
?
?
– તેમના વિશે એક સરસ લેખ
_____________________________
નામ ચાંગદેવ
ઉપનામ કલિકાલ સર્વજ્ઞ
જન્મ 1089– વિ.સં. 1145 કાર્તિક સુદી પૂર્ણિમા – ધંધુકા , વતન – મેડતા
અવસાન 1173
કુટુમ્બ પિતા – ચાચ્ચિગ
અભ્યાસ જૈન ઉપાશ્રયમાં શાસ્ત્રાભ્યાસ
વ્યવસાય જૈન મુનિ
મૂખ્ય કૃતિઓ વ્યાકરણ – સિધ્ધહેમ; અભિધાન ચિંતામણિ, દેશી નામમાલા (કોશ); પિંગળ – કાવ્યાનુશાસન, છંદોનુશાસન; ન્યાય – પ્રમાણ મીમાંસા, ધાર્મિક – યોગશાસ્ર, વીતરાગ સ્તોત્ર ; ચરિત્ર – ત્રિશષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર, પ્રાકૃત દ્વયાશ્રય ( કુમારપાલ ચરિત્ર)
જીવન ઝરમર 1108– ઉદા મહેતાના ખંભાતમાં ગુરૂ દેવચંદ્ર સૂરિ પાસે દીક્ષા; 1110– આચાર્યપદ, ગુજરાતના જ્ઞાત ઇતિહાસમાં સિધ્ધરાજ જયસિંહ અને કુમારપાળના વખતના પ્રથમ સાહિત્યકાર, ગુજરાતી વ્યાકરણને ગ્રંથ દેહ આપ્યો,
સન્માન સિધ્ધરાજ જયસિંહે સિધ્ધપુરમાં હાથી ઉપર ‘સિધ્ધહેમ’ ની શોભાયાત્રા કઢાવી
સાભાર ‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – પ્રા. રમેશ શુકલ – પ્રવીણ પુસ્તક ભંડાર
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા - હ « ગુજરાતી સારસ્વત પરિચય
તેમના જીવન વિશે એક સરસ લેખ વાંચો –
http://jjkishor.wordpress.com/2007/02/12/hemchandracharya/
સ્વતંત્રતા આંદોલન વખતે સ્વામી શ્રદ્ધાનંદ, રવીન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી, વગેરે માતૃભાષામાં શિક્ષણ આપવા માટે શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરેલ.
હિંદી માધ્યમથી પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને જ્ઞાન આપવા મધ્યપ્રદેશમાં હિન્દી ગ્રંથ અકાદમીની સ્થાપના કરવામાં આવેલ.
ચિંતન, સાહિત્ય અને સાધનાના ક્ષેત્રમાં મહાન-ગુરુ, સમાજ સુધારક અને ધર્માચાર્ય આચાર્ય હેમચંદ્રનું નામ અત્યંત મહત્વપૂર્ણ છે. સમગ્ર ગુર્જરભુમિને અહિંસામય બનાવી દીધી. સાહિત્ય, દર્શન, યોગ, વ્યાકરણ, છંદ શાસ્ત્ર, કાવ્ય શાસ્ત્ર, વગેરે બધા જ મહત્વપુર્ણ અંગ ઉપર સાહિત્યની રચના થઈ.
મહારાજા ભોજનું સંપૂર્ણ સાહિત્ય સંસ્કૃતમાં છે. એના પછી હેમચંદ્રાચાર્યનો સંસ્કૃત અને પ્રાકૃત ઉપર સમાન અધિકાર હતો.
કનૈયાલાલ માણેકલાલ મુનશીનું માનવું છે કે હજાર વર્ષ પહેલાં કૃષ્ણ, હેમચંદ્ર, ગાંધીનું ગુજરાત વિદ્યાનું કેન્દ્ર હતું. મૂલરાજ સોલંકી, ભીમદેવ, કર્ણ, જયસિંહ સિદ્ધરાજ, કુમારપાલ સુધી સમગ્ર ગુજરાત વિદ્યા અને કળાનું કેન્દ્ર હતું.
….. ….. પાટણથી પટોળા મોંઘા લાવજો ….. ….. …..
….. ….. દીવો રે દીવો, માંગલીક દીવો ….. ….. …..
આચાર્ય હેમચંદ્રે ગુજરાતને અજ્ઞાન અને અંધવિશ્ર્વાસથી મુકત કરી ગુજરાતને ધર્મ અને કીર્તિનું મહાન કેન્દ્ર બનાવ્યું.
સંસ્કૃતના કવિઓનું જીવન ચરિત્ર લખવું એક સમસ્યા છે. એ હિસાબે આચાર્ય હેમચંદ્રનું જીવન ચરિત્ર સુરક્ષીત છે.
નીચે પી.ડી.એફ. મોડમાં એક ફાઈલ આપેલ છે. કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી વાંચો મધ્યપ્રદેશ હિંદી ગ્રંથ અકાદમીનું એક અમુલ્ય અને અલભ્ય પુસ્તક
— આચાર્ય હેમચન્દ્ર —
જરુર વાંચો. સાહીત્યના એમ.ફીલ. અને પી.એચડી., ના વીદ્યાર્થીઓ માટે આ સંદર્ભ ગ્રંથ છે.
Attachments
મને ઈ મેલ કરો આ પીડીએફ ફાઈલ જરુર મોકલી આપવામાં આવશે.
Please send me pdf file on Acharya Hemchandra on my email kashyap@vortex.in
== કાવ્યાનુશાસન ==
સંસ્કૃત અલંકાર ગ્રંથોની પરંપરામાં સિદ્ધરાજ જયસિંહના જીવનકાળમાં આચાર્ય હેમચંદ્રે ‘કાવ્યાનુશાસન’ નામના સંગ્રહ ગ્રંથની રચના કરેલ. જેમાં ૨૦૮ સૂત્ર છે. ૫૦ કવિઓ અને ૮૧ ગ્રંથોનો એમાં ઉલ્લેખ છે.
સંસ્કૃત કવિ અને કાવ્ય શાસ્ત્રના ઈતિહાસનું અધ્યન કરનારા માટે આ સંદર્ભ ગ્રંથ છે. કાવ્યનું પ્રયોજન, શબ્દ, વાક્ય, અર્થ, દોષ, ગુણ, અલંકાર, રસ વર્ણન, શાસ્ત્રીય વિવેચન, ભાવ, વગેરેનું વર્ણન છે. દરેક કાવ્યનો ધ્યેય ફકત આનંદ, યશ અને ઉપદેશ જ છે. એમાં અર્થલાભ, વ્યવહાર જ્ઞાન કે અનિષ્ટ નિવૃતિનો સમાવેશ નથી. અહીં હેમચંદ્ર મમ્મટના કાવ્યપ્રકાશથી અલગ પડે છે.
‘કાવ્યાનુશાસન’ સર્વોત્કૃષ્ટ પાઠ્યપુસ્તક અને સંપૂર્ણ કાવ્યશાસ્ત્રનું સુવ્યવસ્થિત સુરચિત પ્રબંધ છે. હેમચંદ્રે વ્યાકરણ ગ્રંથની સાથે આ ઉત્કૃષ્ઠ અલંકાર ગ્રંથની ગુજરાતને હજાર વર્ષ પહેલાં ભેટ આપી
Pingback: અનુક્રમણિકા – હ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય