ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

સ્વામી આનંદ


swami-anand.jpg

“સાધુ લે તેનાથી સહસ્ત્રગણી સેવા કરે ત્યાં સુધી તો તેણે નકરી અદાયગી કરી, દુનિયાની ઘરેડે જ ચાલ્યો.
અદકું કશું ન કર્યું. એથી વધુ કરે તે તેની વશેકાઇ.”

_________________________________________________

નામ

 •  હિમ્મતલાલ દવે

જન્મ

 • 8-9-1887 – શિયાણી- લીંબડી

અવસાન

 • 25-1-1976 – મુંબાઇ

કુટુમ્બ

 • માતા– પાર્વતી : પિતા રામચંદ્ર મહાદેવ દવે
 • બહેનો – દિવાળી, મણી, જડી, સૂરજ; ભાઇ – પ્રભાશંકર, જયાશંકર,

અભ્યાસ

 • માધ્યમિક શાળા સુધી
 • સન્યાસ – (સ્વામી આનંદાનંદ), નેપાળ પાસે માયાવતીમાં રામકૃષ્ણ મીશનમાં સાહિત્યનો અભ્યાસ

વ્યવસાય

 • હીલ સ્કૂલબોયઝ સ્કૂલ અલમોડામાં શિક્ષક
 • મુંબાઇમાં ખબરપત્રી અને ગૃહશિક્ષક
 • નવજીવન અને યંગ ઇન્ડીયામાં સંપાદક

પ્રદાન

 • ચિંતન, અનુવાદ, ચરિત્ર – 26 પુસ્તકો

મુખ્ય કૃતિઓ

 • ઇશુનું બલિદાન ,બરફરસ્તે બદરીનાથ, ભગવાન બુદ્ધ, ઉત્તરાપથની યાત્રા
 • ગાંધીજીના સંસ્મરણો, સ્વામી આનંદનો પત્ર-વ્યવહાર

જીવનઝરમર

 • સન્યાસમાં કડવા અનુભવ બાદ રામકૃષ્ણ મીશનમાં
 • 1915-16 ગાંધીજીના સંપર્કમાં આવ્યા
 • 1928– બારડોલી લડતમાં
 • 1930– મુંબાઇ મીઠાના સત્યાગ્રહમાં કારાવાસ
 • 1933-35– કારાવાસ
 • 1934– ઉત્તર બિહાર ધરતીકંપ સેવામાં કામ
 • 1935– થાણા જિલ્લામાં દલિત સેવા
 • 1942– ‘હિન્દ છોડો’ ચલવળમાં ભૂગર્ભ પત્રિકાનું કામ
 • 1945-47– બોરડી/ વાપી માં આદિવાસીઓમાં રચનાત્મક પ્રવૃત્તિ
 • 1947-48– પંજાબમાં હિન્દુ-મુસ્લીમ રમખાણોમાં નિર્વાસીતોની સેવા
 • અલમોડા- કૌસાની માં આશ્રમ
 • 1957– કોસવાડ-દહાણું માં આશ્રમ

સન્માન

 • 1966- સાહિત્ય અકાદમી- દિલ્હી – અસ્વીકાર

સૌજન્ય

 • ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના

5 responses to “સ્વામી આનંદ

 1. Nav-Sudarshak જૂન 16, 2006 પર 5:49 એ એમ (am)

  સ્વામી આનંદ વિષે કેટલીક મઝાની વાતો:

  સ્વામી આનંદ વર્ષો સુધી અમદાવાદમાં સરદાર પટેલના પાડોશી તરીકે રહ્યા. વળી મહાદેવભાઈ દેસાઈના અંગત મિત્ર.
  1942, ઓગસ્ટની નવમીએ વહેલી સવારે મુંબઈમાં બિરલા હાઊસ પર ગાંધીજીની ધરપકડ થઈ ત્યારે મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીના “ક્વીટ ઈંડીયા”વાળા પ્રવચનની નકલો પ્રીંટ કરી દેશભરમાં પહોંચાડવાની જવાબદારી સ્વામીજીને સોંપેલી. તેમણે સફળતાથી અઘરું કામ પાર પાડ્યું.
  સૌ વાચક મિત્રોને સ્વામી આનદનું પુસ્તક “ધરતીની આરતી” વાંચવા ખાસ ભલામણ કરું છું.
  …… હરીશ દવે

 2. સુરેશ જાની સપ્ટેમ્બર 1, 2007 પર 7:32 એ એમ (am)

  ‘દાદો ગવળી ‘ લેખ અને વધુ પરીચય વાંચો –

  Click to access 117.pdf

 3. Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: