જુગલકીશોર વ્યાસ, Jugalkishor Vyas
( ઉંઝા આધારીત - સરળ જોડણીમાં )
“કોણ આ અંતરે આવી આવી અને અવનવી ઊર્મિઓને જગાડે ?
કોણ અણદીઠ હાથે હ્રદય-બીનના તાર હળવે રહીને વગાડે ? ”
“દુનીયાનો અંધકાર મને શું કરી શકે ?
અંધારું ગર્ભકાળનું આંજ્યું છે આંખમાં. “
” કો’ મંદીરે ખુદા ને રામ મસ્જીદે રહે:
એવી કો’ શક્યતાનું સ્વપ્ન લઈ ફરું છું હું ! “
‘ આવ્યાં’તાં એકલાં અને જઈશુંય એકલાં. વચ્ચે અહીં રહ્યાં એ એકલાં નહીં પણ અનેકલાં થઈને રહ્યાં.’
ગીતાજી જેને ‘વ્યક્તમધ્ય’ કહે છે તે આ જીવન જ મારે મન મહત્ત્વનું છે. અહીં સૌની સાથે, સૌનાં બનીને, સૌ માટે રહેવાની વાતમાં બધો સાર આવી જાય છે. સુસંકલીત-સુગ્રથીત-સુસંવાદીત-સુવ્યવસ્થીત સમાજની કલ્પના અને આશા જ સાથે જીવન જીવવામાં સાર્થકતા છે. ‘સહનાવવતુ…’એ ફક્ત પ્રાર્થના જ નથી; એ જીવન-વ્યવહાર બની રહે એમાં જીવ્યાંની સાર્થકતા. “
# વ્યાકરણના પાઠો : પીંગળશાસ્ત્ર
# તેમના અનુભવો
તેમના બ્લોગ ……….
