ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

દલપતરામ, Dalpataram


dalpatram.jpg

“સાંભળી શિયાળ બોલ્યો, દાખે દલપતરામ.

અન્યનું તો એક વાંકું આપના અઢાર છે.”

હતો હું સુતો પારણે પુત્ર નાનો

રચનાઓ  –   ૧ ઃ ૨ ઃ ૩ ઃ

ગુજરાત સમાચારમાં પ્રગટ થયેલાં લેખોની લીન્ક્સ –

જુલાઇ 23 2006
જુલાઇ 30 2006
ઑગષ્ટ 13 2006
________________________________________________________

નામ

 • દલપતરામ કવિ

જન્મ

 • 21 જાન્યુઆરી -1820 , વઢવાણ

અવસાન

 • 25 માર્ચ -1898 , અમદાવાદ

કુટુમ્બ 

 • પિતા – ડાહ્યાભાઇ ; પુત્ર – નાનાલાલ કવિ

અભ્યાસ

 • સ્વામી દેવાનંદ પાસે છંદ, અલંકાર અને ભાષાનો અભ્યાસ
 • સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃતનો અભ્યાસ

વ્યવસાય

 • ફાર્બસ સાહેબ માટે રાસમાળાની સામગ્રી માટે પરિભ્રમણ
 • ગુજરાત  વર્નાકુલર સોસાયટીમાં મંત્રી
 • 1855– બુદ્ધિપ્રકાશ નું સંપાદન અને તંત્રી તરીકે કામગીરી.
 • 1858હોપ વાંચનમાળાની કામગીરીમાં મદદ

પ્રદાન

 • અર્વાચીન ગુજરાતી કવિતામાં સુધારા યુગના તેઓ અગ્રણી કવિ છે.
 • કવિતા, હાસ્ય કવિતા, નિબંધ, પિંગળ શાસ્ત્ર, નાટક

મૂખ્ય કૃતિઓ

 • કવિતા ફાર્બસ વિરહ, વેન ચરિત્ર, હુન્નર ખાનની ચઢાઇ
 • નિબંધ ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ
 • નાટક મિથ્યાભિમાન, લક્ષ્મી
 • વ્રજભાષામાં –  વ્રજ ચાતુરી
 • વ્યાકરણ દલપત પિંગળ

જીવન

 • વૈદિક કર્મકાંડ છોડી સવામિનારાયણ સંપ્રદાય સ્વીકાર્યો
 • સુધારા યુગના મહત્વના કવિ

સન્માન

 • બ્રિટિશ સરકાર તરફથી સી. આઇ. ઇ. ઇલ્કાબ

સાભાર

 • ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના, ધવલ શાહ

39 responses to “દલપતરામ, Dalpataram

 1. ઊર્મિસાગર સપ્ટેમ્બર 9, 2006 પર 3:07 એ એમ (am)

  ‘વાલા તારા વેણ સ્વપનાંમા પણ સાંભરે,
  નેહ ભરેલાં નેણ ફરી ન દીઠાં ફારબસ.”

 2. Pingback: મધુસંચય

 3. Rajendra Trivedi,M.D. સપ્ટેમ્બર 30, 2006 પર 2:07 એ એમ (am)

  Dalpatram Kavi and His son Nanalal are pride for all Gujarati and
  They are Shrimali Brahmins,I was born as a Shrimali Brahmin.
  Our community has contact with their Grand children.
  I recall his Poem like,
  Kaludi Kutari ne……
  Valatara ven…..
  Polu che te bole tema kari te she
  karigari,
  Sambelu vagade to hun Jannu ke to shacho che !

