ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

નરસિંહ મહેતા


“જળ કમળ છાંડી જાને બાળા….”
”વૈષ્ણવ જન તો તેને કહીએ જે…..”
”જશોદા ! તારા કાનુડાને….”
”અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ….”
”મારી હુંડી સ્વીકારો મહારાજ રે ….”

___

રચનાઓ  ઃ ૧ ઃ  ઃ ૩ ઃ ૪ ઃ

એક સરસ વિવેચન/ રસદર્શન 

એક સરસ લેખ (સાભાર – શ્રી. કિશોર શાસ્ત્રી, ન્યુ જર્સી અને ‘જય હાટકેશ’ )

______________________________________________

તેમના જીવન વિશે એક સુંદર પુસ્તકનો પરિચય….

nm

આ મુખપૃષ્ઠ પર ક્લિક કરો…

ઉપનામ

 નરસૈયો, આદ્યકવિ, આદિકવિ

જન્મ

 આશરે – ૧૪૧૨/૧૪૧૪ – જૂનાગઢ

અવસાન

 આશરે – ૧૪૭૯/૧૪૮૦/૧૪૮૧

કુટુમ્બ

દાદા – વિષ્ણુદાસ કે પરસોત્તમદાસ

પિતા – કૃષ્ણદાસ કે કૃષ્ણદામોદર

માતા – દયાકોર

પત્ની – માણેક

પુત્ર – શામળદાસ (જન્મ સં. ૧૯૪૭ મૃત્યુ સં – ૧૫૦૭)

પુત્રવધુ – સુરસેના

પુત્રી – કુંવરબાઇ (જન્મ સં. ૧૪૯૫ લગ્ન સં – ૧૫૦૪)

કાકા – પર્વત મહેતા

ભાઇ – બંસીધર કે મંગળજી કે જીવણરામ

ભાભી – ઝવેર મહેતી

વ્યવસાય

 ભજનિક, આખ્યાનકાર

જીવન ઝરમર

  • ૧૫મી સદી દરમિયાન ભારતમાં જે ભક્તિ આંદોલનની શરુઆત થઇ તેનો રંગ ગુજરાતને લગાડનાર કવિ.
  • બાળપણમાં કદાચ મંદબુધ્ધિના હતા.
  • માતાપિતા નાનપણમાં જ ગુજરી જવાથી ભાઇ-ભાભીએ મોટા કર્યા હતાં.
  • દંતકથા મુજબ ભાભીએ મહેણું મારતાં  અંતર જાગૃતિ થઇ. મહાદેવને પ્રસન્ન કર્યા અને મહાદેવે તેમને કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યાં તથા સંવત ૧૪૮૭ના ચૈત્ર સુદ ૧૪ના રોજ એને કાવ્યપ્રસાદી આપી.
  • ગોકુળ, મથુરા વગેરે સ્થળોએ ફરીને આવીને તેમણે સંવત ૧૪૩૩-૩૫માં જૂનાગઢમાં રહી કીર્તનો રચવા માંડ્યાં.
  • તેમણે તુલસીક્યારા કર્તા હતા અને વૈરાગીઓને રહેવા માટે અખાડો પણ બંધાવ્યો હતો.
  • તેમના મંડળમાં કેટલીક સ્ત્રીઓ પણ હતી. તેમની ચાર ભક્તસખીઓમાંથી એકનું નામ રતનબાઇ હતું.
  • પુત્રીના સીમંતના પ્રસંગે, દીકરાના લગ્નમાં અને હાર ચોરીના આળ વખતે ભગવાને તેમને મદદ કરી હોવાની કીવદંતિ છે.
  • તેમના પુત્રના વિવાહ વડનગરના પ્રધાન મદન મહેતાની પુત્રી સૂરસેના સાથે થયા હતાં.
  • તેમની પુત્રીના વિવાહ ઉનાના શ્રીરંગ મહેતાના પુત્ર સાથે થયા હતાં.
  •  નાગર જેવી ઉચ્ચ જાતિના હોવા છતાં અછૂતોના વાસમાં જઇ ભજનો ગાનાર અને આખ્યાનો કરનાર સમાજ સુધારક કહી શકાય તેવા વિરલ વ્યક્તિ.
  •  સાવ દરિદ્ર હોવા છતાં અંગત પ્રસંગોમાં અને જુનાગઢના રાજા રા’માંડલિક સાથે ચમત્કારિક ઘટનાઓ બની.
  •  પ્રભાતિયાં, ‘ઝૂલણા’ છંદ અને ‘કેદારો’ રાગ તેમના ખાસ પ્રિય, પ્રેમલક્ષણા ભક્તિ અને જ્ઞાનમાર્ગની પરંપરાના પહેલાઉત્તમ કવિ.
  •  અમૂક રચનાઓનું તેમનું કર્તૃત્વ શંકાસ્પદ (?) 
  • તેમની અમુક રચનાઓની હસ્તપ્રત ‘ગુજરાતી પ્રેસ’ પાસે સંગ્રહીત છે.
nm2

ભક્ત શિરોમણી – બક્ષી પરિવાર તરફથી

ભાગવત વિદ્યાપીઠ, અમદાવાદમાં બક્ષી પરિવાર દ્વારા મુકાયેલ શિલ્પનું ચિત્ર

રચનાઓ

  • સુરતસંગ્રામ, હારમાળા, કૄષ્ણજન્મ વધાઇ, શ્રીકૃષ્ણવધાઇ, શ્રીકૃષ્ણવિહાર, દ્વાદશમાસ, રાસસહસ્ત્રપદી, ચાતુરીછત્રીસી, ગોવિંદગમન, શામળશાનો વિવાહ, ચાતુરીષોડશી, બાળલીલા, દાણલીલા, રાસલીલા, ઘડપણ વિશે વસંતવિલાસ, શૄંગાર, જ્ઞાન વૈરાગ્ય, ભક્તિ, હીંડોળા વગેરે વિષયના અપ્દ, નૃસિંહવિલાસ, સુદામાચરિત્ર, શૃંગારમાળા, હારમાળાનું પરિશિષ્ટ, દ્રૌપદીની પ્રાર્થના, મામેરું, સત્યભામાનું રુસણું, અંતરધાન સમયના પદ, માનલીલા, રુક્મિણીવિવાહ, પ્રેમભક્તિ પદસંગ્રહ, સહસ્ત્રપદીરાસ, શામળશાનો મોટો વિવાહ.

સન્માન

 ગુજરાતના ઘરઘરમાં ગુંજતા પદો, ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં ‘નરસિંહ મહેતા’ એવોર્ડ  આપવામાં આવે છે

સાભાર

  •  ‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – પ્રા. રમેશ શુકલ – પ્રવીણ પુસ્તક ભંડાર , શ્રી કનક રાવળ – શ્રી. રવિશંકર રાવળના ચિત્ર માટે
  • નેટ ગુર્જરીને ફોટો માટે
  • ‘પ્રાચીન કવિઓ અને તેમનિ કાવ્યકૃતિઓ’ – સં. રમણિક દેસાઇ

102 responses to “નરસિંહ મહેતા

  1. manvant ઓગસ્ટ 4, 2006 પર 5:19 પી એમ(pm)

    નરસૈંયો:ગુજરાતનો લાડકો ને માનીતો !
    પાંચ અગત્યના જીવન પ્રસંગો :હાર,
    હુંડી,મામેરું,બાપનું શ્રાદ્ધ અને શામળશાનો
    વિવાહ.દરેક યાદગાર !એનાં પ્રભાતિયાં
    ગુજરાતના ઘરેઘરમાં ગુંજે છે.સાથોસાથ
    પદો ગાનારાં મીરાંબાઇને કેમ ભુલાય ?
    આપણા સુરેશભાઈ આધુનિક નરસૈયા
    જેવા જ નથી લાગતા ?જય શ્રી કૃષ્ણ !

  2. amitpisavadiya ઓગસ્ટ 5, 2006 પર 5:16 પી એમ(pm)

    જેને શ્રી કૃષ્ણકનૈયા ની રાસલીલા ના સાક્ષાતકાર થયા હોય એવા શ્રી નરસિંહ મહેતા ને કોટી કોટી વંદન.

