ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

*વાચકોને વિનંતિ


પહેલો સર્જક પરિચય ફાધર વાલેસથી આપું છું. સ્પેનમાં જન્મેલી આ વિરલ વ્યક્તિએ માત્ર ગુજરાતી ભાષાને પોતીકી જ બનાવી નથી, પણ ભારતીય સંસ્કારોને ઘણા સારી રીતે સમજ્યા છે અને સમજાવ્યા છે. મારા જેવા ઘણાને યુવાનીમાં તેમના લેખોએ જીવનનું અમૂલ્ય માર્ગદર્શન આપ્યું છે. તેમને મારો આ બ્લોગ સાદર અર્પણ કરતાં મને અત્યંત આનંદ થાય છે.

વાંચકોને વિનંતિ કે સામાન્ય અંગે નોંધ આપવી હોય તો અહીં સ્વાગત વિભાગમાં આપે. ખાસ કોઇ વ્યક્તિની બાબતમાં નોંધ આપવી હોય તો તે વ્યક્તિ અંગેની પોસ્ટમાં આપે.

આ એક બહુ જ મોટું કાર્ય મેં ઉપાડ્યું છે. પણ આપણા સાહિત્યકારોને આપણે નેટ ઉપર સન્માનિત કરવા હોય અને તેમને માટે ગુજરાતી વાંચકોને માહિતગાર કરવા હોય તો આ એક મદદગાર સ્થળ બની રહેશે તેવી મને આશા છે.

આથી સર્વ મિત્રોને વિનંતિ કે આપણા આ ભવ્ય વારસાને એક જ સ્થળે સંગ્રહિત કરવામાં મને માહીતિ આપશો, અને કોઇની પાસે આપણા સર્જકોની છબીઓ હોય તો તે મને મોકલશો તો હું પોતે આભારિત તો થઇશ જ , પણ માગુર્જરીની પણ તમે સેવા કરી લેખાશે.

જો બની શકે તો માહીતિ MS-WORD માં યુનીકોડમાં શ્રુતી ફોંટ માં ટાઇપ કરીને આપશો તો મારો ભાર ઓછો થશે. આમ ન થઇ શકે તો પણ કોઇ પણ માહીતિ આપતાં અચકાશો નહીં.

6 responses to “*વાચકોને વિનંતિ

 1. ગુર્જર દેશ મે 29, 2006 પર 2:11 એ એમ (am)

  પ્રિય સુરેશભાઇ,

  આ દિશામાં આપની પહેલ ખુબ જ સરાહનીય છે. જ્યારે અમે ગુર્જરદેશ.કોમ સાઇટ બનાવવાનું નક્કી કર્યુ ત્યારથી જ અમે નક્કી કર્યુ હતુ કે આ વેબસાઇટ પર ગુજરાતના જુદા જુદા લેખકો વિશેની માહિતીનો પણ સમાવેશ કરીશું અને અત્યારે અમે આના માટે ખાસ પ્રોગ્રામ બનાવી રહ્યા છીએ. સૌ પ્રથમ અમે માહિતીને બ્લોગ સ્વરૂપે દર્શાવવાનું નક્કી કર્યુ પણ એ સૌથી શ્રેષ્ઠ ઉપાય નહોતો જેથી અમે અત્યારે એક અમારી રીતે જ એક પ્રોગ્રામ વિકસાવી રહ્યા છીએ. અને કદાચ આવતા ૧-૨ મહીનાઓમાં એ પુર્ણ પણ થઇ જશે. ત્યારે અમારે તમારા જેવા આ વિષયના જ્ઞાની વ્યક્તિની જરૂર પડશે.

  ગુર્જરદેશ ટીમ

 2. સુરેશ જાની મે 30, 2006 પર 12:13 એ એમ (am)

  મને જ્યારે પણ આ થાય ત્યારે આની જાણ આપશો. પ્રયત્નોનું પુનરાવર્તન થાય તેના કરતાં મારા જેવા તમારી ટીમમાં જોદાઇ જાય તે વધારે સરાહનીય ગણાશે. મને 63 વર્ષની ઉંમરે પ્રસિદ્ધીનો કોઇ મોહ નથી.
  પણ આપણી ભાષાની મારાથી કાંક સેવા થાય તેવી વૃત્તિ છે.મારી પાસે ઠીક ઠીક ફાજલ સમય છે. જો તમે વર્ડપ્રેસ કરતાં વધારે સારી સગવડો આપવાના હો અને ડેટાબેઝની સાઇઝનું કોઇ લીમીટેશન ન હોય તો હું મારો બ્લોગ બંધ કરી દઇશ.

 3. Dipti જાન્યુઆરી 3, 2007 પર 3:34 પી એમ(pm)

  Sureshbhai,

  If you have any idea about website started by Father Vales in Gujarati or as you gave information about Father Vales has started wesite in English then if you know the name of that website then please inform about that.

 4. Pingback: પ્રથમ વર્ષ « ગુજરાતી સારસ્વત પરિચય

 5. Pingback: અનુક્રમણિકા – પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: