ગુજરાતી સારસ્વત પરિચય

February 9, 2008

ધીરુબેન પટેલ, Dhiruben Patel

ઉંઝા આધારીત ‘ સરળ’ જોડણીમાં

dhiruben_patel.jpg     

” કદાચ લગ્ન પહેલાંના પ્રેમનો એક બહુ મોટો હીસ્સો હજી જીવંત રહી ગયો છે. ઘવાયેલા અભીમાનના ખડક નીચેથી પણ એનાં ત્રુણાંકુરો અવારનવાર દેખા દે છે……  “

તેમનો એક લેખ

તેમની ત્રણ વાર્તાઓ

તેમની એક વાર્તાનો અંગ્રેજી અનુવાદ

તેમની જાણીતી વાર્તાને આધારે બનેલ નાટક ‘ ભવની ભવાઈ’  વીશે

(more…)

October 5, 2007

નાનાભાઈ જેબલિયા, Nanabhai Jebaliya

nanabhai_jebaliya.jpg

“ નામે નાના પણ કામે જેબદાર “
– રાધેશ્યામ શર્મા

“ઓછું લખવું પણ, ઓછું ન ઊતરે એટલું ને એવું લખવું.”

“ ‘ણ’ ને આંગણે હેલ્યુંના ખણેણાટ,
કાબીયુંના રણેણાટ,
સાથળ પિંડીઓના વળેળાટ,
જોબનના ઝળેળાટ
પગલાનાં
કડેડાટ, કાજળ કંકુનાં હડેડાટ

‘ણ‘ હવે હરડ ફરડ,
‘ણ’ ગામ ગામતરે,
’ણ’ નાળિયેર શોધે, ‘ણ’ રૂપિયો શોધે… ”

પ્રેરક અવતરણ
“દુઃખ તમારા હૃદયને જેટલું ઊંડું કોતરશે, એટલું જ સુખ તમે એમાં સમાવી શકશો.”
- ખલીલ જિબ્રાન

____________________________________________________________ (more…)

September 11, 2007

પલ્લવી મિસ્ત્રી, Pallavi Mistry

Filed under: હાસ્યલેખક — સુરેશ @ 12:02 am

pallavi_mistry.jpg

પ્રેરક અવતરણ
It is not important, how much time you have in your life.
It is important, how much life you have in your time.”

સ્ત્રીઓ  હ્યુમર સારું સમજી શકે છે, પણ સર્જી શકતી નથી…. એવી  માન્યતા પલ્લવીબેને તોડી હતી.
- અશોક દવે     ( તેમની જીવનઝાંખી જાણવા અહીં ‘ ક્લીક ‘ કરો )

# હાસ્યલેખો

__________________________________________________________________

(more…)

August 20, 2007

ચીમન પટેલ, Chiman Patel

Filed under: કવિ, હાસ્યલેખક — સુરેશ @ 11:30 pm

chiman-1.jpg

“ગુસ્સામાં કદી ન કરવો નિર્ણય, નો’તી ખબર.
ખુશીમાં કદી ન આપો વચન, નો’તી ખબર.
ઉદાસીમાં કદી ન આપો ઉત્તર, નો’તી ખબર.
જિંદગીમાં કદી ન જુઓ પાછળ, નો’તી ખબર.”

” ફાવી ગયું જીવવું અંધકારમાં ‘ચમન’
દિપક તો બુઝાઇ ગયો, એ કોણ માનશે?”

પ્રેરક સુત્ર
“કાલ કરે સો આજ.”

રચનાઓ     :     -  1  -   :   -  2  -  ( દોડો… દોડો… મોટ્ટો ખજાનો છે!)

_____________________________________________________________

સમ્પર્ક    ફોન - (281)-495- 6534 :   ઇમેલ -  chiman_patel@hotmail.com

ઉપનામ

  • ચમન

જન્મ

  • 1, ઓગસ્ટ, 1933; કૈયલ ( ઉ.  ગુજરાત)

કુટુમ્બ

  • માતા - કંકુબા; પિતા - ગંગારામ
  • ભાઇઓ - રમણભાઇ, કાંતિભાઇ; બહેન - મધુબેન ( બધા અમેરીકામાં)  
  • પત્ની -  નિયંતિકા; પુત્ર - મિતેશ; પુત્રી - હેતા,  મીતા

અભ્યાસ

  • બી.ઈ.(સીવીલ) - વ. વિદ્યાનગર  
  • એમ.એસ. ( સ્ટ્રક્ચરલ) -  યુ.એસ.એ.

