?
?
?
________________________
જન્મતારીખ એપ્રિલ 7, 1897
જન્મસ્થળ ભાવનગર
અવસાન એપ્રિલ 31(17 ?) , 1974
કુટુમ્બ પિતા – કલ્યાણરાય
અભ્યાસ પ્રાથમિક શિક્ષણ – ભાવનગર; 1920 – બી.એ. – મુંબઈ વિલ્સન કોલેજ
વ્યવસાય અધ્યાપન, પત્રકારત્વ, સાહિત્ય-વિવેચન
જીવન ઝરમર 1920– બટુભાઈ ઉમરવાડિયાના “ચેતન”માં સહતંત્રી, 1924 – “કૌમુદી” નું પ્રકાશન ; 1935 – “માનસી” અને “રોહિણી” નું પ્રકાશન; 1937-49 સુરતની એમ. ટી. બી. કોલેજમાં અધ્યાપક ; ગુજરાતી ભાષાના ગણમાન્ય વિવેચક.
મુખ્ય રચનાઓ વિવેચન સંગ્રહ – સાહિત્યદર્શન, જૂઈ અને કેતકી, ગત શતકનું સાહિત્ય; નિબંધસંગ્રહ – પ્રભાતના રંગ, નાજુક સવારી, ઉડતાં પાન, દરિયાવની મીઠી લહર, વિ.; ઈતિહાસ – ગુજરાતી સાહિત્યની રૂપરેખા,પ્રવાસવર્ણન – ખુશ્કી અને તરી ,ચરિત્રલેખન – શુક્રતારક( નવલરામનું જીવન) , બ્રહ્મર્ષિ વસિષ્ઠ , સૌરાષ્ટ્રનો મંત્રીશ્વર ; ચિંતન – મનુષ્યની વાણીની ઉત્પત્તિ અને વિકાસ, ઋગ્વેદ કાળનાં જીવન અને સંસ્કૃતિ ; આત્મકથા – વિનાયકની આત્મકથા ; અનુવાદ – તિમિંગલ ( મોબી ડિક ) , એક ક્રાંતિકારની આત્મકથા, લીયો ટોલ્સ્ટોયના પત્રો અને નિબંધો; સંપાદન – અર્વાચીન સાર્વજનિક પુસ્તકાલયો, સાહિત્યનો વિષ્વકોશ
સન્માન 1931- રણજિત રામ સુવર્ણ ચંદ્રક; 1955-59 નર્મદ ચંદ્રક ; 1952- ગુજરાતી સાહિત્ય પરિષદ , નવસારી માં ‘સાહિત્ય સંત’ તરીકે સન્માન,
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા - વ « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય