ગુજરાતી સારસ્વત પરિચય

February 14, 2008

હસમુખ બારાડી, Hasmukh Baradi

hasmukh-baradi.jpg

પ્રેરક વાક્ય  -    “ Honesty pays.”

‘ બરડાના ડુંગરાના બાવળ
રસ્તે ખડખડતી મારી જીપ ..
જિંદગીનો હજી તો હું સ્પર્શ પામી રહ્યો છું,
મારી આંખોમાં હજી એ પૂરી બેઠી નથી
ત્યાં- મને મૃત્યુ આંબી જાય છે.’

___________________________________________________
(more…)

November 26, 2007

યશવન્ત ત્રિવેદી, Yashwant Trivedi

પ્રેરક અવતરણ

“જેમ ડુંગળીનાં ફોતરાં ઉતારતાં ઉતારતાં કેવળ છોંતરાં જ રહે ને કાંઈ સાર નીકળે નહીં; તે જ પ્રમાણે વિચાર કરતાં ‘હું’ જેવી કોઈ ચીજ મળશે નહીં. બાકી જે રહે તે જ આત્મ – ચૈતન્ય.”
– રામકૃષ્ણ પરમહંસ

“તલવારના ઘા પર ઘા કર્યે જાઓ દોસ્તો!
હું ટટ્ટાર ઊભો છું, પાણીના સ્તંભની જેમ.”

” મને થયેલ અન્યાય માટે
આખું બ્રહ્માંડ સાંભળે એટલી મોટી મેં ચીસ પાડી હોત.
પણ તો મારી કવિતા નષ્ટ થઈ જાત.”

“ ફુલોની પાંડુલિપિ સવારની સાડી પર ભરતકામ કરી રહી છે.
વરસાદથી ભીંજાયેલી પાંખો પસવારીને
પંખીઓ નિતાંતને કોઈ શુભ સંદેશ આપી રહ્યાં છે.”
– એક ગદ્ય કાવ્ય

“ દુનિયાનો કોઈપણ મુકદ્દમો ચાલે છે ત્યારે બહારના અને અંદરના યશવંત વચ્ચે જ ચાલે છે.”
– પ્રો. અમૃત ઉપાધ્યાય

# એક રચના

____________________________________________________________

(more…)

November 18, 2007

વ્રજલાલ દવે, Vrajlal Dave

Filed under: કવિ, સંપાદક, સંશોધક — સુરેશ @ 2:04 am

પ્રેરક અવતરણ
જિંદગી ઝિંદાદિલીનું નામ છે.

“હું ફૂલ છું, બેસું ન છો ને પાસમાં
ના કહો ને, તોય પેસું શ્વાસમાં.”

“ગુંજે જીવ્યું સહુ કવન થૈ, એ જ હો પ્યાસ મારી.”

કોણ માને આ વાત કે ઓલ્યા જળને તરસ્યું લાગે?

________________________________________________________________

સમ્પર્ક

  • 3, સ્વાશ્રય સોસાયટી, નવા વાડજ, અમદાવાદ – 380 013

જન્મ

  • 26, જાન્યુઆરી - 1923; રામપરા( જિ. રાજકોટ )

અવસાન

  • 18, જુલાઇ- 1994; અમદાવાદ

કુટુમ્બ

  • માતા- હરિબાઇ ; પિતા- નાનજીભાઇ
  • પત્ની- શારદા ( લગ્ન - 194 8) ; સંતાન – છ

અભ્યાસ

  • 1942 – મેટ્રિક
  • 1947 – રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી સંસ્કૃત સાથે બી.એ.
  • 1957 – ગુજરાત યુનિ. માંથી ગુજરાતી- સંસ્કૃત સાથે એમ.એ.
  • બી.એડ.

વ્યવસાય

  • 1957- ’60 -  અમદાવાદમાં હ.કા. આર્ટ્સ કોલેજમાં અધ્યાપક
  • 1960- ’83 -   અમદાવાદની સરદાર વલ્લભભાઈ કોલેજમાં અધ્યાપક

જીવનઝરમર

  • પહેલી કૃતિ ‘કુમાર’માં પ્રગટ થઈ.
  • આકાશવાણી પર ઘણા કાર્યક્રમો આપ્યા છે.
  • બાધા આખડીમાં માનતા નથી, પણ ઈશ્વર અને ગુરુમાં શ્રદ્ધા છે.
  • વર્ણાશ્રમમાં માનતા નથી, પણ માણસના સ્વભાવમાં જ આ જાતની મૂળભુત વૃત્તિઓ રહેલી છે, તેમ માને છે.
  • થોડો વખત ‘બુદ્ધિપ્રકાશ’ માસિકના તંત્રી

રચનાઓ

  • કવિતા – એકાંતોની સોડમાં, અનંત એકાંતે
  • સંશોધન – નરસિંહરાવ
  • સંપાદન – સવારના સૂરજને પુછો ( કાવ્ય સંગ્રહ), કાવ્યસંચય

સન્માન

  • ગુજરાત રાજ્યનું બીજું ઈનામ

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર, રાધેશ્યામ શર્મા; રન્નાદે પ્રકાશન
  • ગુજરાતી સાહિત્યકોશ , ભાગ -2

September 12, 2007

ઈશ્વરભાઈ પરમાર, Ishwarbhai Parmar

Filed under: બાળસાહિત્ય, સંશોધક — સુરેશ @ 1:00 am

પ્રેરક અવતરણ:
“કલ્યાણ કરનારની કદી દુર્ગતિ થતી નથી.”

_________________________________________________________ (more…)

June 24, 2007

રમણ સોની, Raman Soni

Filed under: વિવેચક, સંશોધક — સુરેશ @ 1:04 am

raman-soni.jpg

પ્રેરક અવતરણ
” સહુને મુજ અંતરે ધરું, સહુને અંતર હું ય વિસ્તરું” - રાજેન્દ્ર શાહ

” નબળા લેખકો છે એમણે શબ્દની આયાસી આભા ઊભી કરીને ઘણું સમાજ પાસેથી રોકડું કરી લીધું છે.. … આવા ખેલાડીઓએ ,સાવ ઓછી શક્તિએ ‘લેખક’ની પ્રતિષ્ઠા મેળવી છે. …. મિડિયોક્રિટીની બોલબાલા છે.”

______________________________________________________

સંપર્ક       – ઈ/2, તારાબાગ ક્વાર્ટર્સ, પોલિટેકનિક કેમ્પસ, વડોદરા – 390 002

જન્મ

  • 7 - જુલાઈ, 1946; ચિત્રોડા (તા. ઈડર, જિ. સાબરકાંઠા)

કુટુંબ

  • માતા – ભીખીબહેન , પિતા – કાંતિલાલ
  • પત્ની – શારદા( લગ્ન - 1967) ; સંતાન - ચાર

અભ્યાસ

  • પ્રાથમિક શિક્ષણ ચિત્રોડામાં
  • 1963 - એસ.એસ.સી.
  • 1967 -  બી. એ. -   એલ. ડી. આર્ટસ   અમદાવાદ
  • 1969 -  એમ. એ.
  • 1981 -  પીએચ. ડી.

વ્યવસાય

  • 1970-71 -  પેટલાદની આર્ટ્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક
  • 1971થી -  - ઈડરની કોલેજમાં અદ્યાપક અને વિભાગીય વડા

જીવનઝરમર

  • સર્વ પ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ એક પ્રેમ-કાવ્ય “કુમાર” માસિકમાં
  • ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય કોશ વિભાગમાં સંપાદક
  • ત્રૈમાસિક ‘પ્રત્યક્ષ’ ના સંપાદક
  • કવિતા, વાર્તા અને એકાંકીલેખન પર પણ હાથ અજમાવ્યો છે.
  • આકાશવાણી પર કાર્યક્રમો આપ્યા છે.
  • 1980 - 84  - ગુ.સા.પ. માં સાહિત્ય કોશનું સંપાદન
  • પૂજા, બાધા, ગુરુ , સંપ્રદાય વિ.માં શ્રધ્ધા નથી.
  • ગુજરાતી સાહિત્યના પ્રથમ કક્ષાના વિવેચક

રચનાઓ

  • વિવેચન - કવિતાનું શિક્ષણ, ગુજરાતી વ્યાકરણ વિચાર, આદિ પુસ્તકો
  • પરિચય પુસ્તિકા - ખબરદાર
  • સંશોધન - ઉશનસ્ સર્જક અને વિવેચક ( અભ્યાસગ્રંથ ) 

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
  • ગુજરાતી સાહિત્યકોશ - ખંડ -2
Next Page »

Blog at WordPress.com.