ગુજરાતી સારસ્વત પરિચય

August 6, 2008

વિપિન પરીખ, Vipin Parikh

Filed under: કવિ — સુરેશ @ 4:00 am

“માણસ નામે નબળું પ્રાણી,
એની ઊંઘ એને ઘણી વહાલી !
તમે અચાનક એને ઢંઢોળો તો
ક્રોધથી ગાંડોતૂર થઈ
ક્રોસ ઉપર તમને લટકાવે નહીં તો શું કરે ?
અથવા
હાથમાં જો બંદૂક આવે તો શું તમને જતા કરે ?
તમે તો સર્વજ્ઞાની -
આટલું પણ ન જાણ્યું કે
કાચી ઊંઘમાંથી કોઈને જગાડાય નહીં ?”

 ”યાદ આવે છે:
પહેલી વાર સ્મશાને ગયો તે પછી
કેટલીય રાત જંપીને સૂઈ ન’તો શક્યો,
પણ હવે તો
મને નનામી બાંધતા પણ આવડી ગઈ છે.”

“સફળ માણસો કવિતા નથી લખતા.’

“રાવણના રાજ્યમાં જીવવાની
મને જડીબુટ્ટી જડી ગઈ છે.
મને રોજ રાતે
રામરાજ્યનાં સ્વપ્નાં આવે છે.”

# રચનાઓ    :   -  1  -    :    -  2  –

______________________________________________________________

જન્મ

  • 26, ઓક્ટોબર- 1930, મુંબાઈ
  • વતન ચીખલી- વલસાડ

અભ્યાસ

  • બી.કોમ , મુંબાઈ યુનિ.

વ્યવસાય

  • મુંબાઈમાં વેપાર

રચનાઓ

  • ગદ્યકાવ્યો – આશંકા, તલાશ, મારી, તમારી, આપણી વાત – સમગ્ર કવિતા

લાક્ષણિકતાઓ

  • કાવ્યોમાં કટાક્ષ અને કરૂણાનો સુભગ સમન્વય; નગરજીવનનાં દોડધામ, ભીડ, પ્રદૂષણ, નિર્મમતા, યાંત્રિકતાનું મર્મલક્ષી ચિત્રણ. સરળ પ્રાકૃતિક જીવન તથા માનવ માનવ વચ્ચેના સંબંધમાં પ્રેમ અને આત્મીયતાની કવિની ઝંખના વ્યક્ત થાય છે.

સાભાર

  • ગુજરાતી સાહિત્યકોશ , ભાગ -2
  • www.narmad.com

6 Comments »

  1. thanks for intro….just to add about his one more book “coffee house”

    Comment by Nirlep Bhatt — August 6, 2008 @ 10:13 am | Reply

  2. વિપિન પરીખ મારા પ્રિય કવિ છે. બહુ સરળ ભાષામાં ચોટદાર વાત કહેવા માટે એમની કવિતાઓ જાણીતી છે.

    Comment by Heena Parekh — August 7, 2008 @ 9:00 am | Reply

  3. wonderful explanation about manas naame nab-du
    prani. i very much enjoyed.
    comment by Chandra.

    Comment by chandra. — August 7, 2008 @ 1:21 pm | Reply

  4. sundar kaavya..

    Comment by વિશ્વદીપ બારડ — August 8, 2008 @ 8:11 am | Reply

  5. many many thnx Dada… i really impressd by Vipinji… he is a grt peot/writer… wanted to know somethng more abt him.. n Thnx to Nirlep Bhatt.. he gave the key to find it out..!

    Comment by Dhwani joshi — August 17, 2008 @ 5:38 am | Reply

  6. મારા મોટાભાઈના પ્રિય મિત્ર. વાંચો વિપીન પરીખની કલમે.
    http://shivshiva.wordpress.com/2008/03/02/sa-thio-27/

    Comment by Neela — September 2, 2008 @ 6:03 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.