ગુજરાતી સારસ્વત પરિચય

February 14, 2008

એક દુખદ સમાચાર

Filed under: સમાચાર — સુરેશ @ 1:52 pm

ruswa_s.jpg

મોહતાજ ના કશાનો  હતો, કોણ માનશે ?” 

      અત્યંત શોકની લાગણી સાથે જણાવવાનું કે આદરણીય ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી -  ‘રુસ્વા’ હવે આપણી વચ્ચે નથી. આજે તા. 14 ફેબ્રુઆરી 2008 ની રાતે રાજકોટ ખાતે તેમના પુત્ર અને રાજકુમાર કોલેજના પ્રીન્સીપાલ શ્રી. ઐયાઝખાનના ઘેર 93 વર્શની ઉમ્મરે તેઓ જન્નતનશીન થયા છે.

      ગઝલચાહકોના અત્યંત પ્રીય અમૃત ‘ઘાયલ’ અને ‘શૂન્ય’ પાલનપુરીના ઉસ્તાદ એવા ‘રુસ્વા’એ નવાબી તેમજ ફકીરી બન્ને પચાવી જાણ્યાં હતાં. તેઓ પોતે પણ બહુ ઉચ્ચ કક્ષાના શાયર હતા. તેથી પણ વધુ -  જેને માણસ કહી શકાય એવા આ માણસે  તેમના જીવન દરમ્યાન ઘણી આસમાની સુલતાની જોઈ હતી; અને છતાં અલ્લા સીવાય કોઈના મોહતાજ રહ્યા ન હતા.

      આપણે સૌ હ્રદયપુર્વક પ્રાર્થના કરીએ કે, તેમના આત્માને અલ્લા બહીશ્તમાં શાંતી અર્પે.

તેમના જીવન અને કવન વીશે જાણવા અહીં ‘ ક્લીક’ કરો.

જન્મ 11 ડીસે મ્બર - 1915  : અવસાન  14 - ફેબ્રુઆરી - 2008

હસમુખ બારાડી, Hasmukh Baradi

hasmukh-baradi.jpg

પ્રેરક વાક્ય  -    “ Honesty pays.”

‘ બરડાના ડુંગરાના બાવળ
રસ્તે ખડખડતી મારી જીપ ..
જિંદગીનો હજી તો હું સ્પર્શ પામી રહ્યો છું,
મારી આંખોમાં હજી એ પૂરી બેઠી નથી
ત્યાં- મને મૃત્યુ આંબી જાય છે.’

___________________________________________________
(more…)

February 9, 2008

ધીરુબેન પટેલ, Dhiruben Patel

ઉંઝા આધારીત ‘ સરળ’ જોડણીમાં

dhiruben_patel.jpg     

” કદાચ લગ્ન પહેલાંના પ્રેમનો એક બહુ મોટો હીસ્સો હજી જીવંત રહી ગયો છે. ઘવાયેલા અભીમાનના ખડક નીચેથી પણ એનાં ત્રુણાંકુરો અવારનવાર દેખા દે છે……  “

તેમનો એક લેખ

તેમની ત્રણ વાર્તાઓ

તેમની એક વાર્તાનો અંગ્રેજી અનુવાદ

તેમની જાણીતી વાર્તાને આધારે બનેલ નાટક ‘ ભવની ભવાઈ’  વીશે

(more…)

Blog at WordPress.com.