ગુજરાતી સારસ્વત પરિચય

July 23, 2008

રમેશ પટેલ(આકાશદીપ), Ramesh patel

Filed under: પ્રકીર્ણ — સુરેશ @ 7:00 pm

રમેશભાઈનો બ્લોગ ‘ આકાશદીપ’

“જનજનની શક્તિ ઊભરી, વતનને દીધી આઝાદી
વીરોની આ ભૂમિ ભારતી, ગજગજ ફૂલવે છાતી.”

“અમને લાગે સિંહ બિચારા વગડે
કરવા ક્ષુધા તૃપ્ત ફરે અંધારે
માગું હરિ ભાવ ધરીને અંતર
ભવોભવ બનાવજો કળિયુગી ઉંદર”

“રંગમાં રંગ ભળે ને હાલે રંગોની વણઝાર
રંગમાં રમીએ રંગે રમીએ, દઈ મીઠા આવકાર”

“નવી રાહે નવી ચાહે આભ આશાઓ મલકે છે
સહેજ હવા પ્યારની મળતાં, માળો બાંધવા ઝંખે છે
હૃદય આપણું નાજુક નમણું પંખી છે”

“નથી અમારું નથી તમારું, આ જગ સૌનું સહીયારું ,
મારામાં રમતું તે તારામાં રમતું, અવિનાશી અજવાળું.”

# રચનાઓ  :     - 1 - :    -  2  -

________________________________________________

સમ્પર્ક 550, બકનેલ વે, કરોના-કેલીફોર્નીઆ (યુએસએ), 92881

જન્મ

  • 16, જુન - 1948 :  મહીસા; તા. મહુધા ; જિ.-ખેડા

ઉપનામ

  • આકાશદીપ

કુટુમ્બ

  • માતા–કાશીબેન; પિતા-ઝવેરભાઈ મુખી
  • ભાઈઓ – વિષ્નુભાઈ, બલવંતભઈ, અશોકભાઈ; બહેન – જશોદા
  • પત્ની-સવિતાબેન ( લગ્ન-19 મે, 1971; જેઠોલી,બાલાશીનોર)
  • પુત્રીઓ - શ્વેતા, મેનકા, વિતલ

અભ્યાસ

  • પ્રાથમિક અને માધ્યમિક - મહીસા
  • ઉચ્ચ શીક્ષણ – 1971 – સરદાર પટેલ યુનિવર્સિટી, વિદ્યાનગર - બી.ઈ.(ઈલેક્ટ્રીકલ) ફર્સ્ટક્લાસ સાથે

વ્યવસાય

  • 1972 - કપડવંજ – ગુજરાત વિદ્યુત નિગમમાં ઈલેક્ટ્રીકલ ઈજનેર તરીકે શરુઆત
  • 2004 - ગાંધીનગરથી એક્ઝીક્યુટીવ ઈજનેર તરીકે નિવૃતી લીધી.

જીવન ઝરમર:

  • પિતા- કેળવણી ક્ષેત્રે આજીવન ટ્રસ્ટી,પ.પૂજ્ય રવિશંકર મહારાજ ના ભૂમીદાન ચળવળના સહયોગી
  • નોકરીમાં વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના નિર્માણ માં મહત્વની જવાબદારી નીભાવી, ૧૪૭૦મેગાવોટ નો વીજ ધોધ, ગુજરાતને ગામેગામ વહાવવામાંસહયોગી બનવાનું અહોભાગ્ય મળ્યું.
  • મેમ્બર ઓફ બોર્ડ એક્ઝામીનર્સ તરીકે, મોર્ડન હાઈ પ્રેશર બોયલરના પ્રેક્ટીકલ નિષ્ણાત તરીકે, ચીફ બોયલર ઈન્સપેક્ટર સાથે, (૧૯૯૯-૨૦૦૧), ગુજરાત સરકારની નીમણૂક મુજબ માનદ સેવા આપી.
  • ગાયત્રી યુગનિર્માણ, મથુરાની હિન્દી પુસ્તીકાઓનું ગુજરાતીમાં અનુવાદકરી, પ્રકાશન કરવામાં સહયોગી બન્યા
  • 2004 – અમેરીકામાં સ્થળાંતર
  • પ્રખર ચીંતક લેખક શ્રીગુણવંત શાહે, ભારેખમ શબ્દો પ્રયોજવાથીજ ઊર્મીઓ પ્રગટ કરી શકાય, એવી વિચાર ધારાવાળી ભાષાશૈલી ને બદલે લોકભોગ્ય શૈલી માટે આગળ આવવા દિશાસૂચન કર્યું.

રચનાઓ

  • કાવ્ય - સ્પંદન, ઉપાસના, ત્રિપથગા

57 Comments »

  1. Thankyouvery much

    Comment by A . VALANI — July 24, 2008 @ 5:13 pm | Reply

  2. Dear Rameshbhai..WECOME ti GUJARATI WEB JAGAT ! All the best for your Blog . I have a Blog CHANDRAPUKAR….PLEASE do visit at>>>>.
    http://www.chandrapukar.wordpress.com >>>Dr. Chandravadan Mistry Lancaster Ca USA

    Comment by chandravadan — July 24, 2008 @ 6:50 pm | Reply

  3. Good.What is your Email?

    Comment by Mukund Desai-''MADAD'' — July 25, 2008 @ 12:00 pm | Reply

  4. Shri Mukund Desai,
    My e..mail.. rjpsmv@yahoo.com
    Rameshchandra Patel

    Comment by Ramesh Patel — July 25, 2008 @ 12:40 pm | Reply

  5. આદરણીય શ્રી રમેશભાઈ પટેલ(આકાશદીપ),
    ગુજરાતી સાહિત્ય જગતની વેબ સાઈટ પર, ઘણા સમયથી આપની રચનાઓ ઉલ્લેખનીયરીતે,મનનીય અને પ્રસન્નકર રીતે વહેતી અમને સૌને માણવા મળી છે.આપની કલમમાં કંઇક વિશેષતા કાયમ અનુભવી છે.ભાવ અને ગહન ચીંતન સભર રીતે,સંસ્કૃતિના તાણાવાણા આપે વણ્યા છે..આજે સારસ્વત પરીચયમાં આપનું સ્વાગત અમને ખૂબજ આનંદ આપી જાય છે.કવિલોક,લયસ્તરો,કાવ્યસૂર,રીડ ગુજરાતી,મેઘધનુષ્ય, શબ્દ સાગરને કિનારે, બાલ ફૂલવાડીઅને સહીયારું સર્જનના પટ્ટાગણને આપે ગરીમા આપી છે.
    અમારા અભીનંદન. આપની કૃતિઓ, સંકટ મોચન, પૂનમ વૈશાખની,રણભેરી અને વધામણી વસંતને અમારી મનગમતી કવિતાના સંગ્રહ માં આગવું સ્થાન પામી ગઈ છે.
    ચિરાગ પટેલ

    Comment by Chirag Patel — July 25, 2008 @ 3:14 pm | Reply

  6. માનવ તારી શાખ જવાહર , જગ જાણે જવાહર વાત

    આત્મ ખમીરથી ઘૂઘવે સાગર, થઈ મહાસાગરની જાત

    ( આકાશદીપ)

    અભીનંદન, અનુપમ પરીવાર ચેરીટેબલ ટ્રસ્ટ, (ઓડૅ,આણંદ)

    નવિનભાઈ પટેલ(USA)

    Comment by Navinbhai B. Patel — July 27, 2008 @ 4:37 pm | Reply

  7. Dear Shri Sureshbhai & Dr. Dilipbhai
    I convey my sincere thanks for inspiring and providing supports through kavyasoor and Kavilok.
    with Regards
    Ramesh Patel(Aakashdeep)

    Comment by Ramesh. Patel — July 27, 2008 @ 4:50 pm | Reply

  8. ભાગ્યવંતો નીરખે જશોદાજીનો લાલ
    મારે આંગણીયે આનંદ ગુલાલ
    I like your above words on kavilok.
    વિતલ પટેલ

    Comment by Vital Patel — July 29, 2008 @ 10:23 am | Reply

  9. [...] # રમેશ પટેલ(આકાશદીપ) [...]

    Pingback by અનુક્રમણિકા - ર « ગુજરાતી સારસ્વત પરિચય — July 31, 2008 @ 6:51 pm | Reply

  10. કોઇ એવું સામે મળે કે ભાવથી ભેટી પડે
    હસી હસાવી માંહ્યલાને ચાહથી ગૂમ્જાવતું રમે
    અનોખી રીતે દિલની વાતો, પ્રેમની વિણા વગાડી આકાશદીપે કહી દિધી.
    પ્રભુ પ્રેમ, માતૃ પ્રેમ્,કુદરત નો લગાવઅને યૌવનનો થનગનાટ ખૂબજ મનનિય રીતે
    માણવા મળ્યો.
    ચંદ્ર પટેલ

    Comment by Chandra. Patel — August 1, 2008 @ 4:42 am | Reply

  11. પથ્થર મનને ઘસી ઘસી ચમકાવી દિવ્ય વ્યાપી થાજો મહારથી
    ગ્યાન કિરણે ઢૂંઢો જગે તો તમને ઈશ્વર સિવાય કંઈ જડશે નહીં
    સ્વયંને પરખ્યા વગર રહી જાશે, સર્વ સાધના જગે અધૂરી
    આત્મીય આનંદે નિષ્કલંક પ્રતિભાનો ,સૂર્ય સ્વયં જાશે પ્રકાશી
    આકાશદીપની ઉપરોક્ત પંક્તીઓ ખૂબ જ ઊંચી વાત કહી જાય છે
    અને આવી સુંદર કૃતિઓ મળતી રહે એવી અભિલાષાસાથે અભિનંદન
    કેયુર પટેલ

    Comment by keyur Patel — August 4, 2008 @ 8:51 pm | Reply

  12. તારા પીંછાનો વીંઝણો રુપાળો
    કે મોર તું લાગે છે છેલ છોગાળો

    મોર તમે કેવારે કામણ કીધા
    કે હરીએ તમારા સરનામા રે દીધા
    રમેશ પટેલ(આકાશદીપ)તમારી કલમ પ્રસાદી
    ગમતીલી છે.પ્રસન્નતા પ્રેરકછે.અભિનંદન
    સ્નેહલ પટેલ

    Comment by Snehal Patel — August 10, 2008 @ 1:47 am | Reply

  13. છલક્યા અમર પ્રેમના પ્યાલા

    કે ખીલ્યા આજ પૂનમના અજવાળા

    ખૂબજ સરસ કૃતિ.રક્ષા બંધનનું મનભાવન ગીત

    સ્નેહલ પટેલ
    On kavilok I enjoyed this lovely poem.

    Comment by Snehal Patel — August 23, 2008 @ 7:29 pm | Reply

  14. શબ્દ સાગરને કિનારે બ્લોગ પર, world Gujarati conference..Aug 2008 ને શુભેચ્છા સંદેશ ની રચના ગુજરાતી છોગાળા ,રમેશ પટેલની શબ્દ રચના ખૂબજ

    ઉત્તમ લાગી.કેટલી સુંદર પંક્તિઓ.

    અમે તમારા તમે અમારા,વિશ્વે રમીએ થઈ રુપાળા

    છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા

    રાષ્ટ્ર પ્રેમથી ધરણી છલકે,વલ્લભ ગાંધી વદતાં મલકે

    વહે દાન પૂણ્યની ધારા,સિંહની ધરણીના અમે લાલા

    છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા

    ધરતી મેઘના મીલન મધુરાં

    એવા સ્નેહના બંધન અમારા

    જન્મ ભૂમિના રતન રુપાળા

    છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા

    Comment by Chirag Patel — August 26, 2008 @ 10:27 am | Reply

  15. Ramesh Patel(Aakashdeep)
    vaah shoonya ,on kavilok ,your ever green poem with deep scence.very very widely covered subjects
    and justified.pl.accept our congratulation.
    Paresh Patel and Aruna(USA)

    Comment by Paresh Patel — September 5, 2008 @ 10:37 am | Reply

  16. રમેશ પટેલ(આકાશદીપ)

    આપની કવિતામાં એક પ્રકારની મ્હેક છે અને શ્રી તરુણભાઈના પ્રયાસો તેની સુગંધ સમીર બની ફેલાવી સૌને ઉપકૃત કરી રહ્યાછે.ખૂબજ ધન્યવાદ.શ્રી સુરેશભાઇ જાની નો સારસ્વત પરીચયનું

    યોગદાન પણ અમૂલ્ય છે

    ચન્દ્ર પટેલ

    Comment by Chandra Patel — September 6, 2008 @ 1:48 pm | Reply

  17. What a wonderful combination of Aakashdeep,kavilok,kavyasoor and gujarati bloggers!Readers are very much thankful for such nice effots.I enjoyed the benefits.
    Keyur Patel(USA)

    Comment by Keyur Patel — September 11, 2008 @ 1:24 pm | Reply

  18. આદરણીય રમેશભાઇ,
    નમસ્કાર .તા.22/8/2008 ના ગાંધીનગર સમાચાર માં”ધબકાર” દ્વારા આપની ગુજરાતી રચના સાથે મારી એક રચના છપાઇ ત્યાર થી જ આપની વધુ રચનાઓ વાંચવાનું મન હતું. આજે આપના બ્લોગ ની મુલાકાત લઇ ને ધન્ય થઇ ગઇ.

