ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

રવિશંકર રાવળ, Ravishankar Raval


મારા હ્રદયમાં મંત્ર રુપે ગુજરાત હતું.તે આજે
સજીવ રૂપે પોતાના હૃદયમાં મને સમાવે છે.”

Love LOVE and hate HATE “

#  જીવન અને કવન 

 –  1  –      :   –   2   –    :      –    3    – 

# તેમના પુત્ર શ્રી. કનક રાવળનો લેખ- ‘બાપુનું વિશ્વવિદ્યાલય’  

# ગાંધીજીના જીવનના એક ઓછા જાણીતા પ્રસંગ વિશે તેમનો એક લેખ
– (અંગ્રેજીમાં અનુવાદ, શ્રી. કનક રાવળ)

# વેબ ગુર્જરી પર એક સરસ લેખ 


ઉપનામ   

  • ગુજરાતના કલાગુરૂ
  • શરુઆતની કારકિર્દી વખતે – અફલાતૂન

જન્મ 

  • 1 ઓગસ્ટ, 1892- ભાવનગર

અવસાન

  • 9 ડીસેમ્બર – 1977- અમદાવાદ

કુટુમ્બ

  • માતા   –  ઉજમબેન ;  પિતા  – (રાવસાહેબ) મહાશંકર રાવળ
  • મોટા ભાઇ રતિલાલ ;  નાના ભાઇ પ્રાણ શંકર નાની બહેન નર્મદા
  • પત્ની   1909– રમાબેન   ;  પુત્રો નરેન્દ્ર,, ગજેન્દ્ર , કનક

અભ્યાસ 

  • 1909– મેટ્રિક ભાવનગર
  • 1917– જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સ, મુંબાઇ માંથી ગોલ્ડ મેડલ સાથે સ્નાતક

વ્યવસાય

  • 1915-1921 હાજી મહંમદ અલારખીયાના પ્રથમ ગુજરાતી સચિત્ર સામાયિક વીસમી સદી માં ચિત્રકામ
  • 1919 પોતાના ઘેર વિના મૂલ્યે શિક્ષણ આપતી ગુરૂકુલ શૈલીની ચિત્રશાળા શરૂ કરી
  • 1924– ગુજરાતના પ્રથમ અને હજુ ચાલતા કલા અને સાહિત્યના સામાયિક ( આવતી કાલના નાગરીકોનું માસિક)  ‘કુમાર ની શરૂઆત

શ્રી રમેશ બાપાલાલ શાહ દ્વારા સંપાદિત પુસ્તકનો ‘ગુજરાત મિત્ર’ પર છપાયેલ અહેવાલ –

rr1rr2rr3
rr4

પ્રદાન

  • કુમાર જેવા પ્રથમ કક્ષાના અને લાંબા આયુષ્ય વાળા સામાયિકના જનક
  • કનુ દેસાઇ, સોમાલાલ શાહ, રસિકલાલ પરીખ જેવા અનેક મહાન કલાકારોના આદ્યગુરૂ
  • અનેક કલાકૃતિઓ અને કલા સંબંધી પુસ્તકોના સર્જક

This slideshow requires JavaScript.

મૂખ્ય કૃતિઓ

  • કલા અજંતાના કલામંડપો, કલાચિંતન, ભારતીય ચિત્રાંકન, ચિત્રકલા સોપાન
  • આત્મકથા આત્મકથાનક, ગુજરાતમાં કલાના પગરણ
  • બાળ સાહિત્ય અજવાળી રાત
  • પ્રવાસ વર્ણન– કલાકારની સંસ્કાર યાત્રા, દીઠાં મેં નવાં માનવી
  • ચરિત્ર હાજી મહંમદ સ્મારક ગ્રંથ

જીવન ઝરમર

  • જે જમાનામાં ગુજરાતમાં જાહેરખબરના પાટીયા કે જાહેરાતો સિવાય ચિત્રકલાનું કોઇ સ્થાન ન હતું ત્યારથી શરૂ કરીને આજીવન કલા સાધના
  • 1927– અજંતાની ગુફાઓમાં એક મહીનો રહીને સ્કેચ કામ
  • 1936 જાપાનની કલા સફર
  • 1941 – બોમ્બે આર્ટ સોસાયટી અને ઇન્ડીયા આર્ટ સોસાયટી ના  પ્રમુખ,  શાંતિનિકેતનની મુલાકાત
  • 1948– કુલુ માં રશીયન કલાકાર નિકોલસ રોરીક આર્ટ સેંટરના મહેમાન અધ્યાપક
  • 1952– કલકત્તામાં ઇન્ડીયા આર્ટ કોંફરન્સના પ્રમુખ
  • 1952– રશીયાની કલા સફર  

સન્માન

  • 1923– કલકત્તા માં ઉદ્યોગમાં કલાના પ્રદર્શનમાં દ્વિતીય ઇનામ
  • 1930 – રણજિતરામ સુવર્ણ ચંદ્રક
  • 1965– ભારત સરકાર તરફથી પદ્મશ્રીનો ઇલ્કાબ અને રશીયા પર પુસ્તક માટે નહેરૂ એવોર્ડ
  • 1970– ઇન્ડીયન આર્ટ એકેડેમીના ફેલો
  • ગુજરાત રાજ્યની લલીત કલા એકેડેમીના મકાનનું નામ રવિશંકર રાવલ’ આર્ટ  ગેલેરી રાખવામાં આવ્યું છે.  

સાભાર

  • તેમના પુત્ર શ્રી. કનક રાવલ

17 responses to “રવિશંકર રાવળ, Ravishankar Raval

  1. Kanak Raval ઓગસ્ટ 1, 2006 પર 6:59 પી એમ(pm)

    આજે ઓગસ્ટ’૦૬ની પહેલી તારીખ છે જે મારા પિતાજી સ્વ.કલાગુરુ શ્રી.રવિશંકર રાવળનો
    ૧૧૪મો જન્મદિવસ છે. આ પ્રસંગે શ્રી.સુરેશભાઈ જાનીએ જે ભાવ અને માન પૂર્વક શ્રધ્ધાંજલી રવિભાઈને આપી છે તે માટે તેમને મારા તેમજ મારા પત્ની ભારતિ તરફથી અનેક ધન્યવાદો.

    મારા પત્ની ભારતિ ભાવનગરના પંડ્યા પરિવારના સ્વ.પ્રાણજીવન અને વિદ્યાગૌરિના સુપુત્રિ છે.
    ‘કુમાર’ના વાંચકોને વિદીત થાય કે આજ પરિવાર ‘કુમાર’નુ પણ જન્મસ્થાન છે.
    ગુજરાતના કલા અને સાહિત્ય વિકાસ માં ‘કુમાર’નો ફાળો અનન્ય છે જેને માટે રવિભાઈની દેણ સર્વસ્વિકાર્ય છે.

    રવિભાઈના આત્મકથાનક ‘ગુજરાતમાં કલાના પગરણ’ પાનુ ૩૩૩માં તેમણે તેની વિગતો આપી છે.
    ૧૯૧૦-૨૦ના સમયના ભાવનગરના ભદ્રલોકમાં હરગોવિંદ પંડ્યા (મોટાભાઈ) અને ત્રિવેણીબાના નામ મોખરે હતા. મહાત્મા નથ્થુરામ શર્માની અસર તેમના પરિવાર પર ઘણી હતી અને પરિણામે મહાત્માશ્રીએ સ્થાપેલી દક્ષિણામૂર્તી સંસ્થાના વહીવટમા તેમનો તેમજ ન્રુસિંહપ્રસાદ ભટ્ટ (નાનાભાઈ),ગિજુભાઈ બધેકા અને હરભાઈ ત્રિવેદીનો ફાળો ઘણો હતો.પંડ્યા કુટુંબના બે પુત્રો અનંત અને ઉપેન્દ્ર્નુ (ભવિષ્યના ગુજરાતના એમઆઈટી ટ્રેઈન્ડ એંજીનીયરો) તે સંસ્થામાં ભણતર થયું.વિદ્યાકાળમાં તેમણે એક હસ્તલિખીત માસિક શરુ કર્યુ અને નામ આપ્યું ‘કુમાર’.રવિભાઈને પંડ્યા પરિવાર સાથે ગાઢો સબંધ હતો અને તેમની નજરમાં બંન્ને અંતુ-ઉપેન કુમારોની ‘કુમાર’ પ્રવ્રુત્તિ વસી ગઈ અને તેમાંથી પ્રબુધ્ધ ઉર્મિઓને પરિણામે અમદાવાદથી ‘કુમાર’નો પહેલો અંક ૧૯૨૪માં પ્રગટ થયો.

    ‘કુમાર’ આજે ૭૯ વર્ષનુ યુવક છે તમારા સૌના પ્રેમ સભર

  2. સુરેશ જાની ઓગસ્ટ 2, 2006 પર 10:43 એ એમ (am)

    આભાર, કનક ભાઇ !
    મારા નાચીઝ હાથે ગુજરાતના ગૌરવ સમા પૂજ્ય શ્રી. રવિદાદાનો પરિચય લખાય અને તેમાં આટલી સરસ પૂરવણી તેમના પુત્ર દ્વારા થાય, તેના જેવું સદભાગ્ય મારા માટે બીજું શું હોઇ શકે?
    મને યાદ છે કે હું નાનો હતો ત્યારે મારા સદગત બાપુજી સાથે રવિદાદાના નિવાસ સ્થાન ‘ચિત્રકૂટ’ પાસેથી અમે પસાર થતા હતા, ત્યારે મારા બાપુજીએ તે જગ્યાનો પરિચય આપ્યો અને કહ્યું કે “આને પગે લાગ. આ સાચું મંદિર છે.”
    ‘કુમાર’ મારું તરુણાવસ્થાનું માનીતું માસિક હતું . પણ તેની પાછળની આ કથા તો આજે જ જાણવા મળી. ‘કુમાર’ માં ઘણી વાર છપાતાં તેમના ચિત્રો હજુ પણ માનસ પટ પર અંકાયેલા છે.

  3. amit pisavadiya ઓગસ્ટ 5, 2006 પર 4:02 એ એમ (am)

    લાખ લાખ વંદન છે એવા કલા ના કસબીઓને.

  4. Pingback: ગુજરાતી પ્રતિભા પરિચય » Blog Archive અનુક્રમણિકા … ય - થી - જ્ઞ «

  5. Rajendra Trivedi,M.D. સપ્ટેમ્બર 17, 2006 પર 4:07 એ એમ (am)

    RAVISHANKER DADAJI AND RAIPUR, ……
    HOW ONE CAN LEAVE FROM THEIR HEART AND MIND!
    KUMAR AND HIS LOVE TO KUMAR.
    NOW, OVER 70 YEARS IN SERVICE OF KUMAR TO GUJARTI,
    IS LIVING PROFF THAT DADAJI IS ALIVE.
    WE ARE LUCKY TO READ AND WRITE GUJARTI ‘SAHITYA’,
    WITH BLOGERS LIKE HARISHBHAI ,SURESHBHAI AND MANY UNSUNG HEROS.
    KEEP IT UP YOUR GOOD WORK.
    RAJENDRA TRIVEDI, M.D.

  6. Pingback: અનુક્રમણિકા - ર « ગુજરાતી સારસ્વત પરિચય

  7. BHARAT PANDYA જાન્યુઆરી 20, 2007 પર 11:01 પી એમ(pm)

    He was kalaguru no doubt but that was not his UPNAAM in the sense that Ramanarayan Pathak’s was – Dwiref.

  8. Pingback: આથર – હિમ્મતલાલ જોશી | હાસ્ય દરબાર

  9. pragnaju નવેમ્બર 2, 2011 પર 4:25 પી એમ(pm)

    મારા હ્રદયમાં મંત્ર રુપે ગુજરાત હતું.તે આજે
    સજીવ રૂપે પોતાના હૃદયમાં મને સમાવે છે.
    અ દ ભૂ ત
    મહાન કલાકાર માટે ખૂબ માન હતું પણ આટલી વિગત આજે જાણી
    કોટી કોટી વંદન

  10. Pingback: બેલ્જિયમમાં નાટક | હાસ્ય દરબાર

  11. Pingback: સોનાની ખાણનો ખોદનાર | હાસ્ય દરબાર

  12. Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  13. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  14. Pingback: અભિનેતા / કલાકાર/ ચિત્રકાર/ જાદુગર | ગુજરાતી પ્રતિભા પરિચય

  15. Pingback: પ્રમોદપટેલ, Pramod Patel | ગુજરાતી પ્રતિભા પરિચય

  16. MaHi Desai ફેબ્રુવારી 2, 2023 પર 10:02 એ એમ (am)

    તેમના મહાન ચિત્રો ના નામ આપો !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: