ગુજરાતી સારસ્વત પરિચય

April 18, 2009

તુષાર ભટ્ટ, Tushar Bhatt

તુષાર ભટ્ટ

તુષાર ભટ્ટ

“ આ પુસ્તકનું નામ ‘રેતીમાં રેખાચિત્રો’ નહીં પણ ‘ પથ્થર પર રેખાચિત્રો’ હોવું જોઈએ. “ – મનુભાઈ પંચોળી – ‘ દર્શક’

‘ એ બોલે ત્યારે હાસ્યકાર લાગે , અને લખે ત્યારે કલામીમાંસા સુધી પહોંચી શકે.”
“ એમની આત્મ ચિકીત્સક વૃત્તિ એમને ભારેખમ સાહિત્યપ્રેમ અને લોકપ્રિયતાનો નશો- આ બેઉ અંતિમોમાંથી બચાવે છે. – રઘુવીર ચૌધરી

જીવનમંત્ર – ‘ તમે મોટાં કામ કરો, તે અગત્યનું નથી. જરુરી એ છે કે, જે કરો તે ચીવટ અને લગાવથી કરો : ભલે તે નાનું કામ હોય કે મોટું.”

 

# તેમના લેખો :    -  1  -  :   -  2  -   :   -  3  -     :   -  4  -  

——————————————————————————————- ‘

સમ્પર્ક         Tushar Bhatt, J3/14, Patrakar Colony No.1, Vijaynagar, Naranpura, Ahmedabad PIN 380 013. Phones: 27432152. E-mail: tusharbhatt94@yahoo.com

જન્મ

  • 7, જાન્યુઆરી- 1942, ચીખલી ( જિ. – નવસારી)

કુટુમ્બ

  • માતા * –  ભદ્રાબેન ( દેવકી – નાની ઉમ્મરમાં ગુજરી ગયાં હતાં ), મંજુલાબેન  (જશોદા – નવી માતા);
    પિતા – ડો. શંકર ભટ્ટ
     [ * બે માતાઓ માટેના તુષાર ભાઈએ સુચવેલા આ શબ્દપ્રયોગો અપનાવવા લાયક છે.]
  • પત્ની – હંસા :
    સંતાન – પુત્ર = અભિજીત , પુત્રી – શિલ્પા

શિક્ષણ

  • બી.એ. ( અર્થશાસ્ત્ર અને આંકડા શાસ્ત્ર ) – ગુજ. યુની.

વ્યવસાય

  • ‘હિન્દુ’ ના ગુજરાત ખાતેના પ્રતિનીધી તરીકે શરૂઆત
  • યુ.એન.આઈ.ના અમદાવાદ ખાતેના પ્રતિનીધી
  • 1966 – મુંબાઈના ‘ટાઈમ્સ ઓફ ઈન્ડીયા’ માં જોડાયા.
  • 1979 – ‘આનંદ બજાર પત્રિકા’ માં જોડાયા
  • 1992 – ‘ ટેલીગ્રાફ’ અખબારની નવી દિલ્હી ઓફીસના વડા અને મુખ્ય પ્રતિનીધી
  • છેલ્લે – સીનીયર એડિટર ટાઈમ્સ ઓફ ઈન્ડીયા/ ઈકોનોમિક ટાઈમ્સ, અમદાવાદ

જીવન ઝરમર

  • પિતા પણ વૈદકનું ક્ષેત્ર છોડી પત્રકારત્વમાં જોડાયા હતા. તેમનાં સંતાન પણ આ ક્ષેત્રમાં સંકળાયેલાં છે. આમ ત્રણ પેઢી આ કુટુમ્બે સમાજને બહુ ઉપયોગી, પત્રકારત્વના  ક્ષેત્રમાં પ્રદાન કર્યું છે.
  • કાર્યકાળના 45 વર્ષ દરમિયાન, ટાઈમ્સ ગ્રૂપ ઉપરાંત ટેલિગ્રાફ, સન્ડે, બિઝનેસ સ્ટાન્ડર્ડ, હીન્દુ જેવાં અખબારો અને યુ.એન.આઈ. જેવી સમાચાર સંસ્થાઓ સાથે પણ કામ કર્યું છે.
  • 1985-90 કલકત્તાની સમાચાર સંસ્થા ‘ટેલિગ્રાફ‘ ની નવી દિલ્હી શાખાના મુખ્ય તંત્રી તરીકે આગળ પડતી ભૂમિકા બજાવી હતી.
  • 1987 –અમેરિકાના પ્રમુખ રોનાલ્ડ રીગને વોશીંગ્ટન ડી.સી. ખાતે યોજેલ, માદક દ્રવ્યો અંગેની 21 દિવસની કોન્ફરન્સમાં વિશ્વના 16 પત્રકારો સાથે ભાગ લીધો હતો.
  • ઈકોનોમિક ટાઈમ્સમાં ‘ માઈક્રો વ્યુ’ અને ટાઈમ્સ ઓફ ઈન્ડીયામાં ‘ રેન્ડમ નોટિસ’ કોલમના લેખક.
  • ઓગસ્ટ, 1998 – ટાઈમ્સ ઓફ ઈન્ડીયા અમદાવાદના રેસીડન્ટ તંત્રીનું પદ છોડી લેખન, બ્રોડકાસ્ટીન્ગ અને પત્રકારત્વના ખાનગી વ્યવસાયમાં ઝંપલાવ્યું.
  • 1990 - ‘ઈકોનોમીક ટાઈમ્સ’ અમદાવાદના પ્રકાશનને પૂર્ણ રીતે કોમ્પ્યુટરાઈઝ્ડ કરવાની અગત્યની કામગીરી બજાવી હતી, જે આખા દેશમાં આ પ્રકારની પ્રથમ કામગીરી હતી. ત્યાર બાદ તેઓ ‘ટાઈમ્સ ઓફ ઈન્ડીયા’ – અમદાવાદના નિવાસી તંત્રી થયા હતા. દાયકાઓ બાદ એક ગુજરાતી આવા ઉંચા સ્થાને પહોંચ્યો હતો.
  • રમતગમત, રાજકારણ વિ. વિષયોમાં લખાણમાં પાવરધા. પણ તેમની ખાસ ફાવટ સામાજિક, આર્થિક પ્રશ્નો અને માનવતાવાદમાં છે.
  • રેડિયો અને ટીવી પર અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષામાં પ્રસારણ માટે જાણીતા છે. ઓલ ઈન્ડીયા રેડિયો, વોઈસ ઓફ અમેરિકા અને બી.બી.સી. પરથી તેમનો અવાજ જાણીતો છે.
  • વસુબેન ભટ્ટ અને શશિકલા જોશીપુરાની સાથે ‘સબરસ’ નામનો વિવિધ વ્યક્તિઓ સાથેની, મુલાકાતનો લોકપ્રિય કાર્યક્રમ બહુ વખણાયો હતો.
  • 1990 પછીના દસકામાં, તેમના ‘હળવે હૈયે’ કાર્યક્રમ પણ બહુ લોકપ્રિય થયો હતો, જે હજુ પણ દુરદર્શન પરથી અવાર નવાર પુનઃ પ્રસારિત થાય છે.
  • ‘ગુજરાત મિત્ર’ – સુરતમાં ‘ દૃષ્ટિ તેવી સૃષ્ટિ’ કોલમના લેખક
  • ‘ગુજરાત ટાઈમ્સ’ – ન્યુયોર્કના સ્થાપના કાળના તંત્રી
  • અનેક યુની.ઓમાં પત્રકારત્વ અંગે વીઝીટીંગ વ્યાખ્યાતા તરીકે શિક્ષણ સેવાઓ આપેલી છે.
  • નેશનલ ડીઝાઈન ઈન્સ્ટીટ્યુટની કાર્યકારી સમિતિમાં સભ્ય

રચનાઓ

  • ચરિત્ર - રેતીમાં રેખાચિત્રો
  • અંગ્રેજી – Sketches in sand.

સન્માન

  • 1997 – વર્ષના શ્રેષ્ઠ તંત્રી તરીકેનો એવોર્ડ- ગુજરાત દૈનિક મંડળ
  • 2000 – પત્રકારત્વના ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન કરવા માટે ગુજરાત સરકાર તરફથી લાઇફ ટાઈમ એવોર્ડ
  • 2003 - ગુજરાતી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર – જીવન ચરિત્ર માટે
  • શેખાદમ આબુવાલા એવોર્ડ ( અંગ્રેજી પત્રકારત્વ માટે )
  • યજ્ઞેશ શુકલ એવોર્ડ – પત્રકારત્વ માટે
  • ચન્દ્રકાંત વોરા એવોર્ડ – કટાર લેખન માટે
  • ગ્રામ્ય જીવન અંગેની વાર્તાઓ માટે ગુજરાત રાજ્યનો પુરસ્કાર

February 12, 2009

ગુજરાતી બચાવ ઝુંબેશ – એક સમાચાર

Filed under: સમાચાર — સુરેશ @ 9:17 am

    ઈન્ટરનેટ ઉપર જે વ્યક્તી ગુજરાતી વાંચે છે; તેને ગુજરાતી ભાષા માટે લાગણી છે. જે લખે છે, તેને આ લાગણીના વ્યાપમાં રસ છે. આ સૌને સતત સતાવતી ચીંતા છે –

“શું ગુજરાતી ભાષા મરવા પડી છે?”

   ગુજરાતી પ્રજા સૈકાઓથી ગુજરાતની સીમાઓ ઓળંગી બહાર રહેવા ટેવાયેલી પ્રજા છે. છતાં તેણે પોતાની ગુજરાતીતા પેઢી દર પેઢી જાળવી રાખી છે. આથી કદી આવી ચીંતા પેદા થઈ ન હતી.

   પણ સતત વધતા જતા વૈશ્વીકરણની એક અસર રુપે આ ચીંતા ઉદભવી છે. વધારે અને વધારે કુટુમ્બો ગુજરાતમાંથી બહાર જવાની હીજરતમાં જોડાવા માંડ્યા છે. ગુજરાત રાજ્યે પણ વીશ્વના સમૃધ્ધ દેશોની હરોળમાં પોતાની સ્થીતી હાંસલ કરવાની દોડમાં, વીશ્વ કક્ષાના નેતાની દોરવણી હેઠળ હરણ ફાળ ભરી છે.

    આના કારણે ગુજરાતી ભાષા અંગે ઉદાસીનતા વ્યાપક થયેલી જોવા મળે છે. આ ઘર ઘરની કહાણી છે. ઓફીસે ઓફીસની કહાણી છે. આ ચીંતા દરેક ગુજરાતીના હૃદયની ચીંતા છે.

    આના શક્ય ઉકેલ શોધવા ગુજરાતના પ્રથમ કક્ષાના સાક્ષરોની સાન્નીધ્યમાં ‘ ગુજરાતી બચાવ ઝુંબેશ ‘ યોજવામાં આવી છે.

દીવસ

14 ફેબ્રુઆરી – 2009 : શનીવાર

સમય

સવારે દસ વાગે

સ્થળ

1) ગુજરાત વીધાપીઠનો દરવાજો અને

2) ગુજરાતી સાહીત્ય પરીષદના મકાનમાં આવેલ હોલ
- અમદાવાદ 

મુખ્ય વક્તાઓ

 

શ્રી. સુરેશ દલાલ 

શ્રી. ગુણવંત શાહ

શ્રી. રઘુવીર ચૌધરી   

વીગતવાર માહીતી જાણવા આ સાથેની ફાઈલ ડાઉન લોડ કરો.

આ કાર્યક્રમને આનુષંગીક ‘ ગુજરાતી ભાષા પરીષદ’ ના મંત્રી શ્રી. કિરણ ત્રિવેદીનો સંદેશ 