    Comment by RAZIA MIRZA — September 19, 2008 @ 5:41 am | Reply

  19. I like the comments on shabda sagarne kinare,given by kavi
    pragnaju Says:

    September 25, 2008 at 11:52 pm
    એક ગુલાબનું ફૂલ રાજ રાજેશ્વર સમ ખીલે
    એક અભિનવ ના પુરુષાર્થે ભારત વર્ષ મ્હેંકી ઊઠે
    અભિનવને તો સત સત અભિનંદન ખરા જ પણ તેની ગુજરાતી કાવ્યમા પ્રશસ્તી કરવા બદલ કવિ અને બ્લોગને પણ અભિનંદન

    Vital Patel

    Comment by Vital Patel — September 25, 2008 @ 6:40 pm | Reply

  20. Read gujarati…A comment for poem of Aakashdeep
    હું તો આજ સાસરિયે ચાલી
    કેવું અંતર વલોવતા શબ્દો બોલી
    જુદાઈની કરુણ કેવી કથની
    થયો રાંક લૂંટાઈ દુનિયા મારી
    આજ સંબંધની સમજાણી કિંમત ભારી
    આંખનાં અશ્રુ બોલે વાણી
    નથી જગે તારા સમ જીગરી
    તું સમાઈ અમ શ્વાસે દીકરી
    તારા શબ્દો ટપકાવે આંખે પાણી
    ઓ વહાલી દીકરી
    ઘર થયું આજ રે ખાલી
    રમેશ પટેલ(આકાશદીપ)

    nilam doshion 27 Sep 2008 at 3:28 pm link comment
    કાવ્ય ખરેખર ખૂબ સુન્દર છે. પહેલા મળ્યું હોત તો બની શકે કે તેની કોઇ લાઇનનો સમાવેશ પુસ્તકમાં થયો હોત.
    ” આકાશદીપ” શ્રી રમેશભાઇને આકાશ જેટલા અભિનન્દન….

    Vital Patel

    Comment by Vital Patel — September 27, 2008 @ 10:40 am | Reply

  21. ઊગ્યું છે પ્રભાત સુંદર થોડી શ્રધ્ધા જગાવી જોઈએ
    અંતરમાં અજવાળા પાથરી થોડી પ્રભુતા પમાડી જોઈએ

    very nice gazal,thanks to share.

    Chirag Patel

    Comment by Chirag Patel — October 2, 2008 @ 11:29 pm | Reply

  22. I like to join and enjoy lovely gazal,and delighted by reading
    comments from

    એ કલા ને એ કલા કંઈ ના વળે (સરસ ! એ કલા કાંઈ એકલા એકલા ન માણવાની હોય !!)

    ”મેળામાં મહાલો આકાશદીપ તો માણીગર આવી મળે”

    સરસ. અભીનંદન અને આભાર.

    By: jugalkishor on October 9, 2008
    at 2:13 am

    અધરથી વાંસળીમાં જો વહાલના સૂરો સરે

    માધવને વૃન્દાવને ઘેલી રાધા દોડી આવી મળે

    ચાર દિવાલોમાં જીંદગી પૂરે કાંઈ ના વળે

    મેળામાં મહાલો આકાશદીપ તો માણીગર આવી મળે

    રમેશ પટેલ(આકાશદીપ)

    Comment by Vital Patel — October 8, 2008 @ 10:52 pm | Reply

  23. દેશ પરદેશથી રમે સંદેશા, કેવી લાગે રૂપાળી દિવાળી
    શુભ સંકલ્પની પ્રગટાવી જ્યોતિ, વેરઝેરને દેજો દરિયે ડુબોડી
    Aakashdeep on Meghdhanush.

    Good thoughts enlight our life.
    Thanks for sharing such lovely poem.

    Vital Patel

    Comment by Vital Patel — October 25, 2008 @ 2:12 pm | Reply

  24. Thanks and Happy New Year..I have enjoyed love of our Gujarati People.
    એકલાને એકલાથી કંઈ ના વળે
    ભળે સૂરમાં સંગીત તો રંગતો આવી મળે

    Ramesh Patel(Aakashdeep)

    Comment by Ramesh Patel — October 27, 2008 @ 11:11 pm | Reply

  25. A message of shri Dr. Dilipbhai on New year Day

    મુરબ્બીશ્રી રમેશભાઈ અને પરિવારજનો.
    શુભ દિપાવલીના પુનિત પર્વ પ્રસંગે આપ સહુ શાશ્વત સુખ અને શાંતિ અનુભવો અને માટે હાર્દિક શુભેચ્છાઓ.
    નૂતન વર્ષ સુખ સમૃધ્ધિ અને સુસ્વાસ્થ્યથી સભર અને પ્રગતિકારક નીવડે એજ પ્રાર્થના.
    આપશ્રીએ સતત કવિઓના લોકમાં પ્રવૃત્તિશીલ રહીને ઉપરાઉપરી ઉત્તમ રચનાઓ રચીને કવિલોકના વાચકોની કાવ્યક્ષુધાને સુપેરે સંતોષી છે.
    અંતરના અભિનંદન અને આભાર સહ,
    દિલીપ ર. પટેલ

    With Thanks
    Vital Patel ,Daughter Of RJPatel(Aakashdeep)

    Comment by Vital Patel — October 30, 2008 @ 1:16 pm | Reply

  26. blog..Manano vishvas
    Welcomig Divali and New year by Dr.Hiteshkumar Chauhan

    સ્નેહ સંદેશ દિવાળી પર્વે ઝીલું
    ઊજાશ આંગણીએ પાથરી હર્ષ વેરું
    આંખોમાં આંજી અમી દિવાળી ઊજાળું
    હૃદયમાં ભરી ઉષ્મા જ્યોતિ પ્રગટાવું

    ખૂબ જ સુંદર ગહન ચિંતન સભર ઉમદા કૃતિ.દિવાળી વિષેની એક અનોખી કાવ્ય રચના સૌને નવા વરસે ભેટધરવા બદલ હિતેશભાઇ ,તમને અભિનંદન્.

    સાચે જ આકાશદીપ તમે દિપ પ્રગટાવિ દીધો.

    ચન્દ્ર પટેલ

    Comment by Vital Patel — October 30, 2008 @ 1:41 pm | Reply

  27. શ્રી રમેશભાઈ પટેલ(આકાશદીપ)

    પરેશભાઈ ના ટેક્શાસથી નવા વરસના નૂતન વર્ષાભિનંદન

    કવિલોક એસવી બ્લોગ અને ગુજરાતી માં અમેરીકા ખાતે ગુજરાતને નજીક રાખનાર દિવ્યભાસ્કર અને ગુજરાત ટાઈમ્સ માં આપની દીવાળી

    વિષે ખૂબજ ઘણી કૃતિઓની શીરમોર જેવી કવિતા વાંચી ,હૃદયમાં એક અનેરો ભાવ જાગવાથી દેવદીવાળીએ મારી શુભેછા સ્વીકારશો.

    મારા વાંચનમાં આવી ઉત્તમ વિચારોથી દીવાળીની વધામણી આપથકી મળી અને ખૂબ ખૂબ આનંદ થયો.

    પરેશ પટેલ

    Comment by PareshPatel — November 10, 2008 @ 11:35 am | Reply

  28. what more we have to learn in life?
    Thanks to share such nice thoughts on kavilok..bhale bhalo

    ભલે જમાનો ઘૂમતો ધરીને વેશ રોજ જુદાજુદા
    દિઠો ભલો વિસામો તો એક હરિવડના આશરે

    રમેશ પટેલ ‘આકાશદીપ’

    Neil Patel

    Comment by NeilPatel — November 20, 2008 @ 9:12 pm | Reply

  29. A message from respected Kamaleshbhai.

    khushino khajano

    નામ મારું છે ખુશી, ખુશી ખુશી હું બોલું
    એક બે ત્રણ વદું તો, બા દાદાને લાગે વાહલું
    વન ટુ થ્રી કહું તો,મમ્મી પપ્પાને હસતા ભાળું
    ખુશી ખુશી હું બોલું
    બા દાદા કહે વારતા, શિયાળ કાગડો પુરી
    મોમ કહે હોલ્ડ માય હેન્ડ નહીં તો પડશે ભૂલી
    રમતાં રમતાં ઊંઘું,ઊઘમાં હસું થોડું થોડું
    ખુશી ખુશી હું બોલું

    આદરણીય રમેશભાઈ,

    કુશળ હશો જ.

    વાહ! આજની સવાર તો તમારા પત્રમાં આવેલી ‘ખુશી’એ ઉજમાળ કરી દીધી. હું તો ફાયદામાં રહ્યો! કવિતાને બદલે કવિતા …તે પણ એક મઝાનું બાળગીત! તેમાંય પછી ‘ખુશી’નું હોય પછી જોવાનું શું? … દાદાની લાગણીની ચોરી પણ પકડાઈ ગઈ!! ( “ખુશી” રમીને થાકે પછી દાદા પાસે જ જાય! દાદાએ દાદી-મમ્મી- પપ્પા સુધી તે પહોંચે તે પહેલાં પ્રેમભીનાં બાળગીતમાં ઝાલી જો લીધી.! )

    અભિનંદન ! ખૂબ આભાર.

    નમસ્કાર
    કમલેશ પટેલ
    (શબ્દસ્પર્શ)
    http://kcpatel.wordpress.com/
    comment by Vital Patel

    Comment by Vital Patel — December 30, 2008 @ 9:18 am | Reply

  30. A message from Chirag Patel

    દર્શન ભલા

    ના હિસાબી લેખાંજોખાંએ જિંદગીની મજા
    ધર હાથ ગાંડીવ, લાગતા દર્શન ભલા

    સાત રંગી કિરણો છે સૂર્યના જાણે બધા
    વરસે તું તો મેઘધનુષના દર્શન ભલા

    ગમી જાય તેવી કૃતિ.જોમ ભરે,
    માધુર્ય પણ માણવા મળે અને કંઇક અનોખી વાત કહેતી

    રંગભરી રચના મેઘધનુષ પર માણવા મળી.

    ધન્યવાદ રમેશભાઈ ઉમદા વૈચારિક કૃતિ માટે.

    ચીરાગ પટેલ

    Comment by Sweta Patel — January 1, 2009 @ 10:53 am | Reply

  31. Dear Rameshbhai,
    Happy new year 2009 to you and your family.
    Thank you for your flourishing gujarati poetry interest and ongoing support to gujarati webworld.

    Dilip Patel

    ગુજરાતી વેબ જગત કવિલોક,કાવ્યસૂર મેઘધનુષ,શબ્દ સાગરને કિનારે,રીડ ગુજરાતી, ગુજરાતી બ્લોગરસ ,ર્શબ્દ સ્પર્શના સુંદર સથવારે

    કાવ્ય જગતમાં રમણા કરવાનો પૂરબહાર આનંદ ૨૦૦૮માં માણવા મળ્યો.આ સૌ સાહિત્યપ્રેમી મહાનુભાવોનો દિલથી આભાર માનું છું.

    નવા વર્ષે સૌ મિત્રોને ઉરના ઉમળકા સાથે શુભેચ્છાઓ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Comment by Ramesh Patel — January 2, 2009 @ 10:06 am | Reply

  32. blog..Manano vishvas
    Welcomig New year by my poem, Dr.Hiteshkumar Chauhan,Dr Dilipbhai,as well as close to my heart, Dr chandravadanbhai Mistri(Chandra Pukar)
    Shri Jugalkishoraji vyas ,SV blog and shri Sureshabhai Jani,Neelaben Kadakia,Tarunbhai Patel(vvnagar) pl accept my special thanks.

    Ramesh Patel(Aakashdeep)

    Comment by Ramesh Patel — January 2, 2009 @ 10:42 am | Reply

  33. વસંતના વ્હાલ

    આ મ્હેંક્યા વસંતના વ્હાલ
    કે સહિયર શું કરીએ?

    આ મ્હેંદી મૂકી હાથ
    કે સહિયર શું કરીએ?
    આ ફૂલે મઢ્યા ગાલ
    કે સહિયર શું કરીએ?

    આ આભે ખીલ્યો ચાંદ
    ને ફાગણ ખેલે ફાગ
    કે સહિયર શું રમીએ?

    આ કોટે વળગ્યા વહાલ
    કે સહિયર શું કરીએ?

    Enjoyed your geet on Meghadhanush.
    Really brings spring nearer to us.

    Chirag Patel

    Comment by Chirag Patel — February 17, 2009 @ 11:53 pm | Reply

  34. ખીલી સૃષ્ટી સુમન થકી દેતી સંદેશ મ્હેંકાવતી
    દેખ કૌવત કેવી પલટાવી પાનખરને અમે વસંતમાં
    ભાગ્યશાળી છો તરુઓ તમે પૃથ્વીરજ સમ મિત્રથી
    સીંચે અમી તુજને રળવા સરપાવ સદા વસંતના

    ‘આકાશદીપ’વદે વાહ કુદરત્! તારા કરીશ્મા છે અકળ
    સખા દેજે સર્વને , આ ગુણીઅલ ધૂળ સમા.

