ધીરુબેન પટેલ, Dhiruben Patel
ઉંઝા આધારીત ‘ સરળ’ જોડણીમાં
” કદાચ લગ્ન પહેલાંના પ્રેમનો એક બહુ મોટો હીસ્સો હજી જીવંત રહી ગયો છે. ઘવાયેલા અભીમાનના ખડક નીચેથી પણ એનાં ત્રુણાંકુરો અવારનવાર દેખા દે છે…… “
# તેમની એક વાર્તાનો અંગ્રેજી અનુવાદ
# તેમની જાણીતી વાર્તાને આધારે બનેલ નાટક ‘ ભવની ભવાઈ’ વીશે
જન્મ
- 29 મે, 1926, વડોદરા ( વતન – ધર્મજ )
કુટુમ્બ
- માતા – ગંગાબા; પીતા – ગોરધનભાઈ; ભાઈ - વિનોદભાઈ
અભ્યાસ
- પ્રાથમીક શીક્ષણ - પોદ્દાર હાઈસ્કુલ – સાંતાક્રુઝ
- ઉચ્ચ શીક્ષણ – એલ્ફીન્સ્ટન કોલેજ , મુંબાઈ
- 1945 – અંગ્રેજી સાથે બી.એ.
- 1948 – એમ.એ.
વ્યવસાય
- 1949- 1963 - ભવન્સ કોલેજ મુંબાઈમાં અધ્યાપક
- 1963- 64 - દહીસરની કોલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક
- ગુજરાતી લેક્સીકોન વેબ સાઈટનું ઉદ્ ઘાટન કરતાં
જીવનઝરમર
- થોડો વખત ‘આનંદ પબ્લીશર્સ’ નું સંચાલન
- 1963 થી - કલ્કી પ્રકાશન
- 1975 સુધી – ‘સુધા’ સાપ્તાહીકનાં તંત્રી
- 1980 - તેમના લખેલા નાટક પરથી કેતન મહેતાનું પ્રખ્યાત ચલચીત્ર ‘ ભવની ભવાઈ ‘ સર્જાયું છે.
- એક વર્શ ગુજરાતી સાહીત્ય પરીશદના પ્રમુખ
રચનાઓ
- વાર્તા - અધુરો કોલ, એક લહર, વીશ્રંભકથા
- નવલકથા – વડવાનલ, શીમળાંનાં ફુલ, વાવંટોળ , વમળ
- લઘુનવલ – વાંસનો અંકુર
- હાસ્યકથાઓ – પરદુખભંજન પેસ્તનજી , ગગનનાં લગન
- નાટકો – પહેલું ઈનામ, પંખીનો માળો, વીનાશને પંથે, એકાંકી – નમણી નાગરવેલ, રેડીયો નાટક - મનનો માનેલો
- બાળસાહીત્ય - અંડેરી ગંડેરી ટીપરીટેન, બતકનું બચ્ચું, મીત્રાનાં જોડકણાં
- અનુવાદ – ટોમ સોયર, હક્કલબરી ફીનનાં પરાક્રમો
સન્માન
- 1980 – રણજીતરામ સુવર્ણચંદ્રક
સાભાર
- ગુજરાતી સાહીત્યકોશ – ખંડ – 2
તેમના ભાઈ સ્વ.વિનોદભાઈ અમારા જાની કુટુમ્બના ઘનીશ્ટ મીત્ર હતા.
Comment by સુરેશ — February 6, 2008 @ 7:48 pm
વાંચીને બહુ આનંદ થયો કે ભવની ભવાઇ એ ધીરુબેનની વાર્તા પરથી આધારિત છે..
Comment by કાર્તિક મિસ્ત્રી — February 9, 2008 @ 12:03 pm
એક લેખક તરીકે તો તેમને માટે ખૂબ આદર અને સ્નેહ હતા જ..છે જ..પરંતુ હાલમાં તેમનો પ્રત્યક્ષ રીતે જે પરિચય થયો તેમણે તેમને વ્યક્તિ તરીકે પણ એટલા જ આદરપાત્ર છે તે સાબિત કરી દીધું. હું તો એટલી પ્રખ્યાત લેખિકા ન હોવા છતાં…અને કોઇ પૂર્વપરિચય ન હોવા છતાં જે સરળતાથી અને સહજતાથી તેમણે મારા પુસ્તકની પ્રસ્તાવના લખી આપવાની સન્મતિ આપી અને બહુ ઓછા સમયમાં પુસ્તક વાંચી..એક જ દિવસમાં પ્રસ્તાવના લખી આપી..બિલકુલ સહજતાથી…! એક વ્યક્તિ તરીકે પણ તેઓ આદરપાત્ર છે જ. એ તેમની સરળતાએ સાબિત કરી દીધું.અને ફોનમાં આભાર માન્યો તો મને કહે,”માઇક્રોફોન બંધ કરો..આ વિષય પૂરો..આપણે બીજી વાતો કરીએ…”
તેમના પરિચયનુ આ પાસુ અહીં લખતા આનંદ અનુભવુ છું.
nilam doshi
http://paramujas.wordpress.com
Comment by nilam doshi — February 11, 2008 @ 3:49 am
I am very surprised that “ AAGANTUK “ is not mention in this List of Dhiruben Patel’s Sahitya
I am very much inspired by reading that book I want the Email Add or Ph.No of Dhiruben Patel
If possible please send It to my email add
ankur
Comment by Ankur PAtel — March 19, 2008 @ 6:11 am
Namaskar,
We feel very proud that Adarniya Dhiruben Patel attended Dhabkar Mumbai meeting and drew our attention towards the Gramatic mistakes we make, she also guided us for how to improve our writtings.We think it was a great houner for all who attended that meeting.
jay gurjari,
Comment by chetan framewala — June 16, 2008 @ 12:52 pm