વ્યવસાય

  • ભારતમાં
    • સીંચાઇ ખાતું , ગુજરાત સરકાર
    • લેક્ચરર- ભાવસિંહજી પોલીટક્નીક , ભાવનગર
  • અમેરીકામાં
    • પેટ્રોકેમીકલ કમ્પનીમાં - હ્યુસ્ટન ( યુ.એસ.એ.)

chiman_4.jpg

જીવનઝરમર

  • શરુઆતમાં ‘ચાંદની’ માં બે વાર્તાઓ અને અને ‘નવવિધાન’માં એક વાર્તા પ્રકાશિત થતાં સર્જનની શરુઆત થઇ.
  • ગુજરાતી સમાજ- હ્યુસ્ટનના ‘દર્પણ’ સામાયિકમાં નિયમિત હાસ્ય લેખો છપાતા
  • ધરા-ગુર્જરીમાં કાવ્યવિભાગ અને મુખપૃષ્ઠ સંભાળતા હતા
  • અમેરીકાના ઘણા સામાયિકોમાં કાવ્યો અને ગઝલો છપાતા રહ્યા છે.
  • ધાર્મિક માન્યતા - મંદીર નહીં પણ સ્વ-મનનના હિમાયતી.
  • ‘હ્યુસ્ટન સાહિત્ય સરિતા’ ના ઉત્સાહી સભ્ય.

indira_gandhi.jpg -  તેમનું એક ચાર્કોલ  પેઈન્ટીન્ગ

શોખ

  •  ટેનીસ, યોગાસનો, ચાર્કોલ પેઇન્ટીન્ગ, શાકભાજીની ખેતી

રચનાઓ

  • હાસ્યલેખો - હળવે હૈયે

સન્માન

  • ‘ધરા - ગુર્જરી’ એવોર્ડ  

સાભાર

  • pustakalay.com

June 25, 2007

નિર્મિશ ઠાકર, Nirmish Thaker

Filed under: કવિ, હાસ્યલેખક — સુરેશ @ 2:00 am

nirmish-thaker.jpg

પ્રેરક અવતરણ
“સામો માણસ પ્રેરે અને તમે પ્રેરાયા કરો … એટલા મૂર્ખ બનવું તમને ફાવશે?”

“હું કનકવો મસ્ત જેની દોર તારે હાથ છે! પેચ બીજે થાય ત્યારે દોષ કોનો, તું કહે !” 
 – પત્નીને ઉદ્દેશીને

” ભવિષ્યના એક મહાન લેખક તરીકે હવે મને પણ મારી ચીજ-વસ્તુઓનું ‘સાચું મૂલ્ય’ સમજાયું છે. આગોતરી સાવચેતીરૂપે મેં મારી તૂટેલી કલમો, પટ્ટી વિનાનાં સ્લીપર, ઘસાઈ ગયેલા ઝભ્ભા, ચશ્માંની લીલી ઝાંયયુક્ત ફ્રેમો, બગડેલી ઘડિયાળ વગેરે ઘણી ઘણી અમૂલ્ય ચીજો સંઘરી રાખી છે.”

એક ઉખાણું ! -
કલમે કાઠો છે, છતાં
નહીં કવિ નહીં લેખક
‘કૃતિ’નાં કાઢે છોતરાં
કદી ચૂકે ના તક !

(જવાબ – વિવેચક)

એક પ્રતિકૃતિ કાવ્ય :   ઢગલાબંધ રચનાઓ !

એક રીપોર્ટ

# તેમની સાથે એક રસપ્રદ મુલાકાત

___________________________________________________________________

સંપર્ક      – બી- 8/43, ઓ.એન.જી.સી. કોલોની, પી.એચ.- 1, મગદલ્લા, સુરત – 394 518

જન્મ

  • 18 માર્ચ, 1960, કલોલ

કુટુંબ

  • માતા – ભાનુમતીબહેન. પિતા – નંદુભાઈ
  • પત્ની – દીપ્તિ (  લગ્ન – 1987 )  : પુત્ર - નીરવ

અભ્યાસ

  • ડી.એમ. ઈ.

વ્યવસાય

  • ઓએનજીસીમાં ઓફિસર

જીવનઝરમર

  • સોળ વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા.
  • શરૂઆતમાં ભારે સંઘર્ષ. નાની-મોટી નોકરી, સુરતના “ગુજરાત કેસરી”માં કાર્ટૂનિસ્ટ તરીકે કામ
  • ઓએનજીસીમાં સામાન્ય પાયરીએ નોકરી મેળવી ઠેઠ ક્લાસ વન ઓફિસર સુધી પહોંચ્યા.
  • વ્યંગચિત્રકાર તરીકે નામના. તેમનાં કાર્ટૂન્સની પ્રશંસા આર. કે. લક્ષ્મણ દ્વારા પણ!
  • પુત્ર નીરવ નાની ઉંમરથી જ પિતાને પગલે. નીરવનાં કાર્ટૂન્સ અગ્રગણ્ય વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે.
  • જાણીતી ગુજરાતી ગઝલો પરથી હાસ્ય સભર તઝમીનો બનાવેલી છે !
  • પ્રથમ પ્રકાશિત કૃતિ – ‘આપઘાત કે ખૂન’ - આ રહસ્યકથા બાલસાપ્તાહિક ઝગમગમાં પ્રકાશિત થઈ. તે વખતે નિર્મિશભાઈની ઉંમર માંડ તેરેક વર્ષની હતી!

શોખ

  • તબલાવાદન  

રચનાઓ

  • હાસ્યલેખ સંગ્રહ - ટંકાર, લાઘવ ક્યાંય નથી ને કવનમાં, ત્રિશૂળ લીધું હાથમાં રે!
  • કવિતા - એ જ લિખિતંગ  (પ્રતિકાવ્ય સહિત )   

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર , શ્રી રાધેશ્યામ શર્મા (રન્નાદે પ્રકાશન)
Next Page »

Blog at WordPress.com.