    Wov! Really amazing.
    Vital Patel on Beenaben Trivedi web site,
    with thanks

    Neil Patel

    Comment by Neil Patel — February 26, 2009 @ 8:20 pm | Reply

  35. Thank you
    Dr shri Chandravadanbhai and Shri Dilipbhai
    for inspiration and.
    welcoming thoughts of my poem

    લીલા નીરખી કુદરત તારી ભજીએ અંતરયામી

    દીધી શીખ જીવનની રીત મધ્યમ માર્ગી રહીએ

    જીવતરના પાઠ સત્સંગી થઈ એકબીજાના થઈએ………
    Nice Rachana & Nice Ending…Rameshbhai
    CHANDRAVADAN MISTRY on June 8, 2009

    By: dilip Gajjar on June 10, 2009

    શ્રી રમેશભાઈ, ઉચ્ચ જીવનની વાત તમે કાવ્યમાં કહી છે..અભિનનંદન…અધ્યાત્મ ના ઉચ્ચ માર્ગે લઈ જાય તે જ સાચી કવિતા ને સતસંગી જીવન જ ભદ્ર જીવન અન્યથા નહિ. મોટાભાગના પ્રેયમાર્ગે રચ્યા રહે છે નહિ કે શ્રેય માર્ગે….

    Comment by Ramesh Patel — June 11, 2009 @ 11:07 am | Reply

  36. on kavyasoor,Aabhalu niralu
    saune gami jaya

    Chirag patel Says:
    May 6, 2009 at 10:15 pm
    ઢળે સંધ્યા કે ખીલતું પ્રભાતજી
    વ્યોમ હાટડે વ્હેંચાયા રે આનંદજી

    Real picturisation by words for sky .
    Enjoyed and seen.

    Chirag Patel

    Comment by Vital Patel — June 11, 2009 @ 11:40 am | Reply

  37. http://leicestergurjari.wordpress.com/

    જીવતરના પાઠ

    પ્રભુ વંદના પ્રભાતિયાથી પાંગરતી શુભ સવાર

    ……

    યૌવન આવ્યું પાદર છોડ્યું પાઠ જીંદગીના જાણ્યા

    વાયુ વેગે વહી જીંદગી , પૈસા પાછળ દોડ્યા


    જોબન જાતાં વારના લાગી, તૂટ્યા હામને જોમ

    ….
    ભાગ્યા ભેરુ ભૂલ્યા સંગાથી, કરમની છે કઠણાઈ

    લીલા નીરખી કુદરત તારી ભજીએ અંતરયામી

    દીધી શીખ જીવનની રીત મધ્યમ માર્ગી રહીએ

    જીવતરના પાઠ સત્સંગી થઈ એકબીજાના થઈએ

    રમેશ પટેલ(આકાશદીપ)
    Comment

    By: પંચમ શુક્લ on June 12, 2009
    at 4:16 pm

    અંગત અનુભૂતિની રોચક ભાવાભિવ્યક્તિ.

    Comment by Vital Patel — June 13, 2009 @ 12:55 pm | Reply

  38. [...] હોય તો સુરેશભાઈ જાનીદાદાના બ્લોગ ગુજરાતી સારસ્વત પરિચયની મુલાકાત જરૂરથી [...]

    Pingback by રમેશભાઈ પટેલ’આકાશદીપ’નો જન્મદિવસ…વીર અભિમન્યું…..રમેશ પટેલ ‘આકાશદીપ’ « મન નો વિશ્વા — June 15, 2009 @ 8:43 pm | Reply

  39. Dr Shri Chandravadanbhai
    Thank you for your message having sweetness of heart.

    Ramesh Patel(Aakashdeep)

    DR. CHANDRAVADAN MISTRY Says: Your comment is awaiting moderation.
    June 16, 2009 at 7:59 am | Reply
    લડ્યો એક લડવૈયો અભિ મહાભારતે, ધરી રણવીરોની મહા શાન
    યુગો યુગો સુધી કીર્તિ અજવાળશે,
    રણશૂરા અભિમન્યુ તારું નામ
    માપી મર્દાનગી તારી કુરુક્ષેત્રે
    તું વીરનું રળી ગયો યશનામ
    So, now I know that JUNE 16th is the Birthday of Rameshbhai. & I had just talked to him only a few days back….& now I am seeing him for the 1st time in a Photograph…I am Blessed by God ! HAPPY BIRTHDAY, Rameshbhai & wish you many more.
    Today, I read the story of Abhimanyu going in the Battlefield in a Poem by Rameshbhai…As Abhimanyu is remembered, may Rameshbhai be remembered with his Poems & his sacrifices for his Family…..As a true friend, I have Rameshbhai in my heart !

    Comment by Ramesh Patel — June 27, 2009 @ 1:27 pm | Reply

  40. Thanks for the Publication of my Comment…which was from my heart!

    Comment by DR. CHANDRAVADAN MISTRY — June 27, 2009 @ 6:23 pm | Reply

  41. Thanks to shri Vijaybhai sevak,a lovely personality,as said..

    On June 16, 2009 at 11:15 pm ‘ISHQ’PALANPURI Said:
    સરસ ગઝલ !
    વિજયભાઈ સેવક ને રુબરુ સાંભળવા એ પણ એક લ્હાવો છે. તેઓ નાટ્યકલાના ઊંડા અભ્યાસું માણસ છે,મે એમને કિલ્લા-પારડી [વલસાડ] માં શીબીર માં સાંભળેલા ત્યારે તેમણે નાટ્યકલાની સરસ માહીતી આપેલી તે ઓ સારા ગઝલકાર છે તે આજે જાણ્યું, lots of thanks

    On June 18, 2009 at 6:23 am Vijay Sevak Said:
    આદરણીય શ્રી રમેશભાઈ,
    જન્મદિવસની શુભકામના.
    આપને આપના પુસ્તકથી મળ્યો છું.
    અભિમન્યુ ઢળ્યો નથી. એ મારા-તમારામાં જીવે છે.
    આપનું કાવ્ય તેનું જ સૂચક છે. ગમ્યું.
    વિજય સેવક

    On June 19, 2009 at 10:24 am Vijay Sevak Said:
    આપના કાર્યક્રમમાં મારું હોવું એ તો આપણો સમ યોગ.
    મહિસામાં મજા પડી હતી.
    વર્ષો પછી ગયો હતો મહિસા.
    શાળાના જે નવા મકાનની ઈંટો ઉચકી હતી ત્યાં કાર્યક્રમ હતો.
    સાહિત્ય અને જ્ઞાનવર્ધક વાતો થઈ હતી.
    મુરબ્બી અને મિત્રોને મળાયું હતું. મારા શિક્ષક મુ.શ્રી.વિષ્ણુભાઈ સાથે પણ ઘણી વાતો થઈ હતી- શાળામાં અને પછી ઘરે. મઢી પણ ગયો હતો. મનભરીને માણ્યો હતો પ્રસંગ અને મહિસા- બંન્ને. બધું આપના પુસ્તક નિમિત્તે. બસ, આપની કમી હતી. ક્યારેક તમે પણ મહિસામાં હો ત્યારે કાર્યક્રમ ગોઠવાય એવું કરો. મજા પડશે. ત્યાં સુધી બ્લૉગ દ્વારા મળતા રહીશું.
    જીતુભાઈ અત્યારે અમદાવાદ રહે છે. તેમને તમારી યાદ આપીશ.
    વિજય