 4. Pingback: મનરૂપી ઘોડો - દલપતરામ. Dalpatram « અમીઝરણું…

 5. Pingback: 25 - માર્ચ - વ્યક્તીવીશેષ « કાવ્ય સૂર

 6. Dr. Chandravadan Mistry એપ્રિલ 10, 2007 પર 10:23 પી એમ(pm)

  I studied till Gujarati Dhoran 5 and reading on KAVI DALPATRAM Iamremindeded of his poem vadi o vadi shu kaho chho dala talvadi ringda lau be char liyo ne dash bar Its nice to know about KAVI DAPATRAM~ONE OF THE JEVEL OF GUJARAT.chandravadan

 7. Pingback: અંધેરી નગરી -દલપતરામ « ઊર્મિનો સાગર

 8. Pingback: ન્હાનાલાલ કવિ, Nhanalal Kavi « ગુજરાતી સારસ્વત પરિચય

 9. Khevan Kavi જુલાઇ 5, 2007 પર 12:01 પી એમ(pm)

  Both Dalpatram Kavi and Nanalal Kavi are my Great Great Grand fathers. I am proud to be the part of this family. I liked the poem of Dalpatram “Unt kahe kutra ni puch vaki, popat ni chach vaki pan unt na 18 ang vaka”

  Regds. Khevan Kavi – Canada

 10. Rajendra Trivedi, M.D. જુલાઇ 6, 2007 પર 8:01 પી એમ(pm)

  DEAR KHEVAN,

  WHEN I WAS IN INDIA,
  I TALKED TO TYOTIBEN FROM THANE,MUMBAI.YOU KNOW HER TOO.
  WE ARE BOTH SHRIMALI BRAMINS.

 11. Pingback: સારસ્વત કુટુમ્બ « ગુજરાતી સારસ્વત પરિચય

 12. Pingback: 21 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

 13. SG ફેબ્રુવારી 20, 2008 પર 3:18 એ એમ (am)

  http://www.searchgujarati.com
  શોધો ગુજરાતી સાહિત્ય વિવિધ ગુજરાતી blogs અને websites પર

  તમારો ગુજરાતી બ્લોગ કે વેબસાઈટ SearchGujarati ને મોકલવા ઈમેલ કરો: submit @ searchgujarati.com

 14. Deepika Sura જૂન 13, 2008 પર 8:58 એ એમ (am)

  Could you send me the whole poem: “anyanu to ek vanku, aapna athadar chhe..” of Kavi Dalpatram Please? This is one of my favorite poems of my favorite kavi.
  I really appreciate it.
  Thanks

 15. Atul Shah સપ્ટેમ્બર 8, 2008 પર 3:50 એ એમ (am)

  Could you please mail me these three poems (complete text)?
  1 Ma ni mamta
  2 Pitaji
  3 Anaya nu to ek vaku

  all by Kavi shri Dalpatram!

  • shah vimal જાન્યુઆરી 26, 2016 પર 10:44 પી એમ(pm)

   Poem3)
   ઊંટ કહે: આ સભામાં,વાંકાં અંગવાળાં ભૂંડા;
   ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;

   બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
   કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.

   વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
   ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.

   સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
   “અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”

 16. radhika kotecha ઓગસ્ટ 1, 2009 પર 2:00 એ એમ (am)

  hello
  can you mail me the poem uta kahe on my mail id.

 17. Chetan Dave ફેબ્રુવારી 20, 2010 પર 12:34 પી એમ(pm)

  sweetubhai

  ppl r asking u to send them the poems by ur great grandpas

  getting popular man

  chetan

 18. Pingback: નર્મદ, Narmad « Vinay Rakholiya

 19. krishna જુલાઇ 14, 2010 પર 12:51 એ એમ (am)

  I love poem of Dalpatram is Unt kahe Ashbha ma bhunda bhutal ma please send me this

  • shah vimal જાન્યુઆરી 26, 2016 પર 10:46 પી એમ(pm)

   Have maja aavse

   ઊંટ કહે: આ સભામાં,વાંકાં અંગવાળાં ભૂંડા;
   ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;

   બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
   કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.

   વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
   ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.

   સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
   “અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”

 20. સુરેશ જાની જુલાઇ 14, 2010 પર 4:25 પી એમ(pm)

  ઊંટ કહે: આ સભામાં,વાંકાં અંગવાળાં ભૂંડા;
  ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;

  બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
  કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.

  વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
  ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.

  સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
  “અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”

 21. સુરેશ જાની નવેમ્બર 11, 2010 પર 5:37 પી એમ(pm)

  Sent by Pragnaben

  આ જગતમાં આપણે હંમેશાં બીજાનો જ વિચાર કરીએ છીએ. બીજો શું કરે છે? બીજા લોકો શું કહેશે? બીજાને કેવું લાગશે? બીજાનો ઝીણામાં ઝીણો દુર્ગુણ આપણે જોઈ શકીએ છીએ. અને મેગ્નીફાઈંગ ગ્લાસથી મોટાં કરીને એ દુુર્ગુણોની ચર્ચા પણ કરી શકીએ છીએ. માત્ર આપણને આપણી જાત તરફ જ ડોકિયું કરવાનો ટાઈમ મળ્યો નથી હોતો. આપણને આપણો જ મોટામાં મોટો દુર્ગુણ દેખાયો નથી હોતો. પ્રત્યેક મન હંમેશા પોઝીટીવ કરતાં, સકારાત્મક કરતાં નેગેટીવ એટલે કે નિષેધાત્મક ચિંતન જ વધારે કરે છે.

  પશુઓ અને પક્ષીઓની સભા મળી છે. અને ત્યારે સૌથી ઉંચું હોવાને નાતે જાણે પોતાની ઊંચાઈ ઉપર ગર્વ કરીને ઊંટે બધા પશુઓ અને પક્ષીઓને જોયાં હશે અને પછી જે લોકોનાં શરીર વાંકાં છે એ બધા કેટલાં ભૂંડાં લાગે છે, કેટલાં ખરાબ લાગે છે એમ તુચ્છતાથી કહે છે. અને કવિતાનો પ્રારંભ થાય છે. ભૂતળ એટલે કે પૃથ્વી ઉપર પશુઓ અને પક્ષીઓ અપાર છે જે ભૂંડાં લાગતાં હોય. ભૂંડાં લાગે છે. દેખાવમાં ખરાબ અને કદરૂપા લાગે છે એના કારણમાં ઊંટ વાંકું અંગ, વાંકું શરીર જવાબદાર છે એમ જણાવે છે અને પછી તો લાંબી યાદી આપે છે.

  બગલાની ડોક વાંકી છે. પોપટની ચાંચ વાંકી છે. કૂતરાની પૂંછડી વાંકી છે. હાથીની સૂંઢ વાંકી છે. વાઘના તો નખ પણ વાંકાં છે. અને ભેંસના શીંગડાં તો કેટલાં બધાં વાંકા છે? અને પાછા એ શરીરનો ભાર બનીને રહ્યા છે. તોરમાં ને તોરમાં વાંકદેખું ઊંટ પશુ પક્ષીઓની સભામાં બોલવા આગળ જાય છે ત્યાં જ ચતુર શિયાળ તેને અટકાવે છે. અને તેને જણાવે છે કે અન્યનું તો એક જ અંગ વાંકું છે. પરંતુ આપના તો અઢારેય અંગ વાંકાં છે. અહીં ‘‘આપના’’ શબ્દ સંપૂર્ણ કટાક્ષથી વાપરવામાં આવ્યો છે. ‘‘આપ’’ માત્ર માનાર્થે જ નહીં, વ્યંગાર્થે પણ ભરપૂર પ્રયોજાય છે. કવિ દલપતરામે અહીં તેનો ઉપયોગ કર્યો છે.

  કવિ દલપતરામનો યુગ એ ગુજરાતી ભાષાનો સુધારક યુગ છે. અને આ સુધારક યુગની વિશેષતા એ હતી કે સમાજમાં ફેલાયેલી બદીઓને સમાજમાં ફેલાયેલા દુષણોને શોધી શોધીને તેના ઉપર પ્રહાર કરવામાં આવ્યા છે. દલપતરામનાં સમયમાં જે લખાતું અને છપાતું હતું તે ઘરેઘર વંચાતું હતું અને આમ આપણા આ કવિઓએ સમાજને બેઠો કરવાનું કામ પણ કર્યું છે. આ સાથે જ આ ક્ષણે યાદ આવી રહ્યા છે ભોમ ભગત, અખો વગેરે.

