“ કંઇ લાખો નીરાશામાં, અમર આશા છુપાઇ છે.
ખફા ખંજર સનમનામાં , રહમ ઊંડી લપાઇ છે.”
– આત્મનિમજ્જન
______________________________
ઉપનામ
જન્મ
અવસાન
કુટુમ્બ
- માતા – મણિલતા : પિતા – નભુભાઇ : ભાઇઓ – ઓચ્છવલાલ, રમણલાલ્મ હરીશ, ચિમનલાલ
- પત્ની – મહાલક્ષ્મી ઉર્ફે ફૂલી
અભ્યાસ
- મેટ્રિક – નડિયાદ
- કોલેજ – મુંબાઇ
વ્યવસાય
- નડિયાદ, ભાવનગર માં અધ્યાપન,
- વડોદરામાં કેળવણી ખાતામાં પ્રાચ્યવિદ્યા વિભાગમાં નોકરી
- સાહિત્યિક કામગીરી
પ્રદાન
- ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજીમાં ઘણા ક્ષેત્રોમાં સાહિત્ય સર્જન,
- ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિના ઊંડા અભ્યાસી
- ગદ્ય, ગઝલ અને ઊર્મિકાવ્ય પ્રકારમાં નોંધપાત્ર પ્રદાન
- નર્મદ પછીના સાક્ષરયુગના આદ્ય સાહિત્યકાર
મૂખ્ય કૃતિઓ
- નાટકો– કાન્તા , નૃસિંહાવતાર
- કવિતા – આત્મનિમજ્જન
- નિબંધસંગ્રહ – નારી પ્રતિષ્ઠા, બાલ વિલાસ, સુદર્શન ગદ્યાવલિ, પ્રાણ વિનિમય, સિધ્ધાંતસાર
- અનુવાદ– માલતી માધવ, ઉત્તર રામચરિત
- નવલકથા– ગુલાબસિંહ
- સમગ્ર સાહિત્ય – ડો. ધીરુભાઇ ઠાકર દ્વારા સંપદિત
સાભાર
- ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના
Like this:
Like Loading...
Related
Pingback: મણિલાલ નભુભાઈ દ્વિવેદી « મધુસંચય
Pingback: અમર આશા છુપાઈ છે at FunNgyan.com
Please verify the date of death. Shri Manilal Dwaivedi was not 140 years old.
ધ્યાન દોરવા માટે આભાર. સુધારો કર્યો છે.
And why question mark in front of “Bhai bahen lagna santano”? The details can be found in his Atmavruttant (ed. by Dhirubhai Thakar) and his biogragphy Manilal Jivanrang by Dhirubhai Thakar.
શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદીની આત્મવૃત્તાંત અને પ્રાણ વિનિમય બુક ક્યાં પ્રકાશન દ્વારા મળે છે. તેનું સરનામું તથા ફોન નં આપવા વિનંતી સહ
mother name of manilala
Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ધીરૂભાઈ ઠાકર, dhirubhai_thaker | ગુજરાતી પ્રતિભા પરિચય
image.png
અમર આશા
અમર આશા
રચનાર: મણિલાલ નભુભાઈ દ્વિવેદી
‘અમર આશા’ મણિલાલના હસ્તાક્ષરમાં
અનુવાદક(કો) નટવરલાલ પંડ્યા ‘ઉશનસ્'[૧]
રચના સાલ ૧૮૯૮
પ્રથમ પ્રકાશન સુદર્શન
દેશ બ્રિટીશ ભારત
ભાષા ગુજરાતી
વિષય(યો) પ્રેમ, અધ્યાત્મ
સ્વરૂપ ગઝલ
છંદ હઝજ
પ્રાસરચના AA, BA, CA, DA
પ્રકાશન તારીખ 1 October 1898
લીટીઓ ૨૦
અમર આશા (ઉચ્ચાર [ə.mər a.ʃa] (audio speaker iconlisten)) એ ગુજરાતી લેખક અને કવિ મણિલાલ નભુભાઈ દ્વિવેદી દ્વારા રચિત ગઝલ-કાવ્ય છે. આ મણિલાલ દ્વારા રચવામાં આવેલ છેલ્લું કાવ્ય હતું, જે મણિલાલના મૃત્યુ બાદ તેમના સામયિક સુદર્શનનાં ૧૮૯૮ના અંકમાં પ્રગટ થયું હતું, અને ત્યારબાદ મણિલાલના કાવ્યસંગ્રહ ‘આત્મનિમજ્જન’ની બીજી આવૃત્તિ (૧૯૧૪)માં સમાવેશ પામ્યું હતું. ‘અમર આશા’ મણિલાલની શ્રેષ્ઠ રચનાઓમાં તેમજ ગુજરાતી સાહિત્યની ઉત્તમ રચનાઓમાં સ્થાન પામ્યું છે. મહાત્મા ગાંધીએ તેનું વિવેચન કરીને પ્રગટ કર્યું હતું.