    હળવે હળવે હળબે હરજી મારે મંદિર આવ્યા રે;
    મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે.

    કીધું કીધું કીધું મુને કાંઇક કામણ કીધું રે;
    લીધું લીધું લીધું મારું મન હરીને લીધું રે.

    ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી રે;
    ફૂલી ફૂલી ફૂલી હું તો હરિમુખ જોઇ ફૂલી રે.

    ભાગી ભાગી ભાગી મારા ભવની ભાવટ ભાગી રે;
    જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે.

    પામી પામી પામી હું તો પૂરણ વરને પામી રે;
    મળિયો મળિયો મળિયો મહેતા નરસૈંયાનો સ્વામી રે.

  3. Dilip Patel ઓગસ્ટ 9, 2006 પર 5:52 એ એમ (am)

    નરસિંહ મહેતાનું અધ્યાત્મથી ઇભરાતું પદ:

    અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,

    જૂજવે રૂપે અનંત ભાસે

    દેહમાં દેવ તું તેજમાં તત્વ તું,

    શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે..

    પવન તું, પાણી તું, ભૂધરા!

    વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;

    વિવિધ રચના કરી અનેક રસ લેવાને,

    શિવ થકી જીવ થયો એજ આશે..

    વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે,

    કનક-કુંડળ વિશે ભેદ ન્હોયે,

    ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં

    અંતે તો હેમનું હેમ હોયે..

    ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી

    જેહને જે ગમે તેને પૂજે

    મન-વચન-કર્મથી આપ માની લહે,

    સત્ય છે એજ મન એમ સૂઝે..

    વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,

    જોઉં પટંતરો એજ પાસે,

    ભણે નરસૈયો એ મન તણી શોધના,

    પ્રીત કરૂં, પ્રેમથી પ્રગટ થાશે..

    દિલીપ ર. પટેલ

  4. DR. CHANDRAVADAN MISTRY જાન્યુઆરી 24, 2008 પર 7:07 પી એમ(pm)

    TRUE BHAKTA OF GOD WHO WAS BLESSED BY SARASWATI MATA & CREATED CLASSICAL GUJARATI BHAJANS that person is NARSAIYO…I LOVE TO READ & HEAR HIS DEVOTIONAL SONGS…
    Jaishreeben I am visiting your website again & REQUESTING YOU AGAIN TO VISIT mt website at>>
    http://www.chandrapukar.wordpress.com Iwillwait to read your comments on the webpage of CHANDRAPUKAR..Dr. Chandravadan Mistry Lancaster CA

  5. Bhupesh Patani ફેબ્રુવારી 16, 2008 પર 9:55 પી એમ(pm)

    My Dear,
    Please add all Bhajans of Narsi Mehta.
    In case Audio can be added please add the same.
    Bhupesh Patani
    Toronto,Cnada

  6. સુરેશ જાની ફેબ્રુવારી 17, 2008 પર 5:32 એ એમ (am)

    ગુજરાતી ભજનો સાંભળો –
    http://www.swargarohan.org/Bhajan/index.htm

  7. Chirag Mehta ફેબ્રુવારી 17, 2008 પર 7:17 એ એમ (am)

    Dear Sureshbhai,
    I am receiving regular email from you via layastaro(fun4amdavadi group).I from UK and next month,am goin to get married.
    I need your little help, want add really nice poem in my wedding invitation
    If can write something for me or can guide me,i will be really thankful to u.
    I have so much proud and affection of our language as being gujarati.My mail id is mehtamen@yahoo.com

    Thank you so much in advance!I wiil really appreciate your help!

    Kind Regards

    Chirag Mehta

  8. સુરેશ જાની ઓગસ્ટ 8, 2008 પર 10:38 એ એમ (am)

    હો…. મારે આજની ઘડી રે રળિયામણી,
    હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે…..મારે.

    http://adhyaru.wordpress.com/2008/08/08/aaj-ni-ghadi-radiyamni-by-narsinh-mehta/

  9. સુરેશ જાની સપ્ટેમ્બર 23, 2008 પર 7:58 પી એમ(pm)

    હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે;
    મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે.

    http://www.gunjarav.com/2008/09/blog-post_23.html

  10. Ramesh Patel સપ્ટેમ્બર 28, 2008 પર 4:56 પી એમ(pm)

    ગુજરાતને ભક્તિ રસમાં ભીંજવી કૃત્યકૃત્ય કરનાર ભક્ત કવિને સત સત નમન.

    સમાજ સુધારક વિચારધારા અને પ્રભાતિયા એ મારા જીવનના પથ દર્શક છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

  11. Nautam Rajpara સપ્ટેમ્બર 29, 2008 પર 11:35 એ એમ (am)

    Ishvar saxatkar pachhi bakini jindagima je kain kahevayu chhe te no joto nahi male. —Junagadhi Rajpara

  12. ATUL ઓક્ટોબર 30, 2008 પર 9:56 પી એમ(pm)

    LOOKING FOR BOOK IN ENGLISH – AUTOBIOGRAPHY OF NARSI MEHTA
    WANT TO GET PROPER NAME OF BOOK & WHERE I WOULD BE ABLE TO GET IT

    ATUL

  13. Udayana ફેબ્રુવારી 28, 2009 પર 5:29 પી એમ(pm)

    To
    RSS
    Tamari web site joi saras che .Ame Amara Ba Bapujini smrutima Ahmedabadma Shola Bhagvat Vidyapithma Bhakta kavi
    Narshi Mahetani Murti Shree k.ka.shastrina haste mukavi che ane sathe Vaishnavjan nu bhajan pan che jokoine ras hoy to joi shake che. Narshi Mehta Nagar hata ane ame pan nagar che.

    Mrs Desai
    Hu tamne phota ane vigat mokli apish.
    Maro mail kakubhen@aol.com

  14. Udayana ફેબ્રુવારી 28, 2009 પર 6:05 પી એમ(pm)

    To
    RSS
    I want to send the Narshi Mehta’s photo please tell me how can i send you. please send me your mail.
    Mrs Desai

  15. Vishwas Raval એપ્રિલ 6, 2009 પર 12:18 એ એમ (am)

    Hello

    can anyone please share narsinh mehta’s bhajans in audio, I love to hear those. I have few only. so please if anyone could do it, it would be a great service towards our journey to Krishna

  16. pratik patel જાન્યુઆરી 19, 2010 પર 5:42 એ એમ (am)

    After narsi mehta’s birth, he did not speak even a single word. after 7-8 years of his birth, the word he spoke was “RADHE-GOVIND..RADHE GOVIND” If anyone asked him anything, he would smile & say “RADHE-GOVIND”.
    i have full AAKHYAN of narsee mehta ….contact 09930300875

  17. Pingback: જળકમળ છાંડી જાને બાળા - નરસિંહ મહેતા | ટહુકો.કોમ

  18. kirti patel ફેબ્રુવારી 23, 2012 પર 5:58 એ એમ (am)

    je manase bhagvan shodhava hoy te narshih maheta nu jivan charitra vanche. tene badhi j jagya e bhagvan dekhase. gani vakhat prabhu j aava temana parsado mokli ne aa lok na jivo nu kalyan karta hoy se. parntu jena purn karm jama thaya hoy to j prabhu na path par dag madi sake.
    mara prabhu ni jay ho
    jay shree krisna

  19. Nitesh chaudhary એપ્રિલ 13, 2012 પર 2:51 એ એમ (am)

    narshih maheta ni rachnavo khubj sundar 6e..
    Nitesh chaudhary

  20. DHIREN GADHIYA, Rajkot (Gujarat) જુલાઇ 29, 2012 પર 9:07 એ એમ (am)

    Dear Sir
    please send the detail information about gujarati sant shri Narsih Maheta with photos in gujarati language in may mail address
    Thanking you

  21. શાંતિલાલ વેલજી ગઢિયા,પોરબંદર નવેમ્બર 23, 2012 પર 3:04 પી એમ(pm)

