ગુજરાતી સારસ્વત પરિચય

February 28, 2007

હરગોવનદાસ કાંટાવાળા, Hargovandas Kantawala

સુધારાયુગના કવિઓમાંના એક વિશેષ કવિ
 

_______________________________________________________________
(more…)

February 8, 2007

દિનેશ શાહ, Dinesh Shah

Filed under: કવિ, વિજ્ઞાન, શિક્ષણ — ઊર્મિસાગર @ 1:00 am

“પરબનાં પીધાં મેં પાણી,dr_dinesh_o_shah.JPG
માડી તારી પરબનાં પીધા મેં પાણી…”
-એમનાં જીવનની પ્રેરણા પરબ સમાન સ્વ.માધુરીબેન દેસાઇની સ્મૃતિમાં

“જીવનભર જેને ન જાણી શક્યાં,
એનાં અશ્રુ રૂદન હવે શા માટે?”

“રાત હતી ટૂંકી પણ મારે ગણવા અગણિત તારા,
મંઝીલ છો ને દૂર હતી પણ જાવું છે પગપાળા…”

“બની પતંગ ઉડુ આભે, બાંધી દોર ને પવનને સહારે,
કે બનું પતંગિયુ ઉડવા ફુલો મહિં, મુજ કોમલ પંખના સહારે?
ભલે ન જુવે સૌએ મને, ઉંચે ઉડે પેલો પતંગ,
આનંદ છે હૈયે ઘણો, સુન્દર ફુલો મહિં રમવા તણો!”
-‘સહિયારું સર્જન’ ઉપર પતંગ વિષય પર મોકલાવેલ એક મુક્તક

“અમેરિકામાં એમનાં ગીતો લોકોએ હોંશે હોંશે ગાયા છે અને
પુરુષોત્તમ ઉપાધ્યાય  જેવા સંગીતકાર પણ એમનાં ગીતોને
સ્વરબદ્ધ કરીને મઢી શકે છે અને વહેતાં કરી શકે છે.”
-એમની રચના વિશે શ્રી સુરેશ દલાલનાંશબ્દો

“Dr. Shah is a man with a scientific mind with the heart of a poet”
- ભારતનાં રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામનાં શબ્દો 

# રચના      :   - 1 -   :   - 2 -  :  - 3 -  :  - 4 - 

# સાંભળો    :  માણસાઇના દીવા 

# વેબ સાઇટ  :   - 1 -   :   - 2 -  :  કવિનું સ્વપ્ન (સ્વરબદ્ધ થયેલી 16 કવિતાઓ) 

__________________________________________

(more…)

January 25, 2007

જયભિખ્ખુ, Jayabhikhkhu

jay-bhikhkhoo_1.JPG“એમની ભાષાનું ઝરણું પહાડથી ફૂટતી ગંગોત્રીની પેઠે વિસ્તાર ધારણ કરે છે…
એમાં વાચકને તાણી જઈ નવીન ભૂમિ પર લઈ જઈ ખડો કરી દે છે…
આસપાસનું સુંદર દૃષ્ય અને મંદ પવનની ખૂશ્બોદાર લહેરો એને મુગ્ધ કરી નાખે છે.”
–રમણલાલ સોની.

