ચીમન પટેલ, Chiman Patel
“ગુસ્સામાં કદી ન કરવો નિર્ણય, નો’તી ખબર.
ખુશીમાં કદી ન આપો વચન, નો’તી ખબર.
ઉદાસીમાં કદી ન આપો ઉત્તર, નો’તી ખબર.
જિંદગીમાં કદી ન જુઓ પાછળ, નો’તી ખબર.”
” ફાવી ગયું જીવવું અંધકારમાં ‘ચમન’
દિપક તો બુઝાઇ ગયો, એ કોણ માનશે?”
પ્રેરક સુત્ર
“કાલ કરે સો આજ.”
# રચનાઓ : - 1 - : - 2 - ( દોડો… દોડો… મોટ્ટો ખજાનો છે!)
_____________________________________________________________
સમ્પર્ક ફોન - (281)-495- 6534 : ઇમેલ - chiman_patel@hotmail.com
ઉપનામ
- ચમન
જન્મ
- 1, ઓગસ્ટ, 1933; કૈયલ ( ઉ. ગુજરાત)
કુટુમ્બ
- માતા - કંકુબા; પિતા - ગંગારામ
- ભાઇઓ - રમણભાઇ, કાંતિભાઇ; બહેન - મધુબેન ( બધા અમેરીકામાં)
- પત્ની - નિયંતિકા; પુત્ર - મિતેશ; પુત્રી - હેતા, મીતા
અભ્યાસ
- બી.ઈ.(સીવીલ) - વ. વિદ્યાનગર
- એમ.એસ. ( સ્ટ્રક્ચરલ) - યુ.એસ.એ.
વ્યવસાય
- ભારતમાં
- સીંચાઇ ખાતું , ગુજરાત સરકાર
- લેક્ચરર- ભાવસિંહજી પોલીટક્નીક , ભાવનગર
- અમેરીકામાં
- પેટ્રોકેમીકલ કમ્પનીમાં - હ્યુસ્ટન ( યુ.એસ.એ.)
જીવનઝરમર
- શરુઆતમાં ‘ચાંદની’ માં બે વાર્તાઓ અને અને ‘નવવિધાન’માં એક વાર્તા પ્રકાશિત થતાં સર્જનની શરુઆત થઇ.
- ગુજરાતી સમાજ- હ્યુસ્ટનના ‘દર્પણ’ સામાયિકમાં નિયમિત હાસ્ય લેખો છપાતા
- ધરા-ગુર્જરીમાં કાવ્યવિભાગ અને મુખપૃષ્ઠ સંભાળતા હતા
- અમેરીકાના ઘણા સામાયિકોમાં કાવ્યો અને ગઝલો છપાતા રહ્યા છે.
- ધાર્મિક માન્યતા - મંદીર નહીં પણ સ્વ-મનનના હિમાયતી.
- ‘હ્યુસ્ટન સાહિત્ય સરિતા’ ના ઉત્સાહી સભ્ય.
- તેમનું એક ચાર્કોલ પેઈન્ટીન્ગ
શોખ
- ટેનીસ, યોગાસનો, ચાર્કોલ પેઇન્ટીન્ગ, શાકભાજીની ખેતી
રચનાઓ
- હાસ્યલેખો - હળવે હૈયે
સન્માન
- ‘ધરા - ગુર્જરી’ એવોર્ડ
સાભાર
- pustakalay.com