————————————————————- 
વ્હાલા ગુજરાતીઓ,

  ઉપરોક્ત ‘ ગુજરાતી બચાવ ઝુંબેશ’ના ચાર ઉદ્દેશ છે

  1. માતૃભાષામાં શીક્ષણ – વૈશ્વીકરણની આક્રમક પ્રક્રીયા અને વ્યાપારીકરણના પ્રતાપે શીક્ષણના માધ્યમ તરીકે અંગ્રેજીનું મહત્વ સતત વધતું રહ્યું છે. વીશ્વભરના શીક્ષણકારોનો એવો અભીપ્રાય રહ્યો છે કે, બાળકને શીક્ષણ તેની માતૃભાષામાં જ આપવું જોઈએ. આ શાણપણ સામાન્ય માણસના મનમાં સ્થાપીત કરવા માટે આપણે કામ કરવું જોઈશે.
  2. ભાષાનું સરલીકરણ – તાગ ન પામી શકાય તેવા વ્યાકરણ અને જોડણીના નીયમોના કારણે, ગુજરાતી ભાષાનો વપરાશ ઓછો થતો રહ્યો છે. લીપી નવા જમાનાની ટેક્નોલોજી માટે જટીલ અને બીન વ્યવહારુ બની ગયેલી છે. જોડણી અને અન્ય ભાષાકીય સુધારા અપનાવવા માટે આપણે જાગવું જરુરી બની ગયું છે. આ માટે સરકારી તંત્ર અને સક્ષમ સંસ્થાઓની સંવેદનશીલતા જગવવા અને જાહેર જનતાનો અભીપ્રાય બુલંદ બનાવવા આપણે સૌએ જાગૃત થવાની જરુર છે.
  3. ગુજરાતી સાહીત્યનો વ્યાપ – ગુજરાતની જનતામાં ગુજરાતી વાંચન માટે ખાસ રસ નથી. ગુજરાતી ભાષાના વાતચીત સીવાય ઘટતો જતા ઉપયોગના કારણે, ગુજરાતી સાહીત્ય તરફ તેમની ઉપેક્ષા વધી રહી છે. આને કારણે ગુજરાતી સંસ્કૃતી તરફ પણ અભાવ વધતો રહ્યો છે. આથી ગુજરાતી સાહીત્ય વાંચવાની ટેવ વીકસે અને વધુ સાહીત્યનું સર્જન થાય તે માટે આપણે પ્રયત્નો કરવા જરુરી છે.
  4. અંગ્રેજી માટે બીન જરુરી ઘેલછાનો ઉકેલ – વૈશ્વીક ભાષા બની ગયેલી, અને જ્ઞાન અને દુરંદેશી માટે અનીવાર્ય, અંગ્રેજી ભાષાની જરુર અને મહત્વનો આપણે અનાદર કે અવગણના ન જ કરી શકીએ. પણ વાલીઓની આ માટે વધતી જતી ઘેલછા અને શાળાઓની વેપારી મનોવૃત્તી અને સરકારની ખાનગીકરણની નીતી અને પહેલા ધોરંણથી અંગ્રેજી માધ્યમ અમલી કરવાની નીતીનો આપણે વીરોધ કરવો જરુરી છે.

      આ બધા ઉમદા હેતુઓના સંવર્ધન માટે, આ ઝુંબેશને ટેકો આપવા, આ સાથે જોડેલી પુસ્તીકા વાંચવા, તેને બને તેટલા વધારે લોકોને વંચાવવા, યોજેલ રેલીમાં ભાગ લેવા અને જ્યાં શક્ય હોય ત્યાં અને તે રીતે તે અંગે આપની અભીવ્યક્તી કરવા હું આપ સૌને વીનંતી કરું છું.

-  કિરણ ત્રિવેદી
મંત્રી , ગુજરાતી ભાષા પરીષદ

November 12, 2008

નાઝિર દેખૈયા, Nazir Dekhaiya

Filed under: કવિ — સુરેશ @ 11:38 am

nazir-dekhaiya

 

 

 

 

 

 

 

 

 

 

”માણસ વચ્ચે માણસ થઈ, પંકાઈ ગયેલો માણસ છું.”

” હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઈ દૂર નથી.” 

”તમારી વાતમાઁ ‘નાઝિર’ જરૂર કઁઈ ભેદ લાગે છે
કે જે જે સાઁભળે છે, એ બધા બેફામ ચાલે છે “

” ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.”

વિશેષ માહીતિ

રચનાઓ :   -  1  -  :  -  2  -    

————————————————–

નામ

  • દેખૈયા નૂરમહમ્મદ અલારખા

ઉપનામ

  • નાઝિર

જન્મ

  • 13, ફેબ્રુઆરી – 1926 : ભાવનગર

અવસાન

  • 16, માર્ચ – 1988 : ભાવનગર

શિક્ષણ

  • પ્રાથમિક ચાર ધોરણ

વ્યવસાય

  • વારસાગત ક્લેરીયોનેટ વાદન
  • જિલ્લા લોક્લ બોર્ડમાં નોકરી

રચનાઓ 

  • કાવ્ય - ( ગઝલો) નાઝિરની ગઝલો, તુષાર, સુનાં સદન

સાભાર

  • ગુજરાતી સાહિત્યકોષ , ભાગ – 2 
  • કેનેડાના ગુજરાતી બ્લોગર – શ્રી. મહમ્મદાલી  ભેડુ ‘ વફા’  

October 15, 2008

એક લાખ – એક સમાચાર

Filed under: સમાચાર — સુરેશ @ 8:30 pm

    અત્યંત આનંદ સાથે જણાવવાનું કે, આજે તા. 15 ઓક્ટોબર -2008 ના રોજ આ બ્લોગની કુલ  વાચક સંખ્યા એક લાખના આંકને આંબી ગઈ છે.

   કેવળ માહીતી આપતા આ બ્લોગને માટે આ સીમાચીહ્નરુપ ઘટના તો છે જ. પણ તેનાથી વીશેષ તો આ ઘટના, વીશ્વભરમાં પથરાયેલા ગુજરાતીઓની આ પ્રકારના ગંભીર વાંચન માટે કેળવાતી જતી રુચીનું જ્વલંત ઉદાહરણ પુરું પાડે છે. આ  સીધ્ધી  માટે માત્ર આપ જેવા સુજ્ઞ વાચકો જ યશના સાચા અધીકારી છે.

   આ શુભ પ્રસંગે ભાષાની મુળભુત જરુરીયાત અને માનવજીવનમાં તેના મહાન પ્રદાનના જ્વલંત ઉદાહરણ જેવી,  એક સાવ નાનકડી, અમેરીકન બાળકીની ભાષા અને જ્ઞાન માટેની ધગશ અને પ્રીતી દર્શાવતી સત્ય ઘટના ‘ ગદ્ય સુર’ ઉપર પ્રગટ કરી છે – [ એ વાંચવા અહીં ' ક્લીક ' કરો.

   એમાંથી ફલીત થતા ગુજરાતી ભાષાને સ્પર્શતા એક નાનકડા સુધારા અંગેની વાત  જરુર વાંચશો. જાહેર જનતાને અને  ખાસ તો સાહીત્યકારો, પત્રકારો અને સાહીત્ય રસીક, સુજ્ઞ વાચકોને નમ્ર વીજ્ઞપ્તી કે,  એ  લેખમાં દર્શાવેલા વીચારો અંગે આત્મચીંતન જરુર કરશો.  

September 18, 2008

માય ડીયર જયુ, My dear Jayu

Filed under: નવલકથાકાર, વિવેચક — સુરેશ @ 10:10 am

પ્રેરક અવતરણ
 ‘ Nothing is more real than nothing.’ – Walter de la mare

સમ્પર્ક – ‘અવનિલોક’ – 3, શાંતિનગર સોસાયટી, 2273, હિલડ્રાઇવ, ભાવનગર – 364 002

નામ

  • જયંતીલાલ રતિલાલ ગોહેલ

જન્મ

  • 27, મે- 1940: ટાણા ( જિ. ભાવનગર )

કુટુમ્બ

  • માતા – નર્મદાબેન ; પિતા- રતિલાલ;
  • પત્ની – જસુમતી ( લગ્ન – 1961; બુઢણા- ટાણા પાસે) પુત્ર – અવનીન્દ્ર, કવીન્દ્ર ; પુત્રી – ચેતના

અભ્યાસ

  • 1963- બી.એ.
  • 1965- એમ.એ; ભાવનગર

વ્યવસાય

  • ગુજરાતીના અધ્યાપક – શામળદાસ આર્ટ્સ કોલેજ

જીવનઝરમર

  • પ્રથમ મૌલિક કૃતિ – મરણટીપ
  • અદ્યાપન ઉપરાંત મકાન બાંધકામમાં પણ નિષ્ફળ હાથ અજમાવ્યો હતો.
  • ત્સવ સામાયિકમાં ‘ કાઠીયાવાડી ઓઠાં’ કટારમાં વાર્તાઓ , સ પશ્યતિ માં વિવેચન લેખો
  • ધારાવાહિક નવલકથા – રીન્કી બની ઠની
  • ભાવિ પુસ્તક ‘ જયંતીલાલ સાથે હિસાબ’આ કાશવાણી પર કાર્યક્રમો આપ્યા છે.
  • કોઈ વાહન નથી વાપરતા! 
  • ઈશ્વર , ગુરુ, બાધા, આખડી, વર્ણાશ્રમ વ્યવસ્થામાં વિશ્વાસ નથી

શોખ

  • નાટક, ચિત્ર

રચનાઓ  – ચાર પુસ્તકો

  • લઘુ નવલ – મરણટીપ ઝુરાપાકાંડ, કમળપૂજા, જીવ

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર – રન્નાદે પ્રકાશન
Next Page »

Blog at WordPress.com.