ગુજરાતી સારસ્વત પરિચય

January 24, 2008

જુગલકીશોર વ્યાસ, Jugalkishor Vyas

ઉંઝા આધારીત -  સરળ જોડણીમાં )

jugalkishor_vyas.jpg

“કોણ આ અંતરે આવી આવી અને  અવનવી ઊર્મિઓને  જગાડે ?
કોણ અણદીઠ હાથે હ્રદય-બીનના તાર   હળવે  રહીને  વગાડે ? ” 
 
“દુનીયાનો  અંધકાર  મને શું   કરી શકે ?
અંધારું ગર્ભકાળનું  આંજ્યું છે આંખમાં. “
 
” કો’  મંદીરે   ખુદા  ને   રામ   મસ્જીદે    રહે:
એવી કો’ શક્યતાનું સ્વપ્ન લઈ ફરું છું હું ! “
 
‘ આવ્યાં’તાં એકલાં અને જઈશુંય એકલાં. વચ્ચે અહીં રહ્યાં એ એકલાં નહીં પણ અનેકલાં થઈને રહ્યાં.’
ગીતાજી જેને ‘વ્યક્તમધ્ય’ કહે છે તે આ જીવન જ મારે મન મહત્ત્વનું છે. અહીં સૌની સાથે, સૌનાં બનીને, સૌ માટે રહેવાની વાતમાં બધો સાર આવી જાય છે. સુસંકલીત-સુગ્રથીત-સુસંવાદીત-સુવ્યવસ્થીત સમાજની કલ્પના અને આશા જ સાથે જીવન જીવવામાં સાર્થકતા છે. ‘સહનાવવતુ…’એ ફક્ત પ્રાર્થના જ નથી; એ જીવન-વ્યવહાર બની રહે એમાં જીવ્યાંની સાર્થકતા. “ 
 

#   વ્યાકરણના પાઠો      :    પીંગળશાસ્ત્ર

#   તેમના અનુભવો

તેમના બ્લોગ ……….

#    શાણી વાણીનો શબદ   :   NET-ગુર્જરી   
      પત્રમ્ પુષ્પમ્          :   આપણા મલકમાં

___________________________________________________  

(more…)

May 10, 2007

ચન્દ્રકાન્ત શેઠ, Chandrakant Sheth

 ccf09252006_00000.jpg” કવિતા જન્મે છે વ્યક્તિમાં, પણ જીવે છે સમાજમાં. કાવ્ય સર્જન વેળાએ કવિ કવિતાની બહાર હોતો નથી. ને કવિતા સર્જાઇ ગયા પછી પોતે ક્યાં છે એની ખાસ ફિકર ચિંતા કરવા જેવી હોતી નથી.”

” મૂંગાં તે કેમ રહેવું? “

” શબ્દોને આપણે ઓઢીએ ને આપણે વધુ ઉઘાડા પડીએ.”

” મારો વિશ્વાસ કઇ રીતે થઇ શકે?
મેં ખોટાં બિલોમાં, ભળતી સહી કરી
જાળવી અદબ નથી મારા નામની.”  - આવું પ્રામાણિકપણે લખી શકનાર !  

પ્રેરક વાક્ય - ‘आत्मानम्  विध्धि । ‘

 # રચનાઓ

___________________________ (more…)

February 13, 2007

રતિલાલ ‘અનિલ’, Ratilal ‘Anil’ - Revised

ratilal_anil_1.JPG“નથી એક માનવી પાસે બીજો માનવી હજી પહોંચ્યો,
‘અનિલ’, મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો !”

“અસ્તિત્વના પરાક્રમે આ શું કર્યું ‘અનિલ’
દર્પણ બનાવવા જતાં ચહેરો ફૂટી ગયો. “

“સહજમાં રહ્યો ને બધે વિસ્તર્યો,
રહ્યો જળ ને પાછો હું જળમાં તર્યો !
કે ‘સ્થિતિ’માં મારી રહી છે ‘ગતિ’
નથી હું મર્યો કે નથી અવતર્યો !”

” દિવાસળી એક જ વાર બોલે છે. ” - એક ચાંદરણું

# કાવ્યો    -  1  -     :   -   2   -    :        -  3   -   @  :      @  ખાસ મિડીયા પ્લેયર ઇન્સ્ટોલ કર્યા બાદ 

# એક લેખ        :      વેબ સાઇટ   +     +   ખાસ ફોન્ટ  ઇન્સ્ટોલ કર્યા બાદ

__________________________________________ (more…)

February 5, 2007

બિપીન આશર, Bipin Ashar

 -

-

-

# રચના      :    વેબ સાઇટ  

__________________________________________ (more…)

January 26, 2007

કલાપી, Kalapi

Filed under: કવિ, નિબંધકાર, વર્ણનકાર, સર્જક — ઊર્મિસાગર @ 1:00 am

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,kalapipic.jpg
આંસુ મહીં આંખથી યાદી ઝરે છે આપની!

“એ હું જ છું નૃપ, મને કર માફ બાઇ!
એજ હું છું નૃપ, મને કર માફ ઈશ !

હા ! પસ્તાવો - વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે!”

“તુને ન ચાહું ન બન્યું કદી એ, એને ન ચાહું ન બને કદી એ,
ચાહું તો ચાહીશ બેયને હું, ચાહું નહીં તો નવ કોઇને હું!”

“તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો,
છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!”

“પ્રેમને કારણો સાથે સંબન્ધ કાંઈયે નથી,
કારણ પ્રીતિનું પ્રીતિ : પ્રેમીની લક્ષ્મી તે બધી.”

“વ્હાલી બાબા! સહન કરવું એ ય છે એક લ્હાણું!
માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું !”

“હતી જ્યાં વસ્લની ખ્વાહિશ, મળ્યું ત્યાં ઝેરનું પ્યાલું !
મગર તે જામને ભરતાં કહે તુજ હાથ શું આવ્યું?”

“કટાયેલું અને બુઠું ઘસીને તીક્ષ્ણ તેં કીધું
કર્યું પાછું હતું તેવું, અરે દિલબર! હ્ર્દય મારું!”

#  રચનાઓ:   -  1  -   :   -  2  -   :  - 3 -  

#   કલાપીનો મણિલાલ દ્વિવેદીને લખેલો પત્ર

#  એક વેલીને     :       વીત્યા ભાવો 

                                   dramapicmain-s.jpg

# વેબસાઇટ:    કલાપીના જીવન પર આધારિત નાટક     :    કલાપી મેમોરિયસ ફાઉન્ડેશન

 _________________________________________________________  (more…)

Next Page »

Blog at WordPress.com.