
“જલધિજલદલ ઉપર દામિની દમકતી, વ્યામિની વ્યોમસરમાંહી સરતી;
કામિની કોકિલા, કેલિ કૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી.”
ઉત્પત્તિ, સ્થિતિ, વિશ્વ આ સકલની છે સર્વ જે તાતથી,
ઉદ્ધારાર્થ મનુષ્યના અવતરે જે માનવી માતથી,
જે ધાતા જગનો, પવિત્ર પ્રભુ, જે ત્રાતા સ્વયં નન્દન,
તે શ્રી સાંબ દયાલુ શંકર પિતા! સ્વીકારજો વંદન!
( પૂર્વાલાપ )
_____________________________
રચનાઓ : 1 : 2 :

પૂર્વાલાપ – ઈ-બુક વાંચો
નામ
ઉપનામ
જન્મ
- 20, નવેમ્બર- 1867 ; ચાવંડ – જિ. અમરેલી
અવસાન
- 16, જૂન – 1923; રાવળપિંડીથી લાહોર આવતી મેલ ટ્રેનમાં
માતા
પિતા
ભાઇ બહેન
- ભાઇ – ગૌરીસ્જંકર, માધવજી, હરજીવન, મણિશંકર, બહેનો– દયાબેન, પ્રાચીબેન
લગ્ન
- 1883– નર્મદા (નદી), અવસાન – 1891
- 1892– નર્મદા ( ન્હાની), અવસાન – 1918
સંતાનો
- 11 સંતાનો – 8 ના અવસાન તેમના જીવનકાળમાં થયા.
અભ્યાસ
- પ્રાથમિક – માંગરોળ, મોરબી
- માધ્યમિક – ગોંડળ , રાજકોટ
- 1888 – બી.એ – એલ્ફિન્સ્ટન કોલેજ મુંબાઇ, વર્ડ્ઝવર્થ અને મેકમીલન તેમના પ્રોફેસર હતા
વ્યવસાય
- 1889– સુરતમાં શિક્ષક
- 1890– વડોદરા કલાભવનમાં અધ્યાપક
- 1898-1923 – ભાવનગર રાજ્યમાં એજ્યુકેશન ખાતામાં
- 1906 થી – ડિરેક્ટર ઓફ એજ્યુકેશન
પ્રદાન
- અનેક સર્જનાત્મક અને સંપાદકીય ગ્રંથો
- એમણે ગુજરાતીમાં નૂતન કાવ્યસ્વરૂપ ‘ખંડકાવ્ય’ અવતાર્યુ અને અમાં જ ઉત્કૃષ્ટ કાવ્યો ભેટ ધર્યા. ખંડકાવ્યમાં તેમની સર્જનપ્રતિભા સોળે કળાએ ખીલેલી મનાય છે.
મૂખ્ય કૃતિઓ
- કાવ્યસંગ્રહ– પૂર્વાલાપ
- અનુવાદ– ગીતાંજલિ
- નાટકો– ગુરુ ગોવિંદસિંહ, રોમન સ્વરાજ્ય
- ઇતિહાસ– શિક્ષણનો ઇતિહાસ
જીવન
- જીવનમાં પિતા, બન્ને પત્નીઓ અને આઠ બાળકોના મૃત્યુ જોયાં
- 1900– સ્વિડનબોર્ગના વિચારોથી પ્રભાવિત થઇ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો – એ જમાનામાં ધર્મ એ વ્યક્તિની અંગત બાબત છે તેવી ક્રાંતિકારી માન્યતા
- 1902– સામાજિક વિરોધના કારણે આર્યસમાજમાં જોડાયા, પણ અંતરથી ખ્રિસ્તી જ રહ્યા,
- 1903– કલાપીના મરણ બાદ ‘કેકારવ’ નું પ્રકાશન
- પ્રભાશંકર પટ્ટણી, અને બળવન્તરાય ખાસ મિત્રો, તે વખતના બધા આગળ પડતા સાહિત્યકારો સાથે ગાઢ મૈત્રી
સાભાર
લીન્ક
કાન્ત -1 કાન્ત -2
Like this:
Like Loading...
Related
હા ! મારે લખવું જ હતું ને સરળ બન્યું !શ્રીમાન સુરેશભાઈએ ખૂબ જ મહેનત કરીને આ “સર્જક પરિચય”
ભેટ આપણને ધરી છે ;તેમનો માનીએ તેટલો આભાર ઓછો જ પડે !વળી તેમણે તે નાટ્યકારો,કવિઓ,
અનુવાદ,સંપાદન,ઇતિહાસ એમ પાંચ સુન્દર વિભાગો પાડીને રજૂ કરેલો છે !આવો તૈયાર ખાવાનો ખોરાક
કોને ના ગમે ? ગુજરાતી વાંચકો એને સાર્થક કરશે ?
Pingback: અનામિકાને પત્ર: 10 « મધુસંચય
‘પારિજાતનો સંવાદ’ વિભાગમાં આવેલો લેખ: ‘કવિ કાન્તને કેવો અન્યાય!’
http://www.gujaratsamachar.com/gsa/20061203/guj/supplement/parijaat.html
Pingback: 16 - જુન - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર
જુગલકીશોર ભાઇની કોમેન્ટ –
કાન્ત આપણા બહુ ઉંચા ગજાના કવી. એમની કવીતામાં શબ્દો તો જાણે વસંત ઋતુમાં જાણે પુષ્પોનો ઢગલો ! એમનો લય એટલે તેલની ધાર. અને કલ્પનાવ્યાપાર તો આપણા જેવાની પહોંચની બહાર !
કાંત કલાપીના ગુરુ શા. એમની કવીતાઓને મઠારવામાં કાંતનો બહુ મોટો ફાળો. તેઓ આપણી ભાષાનું હીર હતા. એમના વીનાની આપણી કવીતા સાવ સુની સુની. એમને હૃદયપુર્વકની અંજલી.
એક સરસ રચના
http://niravrave.wordpress.com/2008/09/14/એક-સરખો-આંતરનાદ/
kant is Kant…unforgetable poet ,the great..great great.
Ramesh Patel(Aakashdeep)
Pingback: મુનિકુમાર ભટ્ટ,Munikumar Bhatt | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય