ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

જ્યોતીન્દ્ર દવે


Jyotindra Dave.jpg       

      અશોક પારસી હતો !

_____________________________________________

જન્મ તારીખ    21 ઓકોબર 1901

જન્મ સ્થળ       સુરત 

અવસાન         10 સપ્ટેમ્બર 1980- મુંબાઇ

માતા             ધનવિદ્યાગૌરી

પિતા             હરિહરશંકર

લગ્ન             કરસુખબેન 1929

બાળકો          પુત્રી   રમા  પુત્ર પ્રદીપ, અસિત

અભ્યાસ       મેટ્રિક 1919 ; બી.એ.- 1923 એમ.ટી.બી. કોલેજ સુરત; એમ.એ. 1925 

વ્યવસાય     1926– ક.મા.મુન્શીના મદદનીશ, ગુજરાત માસિકના સહતંત્રી, સાહિત્યસંસદના મંત્રી; 1931- 33– કબીબાઇ હાઇસ્કૂલ મુંબાઇ માં શિક્ષક; 1933-36–  એમ.ટી.બી. કોલેજ સુરત માં પ્રાધ્યાપક; 1937– મુંબાઇમાં સરકારી ઓરીએન્ટલ ટ્રાન્સલેટર ; 1960-63 કે.જે. સોમૈયા કોલેજ મુંબાઇમાં અધ્યાપક;1963-66 એલ.યુ. કોલેજ ઓફ આર્ટ્સમાં  પ્રાધ્યાપક; 1966-69– વલ્લભદાસ કોલેજ માંડવીના આચાર્ય     

જીવન ઝરમર   ગુજરાતી સાહિત્ય પરિષદના ત્રેવીસમા અધિવેશનના પ્રમુખ

રચનાઓ       હાસ્ય નિબંધ સંગ્રહ- 10; હાસ્યનવલકથા -1; આત્મકથા -1

મુખ્ય રચનાઓ  રંગતરંગ ભાગ 1 થી 6 ; જ્યોતીન્દ્ર તરંગ; રેતીની રોટલી; વડ અને ટેટા ( હાસ્ય નિબંધો) ; અમે બધાં ( નવલકથા); વ્યતીતને વાગોળું છું(આત્મકથા);   

સન્માન       1941 રણજિતરામ સુવર્ણ ચંદ્રક; 1950 નર્મદ સુવર્ણચંદ્રક 

સાભાર       ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના    

6 responses to “જ્યોતીન્દ્ર દવે

 1. Jujalkishor Vyas ઓક્ટોબર 21, 2006 પર 11:53 એ એમ (am)

  સ્વ.ન.પ્ર.બુચ. શતાબ્દીવર્ષ (૧૯૦૬-૨૦૦૦)
  ==============================
  ૨૧ મી ઓક્ટોબર ૧૯૦૬ સ્વ. નટવરલાલ પ્ર.બુચ,આપણા જણીતા હાસ્યકવિ,હાસ્ય લેખક ખાસ કરીને પ્રતિકાવ્યોના સર્જકનો ૧૦૧ મો જન્મ દિવસ ! ખુદ જ્યોતિન્દ્ર દવે એ એમને ઉત્તમ હાસ્યકાર કહીને નવાજ્યા હતા.
  જાણીતા સંગ્રહોમાં ‘રામ રોટી’ ભાગ ૧,૨,૩.; ‘બનાવટી ફૂલો’, ‘છેલ વેલ્લું’,’હળવાં ફુલ’, ‘કાગળનાં કેસુંડાં’,વગેરેથી તેઓ વિશેષ પરિચિત છે.તેઓ ૯૪ વર્ષે ૨૦૦૦ના જાન્યુ.ની ૯ મીએ અવસાન પામ્યા.નાનાભાઇ ભટ્ટની સંસ્થાઓમાં તેઓ નિયામકપદે પણ રહ્યા.૧૯૮૯માં તેમને ગુ.સાહિત્ય પરિષદનું “સ્વ.જ્યોતિન્દ્ર દવે હાસ્ય-પારિતોષિક” અને ૧૯૯૬માં “દર્શક-શિક્શણ એવોર્ડ” તેમને મળ્યો.
  તેમનાં બે પ્રતિકાવ્યો અહીં મૂકવા લોભ રહે છે :
  (સ્વ.કરસનદાસ માણેકના કાવ્ય ‘તીર્થધામ’ નું પ્રતિકાવ્ય 🙂
  શક્તિધામ (મંદાક્રાન્તા)

  મેં હોટેલો મહીં જઈ જઈ પેય કૈં ચાખી જોયાં,
  કોફી,કોકો,અવલટિન મેં મોં મહીં નાખી જોયાં;
  ઠંડાં પીણાં પણ કંઇંક તું સાથ મેં સાંખી જોયાં,
  ઊનાં-ટાઢાં ઘર મહીં ઘણાં પેય મેં રાખી જોયાં;

  કોકો કેરી નરી મધુરતા માંહીં ના સ્વાદ આવે,
  ને કોફીની કટુ મધુરતા લેશ મુને ન ભાવે,
  ઠંડાં પીણાં નહિ તનમને જોઇતી હુંફ લાવે,
  પીણાં હીણાં અવર સઘળાં માહરે કામ ના’વે.

  મા-શી તારી મધુર કટુતા સ્તન્ય શી પોષનારી,
  પીને પામી બળ,પ્રથમ હું, શૈશવે ભોંય રીખ્યો;
  ‘મા,ચા પા’થી વિનયનવિધિ યે શરૂ થૈ છ મારી
  હુંફે તારી રહી વિવિધ વિદ્યાકળાઓ હું શીખ્યો;

  મોળાં ધ્યેયો સમ અવર પેયો બધાં છે નકામ;
  શ્રધ્ધા મારી દ્રઢ થઇ છ,ચા,તું જ છે શક્તિધામ.
  –ન.પ્ર.બુચ.

  મીરાંને આશ્વાસન

  જૂનું છો થયું,દેવળ,જૂનું છો થયું,
  એમાં થઇ શું ગયું?……દેવળ.
  ઊડી ગયો હંસલો જો,
  પાળી બીજો લેને તો;
  અથવા પિંજર બીજાને
  દઇ દે —-થયું !…..દેવળ.
  દાંતો પડિયા જો તારા,
  દાંતના દાક્તર સારા,
  શેરી ગલિયુંમાં એની
  દુકાનું થિયું. …….દેવળ.
  પ્રેમપ્યાલો ના કિન્તુ
  ચાહનો પ્યાલો પી તું.
  નટવર નાગર કે’ તારું
  દુ:ખ, તો gaયું. …….દેવળ.

  —– ન.પ્ર.બુચ.

 2. Pingback: બાળપણ…. « જીવન પુષ્પ …

 3. Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Ramesh Champaneri જૂન 18, 2014 પર 3:42 એ એમ (am)

  હું કેટલો નશીબદાર છું કે, શ્રી જ્યોતીન્દ્રભાઈ દવે સાથે મને બે કાર્યક્રમો કરવાની તક મળેલી. એમના આર્શીવાદ પણ મળેલા. જેના થકી જ હાસ્ય જગતમાં એક હાસ્ય કલાકાર રેડીઓ ટીવી સ્ટેજ -તખ્તો અને હાસ્ય લેખક તરીકે હું વિસ્તરી શક્યો છું. એમને મારા કોટી કોટી વંદન.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: