ગુજરાતી સારસ્વત પરિચય

September 28, 2009

શશિકાન્ત શાહ, Shashikant Shah

Filed under: નિબંધકાર, પત્રકાર, શિક્ષણ — સુરેશ @ 8:00 am
શશિકાન્ત શાહ

શશિકાન્ત શાહ

“ —-   “

“ શશિકાન્ત શાહ સુરેશ જોશી ગોત્રના  નહીં, પણ ગુણવંત શાહ ઘરાનાના છે. એમના નિબંધોમાં સાહિત્યિક મૂલ્ય  કરતાં સામાજિક મૂલ્ય વધારે અભીષ્ટ છે.” – ભગવતીકુમાર શર્મા

જીવનમંત્ર – चरैवेति ( Continue to move)

—————————————————–

સમ્પર્ક

———————————————————————————

જન્મ

  • 11 માર્ચ, 1948, સુરત : મૂળ વતન – બૌધાન , (જિ. સુરત)

કુટુમ્બ

  • માતા – કલાવતી ; પિતા – ગબલદાસ;
  • પત્ની – કુમુદ; પુત્ર – સમીર; પુત્રી – સ્વાતિ

શિક્ષણ

  • બી.એસ.સી.- નવસારી ; ગુ. યુનિ.
  • બી.એડ. / એમ. એડ. – સુરત  દ.ગુજ. યુનિ.
  • પી એચ ડી – સુરત  દ.ગુજ. યુનિ.

વ્યવસાય

  • 1969-76 – માધ્યમિક શાળામાં શિક્ષક
  • 1976- 79 – ફૂલ ટાઈમ રિસર્ચ સ્કોલર – દ.ગુ. યુનિ., સુરત
  • 1979- 85 – વ્યાખ્યાતા – દ.ગુ. યુનિ., સુરત
  • 1985- 89 – રીડર – દ.ગુ. યુનિ., સુરત
  • 1989 – 97 – પ્રોફેસર, દ.ગુ. યુનિ., સુરત
  • 1997થી –  શિક્ષણ વિભાગના વડા

જીવન ઝરમર

  • પત્ની પણ સુશિક્ષીત છે.( એમ.એ.; એમ.એડ.)
  • શિક્ષણ વિભાગના અધ્યક્ષ થયા બાદ વિદ્યાર્થીઓને કોઈ અનુમતિ વગર ઓફિસમાં આવવાની વ્યવસ્થા ગોઠવી
  • 2005 થી – એમ. એડ, ની પરિક્ષામાં
    • 1) પુસ્તકો સાથે બેસવાની છૂટ રાખી
    • 2) મૌલિક ચિંતન માંગી લે તેવા પ્રશ્નો પૂછવા
    • 3) પરિણામ બાદ વિદ્યાર્થી ઉત્તરવહી જોઇ શકે તેવી છૂટ- આવી પદ્ધતિઓ સ્થાપી; જેના કારણે પરિણામોમાં વિશ્વસનીયતા અને પારદર્શિતા આવ્યાં.
  • યુનિ. સ્તરે અમલ કરાવવો બહુ કઠણ વાત હોવા છતાં; શિસ્ત સ્થાપન માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ગણવેશ પહેરવાની અને સેલ ફોન ન વાપરવાની પ્રથાઓ સફળ રીતે સ્થાપી.
  • સુરત શહેરના 3000 પરિવારો વડે એક સપ્તાહ માટે ટેલીવિઝન ન વાપરવાનો સફળ પ્રયોગ; જેની મીડિયામાં રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઈ.
  • એક વર્ષ ચાલેલા એક વિશીષ્ઠ પ્રોજેક્ટમાં 6000 વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને સપ્તાહના બે લેખે પ્રેરણાદાયી લેખો પહોંચાડ્યા.
  • કોલેજના વિદ્યાર્થીઓ માટે એક દિવસની ‘વ્યક્તિત્વ  વિકાસ’ માટેની 100 શિબીરોનું સફળ સંચાલન
  • 100 શાળાઓમાં ‘ સમય બદ્ધતા માટે પ્રતિબદ્ધતા’ માટેનો પ્રોજેક્ટ, એક વર્ષ માટે ચલાવ્યો; જેના પ્રતાપે સુરતમાં યોજાતા શૈક્ષણિક કાર્યક્રમોમાં આ પ્રતિબદ્ધતા સફળતાથી સ્થપાઈ.
  • સુરતના ‘ ગુજરાત મિત્ર’ દૈનિકમાં છેલ્લા વીસ વર્ષથી ‘માણસ નામે ક્ષિતીજ’ નામની સાપ્તાહિક કટારના લેખક
  • ઇન્ડો-કેનેડીયન  સંસ્થા દ્વારા પોસ્ટ ડોક્ટરલ સંશોધન માટે ચાર માસની ફેલોશિપ મેળવી સઘન અભ્યાસ.

વિદેશ પ્રવાસ

  • કેનેડા, ઈન્ગ્લેન્ડ, અમેરિકા, ઓમાનમાં વ્યાખ્યાન- પ્રવાસ

રચનાઓ

  • નિબંધ – યૌવન વિંઝે પાંખ, બાળવિકાસની કેડીએ –  જેવા આઠ સંગ્રહો

સન્માન

  • ગુજરાત અખબાર સંઘ તરફથી શ્રેષ્ઠ પત્રકારિતવ માટેનો પ્રવિણકાન્ત રેશમવાલા એવોર્ડ
  • યુનિ. ગ્રાન્ટ્સ કમિશન, નવી દિલ્હી તરફથી યુવાન સંશોધકો માટેનો કેરિયર એવોર્ડ

3 Comments »

  1. [...] # શશિકાન્ત શાહ [...]

    Pingback by અનુક્રમણિકા – શ « ગુજરાતી સારસ્વત પરિચય — September 28, 2009 @ 8:06 am | Reply

  2. વહાલા સુરેશભાઈ,
    અણુએ અણુ સુશીક્ષણના ઋષી અને અમારા દક્ષીણ ગુજરાતના લોકલાડીલા વીદ્યાપુરુષ ડૉ. શશીકાન્તભાઈ શાહનો પરીચય તમારા લોકપ્રીય ‘ગુજરાતી સારસ્વત પરીચય’ બ્લોગ ઉપર મુકી તમે એક બહુ જ સારું કામ કર્યું..
    સસ્તી પ્રસીદ્ધીથી સદા બચીને ચાલતા, કડવા બનીનેય શીક્ષણ–વ્યવસ્થાને કે સમાજને કોરી ખાતા ગમે તેવા મોટા માથા માટે કે મોટી ગણાતી સંસ્થા માટે નીડરપણે લખનાર આજે શોધ્યા જડે તેમ નથી..
    ભગવતીકુમાર શર્માજીએ બહુ જ સરસ એમનો પરીચય એક જ વાક્યમાં આપ્યો છે.. સાચી વાત છે.. તેઓ સુરેશ જોશી ગોત્રના નથી; પણ તેઓ ગુણવંત શાહ ઘરાનાના છે. મારે કહેવું હોય તો કહું કે તેઓ તેમના ગુરુ ગુણવંત શાહના ઘરાનાની અસરમાં રહી કામ તો નર્મદના ‘ડાંડીયા’ને ઉજાળવાનું જ કરે છે.. શીક્ષણક્ષેત્રે પ્રવેશેલા ભ્રષ્ટાચાર અને સાર્વત્રીક ઉદાસીનતાને તેઓ સદા આક્રોશથી પડકારે. નીડરતા તો એમની જ..
    મને ડૉ. દયાશંકર જોશી, પ્રા. રમણ પાઠક જેવા ભાષાના અને શીક્ષણના પ્રહરી યાદ આવે..
    ગુજરાતને આવા ઘણા શશીકાન્તભાઈઓ મળો..
    ..ઉત્તમ અને મધુ.. સુરત .. uttamgajjar@hotmail.com

    Comment by Uttam Gajjar — September 29, 2009 @ 1:30 am | Reply

  3. ઉત્તમભાઈની વાત સાથે સંપૂર્ણ સહમત..એક વાત ઉમેરું છું..
    અમારા શશીકાંતભાઈ શાહ સાહેબ આખા દક્ષિણ ગુજરાત શૈક્ષણિક પંથકમાં ‘ટાઈમ મેનેજમેન્ટ’ના જીવંત ઉદા. તરીકે જાણીતા છે. તેઓ જે કાર્યક્મમાં પધારવાના હોય તે કાર્યક્રમ આયોજકે બધુંય સમયસર શરૂ કરવું પડતું હોય છે. શાહ સાહેબ તેમને ફાળવવામાં આવેલ સમયમાં જ પોતાનું વકતવ્ય અચૂક પૂરું કરે જ. તેમને વાંચવાનો જે આનંદ આવે છે એવો જ આનંદ તેમને સાંભળવામાં આવે છે.

    Comment by સુનીલ શાહ — October 4, 2009 @ 6:31 am | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.