ઈન્દુ પુવાર , Indu Puwar
પ્રેરક અવતરણ :
I was ever a fighter, one fight more – લોર્ડ બાયરન
” અમે લયનું લૂંટાવ્યું ગામ, કે લેંચુ લટકેલો.
તમે વાણીનો કરજો વેપાર, કે લેંચુ ચસકેલો.”
____________________________________________________________
સંપર્ક – 2, મલબાર હિલ રો હાઉસીસ, પ્રેમચંદનગર રોડ, અમદાવાદ, 380 015.
નામ
- ઈન્દ્રસિંહ પુવાર
જન્મ
- 19 જાન્યુઆરી, 1940, રૂપાલ (જિ. સાબરકાંઠા)
કુટુમ્બ
- માતા – સ્વરૂપકુંવરબા , પિતા – કરણસિંહ
- પત્ની – સરલાબહેન (લગ્ન – 1972); સંતાન – બે પુત્રીઓ, બે પુત્રો
અભ્યાસ
- 1967 - બી. એ. ; ગુજ. યુનિ.
- 1969 - એમ.એ. ; ગુજ. યુનિ.
વ્યવસાય
- 1975 થી - ISRO માં પટકથા લેખક અને નિર્માતા
જીવનઝરમર
- છ ફૂટ એક ઈંચની પ્રભાવશાળી ઊંચાઈ.
- પ્રથમ મૌલિક પ્રકાશિત કૃતિ અછાંદસ રચનાઓનો કાવ્યસંગ્રહ “કિંતુ”
- શરૂઆતની કૃતિઓ ક્ષિતિજ, રુચિ, કૃતિ આદિ સામયિકોમાં પ્રકાશિત.
- ઓમિસિયમ તથા સંભવામિ સામયિકોના સંપાદક.
- લિટલ થિયેટર નામક બાળરંગભૂમિ-સંસ્થાના સ્થાપક-નિયામક.
- રે મઠના સક્રિય સભ્ય.
- આકંઠસાબરમતી અને હોટેલ પોએટ્સ મંડળોના સ્થાપક સભ્ય.
- તેમના પ્રોગ્રામ-ઈન્ટરવ્યુ બી.બી.સી. ઉપરાંત ફ્રાંસ, જર્મની, જાપાન વગેરે દેશોની ટીવી ચેનલ્સ પર આવી ગયા છે.
- ગુરુ કે ઈશ્વર પર શ્રદ્ધા નહીં.
શોખ
- સંગીત, ચિત્રકલા, હાર્મોનિયમ વાદન
મુખ્ય રચનાઓ – અગિયાર પુસ્તકો પ્રકાશિત
- કાવ્યસંગ્રહ - રોમાંચ નામે નગર, કિંતુ
- નાટક - હું પશલો છું , ફક્કડ ગિરધારી (ભવાઇ, પપેટ્રી, એબ્સર્ડ આદિ પ્રયોગોનો એકાંકીસંગ્રહ)
- નવલકથા - મોશનલાલ માખણવાળા
- બાળનાટક - ઝૂનઝૂનઝૂ બૂબલાબૂ, જંગલ જીવી ગયું રે લોલ
- સંપાદન - સાબરમતી
સન્માન
- બટુભાઈ ઉમરવાડિયા પારિતોષિક
- ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર–3 શ્રી રાધેશ્યામ શર્મા (રન્નાદે પ્રકાશન)
- ગુજરાતી સાહિત્યકોશ ખંડ 2 (ગુજરાતી સાહિત્ય પરિષદ)
[...] # ઇન્દુ પુવાર [...]
Pingback by અનુક્રમણિકા - અ « ગુજરાતી સારસ્વત પરિચય — July 10, 2007 @ 2:32 pm
ITS FENTASTIC.
Comment by PUWAR jAYDATTSINH — October 18, 2007 @ 1:46 am
Excellent work. We are proud of you!
Comment by PUWAR CHETANSINH — January 7, 2008 @ 4:27 am