પ્રકાશનનો ઇતિહાસ
‘અમર આશા’ કાવ્ય સૌપ્રથમ ‘સુદર્શન’ માસિકના ૧૮૯૮ના અંક (વર્ષ ૧૪, અંક ૧)માં પ્રગટ થયું હતું. આ અંક મણિલાલના મૃત્યુના દિવસે એટલે કે ૧ ઓક્ટોબર ૧૮૯૮ના રોજ પ્રકાશિત થયો હતો.[૨]
ત્યારબાદ આ કાવ્ય મણિલાલના કાવ્યસંગ્રહ ‘આત્મનિમજ્જન’ (૧૮૯૫)ની બીજી આવૃત્તિ (૧૯૧૪)માં પ્રગટ થયું હતું. બીજી આવૃત્તિ મણિલાલના નાના ભાઈ માધવલાલ દ્વિવેદી દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી. જ્યારે ધીરુભાઈ ઠાકર દ્વારા સંપાદિત થઈને ‘આત્મનિમજ્જન’ની ત્રીજી આવૃત્તિ ૧૯૫૯માં પ્રકાશિત થઈ, ત્યારે ફરીથી આ કાવ્ય એમાં છપાયું હતું.[૩]
બંધારણ
અમર આશાનું છંદોવિધાન
સ્વરભાર (લઘુ/ગુરુ) u
લ –
ગા –
ગા –
ગા u
લ –
ગા –
ગા –
ગા u
લ –
ગા –
ગા –
ગા u
લ –
ગા –
ગા –
ગા
અક્ષર ક હીં લા ખો નિ રા શા માં અ મર આ શા છુ પા ઈ છે
‘અમર આશા’ ગઝલમાં કુલ ૧૦ શેર છે. આ કાવ્ય ફારસી છંદ ‘હઝજ’માં રચવામાં આવ્યું છે. પ્રથમ શેરના બંને મિસરામાં કાફિયા (પ્રાસ) આવે છે. જ્યારે બાકીના શેરમાં માત્ર બીજા મીસરા (પંક્તિ)માં જ કાફિયા આવે છે. એટલે કે પ્રાસરચના AA, BA, CA, DA પ્રકારની છે.
ગઝલ
“Amar Asha” (1:35) Audio 1min 35s આ ફાઇલ સાંભળવામાં મુશ્કેલી પડી રહી છે? જુઓ દ્રશ્ય-શ્રાવ્ય મદદ.
કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે!
ખફા ખંજર સનમનામાં, રહમ ઉંડી લપાઈ છે! –કહીં·૧
જુદાઈ ઝીંદગીભરની, કરી રો રો બધી કાઢી,
રહી ગઈ વસ્લની આશા, અગર ગરદન કપાઈ છે. –કહીં·૨
ઘડી ના વસ્લની આવી, સનમ પણ છેતરી ચાલી,
હજારો રાત વાતોમાં, ગમાવી એ કમાઈ છે. –કહીં·૩
ઝખમ દુનીયાં ઝબાનોના મુસીબત ખોફનાં ખંજર,
કતલમાં એ કદમબોશી ઉપર કયામત ખુદાઈ છે. –કહીં·૪
શમા પર જાય પરવાના, મરે શીરીં ઉપર ફરહાદ,
અગમ ગમની ખરાબીમાં, મઝેદારી લુટાઈ છે. –કહીં·૫
ફના કરવું ફના થાવું, ફનામાં શહ્ સમાઈ છે,
મરીને જીવવાનો મંત્ર, દિલબરની દુહાઈ છે. –કહીં·૬
ઝહરનું જામ લે શોધી, તુરત પી લે ખુશીથી તું,
સનમના હાથની છેલી હકીકતની રફાઈ છે. –કહીં·૭
સદા દિલના તડપવામાં સનમની રાહ રોશન છે,
તડપતે તૂટતાં અંદર ખડી માશૂક સાંઈ છે. –કહીં·૮
ચમનમાં આવીને ઉભો ગુલો પર આફરીં થઈ તું,
ગુલોના ખારથી બચતાં બદનગુલને નવાઈ છે. –કહીં·૯
હજારો ઓલિયા મુરશિદ ગયા માશૂકમાં ડૂલી,
ન ડૂલ્યા તે મૂવા એવી કલામો સખ્ત ગાઈ છે. –કહીં·૧૦
આવકાર અને વિવેચન
‘અમર આશા’ કાવ્ય ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ લોકપ્રીય થયું હતું. મહાત્મા ગાંધી જ્યારે દક્ષિણ આફ્રિકા હતા ત્યારે એમને આ ગઝલનું વિવેચન લખીને ‘ઈન્ડિયન ઓપિનિયન’ નામના પોતાના સામયિકમાં પ્રકાશિત કર્યું હતું. ગુજરાતી વિવેચક ચીમનલાલ ત્રિવેદીએ આ રચનાને ‘ઉચ્ચ કોટીની’ અને મણિલાલની ‘ચિરંજીવ’ રચના તરીકે ઓળખાવી છે. મનસુખલાલ ઝવેરીએ આ કવિતાને ‘ગુજરાતી કવિતાનું રત્ન’ કહી છે.