  દલપતરામ કવિનું આ કાવ્ય ભલે પ્રથમ દ્રષ્ટિએ વ્યંગ કાવ્ય છે. પણ એને એક જુદા દ્રષ્ટિકોણથી પણ જોઈ શકાય છે. કોઈપણ વ્યક્તિ સર્વાંગ સંપૂર્ણ નથી હોતી કે દરેક વ્યક્તિ પાસે સઘળું નથી હોતું. દરેકમાં કોઈને કોઈ ખામી કે કમી હોય છે જ. તેથી જ પોતાની અઘૂરપ જોવાને બદલે બીજાની ખામીઓ જોવા નીકળવાનો અર્થ નથી. સહસા જ શાયર નિદાફાઝલીની એક ગઝલ, જે ઇસ્માઇલ શ્રોફ નિર્દેશિત ફિલ્મ ‘‘આહિસ્તા આહિસ્તા’’માં થોડા ફેરફારો સાથે લેવાયેલ, તે યાદ આવે છે. અહીં તે મૂળ ગઝલ છે.

  કભી કિસીકો મુકમ્મલ જહાઁ નહીં મિલતા,

  કહીં જમીં તો કહીં આસમાં નહીં મિલતા.

  બુઝા સકા હૈ ભલા કૌન વક્તકે શોલે,

  યે ઐસી આગ હૈ જીસમેં ઘુઆઁ નહીં મિલતા.

  તમામ શહરમેં ઐસા નહીં ખુલૂસ ન હો,

  જહાં ઉમ્મીદ હો ઇસકી વહાઁ નહીં મિલતા.

  કહાં ચરાગ જલાયેં કહાં ગુલાબ રખેં,

  છતેં તો મિલતી હૈં લેકિન મકાઁ નહીં મિલતા.

  યે ક્યા અજબ હૈ સબ અપને આપમેં ગુમ હૈં,

  જુબાં મિલી હૈ મગર હમજુબાં નહીં મિલતા.

  ચરાગ જલતે હી બીનાઈ બુઝને લગતી હૈ,

  ખુદ અપને ઘરમેં હી ઘરકા નિશાં નહીં મિલતા.

  ટૂંકમાં જ્યારે ખુદને જ ખુદની નજરથી જોઈએ છીએ અને જે અપૂર્ણતાઓ નજરે પડે છે, તે કદાચ સામેની વ્યક્તિની અઘૂરપ કરતાં ક્યાંય વઘુ હોય છે. પરંતુ આપણે આ વાસ્તવિકતાનો સ્વીકાર માત્રને માત્ર આપણા અહમ અને ગુરુતાગ્રંથિને કારણે કરતા નથી. વાસ્તવમાં તો કોઈનામાં કે ક્યાંય સંપૂર્ણતા શોધવા નીકળવું એ પણ મૃગજળ પાછળની દોટ જ છે. આ વાત સમજી લઈએ તો કોઈનું એક કે આપણા અઢારે અંગ વાંકા હોવાની સાપેક્ષતા પણ નિર્મૂળ થઈ જતી લાગશે.

 22. Pingback: નર્મદ, Narmad « ગુજરાતી પ્રતિભા પરિચય

 23. Pingback: દેવાનંદ સ્વામી, Devanand Swami « ગુજરાતી પ્રતિભા પરિચય

 24. Arti Kidia ઓગસ્ટ 20, 2011 પર 11:30 એ એમ (am)

  i like gujarati poems…n aa poem to ame nana hata tyare bhani gaya chiye….i love this poem…

 25. Khevan ઓગસ્ટ 1, 2012 પર 8:45 પી એમ(pm)

  Sorry for not responding querries. Thank you Sureshbhai Jani for posting the poem.

 26. Pingback: અનુક્રમણિકા – દ | ગુજરાતી પ્રતિભા પરિચય

 27. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 28. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 29. Pingback: કપિલ અને કરોળિયો | હોબી લોબી

 30. Pingback: રોમેરોમથી જીવી જાણીએ ગુર્જરી ગુજરાતી ભાગ : 5 | સંવેદનાનો સળવળાટ

 31. Hardik જૂન 21, 2017 પર 1:57 એ એમ (am)

  can anyone send me ” “શેઠ અને શરણાઈ વાળો ” poem, which is having last line as ” પોલું છે તે વાગ્યું એમા કરી તે શી કારીગરી, સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.” Please send it to me on my email : hardiksodha@gmail.com

