ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

બોટાદકર, Botadkar


તેમનbotadkar”જનનીની જોડ જગે નહીં જડે રે, લોલ!

આછાં નીચે ઊછળી રહી રે પેલી વાહિની વાધે,
આંસુભરી અલબેલડી રે આજ સાસરી સાધે.

વિકિપિડિયા પર 

તેમની ઘણી બધી કવિતાઓ

___________________________


નામ

દામોદર બોટાદકર

જન્મ

27-11-1870 બોટાદ જિ. ભાવનગર

અવસાન

7-9-1924 મુંબઇ

કુટુંબ

  • માતા ?
  • પિતા -ખુશાલદાસ
  • ભાઇ બહેન – ??

અભ્યાસ

  • બોટાદમાં છ ધોરણ સુધી અભ્યાસ
  • સંસ્કૃત પર સારું પ્રભુત્ત્વ.

વ્યવસાય

  • આર્થિક ભીંસ દૂર કરવા ફક્ત તેર વર્ષની ઉંમરે પ્રાથમિક શિક્ષક બન્યા
  • ત્રેવીસ વર્ષની વયે મુંબઇ ગોંસ્વામી નૃસિંહલાલજીના કારભારીનું કાર્ય સ્વીકાર્યું.
  • વેપાર, વૈદક પણ કર્યા પણ ન ફાવ્યા

પ્રદાન

  • મુખ્યત્વે કવિતા , એક નાટક

મૂખ્ય કૃતિઓ

કાવ્યસંગ્રહો

  • કલ્લોલિની, સ્રોતસ્વિની, નિર્ઝરિણી, રાસ તરંગિણી, શૈવલિની , ગોકુળગીતા, રાસવર્ણન, સુબોધક કાવ્યસંગ્રહ
નાટક
  • ‘શાહ પ્રણીત લાલસિંહ-સાવિત્રી’ અથવા ‘ સ્વંયવરવિધિથી સુખી દંપતીનું ચરિત્ર’

જીવનઝરમર

  • બોટાદના ગરીબ વાણિક કુટુંબમાં જન્મ.
  • તેમની મૂળ અવટંક શાહ હતી, પણ પોતાના ગામ બોટાદ પરથી તેમણે ‘બોટાદકર’ અવટંક અપનાવી.
  •  હંમેશાં આર્થિક મુશ્કેલીમાં રહ્યા ઉત્તર અવસ્થામાં આર્થિક સ્થિતિ થોડીક સુધરી.
  •  તેમની કવિતામાં દલપતરામ અને  ન્હાનાલાલની ઘણી અસર.
  • અલ્પશિક્ષિત હોવા છતાં બોટાદકરે પોતાની કવિતાનું જે આગવું અને નિરાળું ક્ષેત્ર સહજ ક્ષૂઝથી મેળવી લીધું તેમાં તેમની કાવ્યઅભિજ્ઞા પ્રગટ થાય છે.
  •  તેઓ આપણી ભાષાના ‘ સૌંદર્યદર્શી’ કવિ કહેવાય                 છે.

સંદર્ભ

  • ગુર્જર સાહિત્ય ભવન અમૃતપર્વ યોજના
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ ગ્રંથ ૪

14 responses to “બોટાદકર, Botadkar

  1. Pingback: કાવ્ય સૂર » Blog Archive » જનનીની જોડ સખી નહીં જડે રે, લોલ,

  2. Pingback: કાવ્ય સૂર » Blog Archive » એ અણઘટતી ઘટના

  3. manvant જુલાઇ 10, 2006 પર 2:22 પી એમ(pm)

    કવિની આ બેનમૂન,ચિરંજીવ રચના :જનનીની જોડ ,
    કોઇ પણ ગુજરાતી ,કદી પણ નહીં વિસરી શકે !એ તો
    અમર બની ગઈ!એના શબ્દે શબ્દમાં ઊંડી લાગણીના
    ધોધ સરતા અનુભવાય છે !ધન્યવાદ ,સુરેશભાઈ.

  4. Pingback: 27- નવેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર

  5. Pingback: વિધવા……દામોદર ખુશાલદાસ બોટાદકર | સુલભ ગુર્જરી

  6. Pingback: વિધવા……દામોદર ખુશાલદાસ બોટાદકર « મન નો વિશ્વાસ

  7. સુરેશ જાની ફેબ્રુવારી 6, 2010 પર 10:33 એ એમ (am)

    *જનનીની જોડ સખી નહી જડે રે લોલ*

    મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
    એથી મીઠી તે મોરી માત રે
    જનનીની જોડ સખી! નહી જડે રે લોલ

    પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ
    જગથી જૂદેરી એની જાત રે
    જનનીની જોડ સખી! નહી જડે રે લોલ

    અમીની ભરેલ એની આંખડી રે લોલ
    વ્હાલનાં ભરેલાં એના વેણ રે
    જનનીની જોડ સખી! નહી જડે રે લોલ

    હાથ ગૂંથેલ એના હીરના રે લોલ
    હૈયું હેમંત કેરી હેલ રે
    જનનીની જોડ સખી! નહી જડે રે લોલ

    દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ
    શશીએ સિંચેલ એની સોડ્ય રે
    જનનીની જોડ સખી! નહી જડે રે લોલ

    જગનો આધાર એની આંગળી રે લોલ
    કાળજામાં કૈંક ભર્યા કોડ રે
    જનનીની જોડ સખી! નહી જડે રે લોલ

    ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ
    પળના બાંધેલ એના પ્રાણ રે
    જનનીની જોડ સખી! નહી જડે રે લોલ

    મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ
    લેતા ખૂટે ન એની લહાણ રે
    જનનીની જોડ સખી! નહી જડે રે લોલ

    ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ
    અચળા અચૂક એક માય રે
    જનનીની જોડ સખી! નહી જડે રે લોલ

    ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ
    સરખો એ પ્રેમનો પ્રવાહ રે
    જનનીની જોડ સખી! નહી જડે રે લોલ

    વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ
    માડીનો મેઘ બારે માસ રે
    જનનીની જોડ સખી! નહી જડે રે લોલ

    ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ
    એનો નહિ આથમે ઉજાસ રે
    જનનીની જોડ સખી! નહી જડે રે લોલ

    -દામોદર ખુશાલદાસ બોટાદકર

    -HARSHAD MOTA
    (harshad_zeel@yahoo.com)

  8. neeta kotecha જૂન 25, 2010 પર 2:03 એ એમ (am)

    mata mate ane mata tarike hamesha j man ne gamtu kavya…khuuuub j sundar che aa geet..aaje pan sambhadiye to aakh ma thi ahru sari pade che..

  9. Pingback: અનુક્રમણિકા – બ | ગુજરાતી પ્રતિભા પરિચય

  10. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  11. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  12. વિજય ગઢવી ઓગસ્ટ 24, 2017 પર 2:30 એ એમ (am)

    બોટાદકર નુ માત્રુગુંજન કાવ્ય જોઈએ છે મહેરબાની કરીને મોકલસો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: