“એમની વાર્તાઓ ઘટનાપ્રધાન ખરી પણ પાત્રોના ભીતરી વ્યાપારો ઉપર જ વિશેષ કેન્દ્રિત રહે છે. માનવમનની ગૂઢ સંકુલતાઓનું આલેખન કલાને પોષનારી સંદિગ્ધતા પણ જન્માવે છે.”
______________________________
Continue reading
Category Archives: વર્ણનકાર
રસિક ઝવેરી, Rasik Jhaveri
‘આપણા મલક જેવો મલક થાવો નથ, હોં મોટાભાઇ ! આંઇકણે મારા જેવાને નો સોરવે, પણ જીભ કસરી એટલે રે’વું પડે. બાકી જલમભોમકા ઇ જલમભોમકા .”
- બાળપણના ગોઠીયા કાનજી ખવાસના શબ્દો- લન્ડનમાં
____________________________________________________________________ Continue reading
જયંતિ દલાલ, Jayanti Dalal
” સૌથી ભયંકર વસ્તુ એ છે કે, આજે આપણને કશું ભયંકર લાગતું જ નથી. “
# રચના
નામ
જયન્તિ દલાલ
જન્મ
નવેમ્બર 18, 1909 ; અમદાવાદ
અવસાન
ઓગસ્ટ 24, 1970
કુટુમ્બ
- માતા – ; પિતા – ઘેલાભાઇ
- પત્ની – ; સંતાનો -
અભ્યાસ
- બી.એ. ના છેલ્લા વર્ષમાં કોલેજ છોડી સ્વાતંત્ર્યયુધ્ધમાં ઝંપલાવ્યું
વ્યવસાય
- રાજકારણ
- પત્રકારત્વ
જીવન ઝરમર
- 1934 – ‘બિખરે મોતી’ ફિલ્મનું દિગ્દર્શન
મુખ્ય રચનાઓ
- નાટક - ઝબૂકિયાં, જવનિકા, અવતરણ
- નવલિકા - જૂજવાં રૂપ, કથરોટમાં ગંગા, ઉત્તરા, અડખે પડખે, જયન્તિ દલાલની પ્રતિનિધિ વાર્તાઓ
- નવલકથા - ધીમુ અને વિભા
- કટાક્ષલેખો - મનમાં આવ્યું, તરણાની ઓથ મને ભારી
- રેખાચિત્રો - પગદીવાની પછીતેથી, શહેરની શેરી
- વિવેચન - કાયા લાકડાની માયા લૂગડાંની, નાટક વિષે જયન્તિ દલાલ
- સંપાદન - ધમલો માળી, ડાહ્યાભાઇ ધોળશાજીના નાટકો
- અનુવાદ - બળવાખોર પિતાની તસ્વીર, એશિયા પર આંધી, હેલન કેલરની આત્મકથા, નવો છોકરો, અંધારાની ધાર, ફોન્તામારા, અમેરિકન મહિલાઓ જેમણે પહેલ પાડી, આ અમેરિકા, સંસ્થાનવાદથી સામ્યવાદ, મુક્તિવેલ, દેહાતી ડોક્ટર, સામ્યવાદી ચીન
- તંત્રી - રેખા (માસિક), ગતિ (સાપ્તાહિક), નવગુજરાત (દૈનિક)
સન્માન
1959 – રણજિતરામ સુવર્ણચંદ્રક
સાભાર
-
નાનાભાઇ ભટ્ટ
“નવીન કેળવણીનું એક લક્ષણ એ છે કે, તે વિદ્યાર્થી પ્રધાન છે. આપણી ઘણી શાળાઓ હજી આજે પણ વિષય-પ્રધાન છે……. શાળાના વિષયો વિદ્યાર્થી માટે છે – પણ વિદ્યાર્થી વિષયો માટે નથી, એ વસ્તુ આપણા લક્ષમાં હોત તો, આજે આપણે વિષયના જાણકારને શોધીએ છીએ , તેમ વિદ્યાર્થીના જાણકારને શોધતા હોત. ”
# લોકભારતી
નામ
નૃસિંહ પ્રસાદ કાળીદાસ ભટ્ટ
જન્મ
નવેમ્બર 11, 1882 – ભાવનગર
અવસાન
ડિસેમ્બર 31, 1961
અભ્યાસ
- એમ. એ. ( ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે – શામળદાસ કોલેજ, ભાવનગર
વ્યવસાય
- અધ્યાપન
જીવન ઝરમર
- 1904 – મહુવામાં હાઇસ્કૂલમાં પ્રિન્સીપાલ
- 1906-10 – શામળદાસ કોલેજમાં અધ્યાપક
- 1910 – ભાવનગરમાં ‘ દક્ષિણામુર્તિ વિદ્યાર્થી ભવન’ ની સ્થાપના
- 1925-28 - ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક
- 1930 અને 1942 માં સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેવા માટે જેલવાસ
- 1938 – આંબલા – (શિહોર પાસે) માં ગ્રામ દક્ષિણામુર્તિ ની સ્થાપના
- 1948 – સૌરાષ્ટ્ર રાજ્યના શિક્ષણપ્રધાન
- 1953 – સણોસરા ખાતે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠની સ્થાપના
- 1954-57 – રાજ્યસભાના નિયુક્ત સભ્ય
- 1924 -આફ્રિકા, 1935 – જાપાન, 1954 – ડેન્માર્ક ની મુલાકાત
- હરભાઇ ત્રિવેદી, મનુભાઇ પંચોળી, મૂળશંકર ભટ્ટ, ન.પ્રા. બુચ જેવા શક્તિશાળી સહ કાર્યકરોના નેતા
મુખ્ય રચનાઓ
- ઇતિહાસ – આપણા દેશનો ઇતિહાસ
- ચરિત્ર - હજરત મહંમદ પયગંબર, મહાભારતનાં પાત્રો - ’લોકભારત’ નામે સંપુટ રૂપે 13 ભાગ , રામાયણનાં પાત્રો - ’લોકરામાયણ’ નામે સંપુટ રૂપે 6 ભાગ
- શિક્ષણ - સંસ્કૃત પુસ્તક 1-2-3, સરળ સંસ્કૃત;
- પ્રવાસ વર્ણન - આફ્રિકાનો પ્રવાસ
- ધાર્મિક - હિન્દુ ધર્મની આખ્યાયિકાઓ – 1,2 ; સંસ્કૃત સુભાષિતો; શ્રીમદ્ લોકભાગવત; ભાગવત કથાઓ, બે ઉપનિષદો; ભારતીય સંસ્કૃતિ શું છે?
- વાર્તા - દૃષ્ટાંત કથાઓ 1,2
- શિક્ષણ - ગૃહપતિને, કેળવણીની પગદંડી , ઘડતર અને ચણતર - 1,2 ; સંસ્થાનું ચરિત્ર
- ચિંતન - પથારીમાં પડ્યાં પડ્યાં
સન્માન
1960 – ભારત સરકાર તરફથી પદ્મશ્રી
સાભાર
‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન
સુંદરમ્, Sundaram
“વાળી ઝૂડી મેં મંદિર સાફ કર્યા,
બારી- બારણે તોરણ ફૂલ ભર્યા.
મીટ માંડી હું આંગણિયે,
લળી તારા ચિત્ત લહું .”
- વિરાટની પગલી
” પૃથ્વીઉછંગે ઊછરેલ માનવી
હું માનવી માનવ થાઉં તો ઘણું.”
____________________________________________
* * * ર સ થા ળ * * *
# આ જીવન ઝાંખી પ્રસંગે એક ખાસ સંદેશ #
# રંગ રંગ વાદળીયાં : કહેજો જી રામ રામ : બાળકાવ્ય
# આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમે ! : સ્તુતિ
# ઝાંઝરણું અલક મલકથી આવ્યું રે ! : લોકગીત
# ઘણ ઉઠાવ : નમું તને પત્થરને? : સોનેટ
# પ્રભુ દેજો : ત્રિપદીઓ
# હો ગીત કોણ ગાતું ઘેલું : મુક્તક
# બંધાઇ ગયું : પ્રણયનું એક લઘુકાવ્ય
# વૃત્તિની લીલા : સુંદરમ્ ની અંતરવાણી
# શ્રી અરવિંદ- દિવ્ય જીવન : સુંદરમ્ ના ધ્રુવતારકની વાણી
________________________________________________
# અને એક ગીત સાંભળો ! : મારી બંસીમાં બોલ બે વગાડી તું જા …
____________________________ Continue reading
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
કે. કા. શાસ્ત્રી
રઘુવીર ચૌધરી
“સાથે સાથે આવ્યા જેની સંગ,
એ પંથ અમને અહીં મૂકીને આગળ ચાલ્યો.”
# રચના – 1
# રચના – 2
___________________________ Continue reading
ઇશ્વર પેટલીકર
“અને અમરત કાકી મંગુની નાતમાં વટલાઇ ગયા.”
- લોહીની સગાઇ
______________________________ Continue reading
કાન્તિ ભટ્ટ, Kanti Bhatt
“ડોશી નવરી પડે એટલે દળવા બેસી જાય,
એમ હું લખવા બેસી જઉં છું”
”મારી જાતને પીરસણિયો અથવા પોસ્ટમેન માનું છું.”
“મારો આત્મા ભટકતો હોય તેવું લાગે છે.”
# મુલાકાત
# સ્પીક બિન્દાસ સાથે ( વિડિયો)
____________________________ Continue reading


” પીપળાના પર્ણ મર્મરની ભાષા જાણે છે તું?”
-