ગુજરાતી સારસ્વત પરિચય

October 10, 2007

સુધીર દેસાઈ, Sudhir Desai

sudhir_desai.jpg

પ્રેરક અવતરણ
“मिल गया सो दूध बराबर, मांग लिया सो पानी,
छीन लिया सो रक्त बराबर, कहै कबीरा ज्ञानी।“

“ મારું માથું પૈડાંની માફક
દોડ્યા કરે છે.
ને રત્નો વેરાયા કરે છે
અવકાશમાં.”

___________________________________________________________

(more…)

August 15, 2007

પુરુરાજ જોષી, Pururaj Joshi

pururaj_joshi.jpg

“પત્થર હતો હું તેથી તો
નિંદા થતી હતી,
ઇશ્વર બની ગયો છું હું
તમને મળ્યા પછી.”

પ્રેરક વાક્ય

 ” I am stronger than the death and greater than my fate. Rules of destiny may change, not my soul’s will.”
- Sri Arvind Ghosh

# રચનાઓ :      - 1   :    - 2 -

#  વાર્તા  :   - 1 -   :

_________________________________________

સમ્પર્ક -  આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સાવલી, જિ. વડોદરા- 391 770 

જન્મ

  • 14, ડીસેમ્બર - 1938, નડિયાદ

કુટુમ્બ

  • માતા - સૂરજબા; પિતા- પૂનમભાઇ
  • પત્ની - બકુલા ( લગ્ન - 1966, હિન્દીનાં અધ્યાપિકા)

અભ્યાસ

  • 1957 - મેટ્રિક
  • 1961- ગુજરાતી સાથે બી.એ.
  • 1963- ગુજરાતી સાથે એમ.એ.

વ્યવસાય

  • પ્રારંભમાં શિક્ષક અને ગુજરાત રાજ્યના માહિતીખાતામાં ઉપતંત્રી 
  •  1970-75  મહુધા/ બાલાશિનોરની કોલેજમાં અધ્યાપક
  • 1975થી - સાવલી કોલેજમાં અધ્યાપક

જીવનઝરમર

  • અભ્યાસકાળ દરમિયાન મુન્શી અને ધૂમકેતુની નવલકથાઓનો ઘણો પ્રભાવ
  • સર્વપ્રથમ મૌલિક કૃતિ - ‘સોનેરી માછલીનો સળવળાટ’
  • આરંભમાં ‘ચાંદની’માં તેમની વાર્તા છપાઇ હતી.
  • આકાશવાણી પર વાર્તા અને કાવ્યપઠનના કાર્યક્રમો આપ્યા છે.
  • ‘ઝાપટું’ નામની વાર્તાએ ચર્ચાનું ચગડોળ ચગાવેલું
  • ‘ગગન’ સાહિત્યિક માસિક 14 મહિના ચલાવેલું
  • રાસવિહારી-વિભા દેસાઈ ખાસ મિત્રો
  • પાઠપૂજા કરે છે ,પણ બાધા આખડી, વ્રત વિ.માં વિશ્વાસ નથી
  • ગુરુમાં વિશ્વાસ છે પણ વર્ણાશ્રમ પ્રથામાં નહીં

શોખ

  • સંગીત, નૃત્ય, ચિત્રકળા, પહેલાં ગાતા પણ હતા અને હાર્મોનિયમ પણ વગાડતા હતા 

મુખ્ય રચનાઓ - 6 પુસ્તકો

  • વાર્તાસંગ્રહ - સોનેરી માછલીનો સળવળાટ
  • નવલિકા -  અંતરાલ, ઘાસ
  • નવલકથા - મનનાં મેઘધનુષ્ય, હૈયાં તરસે સરવર તીર, ઝુરાપો
  • કવિતા - નક્ષત્ર
  • વિવેચન - સાક્ષાત્
  • સંપાદન - ગોવર્ધનપ્રતિભા

સન્માન

  • ધૂમકેતુ પારિતોષિક
  • ગુજરાત રાજ્યનું વાર્તાસંગ્રહ માટેનું પ્રથમ પરિતોષિક
  • સવિતા વાર્તા સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક

August 6, 2007

રતિલાલ નાયક, Ratilal Nayak

 ratilal-nayak.jpg

પ્રેરક અવતરણ
‘તપ ત્યાં તેજ’

——————————————————————————————-

સંપર્ક    – 23, રચના સોસાયટી, સેટેલાઈટ રોડ, અમદાવાદ- 380 015 

ઉપનામ

  • દિગંત

જન્મ

  • 1- ઓગસ્ટ, 1922; કડી (જિ. મહેસાણા)

કુટુંબ

  • માતા – ડાહીબેન , પિતા – સાંકળચંદ
  • પત્ની – મેનાબહેન (લગ્ન – 1944) ; સંતાન – ચાર

અભ્યાસ

  • એમ. એ., એસ. ટી. સી.

વ્યવસાય

  • શિક્ષણક્ષેત્ર

જીવનઝરમર

  • સર્વપ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ ‘અલકમલકની વાતો’
  • પાંચેક હજાર પુસ્તકોનું સમૃદ્ધ અંગત પુસ્તકાલય.
  • ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ઉપરાંત સંસ્કૃતનું ઊંડું જ્ઞાન.
  • હિંદીમાં પણ બાળવાર્તાઓ લખી છે.
  • ભાષાશુદ્ધિ અને જોડણીશુદ્ધિના પાકા આગ્રહી.
  • મોતીના દાણા જેવા સુંદર હસ્તાક્ષર માટે ખ્યાતનામ લેખક.
  • અંબાજીના ભક્ત. શ્રીમદ ભગવદ્ ગીતા પર શ્રદ્ધા.
  • આકાશવાણી પર કાર્યક્રમ ‘અમૃતધારા’

મુખ્ય રચનાઓ      સોથી વધારે પ્રકાશનોનાં લેખક-સંપાદક-સંયોજક,

  • બાળસાહિત્ય - વિવિધ પુસ્તક શ્રેણીઓ, શિશુબાળવાર્તાવલિ, કલ્લોલબાળવાર્તાવલિ
  • વાર્તાસંગ્રહ – હૈયાનાં દાન
  • સંપાદન – જોડણીપ્રવેશ, નાનો કોશ, વસંતવિલાસ

સન્માન

  • એનસીઈઆરટીનો નેશનલ એવોર્ડ
  • બાળ ઘડતરનાં સૌથી વધારે પુસ્તકો પ્રગટ કરવા માટે બાલશિક્ષા પરિષદ, નવી દિલ્હીનો વિશેષ એવોર્ડ

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર – 3 શ્રી રાધેશ્યામ શર્મા (રન્નાદે પ્રકાશન)
  • ગુજરાતી સાહિત્યકોશ -  ખંડ 2 (ગુજરાતી સાહિત્ય પરિષદ)

August 4, 2007

મુકુન્દરાય પારાશર્ય, Mukundray Parasharya

mukundrai_parashya.jpg

“હરિ! તમે સ્વીકારો તો કરું ભવ ભવ ચાકરી.”

_______________________________________________________________   (more…)

July 10, 2007

ઈન્દુ પુવાર , Indu Puwar

indu-puwar.jpg 

પ્રેરક અવતરણ  :
I was ever a fighter, one fight more – લોર્ડ બાયરન

” અમે લયનું લૂંટાવ્યું ગામ, કે લેંચુ લટકેલો.
તમે વાણીનો કરજો વેપાર, કે લેંચુ ચસકેલો.”

મારો રસ્તો વૃક્ષોનો છે.
મારો અવાજ પાણીનો છે.
ને મારો પડછાયો પારેવાંનો છે.
હું ઊભો છું, ત્યાં જ છું.
એવો ને એવો રોજ રોજ જેવો
.”

____________________________________________________________ 

સંપર્ક – 2, મલબાર હિલ રો હાઉસીસ, પ્રેમચંદનગર રોડ, અમદાવાદ, 380 015.

નામ

  • ઈન્દ્રસિંહ પુવાર 

જન્મ

  • 19 જાન્યુઆરી, 1940, રૂપાલ (જિ. સાબરકાંઠા)

કુટુમ્બ

  • માતા – સ્વરૂપકુંવરબા , પિતા – કરણસિંહ
  • પત્ની – સરલાબહેન (લગ્ન – 1972); સંતાન – બે પુત્રીઓ, બે પુત્રો

અભ્યાસ

  • 1967 - બી. એ. ; ગુજ. યુનિ.
  • 1969 - એમ.એ.  ; ગુજ. યુનિ.

વ્યવસાય

  • 1975 થી - ISRO માં  પટકથા લેખક અને નિર્માતા

જીવનઝરમર

  • છ ફૂટ એક ઈંચની પ્રભાવશાળી ઊંચાઈ.
  • પ્રથમ મૌલિક પ્રકાશિત કૃતિ અછાંદસ રચનાઓનો કાવ્યસંગ્રહ “કિંતુ”
  • શરૂઆતની કૃતિઓ ક્ષિતિજ, રુચિ, કૃતિ આદિ સામયિકોમાં પ્રકાશિત.
  • ઓમિસિયમ તથા સંભવામિ સામયિકોના સંપાદક.
  • લિટલ થિયેટર નામક બાળરંગભૂમિ-સંસ્થાના સ્થાપક-નિયામક.
  • રે મઠના સક્રિય સભ્ય.
  • આકંઠસાબરમતી અને હોટેલ પોએટ્સ મંડળોના સ્થાપક સભ્ય.
  • તેમના પ્રોગ્રામ-ઈન્ટરવ્યુ બી.બી.સી. ઉપરાંત ફ્રાંસ, જર્મની, જાપાન વગેરે દેશોની ટીવી ચેનલ્સ પર આવી ગયા છે.
  • ગુરુ કે ઈશ્વર પર શ્રદ્ધા નહીં.

 શોખ

  • સંગીત, ચિત્રકલા, હાર્મોનિયમ વાદન 

મુખ્ય રચનાઓ   – અગિયાર પુસ્તકો પ્રકાશિત

  • કાવ્યસંગ્રહ -  રોમાંચ નામે નગર, કિંતુ
  • નાટક  -  હું પશલો છું  , ફક્કડ ગિરધારી (ભવાઇ, પપેટ્રી, એબ્સર્ડ આદિ પ્રયોગોનો એકાંકીસંગ્રહ)
  • નવલકથા - મોશનલાલ માખણવાળા
  • બાળનાટક - ઝૂનઝૂનઝૂ બૂબલાબૂ, જંગલ જીવી ગયું રે લોલ
  • સંપાદન - સાબરમતી

સન્માન

  • બટુભાઈ ઉમરવાડિયા પારિતોષિક
  • ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર–3 શ્રી રાધેશ્યામ શર્મા (રન્નાદે પ્રકાશન)
  • ગુજરાતી સાહિત્યકોશ ખંડ 2 (ગુજરાતી સાહિત્ય પરિષદ)
« Previous PageNext Page »

Blog at WordPress.com.