—————————————————

                  “  જીવ તો નથી હિંદુ-નથી મુસલમાન.સાગરનું પાણી બધે સમાન છે.જે ઘડામાં એ ભર્યું એ ઘડાથી એનું નામ જુદું પડ્યું.કોઈ કહે આ પિત્તળના ઘડાનું પાણી ,કોઈ કહે આ માટીના ઘડાનું પાણી.કોઇ કહે આ હિંદુના ઘરનું જળ,કોઇ કહે મુસ્લિમના ઘરનું સંદલ ! એમ નામરૂપ જૂજવાં થયાં,પણ વસ્તુ એકની એક રહી.એમ માણસનો આત્મા જે ભૂમિ પર પેદા થયો,જે ઘરમાં ખોળિયું ધર્યું, એ એનું વતન,એ એનો ધર્મ.” 
                    ”આજની મારી એષણાઓ અનેરી છે.ભારતભૂમિ કહો, આર્યાવર્ત કહો કે હિન્દુસ્તાન કહો ; એમાં જે આવ્યા,વસ્યા,વસીને  એને માટે આત્મભોગ આપ્યો ; એ સહુ એના.કોઇ વહાલાં કે દવલાં નહિ.હિમાદ્રિ સહુને નવનિધિ આપે,ચંદ્ર સહુને અમૃત આપે,સૂર્ય સહુને તેજ આપે,ધેનુઓ સહુને ઘૃત આપે,ક્ષેત્ર સહુને ધાન્ય આપે,રાજ્ય સહુને રક્ષણ આપે,ધર્મ સહુને શાંતિ આપે.”   
-     (’વિક્રમાદિત્ય’માંથી) 

# જીવનઝાંખી
________________________________________________________________________

(more…)

December 25, 2006

સુશ્રુત પટેલ, Sushrut Patel

Filed under: વિજ્ઞાન — amitpisavadiya @ 1:00 am

નામ

ડો.  સુશ્રુત મોતીભાઇ પટેલ

જન્મ

9 -  જુલાઇ 1944;  અમદાવાદ

અભ્યાસ

એમ.બી.બી.એસ. , ડી.એમ.આર.ઇ. અને રેડિયોલૉજીમાં એમ.ડી.-  ગુજરાત યુનિવર્સિટી

વ્યવસાય   

કન્સલ્ટન્ટ -  રેડિયોલોજિસ્ટ તરીકે સ્વતંત્ર પ્રેકટિસ.

જીવનઝરમર

  • અભ્યાસ બાદ અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં તથા ગુલાબબાઇ  જનરલ હોસ્પિટલમાં રેડિયોલોજી વિભાગના વડા તરીકે 
  • 1977થી -  કન્સલ્ટન્ટ રેડિયોલોજિસ્ટ તરીકે સ્વતંત્ર પ્રેકટિસ
  • ‘ગુજરાતી વિશ્વકોશ’ સાથે ખગોળ તથા અંતરિક્ષ વિભાગના સહસંપાદક અને લેખક તરીકે પ્રારંભથી સંકળાયેલા છે. 
  • વિજ્ઞાનના વિષયો વિશે તેમના લેખો ગુજરાતી   સામયિકોમાં નિયમિત પ્રગટ થાય છે.
  • મુંબાઇ નેચરલ હિસ્ટરી સોસાયટીના આજીવન સભ્ય
  • ઘણી તબીબી તથા વૈજ્ઞાનિક સંસ્થાઓના આજીવન સભ્ય
  • શોખ - આકાશદર્શન, પ્રકૃતિ અને પક્ષીનિરીક્ષણ, ચિત્રકળા ( વ્યંગ ચિત્રો ), સંગીત
  • પ્રિય વિષયો -  વિજ્ઞાનનો ઇતિહાસ, પુરાતત્વ, સમુદ્રી વિજ્ઞાન, ખગોળ 

મૂખ્ય રચનાઓ

  ધૂમકેતુ હેલી * ,  ચાલો આકાશમાં રીંછ શોધી કાઢીએ + 

સન્માન  

  • *  -  ગુજરાત સાહિત્ય પરિષદ   તરફથી શ્રી બી.એન. માંકડ પ્રથમ પારિતોષિક શ્રેષ્ઠ વિજ્ઞાનવિષયક પુસ્તક  તરીકે, ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી પ્રથમ પારિતોષિક
  • +   -  ગુજરાત સાહિત્ય અકાદમીનું દ્વિતીય પારિતોષિક

સાભાર

પરિચય પુસ્તિકા, પરિચય ટ્રસ્ટ.

Blog at WordPress.com.