ગુજરાતી સારસ્વત પરિચય

August 6, 2007

રતિલાલ નાયક, Ratilal Nayak

 ratilal-nayak.jpg

પ્રેરક અવતરણ
‘તપ ત્યાં તેજ’

——————————————————————————————-

સંપર્ક    – 23, રચના સોસાયટી, સેટેલાઈટ રોડ, અમદાવાદ- 380 015 

ઉપનામ

  • દિગંત

જન્મ

  • 1- ઓગસ્ટ, 1922; કડી (જિ. મહેસાણા)

કુટુંબ

  • માતા – ડાહીબેન , પિતા – સાંકળચંદ
  • પત્ની – મેનાબહેન (લગ્ન – 1944) ; સંતાન – ચાર

અભ્યાસ

  • એમ. એ., એસ. ટી. સી.

વ્યવસાય

  • શિક્ષણક્ષેત્ર

જીવનઝરમર

  • સર્વપ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ ‘અલકમલકની વાતો’
  • પાંચેક હજાર પુસ્તકોનું સમૃદ્ધ અંગત પુસ્તકાલય.
  • ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ઉપરાંત સંસ્કૃતનું ઊંડું જ્ઞાન.
  • હિંદીમાં પણ બાળવાર્તાઓ લખી છે.
  • ભાષાશુદ્ધિ અને જોડણીશુદ્ધિના પાકા આગ્રહી.
  • મોતીના દાણા જેવા સુંદર હસ્તાક્ષર માટે ખ્યાતનામ લેખક.
  • અંબાજીના ભક્ત. શ્રીમદ ભગવદ્ ગીતા પર શ્રદ્ધા.
  • આકાશવાણી પર કાર્યક્રમ ‘અમૃતધારા’

મુખ્ય રચનાઓ      સોથી વધારે પ્રકાશનોનાં લેખક-સંપાદક-સંયોજક,

  • બાળસાહિત્ય - વિવિધ પુસ્તક શ્રેણીઓ, શિશુબાળવાર્તાવલિ, કલ્લોલબાળવાર્તાવલિ
  • વાર્તાસંગ્રહ – હૈયાનાં દાન
  • સંપાદન – જોડણીપ્રવેશ, નાનો કોશ, વસંતવિલાસ

સન્માન

  • એનસીઈઆરટીનો નેશનલ એવોર્ડ
  • બાળ ઘડતરનાં સૌથી વધારે પુસ્તકો પ્રગટ કરવા માટે બાલશિક્ષા પરિષદ, નવી દિલ્હીનો વિશેષ એવોર્ડ

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર – 3 શ્રી રાધેશ્યામ શર્મા (રન્નાદે પ્રકાશન)
  • ગુજરાતી સાહિત્યકોશ -  ખંડ 2 (ગુજરાતી સાહિત્ય પરિષદ)

2 Comments »

  1. [...] # રતિલાલ નાયક [...]

    Pingback by અનુક્રમણિકા - ર « ગુજરાતી સારસ્વત પરિચય — August 6, 2007 @ 9:29 am | Reply

  2. રતિલાલ સાહેબને કેમ ભુલાય!
    હું તો ઍમનો વિધાર્થી કડીમાં
    અમદાવાદમાં એમના ઘેર એકવાર મળવાનો મોકો મળેલો.
    ઝભ્ભો,ટોપી અને ઘોતીમાં વગૅમાં આવી ગુજરાતી ભણાવતા અમને.
    કોકવાર એમના લખાણો વાંચતા અને સુધારતા એ યાદ આવે છે.
    એમના પરિચયની પાછળ મારો પરિચય છપાતાં આનંદ અનુભવું છું.
    શુભેચ્છા સાથે વિરમું છું.
    ચીમન પટેલ ‘ચમન’

    Comment by Chiman Patel "CHAMAN" — August 29, 2007 @ 8:17 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.