    ગુજરાતને ભક્તિ રસમાં ભીંજવી કૃત્યકૃત્ય કરનાર ભક્ત કવિને સત સત નમન

  22. Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય

  23. ancientarchaeologist મે 19, 2013 પર 8:45 એ એમ (am)

    NEED CORRECTION પુત્ર – શામળદાસ (જન્મ સં. ૧૯૪૭ મૃત્યુ સં – ૧૫૦૭) as જન્મ સં. ૧૪૪૭ મૃત્યુ સં – ૧૫૦૭)

  24. Udayana મે 20, 2013 પર 9:15 એ એમ (am)

    To
    Gujarati Prtibha parichay
    Amara trafthi moklelo Bhakta karvi Narshi Mehta nohoto ane Lakhani mate Apno gano gano Abhar.

    Udayanabhen
    Na
    JaiShreeKrishn

  25. Udayana મે 20, 2013 પર 9:17 એ એમ (am)

    To
    Gujarati Prtibha parichay
    Amara trafthi moklelo Bhakta karvi Narshi Mehta ni prtima ane Lakhan mate Apno gano gano Abhar.

    Udayanabhen
    Na
    JaiShreeKrishn

  26. Udayana મે 20, 2013 પર 9:19 એ એમ (am)

    To
    Gujarati Prtibha parichay
    Amara trafthi moklelo Bhakta karvi Narshi Mehta ni prtima ane Lakhan mate Apno gano gano Abhar.
    JaiShreeKrishna

    Udayanabhen
    Na
    JaiShreeKrishn

  27. romeo barney મે 28, 2013 પર 9:08 પી એમ(pm)

    Mare narsinh jevi bakti karvi chhe ,marag batavava vinanti.JAY SHREE RADHE KRISHANA

  28. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  29. Ritesh panchal સપ્ટેમ્બર 20, 2013 પર 12:14 એ એમ (am)

    Check the date of born for son shamaldas. And repair if possible. It may be 1447.

  30. Rachit.D.Dave ઓક્ટોબર 20, 2013 પર 4:07 એ એમ (am)

    નરસિંહ મહેતાનું અધ્યાત્મથી ઇભરાતું પદ:

    અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,

    જૂજવે રૂપે અનંત ભાસે

    દેહમાં દેવ તું તેજમાં તત્વ તું,

    શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે..

    પવન તું, પાણી તું, ભૂધરા!

    વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;

    વિવિધ રચના કરી અનેક રસ લેવાને,

    શિવ થકી જીવ થયો એજ આશે..

    વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે,

    કનક-કુંડળ વિશે ભેદ ન્હોયે,

    ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં

    અંતે તો હેમનું હેમ હોયે..

    ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી

    જેહને જે ગમે તેને પૂજે

    મન-વચન-કર્મથી આપ માની લહે,

    સત્ય છે એજ મન એમ સૂઝે..

    વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,

    જોઉં પટંતરો એજ પાસે,

    ભણે નરસૈયો એ મન તણી શોધના,

    પ્રીત કરૂં, પ્રેમથી પ્રગટ થાશે..

    Rachit.D.Dave

  31. Mahesh Shahમહેશ નવેમ્બર 12, 2013 પર 2:27 એ એમ (am)

    એક નમ્ર વિનંતી:
    જે ગમે જગત ગુરૂ દેવ જગદીશને ….આખું ભજન કોઈ ઇ મેલ કરી શકે તો અત્યંત આભારી થઈશ.

    • Udayana નવેમ્બર 16, 2013 પર 10:11 પી એમ(pm)

      જે ગમે જગત ગુરૂદેવ જગદીશને,
      તે તણો ખરખરો ફોક કરવો;
      આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે,
      ઊગરે એ જ ઉદ્વેગ ધરવો … જે ગમે.

      હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,
      શકટનો ભાર જેમ શ્વાન તાણે;
      સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે,
      જોગી જોગેશ્વરા કો’ક જાણે … જે ગમે.

      નીપજે નરથી તો કોઈ નવ રહે દુઃખી,
      શત્રુ મારીને સૌ મિત્ર રાખે;
      રાય ને રંક કોઇ દ્રષ્ટે આવે નહિ,
      ભવન પર ભવન પર છત્ર દાખે … જે ગમે.

      ઋતુ-લતા પત્ર-ફળ-ફૂલ આપે યથા,
      માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;
      જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું,
      તેહને તે સમે તે જ પહોંચે … જે ગમે.

      ગ્રંથે ગરબડ કરી, વાત ન કરી ખરી,
      જેહને જે ગમે તેને પૂજે,
      મન કર્મ વચનથી આપ માની લહે
      સત્ય છે એ જ મન એમ સૂઝે … જે ગમે.

      સુખ સંસારી મિથ્યા કરી માનજો,
      કૃષ્ણ વિના બીજું સર્વ કાચું;
      જુગલ કર જોડી કરી નરસૈંયો એમ કહે,
      જન્મ- પ્રતિ જન્મ હરિને જ જાચું … જે ગમે.

       – નરસિંહ મહેતા

    • bhargav જૂન 11, 2015 પર 9:16 એ એમ (am)

      Amari pase bhajan nathi. Tamari pase hoy to amne mokalo.

  32. Udayana નવેમ્બર 18, 2013 પર 6:22 પી એમ(pm)

    To
    Maheshbhai
    Tamare je Bhajan joie che te hu moklu chu.
    Udayanabhen
    Na
    JaiShreeKrishna

  33. krunali નવેમ્બર 24, 2013 પર 7:14 એ એમ (am)

    Narsinh maheta gujaratibhasha no aadi kavi tarike kon odkhave 6e.ans reply

  34. maharshi ડિસેમ્બર 15, 2013 પર 11:03 એ એમ (am)

    hu karu hu karu ej agnyanta;
    sakat no bhar jyem swan tane…………………………….

  35. raju shah ડિસેમ્બર 21, 2013 પર 11:55 પી એમ(pm)

    Extraordinary.
    Please include my name in your list & pl send regular emails without fail.
    Waiting.
    Raju shah
    Calcutta
    09831006066

  36. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  37. Aditi Joshi ફેબ્રુવારી 4, 2014 પર 11:02 એ એમ (am)

    I want to know a bhajan starting from Shahmalshah seth and i think that the same i bhajan of Narsinh Mehta…

  38. Sonal Majmudar માર્ચ 1, 2014 પર 2:02 પી એમ(pm)

    narsinhna koi pan pad hoy te ahin hoy to saru.
    mane joi a chhe.

  39. घनस्याम મે 13, 2014 પર 11:45 એ એમ (am)

    महेता नरसी क्यारे फरी आवसे युग मा।।

  40. meet ashokbhai bhimani જુલાઇ 22, 2014 પર 10:39 એ એમ (am)

    meet bhimani, gandhinagar have got information from this page……..so he is thankful for ur authority.
    it is real superb.
    meet likes narsinh mehta.
    he is also want to become like narsinh mehta…..
    .
    .
    .
    .

    thanking you……

  41. MOhnish Vasavada જુલાઇ 24, 2014 પર 8:59 એ એમ (am)

    Narshih ne olkho-
    jay hatkesh
    Garv thi kaho ame Nagar 6ie.
    –Mohnish Vasavada
    bahvnagar

  42. mamav જુલાઇ 28, 2014 પર 11:34 એ એમ (am)

    tamara aa lekhe amara project ma madad kari thinku

  43. gyanaknowledge ડિસેમ્બર 5, 2014 પર 9:53 એ એમ (am)

    નમસ્તે સુરેશ સાહેબ,
    આજે ઈછા થઈ કે નરસિહ મેહતા ના ભજન સાંભળુ ને ગૂગલે પર આપનો બ્લોગ પર આવવા નો અવસર મલ્યો.
    આપે બહુ સુંદર માહિતી આપી છે.
    મેહતાજી ના ભજન્ આત્મા ને આનન્દ આપે છે

