ગુજરાતી સારસ્વત પરિચય

March 3, 2007

અંબાલાલ સાકરલાલ દેસાઈ, Ambalal Desai

Filed under: નિબંધકાર, વાર્તાલેખક, શબ્દકોશ — જુગલકીશોર @ 1:00 am

,   “સાહિત્યને પ્રધાનત: ‘લોકસમસ્તની વાણી’ માનનાર અને કહેનાર, કર્તૃત્વમાં અને  જીવનમાં પણ જેઓનું પોત અને રંગ સાચ્ચા અને જોમભર્યા હતા તે અંબાલાલભાઈ  લેખક કરતાંય વિશેષ તો શિક્ષક, વિચારક અને પ્રભાવશાળી વ્યક્તિ તરીકે સ્મરણીય  રહેશે.”

(ચં.ન.પંડ્યા તથા વિ.ક.વૈદ્ય.)

 તેમના ગુજરાતી - અંગ્રેજી શબ્દકોશ વિશે -  
  ” એમના ઉત્કટ માતૃભાષાપ્રેમનો અહીં છેલ્લો પણ નોંધવો જ જોઈએ તે અસામાન્ય નમૂનો  એટલે 1877માં તેમણે રૅવ.મૉંટગૉમરીના સહકારી તરીકે સંયોજેલો અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ;  તે એ વિષય પરના પહેલા સમર્થ પ્રયાસોમાંનો એક તથા પછીના સર્વનો ધીંગો આધારસ્થંભ   બન્યો છે.”

_________________________________________________________________ (more…)

February 27, 2007

હીરાચંદ કાનજી કવિ , Heerachand Kanji Kavi

Filed under: કવિ, વિવેચક, વ્યાકરણ, શબ્દકોશ — જુગલકીશોર @ 2:00 am

રચનાઓ

  • 1859 -  મિથ્યાભિમાન-ખંડન , કવિ નર્મદની અને અન્ય કવિઓની તીવ્ર ટીકાઓ સહિતનું કાવ્ય
  • 1863- 65 -  ગાયનશતક ભાગ 1,2,3 -   અનેક વિષયો પરનાં કાવ્યો
  • 1863 - કુમારબોધ -  બાળકોને શિખામણ આપતી રચના,  કુમારિકાબોધ કન્યાઓને શીખ આપતી રચનાઓ
  • 1864 - નામાર્થબોધ
  • કોશાવલી  - નવા કવિઓને પ્રાસાનુપ્રાસ મેળવવામાં ઉપયોગી થવા માટેનો શબ્દકોશ
  • પિંગળાદર્શ -  વ્રજભાષામાં ગુજરાતી ટીહા સહિત અને ઉદાહરણો સાથેનું પુસ્તક.આમાં કવિ અને કવિતાના ગુણ-અવગુણ તથા લક્ષણોને પદોમાં ઢાળીને રજૂ કર્યાં છે.

લાક્ષણિકતાઓ

  • નર્મદ-દલપતની અસરોમાં આવ્યા વિના, તેમની પણ ટીકાઓ રજૂ કરનારા મહત્વના કવિ
  • કવિતાનું વિવેચન કરીને કક્ષાનાં ધોરણો આપનાર કવિ
  • કોશ અને પિંગળને લગતાં કાર્યો પણ તેમણે હાથ ધર્યાં છે
  • કવિતાની ઉત્તમ,મધ્યમ અને કનિષ્ઠ એમ વ્યાખ્યાઓ પણ તેમણે બતાવી આપી છે.
Next Page »

Blog at WordPress.com.