નરોત્તમ પલાણ, Narottam Palan
પ્રેરક અવતરણ
“मा शुचः ” ( શોક ન કર ) – ગીતા
“ જીવતો જાગતો હોંકારો દેતો પાળિયો” – રાધેશ્યામ શર્મા
____________________________________________________________
સમ્પર્ક – 3, વાડી પ્લોટ, પોરબંદર 36055
જન્મ
- 18 - મે, 1935 ; રાણા ખીરસરા , જિ. પોરબંદર
કુટુમ્બ
- માતા –રાધાબેન; પિતા – કાકુભાઈ
- પત્ની – રસીલા ( લગ્ન –1965) ; સંતાન –ત્રણ પુત્રો
અભ્યાસ
- 1958 - મેટ્રિક
- 1966- ગુજરાતી, સંસ્કૃત સાથે બી.એ.
- 1972 - એમ.એ. ; બી.એડ
વ્યવસાય
- 1973 થી - ગુરુકુળ મહીલા કોલેજમાં અધ્યાપક
જીવન ઝરમર
- ઈતિહાસ, પુરાતત્ત્વ, શિલ્પ-સ્થાપત્યમાં વિશેષ રસ.
- સૌરાષ્ટ્રમાં પોરબંદરથી દ્વારકા તથા સોમનાથના પ્રાચીન સાંસ્કૃતિક વારસાનું સંશોધન.
- પુરાતત્ત્વવેત્તા ડો. હસમુખ સાંકળિયા સાથે દ્વારકાના ખોદકામમાં સહયોગ.
- પ્રાચીન ટિંબાઓ, મંદિરો, કુંડો, શિલાલેખો પર ખતપૂર્વક સંશોધન.
- ઘુમલીના બૌદ્ધવિહાર સહિત અનેક બૌદ્ધ-જૈન ગુફાઓ તથા ત્રીસ જેટલાં મંદિરોની ખોજનો શ્રેય નરોત્તમભાઈ પલાણને જાય છે.
- શ્રી અરવિંદના પૂર્ણયોગના અભ્યાસી.
- પ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ – ‘અગ્નિકુંડમાં કમળ’.
- ‘એક અધ્યાપકની ડાયરી’ કટાર લેખનથી ઘણા જાણીતા
- વિવેચન લેખો અને ડાયરી માટે નામના મળી.
શોખ
- ચિત્ર અને સંગીત
રચનાઓ
- પ્રવાસ પુસ્તિકાઓ - રખડપટ્ટી, ગુજરાતનાં યાત્રાધામો, સરસ્વતીને તીરે તીરે આદિ
- વિવેચન - લોચન
- સંશોધન - ઘુમલીસંદર્ભ
- સંપાદન - માધવમધુ, લોકસાહિત્ય
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
- ગુજરાતી સાહિત્યકોશ ખંડ -2