    Comment by Ramesh Patel — July 8, 2009 @ 11:02 am | Reply

  42. http://gujaratikavita.wordpress.com” .
    A comment of Chandra Patel

    Chandra Patel
    says:
    July 14, 2009 at 7:01 pm
    વાત નિરાલી તારી કેમ ઉકેલું હું આભાસી
    નથી સમજાતું શું છે ભાઈ આ આભાસી

    હરિ સમાણો કણકણમાં સઘળે
    તોય જગ માયા મહા આભાસી
    વાહ ખેલૈયા ખેલ નિરાલા
    ભ્રાંત દૃષ્ટિની જાળ ગૂંથી છે આભાસી
    ફૂંક મારી તો બંસરી બોલી
    શ્વાસ રુક્યો તો સઘળે સઘળું આભાસી

    - રમેશ પટેલ(આકાશદીપ)

    આભાસી , રમેશ પટેલ ( આકાશદીપ) ની કવિતાઓ એવી ભાવભરી રીતે

    નીખરી આવેછે કે મનન કરતા થઈ જઇએ.વસ્તુ વિષયને આધ્યાત્મિક

    દૃષ્ટિ કોણથી તરબોળ કરતી સુંદર રચના માટે અભિનંદન.

    ચંદ્ર પટેલ

    Comment by Vital Patel — July 14, 2009 @ 1:46 pm | Reply

  43. આજે અષાઢ વદ પાંચમ

    [યુ.એસ.એ. સ્થિત શ્રેએ રમેશભાઈ પટેલે સ્વરચિત મોકલાવેલ આ કૃતિ બદલ મેઘધનુષ આભારી છે.]

    વ્યવહાર છે

    રમાડો જો તલવાર તો સદા ઘાવ છે
    તણખતા વેરઝેરના એ વ્યવહાર છે
    ………
    ………

    મેઘ છે તો સદા ભીંના ઉપહાર છે
    મા ધરતીના કેવા લીલુડા વ્યવહાર છે
    છે અષાઢી પૂનમ ને પુનિત ગુરુ ચરણ
    પરખ પ્રભુની એ આતમનો વ્યવહાર છે
    કરુણા ભર્યા જો ભાવ માનવ ઉર છે’
    આકાશદીપ’ એજ તીર્થંકરના વ્યવહાર છે

    Pancham shukla& hellip | July 12, 2009 at 10:32 pm
    તીર્થંકરના વ્યવહાર … પ્રેરક અભિવ્યક્તિ.

    . sweta Patel | July 15, 2009 at 12:03 pm
    પ્રકૃતિ અને સંસાર અજબ વ્યવહારના બંધને

    રમેછે ઘૂમેછે.ગઝલ સદૃશનો વિષય ,સહજ રીતે

    ગહન ચીંતનમાં દોરી જાય છે.

    આવા કવન જ માનવ જાતને ઊંચી ગરીમા

    આપેછે.સુંદર મનનીય વાત માટે બે શબ્દ

    લખવા મન લલચાયું.અભિનંદન.

    સ્વેતા પટેલ

    Comment by Paresh Patel — July 16, 2009 @ 2:40 pm | Reply

  44. An e mail from su shri neelaben kadakia..
    Equally thanks hearing from you.

    Thank you v.much.
    You are always helping me giving me your good poems.
    Thanx again.

    ૐ નમઃ શિવાય
    Neela Kadakia

    Meghdhanush
    http://shivshiva.wordpress.com/

    Comment by Ramesh Patel — July 28, 2009 @ 10:54 am | Reply

  45. Thanks..A comment by Shri Dilipbhai

    dilip says:
    July 29, 2009 at 4:23 am
    શ્રી રમેશભાઈ, મને આન્ંદ થયો આપના સ્ંગ્રહનું મુખપ્રુષ્ઠ જોઇ..ત્રિપગથા ને વધાવું છું..લોકભોગ્ય અને શિવભક્ત ગમ્ય બની રહેશે તેવું ચાહુ છું…
    આપની અનેક રચનઆઓ વાંચી આધ્યાત્મિક ભાવોમાં લીન થયો છું..આ સમયમાં આ વિષય પર બહુ ઓછા કવિઅઓ દેખાય છે તેમાંના રમેશભાઈ છે…ત્રિપગથા..ત્રિદલમ ત્રિદલાકાર્ં પ્રિય અએવા શિવજીમાં ઘણી પ્રેરક વિષેશતા ઓ છે એક દિવસ મનમાં વિચાર આવતા..૯૦ જેટલાં ત્રિઅવસ્થા ત્રિદલ શિવજીને મનોમન અર્પણ કરેલા…જેમ કે જીવનની ત્રણ અવસ્થા..કૌમારં યૌવનમ જરા, ભૂત વર્તમાન ભવિષ્ય,સવાર બપોર સાંજ…મારા બ્લોગ પર તેમની રચના અવારનવાર આપતો જ રહું છું..અને તેઅઓ પણ મળતા રહે છે…મૃગેશ, આપે મને ખુબ પ્રોત્સાહિક કર્યો છે આપનું આ કાર્ય સરાહનીય છે…ફરી મળીશું.. જીવને છે શિવનો સ્ંગાથ પણ, ઈન્દ્રિયોને વિષયોની પ્યાસ છે…શીવ જ મારો વિષય બની રહે તો ?…
    http://leicestergurjari.wordpress.com/

    દિલીપ ગજજર, લેસ્ટર, મલ્ટીકલ્ચરલ શહેર

    Comment by Ramesh Patel — July 29, 2009 @ 9:48 am | Reply

  46. Thanks ro read Gujarati(Shri Mrugeshbhai shah)

    C.B. Kaneria says:
    July 25, 2009 at 10:42 pm
    ત્રિપથગા નામ ખૂબ જ સૂચક.
    ગંગાજી સ્વર્ગ પૃથવીલોક અને પાતાળમાં ગમન કરે
    એટલે ત્રિપથગા તરીકે જાણીતાં થયાં
    આપના પુસ્તકને આદરણીય સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરી અને શ્રી દોલતભાઈ ભટ્ટ
    દ્વારા આવકાર સાંપડ્યો છે.
    આ પુસ્તક પ્રકાશનમાં અમને સહયોગી થવાનો લ્હાવો મળ્યો છે.
    આજે રીડ ગુજરાતી દ્વારા મળેલ અભિવાદન આનંદ આપીગયો.
    આપના કાવ્ય સંગ્રહની પંક્તિઓ વીજની જેમ ચમકે છે.
    શબ્દ દ્વારા પ્રેમને શું સમજાવીએ કે માપીએ
    હૃદય જાણે છે પ્રેમને અને જગત રમતું પ્રેમથી

    નથી અમારું નથી તમારું, આ જગ સૌનું સહિયારું
    મારામાં રમતું તે તારામાં રમતું અવિનાશી અજવાળું

    જ્યાં ચરણ ચારુ રત્નોનાં પડે,અરે મહાસાગર પણ માર્ગો ચીંધે
    પૂનમની ચાંદની બની ખીલે આભે, એને કોણ સીમાડે રોકી શકે?


