ગુજરાતી સારસ્વત પરિચય

May 18, 2007

નરોત્તમ પલાણ, Narottam Palan

narottam-palan.jpgપ્રેરક અવતરણ 
“मा शुचः ” ( શોક ન કર )  – ગીતા

“ જીવતો જાગતો હોંકારો દેતો પાળિયો” – રાધેશ્યામ શર્મા

____________________________________________________________

સમ્પર્ક   –     3, વાડી પ્લોટ, પોરબંદર 36055

જન્મ

  • 18 - મે, 1935 ; રાણા ખીરસરા , જિ. પોરબંદર

કુટુમ્બ

  • માતા –રાધાબેન; પિતા – કાકુભાઈ
  • પત્ની – રસીલા ( લગ્ન –1965) ; સંતાન –ત્રણ પુત્રો

અભ્યાસ

  • 1958 - મેટ્રિક
  • 1966- ગુજરાતી, સંસ્કૃત સાથે બી.એ.
  • 1972 - એમ.એ. ; બી.એડ

વ્યવસાય

  • 1973 થી -  ગુરુકુળ મહીલા કોલેજમાં અધ્યાપક

જીવન ઝરમર

  • ઈતિહાસ, પુરાતત્ત્વ, શિલ્પ-સ્થાપત્યમાં વિશેષ રસ.
  • સૌરાષ્ટ્રમાં પોરબંદરથી દ્વારકા તથા સોમનાથના પ્રાચીન સાંસ્કૃતિક વારસાનું સંશોધન.
  • પુરાતત્ત્વવેત્તા ડો. હસમુખ સાંકળિયા સાથે દ્વારકાના ખોદકામમાં સહયોગ.
  • પ્રાચીન ટિંબાઓ, મંદિરો, કુંડો, શિલાલેખો પર ખતપૂર્વક સંશોધન.
  • ઘુમલીના બૌદ્ધવિહાર સહિત અનેક બૌદ્ધ-જૈન ગુફાઓ તથા ત્રીસ જેટલાં મંદિરોની ખોજનો શ્રેય નરોત્તમભાઈ પલાણને જાય છે.
  • શ્રી અરવિંદના પૂર્ણયોગના અભ્યાસી. 
  • પ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ – ‘અગ્નિકુંડમાં કમળ’.
  • ‘એક અધ્યાપકની ડાયરી’  કટાર લેખનથી ઘણા જાણીતા
  • વિવેચન લેખો અને ડાયરી માટે નામના મળી.

શોખ

  •  ચિત્ર અને સંગીત

રચનાઓ

  • પ્રવાસ પુસ્તિકાઓ -  રખડપટ્ટી, ગુજરાતનાં યાત્રાધામો, સરસ્વતીને તીરે તીરે આદિ
  • વિવેચન - લોચન 
  • સંશોધન -  ઘુમલીસંદર્ભ 
  • સંપાદન - માધવમધુ, લોકસાહિત્ય 

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન  
  • ગુજરાતી સાહિત્યકોશ ખંડ -2

Blog at WordPress.com.