળ જીવનના અંત સુધી કરી.
  • ૧૯૨૫ પછી અમદાવાદ માં જીવન વિતાવ્યુ.
  • ૧૯૬૧ થી ૧૯૯૫ -  નિવૃત જીવન
  • અમદાવાદમાં સંત રાજારામ શાસ્ત્રીજીનો સહવાસ થયો. બાળપણના માબાપના સિંચેલા સંસ્કારની કળી હવે ફૂલ બની મહેકી ઊઠી.
  • રાજારામ શાસ્ત્રી સાથે રામાયણ પ્રચાર સમિતીમાં સક્રીય કામ
  • તેમના ભજનોના પુસ્તક - ’તુલસીદલ’ ની પ્રસ્તાવના પુજ્ય શ્રી. કૃષ્ણશંકર શાસ્ત્રીએ લખી અને પુજ્ય કે.કા શાસ્ત્રીજી એ સરસિજ,માણેકબાગમાં ડો.ભાનુબેનના ઘરે આ યોગીનુ બહુમાનકરી નવાજ્યા.
  • તેમનાં બધા સંતાનો અમેરીકામાં વસ્યા છે.

રચના

  • ભજન સંગ્રહ – તુલસીદલ ( ૧૯૯૧ ) 

સાભાર

  • ડો. રાજેન્દ્ર ત્રિવેદી ( બોસ્ટન) – પુત્ર

Blog at WordPress.com.