    પાટણની પ્રભુતા, કચ્છ કસુંબલે ખીલ્યા છે ગુલદસ્ત
    વિશ્વ પથ દર્શક ગાંધી અમારો,મઘમઘતું માનવ પુષ્પ
    અખંડ ભારતનો સ્વપ્ન દ્રષ્ટા ,અડગ વલ્લભ સરદાર
    રંમાડે ખોળે સિંહ સંતાન, શોભે યશચંદ્ર તવ ભાલ
    જય જય યશવંતી ગુજરાત ,શોભે યશચંદ્ર તવ ભાલ

    Reply
    Pravin V. Patel [ Norristown, PA USA ] says:
    July 25, 2009 at 11:34 pm
    ભાઈશ્રી કનેરિયાએ આપની કલમની કસબનું ‘ આચમન ‘ અર્પી યશકલગી ચઢાવી છે.
    ‘રંગો રમાડે————————–ભગવાન.’
    તેમજ
    ‘ પાટણની પ્રભુતા—————–તવ ભાલ ‘
    મન અને તનને તાજગી બક્ષે છે.
    હાર્દિક અભિનંદન.
    આભાર.

    Reply
    Atul Jani (Agantuk) says:
    July 26, 2009 at 7:29 pm
    શ્રી રમેશભાઈ પટેલ (’આકાશદીપ’) ની અન્ય ત્રણ ભાવ/જ્ઞાન સભર કૃતિઓ માણવા નીચેની લિન્ક ઉપત ક્લિક કરશો.

    http://bhajanamrutwani.wordpress.com/tag/આકાશદીપ

    Comment by Ramesh Patel — July 29, 2009 @ 9:52 am | Reply

  47. Thanks to http://bhaviraju.wordpress.com/shabda saagaranaa kinare

    Vital Patel Says:

    ઑગસ્ટ 14, 2009 at 6:33 AM
    ગંગાજી હિમાલય અને શીવજીની સાથે શ્રાવણ માસ

    ભારતની ધરતીની સુવાસ.

    આકાશદીપની ગંગા સાથેની આત્મ્યિયતા એકએક પંક્તિમાં

    છલકાય છે.

    આપે મૂકેલ ફોટો દર્શનીય અને અંતરથી માને વંદન કરવા

    પ્રેરે તેવો છે.

    અંતર દ્રવે ને ભાવે અશ્રુ ઝરે
    હિમાલયે એજ જળ ગંગા બને

    મનને શાન્ત કરે તેવી સુંદર રચના માટે અભિનંદન
    Ramesh Patel(Aakashdeep)

    Comment by Ramesh Patel — August 14, 2009 @ 5:58 pm | Reply

  48. સંકોચાયાં મનડાં – રમેશ પટેલ(આકાશદીપ)
    ઑગસ્ટ 25, 2009 — સુરેશ
    દેશે બાંધ્યા , વેશે બાંધ્યા
    ગામે બાંધ્યા , ગલીએ બાંધ્યા

    ધર્મે બાંધ્યા ,નાત જાતે બાંધ્યા
    વાહ! સ્વાર્થે કેવા વ્યવહારો બાંધ્યા
    સુરેશ Says:
    ઑગસ્ટ 25, 2009 at 5:34 pm
    Very very true though physical prosperity is increasing.
    sapana Says:
    ઑગસ્ટ 25, 2009 at 9:19 pm
    સંકોચાયા મનડાંને પ્રેમને ભૂલ્યા
    હાય! માનવ થયા કેવા અજાણ્યા wow what a line!
    Sapana

    Chirag Patel Says:
    ઑગસ્ટ 26, 2009 at 2:35 pm
    સરસ ભાવ પ્રદર્શીત થયો છે, આત્માનો ઉદગાર…

    With a special thanks FROM THE BOTTOM OF MY HEART for enjoying FIFTITH Good comments.
    THANKS VERY MUCH for constant inspiration ,RESPECTED Shri Sureshbhai

    Ramesh Patel(Aakashdeep)

    Comment by Ramesh Patel — August 26, 2009 @ 7:13 pm | Reply

  49. A message of shri Kantilal Paramar..To Aakashdeep

    http://www.premormisugamsangeet.net
    ————
    તમારી સાઈટ આકાશદીપ મળી. નવા સાક્ષરની મુલાકાતથી મને આનંદ થયો. કૃપાળુ
    પરમાત્મા આપને ક્ષેમકુશળ રાખે અને ગુજરાતી ભાષામાં પ્રગતિ કરતા રહો એ
    પ્રાર્થના.
    આંતરરાષ્ટ્રીય બાળશ્રમિક દિન…સીતાનવમી…એકવીસમી સદીનાં બાળકનું
    વેકેશન…..રમેશ પટેલ ‘આકાશદીપ’
    Filed under: રમેશ પટેલ ‘આકાશદીપ’

    Vital Patel

    Comment by Vital Patel — September 3, 2009 @ 11:49 am | Reply

  50. Thanks Chiragbhai and Neelaben kadakia

    Meghdhanush
    http://shivshiva.wordpress.com/
    Shivalay

    હસતી રાધા કહે શ્યામને,કેમ કરી સૌ સંગ રમશો રાસ?
    રુસણાં લેશે ગોપગોપીઓ, કેમ રીઝવશો સૌને શ્યામ?
    પીળાં પીતામ્બર જરકશી ઝામા, મધરાતે વાયા વેણુના નાદ
    લીન થયા બ્રહ્મનાદે ગુણીજન,ભૂલ્યાં વિરહમાં દેહનાં ભાન

    શરદ પૂર્ણિમાએ ,આકાશદીપ ની ભગવદ્ ભાવે છલકાતી આ કૃતિએ

    ભાવમાં ડૂબાડી દીધા. એક એક પંક્તિ અંતરને છૂતી શબ્દ બની વહી છે.

    રમેશભાઈ અને મેઘધનુષને દિલથી અભિનંદન.ફોટો અને કૃતિની શીતળ

    સુંદરતા.

    ચીરાગ પટેલ

    Vital Patel

    Comment by vital Patel — October 5, 2009 @ 10:27 am | Reply

  51. આદરણીય શ્રી રમેશભાઈ,

    આપનાં કાવ્યો વાંચવા ગમે છે.
    આપનાં તહેવાર કાવ્યોને સંસ્કૃતિ કાવ્યો કહેવું મને ગમે.

    નૂતન વર્ષાભિનંદન.

    વિજય સેવક

    Comment by Vijay Sevak — October 18, 2009 @ 9:43 am | Reply

  52. શુભ દિપાવલી
    આપણા હિન્દુ ધર્મમાં તહેવારોનું ખૂબ મહત્વ છે જે હંમેશા આપણા તન-મનને પ્રફલ્લિત બનાવે છે. એમાં દિવાળીના દિવસે તો રામ, સીતા, લક્ષમણ પોતાનો વનવાસ પૂરો કરી અયોધ્યા પાછા ફરે છે ત્યારે અયોધ્યાવાસીઓ અયોધ્યાને ખૂબ ખુશીથી શણગારે છે અને દિવડાઓ પ્રગટાવી તેમનું સ્વાગત કરે છે ત્યારથી દિવાળીનો દિવસ દિવડાનો દિવસ ગણાય છે.

    આપ સહુને દિવાળીની શુભેચ્છાઓ.

    આપનું નવું વર્ષ સુખમય રહે એવી મારી અંતઃકરણથી પ્રાર્થના છે.

    [હંમેશ મુજબ દરેક તહેવાર નિમિત્તે અમેરિકા સ્થિત શ્રી રમેશભાઈ પટેલ [આકાશદીપ] તેમની સુંદર રચનાઓ મોકલી મેઘધનુષની શોભા વધારે છે તે બદલ હું – નીલા કડકિઆ તેમની ખૂબ જ આભારી છું]

    દિવાળી

    મારું નાનકડું ગામ ,જાણે ગોકુલિયું ધામ
    રુડી સરોવરની પાળ,ઝૂલે વડલાની ડાળ
    હસે પનઘટના ઘાટ.ગાગર છલકે રે વાટ
    દોડી કરીએ દિવાળીએ સ્નેહે સન્માન
    કે મારા …આંગણાના થાજો મહેમાન

    Thanks to ૐ નમઃ શિવાય
    Neela Kadakia

    Meghdhanush
    http://shivshiva.wordpress.com/

    Vital Patel

    Comment by Vital Patel — October 18, 2009 @ 11:58 am | Reply

  53. જ્યોતથીજ જગ વિસ્તર્યું ખીલ્યું સત્ત્વે
    નિર્ગુણ શોભ્યું સગુણે છાયી વિશ્વે

    Shri Vijayabhai Sevaka
    આપનો પ્રતિભાવ શ્રીસુરેશભાઈ એ ફોર્વડ કર્યૉ અને હૃદયથી ભાવ ભર્યો સંદેશથી દીપાવલી ઊજાશી ઊઠી.

    ~ નુતન વર્ષાભિનંદન ~

    પ્રભાત નૂતન વર્ષનું

    આવ્યો આસો માસ પુનિત ને દીપાવલીએ ઉજાશ ભર્યા

    પ્રકાશ પર્વ દેશે સમૃધ્ધિ એવા મા દેવીએ વરદાન ધર્યા

    સૂરજ દેવની કરી પરિક્રમા આજ અવનિએ શણગાર સજ્યા

    પ્રગટ્યું પ્રભાત નૂતન વર્ષનું ને હૈયે કલરવ ગાન સર્યા

    સ્નેહ સબરસે પૂરાઇ રંગોળી ને વાણીએ મીઠાશ વણી

    મ્હોંર્યા ભાવ અંતર વિશ્વે ને શુભ સંકલ્પના પ્રમાણ ધર્યા

    સુસ્વાગતમ્ શુભેચ્છાએ નિર્મલ મનના આવકાર ખીલ્યા

    ઝૂલ્યા તોરણીયા દિલ આવકારે ને અન્નકૂટના થાળ ધર્યા

    વ્યોમે ખીલી રંગ ક્યારીઓ ને ઘરઘર આજ મંદિર થયા

    ફૂટ્યા ફટકડા હરખ વેરતા ને સમય ચક્રે સંધાન ધર્યા

    ભૂલશું વેરઝેર તો પ્રગટે આનંદ એવા કુટુમ્બ ભાવ રમ્યા

    આજ હતું તે કાલ થયું ને ‘દીપે નવયુગના મંડાણ ધર્યા

    રમેશ પટેલ (આકાશદીપ)

    Comment by Vital Patel — October 18, 2009 @ 2:23 pm | Reply

  54. આખા જગતને ચલાવતો કો’ક અજાણ , અણદીઠો ,પણ સર્વ શક્તિમાન માંધાતા.

    લેખ વાંચીને રમેશભાઈના અંતરમાં આ કવિતા સરજાણી. અહીં તે વાંચીને એ ભાવ પ્રદિપ્ત થયો.

    પણ ‘ દીવે દીવો પ્રગટે’ એ પણ અનુભવસિધ્ધ સત્ય નથી?

    ૐ નમઃ શિવાય
    Neela Kadakia
    All the Great…
    Pl accept my thanks to making me happy.

    Vital Patel

    Comment by Vital Patel — November 3, 2009 @ 11:38 am | Reply

  55. Thanks a lot to Su.ShriBinaben and Vital

    Vital Patel Says:

    November 13, 2009 at 4:23 AM
    થઈ નિર્વિકારી , થા અનાસક્ત , આજ તું સ્વધર્મ સંભાળ
    નથી પવિત્ર જ્ઞાન સમ આ સંસારે , નિશ્ચયે તું જાણ

    dharm ,science and reality of life is Geeta.
    very happy to read in gujaratI..by Aakashdeep

    Vital Patel..

    Bina Says:

    November 14, 2009 at 1:24 AM
    સમર્પી આજ જીવન તવ ચરણે , હવે ખેલવો મહા સંગ્રામ
    તું છે કર્તા તુંજ ભર્તા , તુજ વિશ્વાસે કરવું મહા નિર્માણ
    પાર્થે કીધું સર સંધાણ , જગદીશ્વર ભાખે યુગ કલ્યાણ

    Nicely said……Thanks to Akashdeep!

    pl visit…http://bhaviraju.wordpress.com/2009/11/11/1913

    Comment by Ramesh Patel — November 13, 2009 @ 11:51 am | Reply

  56. [...] રમેશભાઈનો પરિચય [...]

    Pingback by એવું ના બને? એવુંયે બને « કાવ્ય સૂર — November 30, 2009 @ 7:44 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.