  44. Jadav pasabhai મે 16, 2015 પર 2:00 એ એમ (am)

    narsinh metha na pad online muko

  45. Ramesh goswami જૂન 19, 2015 પર 6:52 એ એમ (am)

    Narshi mehta ne koti koti vandan

  46. munjal joshi જુલાઇ 1, 2015 પર 9:36 એ એમ (am)

    SHREE KRISHNA BHAKT NARSHI MEHTA NE VANDAN

  47. Mayank Patel ઓક્ટોબર 31, 2015 પર 6:47 એ એમ (am)

    નરસિંહ મહેતા નો જન્મદિવસ/ તિથિ ની બરોબર તપાસ કરો.
    તમારી લખાણ પ્રમાણે 1412/1414 (14th) છે.
    પરંતુ મીરા બાઇ એમની પહેલા થઇ ગયા છે. (1498-1557). નરસિંહ મહેતાજી એ “મારી હૂંડિ ” વાળા ભજનમાં મીરા બાઇ ની વાત કરી છે. તો આ બાબતની નોંધ લેવા વિનંતી.
    જય શ્રી કૃષ્ણ

  48. shital નવેમ્બર 13, 2015 પર 4:32 એ એમ (am)

    Can you please send me some of the kavya of Bhakt Kavi NARSHIHA MEHTA.

  49. Naresh M purohit જાન્યુઆરી 12, 2016 પર 10:41 એ એમ (am)

    Narsinh Maheta ka birth palace Junagadh me nahi hai.
    Google search me galat bataya hai.

  50. sandip padhiyar માર્ચ 16, 2017 પર 12:09 પી એમ(pm)

    Sudhara Karo
    Shamaldas na janam sal Nu.
    1947 tame bhul Kari che

    .
    Sari mehnat badal aabhar

  51. Dr Arvindkumar H Manavar એપ્રિલ 30, 2017 પર 9:29 એ એમ (am)

    અમૂક રચનાઓનું તેમનું કર્તૃત્વ શંકાસ્પદ (?)
    આ બાબતે પ્રકાશ પાડવો જરુરી.

  52. gohilramesh જુલાઇ 13, 2017 પર 9:02 એ એમ (am)

    Narshi maheta gujarat jillo bhavnagar taluko talaja gam gopnath se bhai narshi maheta gopanath gam nase

  53. khushi જૂન 6, 2018 પર 4:15 એ એમ (am)

    very diple introdaksan of narsi maheta good………..

  54. Parmar chirag જુલાઇ 24, 2018 પર 6:15 એ એમ (am)

    નરસિંહ મેહતા નો પરીચય

  55. Parmar chirag જુલાઇ 24, 2018 પર 6:15 એ એમ (am)

    નરસિંહ મેહતા નો પરીચય

  56. Bharat સપ્ટેમ્બર 24, 2018 પર 8:50 એ એમ (am)

    “Narsih Maheta nu Mameru” KonI kruti chhe ?

  57. SANJAY SHUKLA SK સપ્ટેમ્બર 28, 2018 પર 4:48 એ એમ (am)

    Narshinh mehta na pado vise jankari aapo

  58. Chandrakant Manoharbhai Madgundi જાન્યુઆરી 13, 2020 પર 6:51 એ એમ (am)

    Saheb Shri,
    Narsih Mehta na putra ni janma varsa ma mistake che.

    Aabhar.

  59. Pingback: નિરખને ગગનમાં… – નરસિંહ મહેતા – ટહુકો.કોમ

  60. Pingback: વૈષ્ણવજન – નરસિંહ મહેતા – ટહુકો.કોમ

  61. readsetu જુલાઇ 14, 2020 પર 5:30 એ એમ (am)

    તમારી આ સેવા અત્યંત ઉમદા અને નોંધપાત્ર છે. ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી જગતમાં એની નોંધ લેવાય છે.
    લતા હિરાણી

  62. sportsuvichar ઓક્ટોબર 10, 2022 પર 9:42 પી એમ(pm)

    You have presented really beautiful information about Narsingh Mehta. Read this article to know a lot about Narsinh Mehta

Leave a reply to shruti જવાબ રદ કરો