 32. Rajkumar ડિસેમ્બર 2, 2018 પર 1:21 એ એમ (am)

  Jati hu suto parne Putra nano.
  Best poem
  I love This

 33. Pingback: ઓ ઈશ્વર! ભજીએ તને

 34. સુરેશ જાન્યુઆરી 21, 2021 પર 9:33 એ એમ (am)

  શ્રી. શિલ્પી બુરેઠાએ કરેલ સંકલન …
  રખેવાળ દૈનિકપત્ર, 21/01/ 2021
  *
  અર્વાચીન ગુજરાતી સાહિત્યનાં પગરણ મંડાયાં એના પાયાના પથ્થર સમાન,પ્રખર પંડિત અને સુધારાવાદી , શિક્ષણ અને સાહિત્ય માટે સમર્પિત જીવ,
  ગુજરાતી ભાષાને પ્રથમવાર નિબંધ,અર્વાચીન કવિતા,ગદ્ય, નાટક, પ્રથમ અર્વાચીન કવિતા, સાહિત્યિક સંસ્થા, ગુજરાતના ઈતિહાસનો ગ્રંથ વગેરે આપનાર કવિ સર્જક દલપતરામને સૌ કોઈ જાણે છે. તેમની કવિતાઓ પેઢી દરપેઢી ભણતી-ભણાવાતી આવી છે અને લોકહૈયે રમતી રહી છે. કેળવણી, જ્ઞાાનપ્રચાર, સાહિત્ય, સામાજિક સુધારણા જેવી વિવિધ પ્રવૃત્તિમાં ખૂબ જ સક્રિય રહેલા કવિ દલપતરામનું આખું નામ દલપતરામ ડાહ્યાભાઇ ત્રવાડી. ગુજરાતી ભાષાના ઉચ્ચકોટિના કવિ ન્હાનાલાલના પિતા હતા. તેમણે અમદાવાદમાં સમાજ સુધારણાની ચળવળમાં અગ્રણી ભાગ ભજવ્યો હતો અને અંધશ્રદ્ધા, જ્ઞાતિવાદ અને બાળલગ્ન વિરુદ્ધ લેખો લખ્યા હતા. તેમની કવિતા વેનચરિત્રમાં તેમણે વિધવા પુન:લગ્નનો પ્રશ્ન ઉઠાવ્યો હતો.21 જાન્યુઆરી 1820 ના રોજ વઢવાણમાં તેમનો જન્મ થયો હતો.ગામઠી નિશાળમાં અક્ષરજ્ઞાન મેળવી આઠ વર્ષની વયથી જ એમણે સામવેદનો અભ્યાસ કરવા માંડેલો. પિતા પાસે કુળ-પરંપરા પ્રમાણે વેદનો અભ્યાસ કરવાનો પ્રારંભ કર્યો, પરંતુ પિતાના ક્રોધી સ્વભાવને લીધે શીખી ન શક્યા.બાળપણથી પ્રાસતત્વવાળી ‘હડૂલા’ જેવી કવિતા કરવાનો શોખ. શામળની પદ્યવાર્તાઓ સાંભળી એ પ્રકારની ‘હીરાદન્તી’ અને ‘કમળલોચની’ જેવી વાર્તાઓ પદ્યમાં લખી, પરંતુ ચૌદ વર્ષની ઉંમરે ભૂમાનંદ સ્વામીથી પ્રભાવિત બની સ્વામીનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો એટલે એ વાર્તાઓ બાળી નાખી. પછી દેવાનંદ સ્વામી પાસે પરંપરાપ્રાપ્ત કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્રજભાષાની કાવ્યરીતિનું શિક્ષણ લીધું. ચોવીસ વર્ષની ઉંમરે અમદાવાદના સ્વામીનારાયણ મંદિરમાં સંસ્કૃતના વિશેષ અભ્યાસ માટે આવ્યા. તે દરમિયાન ભોળનાથ સારાભાઈ સાથે પરિચય થયો.1848માં ભોળાનાથની ભલામણથી અમદાવાદના આસિસ્ટન્ટ જજ ઍલેકઝાંડર કિન્લૉક ફૉર્બસનું નિમંત્રણ મળ્યું એટલે વઢવાણથી અમદાવાદ આવ્યા અને ગુજરાતી ભાષા અને સાહિત્ય શીખવવા માટે ફૉર્બસના શિક્ષક બન્યા. ફૉર્બસ સાથેનો આ મેળાપ ઘનિષ્ઠ મૈત્રીમાં પરિણમ્યો. પાંચેક વર્ષ ફૉર્બસ સાથે ગુજરાતનાં વિવિધ રાજ્યોમાં ‘રાસમાળા’ ની સામગ્રી ભેગી કરવા માટે પર્યટન કર્યું તેમ જ શિક્ષણ અને નવજાગૃતિ સારુ ફૉર્બસે આદરેલા પુરુષાર્થમાં સહભાગી બન્યા.1854માં ફૉર્બસ ઈંગ્લૅન્ડ ગયા ત્યારે એમની ભલામણથી સાદરામાં સરકારી નોકરી સ્વીકારી. પરંતુ 1855માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના મંત્રી કટિંસ સાહેબના સૂચનથી અને ફૉર્બસની વિનંતિને માન આપી સારા પગારવાળી સરકારી નોકરી છોડી અમદાવાદ પાછા આવી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને ‘બુદ્ધિપ્રકાશ’ માસિકની જવાબદારી સંભાળી. 1858માં ‘હોપ વાચનમાળા’ ની પુસ્તિકાઓ તૈયાર કરવામાં સરકારને મદદ કરી.1879માં આંખની વ્યાધિને લીધે વર્નાક્યુલર સોસાયટીમાંથી નિવૃત્તિ લીધી.
  તેમણે પ્રથમ કવિતા ‘બાપાની પીંપર’ 1845માં રચી હતી જે ગુજરાતી ભાષાની પ્રથમ અર્વાચીન કવિતા ગણાય છે. આ લાંબુ કાવ્ય મૂળ તો ગ્રીષ્મ ઋતુનું વર્ણન છે. જોકે એ વખતે તો દલપતરામે કવિતાને ‘કથાંતર અથવા ફારસ’ એવુ ઉપશીર્ષક પણ આપ્યું હતું. કેમ કે એ કવિતા સ્વતંત્ર ન હતી, દલપતરામે રચેલા ઋતુવર્ણન વચ્ચે તેને મુકવામાં આવી હતી.બચપણમાં એમણે કમળલોચિની અને હીરાદંતી નામે બે વાર્તાઓ દોહરા ચોપાઈમાં રચેલી. જ્ઞાનચાતુરી નામે એક ઉપદેશાત્મક કાવ્યગ્રંથ પણ લખેલો.’બાપાની પિંપર’, ‘તાર્કિક બોધ’ ‘ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ’ વગેરે..દલપતરામનું ગદ્યસર્જન પણ વૈવિધ્યપૂર્ણ છે. ગ્રીક નાટ્યકાર એરિસ્ટોફેનિસના ‘પ્લુટસ’ પરથી રચાયેલું ‘લક્ષ્મી નાટક’ (1851)એમનું રૂપાંતરિત નાટક છે. એમનું, અલબત્ત, ચિરંજીવ નાટક ‘મિથ્યાભિમાન’ (1870) છે. સંસ્કૃત અને લોકનાટ્યની શૈલીના સમન્વયમાંથી રચાયેલા આ અભિનયક્ષમ પ્રહસનમાં જીવરામ ભટ્ટના પાત્ર દ્વારા મિથ્યાભિમાની માનસવાળાં મનુષ્યોની મજાક ઉડાવી છે. ગુજરાતના ઘરોમાં ગૃહિણીઓ વચ્ચે પરસ્પર થતી વાતચીતનો ખ્યાલ ફૉર્બસને આપવાના હેતુથી રચાયેલી સંવાદરૂપ કૃતિ ‘સ્ત્રીસંભાષણ’ (1854), રંજનની સાથે બોધ આપતી ‘તાર્કિકબોધ’ (1865) અને જ્યોતિષને નામે ભોળાં જનોને ધૂતી જનારા જોશીઓ પર કટાક્ષ કરતી ‘દૈવજ્ઞદર્પણ’ (1873) એ વાર્તાત્મક રચનાઓ તથા ફૉર્બસ મૃત્યુ વખતે ‘બુદ્ધિપ્રકાશ’ માં પ્રગટ થયેલા, ચરિત્રના અંશો ધરાવતા સંસ્મરણલેખો (1865-66) તેમ જ દુર્ગારામ મહેતાજીને અંજલિ આપતા લેખો (1876-77), ઉપરાંત, ‘પ્રેમાનંદ શામળચર્ચા’ (1863) જેવો સાહિત્યચર્ચાનો લેખ આટલું એમનું પ્રકીર્ણ ગદ્યસર્જન છે. એ સિવાય ફૉર્બસની પ્રેરણાએ અને ઇનામી સ્પર્ધાઓમાં ભાગ લેવાની વૃત્તિથી એમણે ‘ભૂતનિબંધ’ (1848), ‘જ્ઞાતિનિબંધ’ (1851), ‘પુનર્વિવાહપ્રબંધ’ (1852), ‘શહેરસુધરાઈનો નિબંધ’ (1852) વગેરે સુધારાલક્ષી નિબંધો પણ લખ્યા છે. વિષયની વ્યવસ્થિત માંડણી, વિચારની ક્રમબદ્ધતાને પારદર્શકતા, ઊંડાણ કરતાં વિસ્તારનો વિશેષ અનુભવ કરાવતા આ નિબંધોનું ગદ્ય નર્મદના ગદ્યની તુલનામાં ફિસ્સું છે. ‘ગુજરાતી પિંગળ/ ‘દલપતપિંગળ’ (1862) અને ‘અલંકારાદર્શ’ (મરણોત્તર, 1948) એમના છંદ અને અલંકારની ચર્ચા કરતા ગ્રંથો છે. ‘વિદ્યાબોધ’ (1868), ‘કાવ્યદોહન’- ભા.1-2-3 (1862), 700 કહેવતોનો સંગ્રહ ‘કથનસપ્તશતી’ (1862), ‘શામળસતસઇ’, ‘ગુજરાતના કેટલાએક ઐતિહાસિક પ્રસંગો અને વાર્તાઓ’ (મરણોત્તર, 1933), ‘રત્નમાળા’ (મરણોત્તર, 1903) એમના સંપાદનગ્રંથો છે. ‘પ્રવીણસાગર’ (1882) એમણે કરેલું ભાષાંતર છે. ‘શ્રવણાખ્યાન’ (1868), ‘જ્ઞાનચાતુરી’ વગેરે એમની વ્રજભાષાની રચનાઓ છે. એમણે ‘ગોડ સેવ ધ કિંગ’ નો અનુવાદ પણ1864માં આપ્યો છે.
  (સંદર્ભ સાભાર: ગુજરાતી સાહિત્ય પરિષદ)
  *
  તેમની પ્રખ્યાત કવિતાઓમાંથી થોડીક ચૂંટેલી પંક્તિઓ માણીએ.
  *
  ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ;
  ગુણ તારાં નિત ગાઈએ, થાય અમારાં કામ;
  *
  હતો હું સૂતો પારણે પુત્ર નાનો
  રડું છેક તો રાખતું કોણ છાનો.
  *
  ઊંટ કહેઃ આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા,
  ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે.
  *
  કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછડાય
  વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય
  *
  પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી?
  સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.’
  *
  ઝૂકી ઝૂકી ડોકી વાંકી રાખી દલપતરામ,
  જોતી હું ફરું છું જે જુવાની ક્યાં જતી રહી.
  *
  કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછડાય
  વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય
  *
  વા’લા તારા વેણ, સ્વપ્નમાં પણ સાંભરે,
  નેહ ભરેલાં નેણ, ફરી ન દીઠાં ફારબસ.
  *
  વરકન્યા ચોરીમાં બેઠાં, એક બીજાને જમાડે;
  અરે પ્રભુ એવું સુખ ઉત્તમ, દેખીશ હું કે દહાડે
  ****

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: