ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

આદિલ- મન્સુરી


adil_mansuri.JPG” નદીની રેતમાં રમતું નગર મળે ન મળે.”

” માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.”

# રચનાઓ   :  વેબ સાઇટ

# એક સરસ લેખ

___________________________ 

નામ

 • ફરીદ મહમ્મદ ગુલામનબી મન્સૂરી

ઉપનામ

 • આદિલ

જન્મ

 • 18 મે – 1936 ; અમદાવાદ  

અવસાન 

 • 6, નવેમ્બર – 2008, ન્યુ જર્સી, અમેરીકા

અભ્યાસ

 • પ્રાથમિક– અમદાવાદ
 • માધ્યમિક – અમદાવાદ અને કરાંચી

વ્યવસાય

 • સૂતર અને કાપડનો વ્યવસાય
 • પત્રકારત્વ
 • જાહેરાતની કમ્પનીમાં કામ

જીવન ઝરમર

 • અમદાવાદમાં ‘રે’ મઠ નામના કવિઓના મંડળના એક મૂખ્ય સભ્ય

 • રાજેન્દ્ર શુકલ, લાભશંકર ઠાકર, ચિનુ મોદી ખાસ મિત્રો

 • જીવનના એક તબક્કે સરકારી તંત્ર ગુપ્તચર હોવાની શંકા સેવી આ  ઋજુ દિલના શાયરની પાછળ પડી ગયું હતું.
  તે ઘટનાની પાર્શ્વ ભૂમિકામાં રચાયેલી રચના વાંચો.

 • અમેરિકામાં કાયમી વસવાટ, અનેક મુશાયરાઓમાં લોકપ્રિય શાયર

 • તેમની અનેક રચનાઓ સ્વરબધ્ધ થયેલી છે.

 • ગઝલો, એકાંકીઓ , નાટકો, પોતાની વેબ સાઇટ ( ગઝલ ગુર્જરી ડોટ કોમ ) ચલાવતા લબ્ધ પ્રતિષ્ઠિત કવિ

મુખ્ય રચનાઓ

 • કવિતા – વળાંક, પગરવ, સતત, ગઝલના આયનાઘરમાં

 • નાટક – પેન્સીલની કબર, મીણબત્તી, એબ્સર્ડ નાટક –  હાથપગ બંધાયેલા, જે નથી તે

સાભાર 

 • ગૂર્જર સાહિત્ય ભવન – ‘ અમૃતપર્વ યોજના ‘

Advertisements

19 responses to “આદિલ- મન્સુરી

 1. Dilip Patel August 13, 2006 at 6:11 pm

  મુરબ્બી આદિલજીની એક આસ્વાદ્ય ગઝલ:

  મૃત્યુના મૃગજળની માયા વિસ્તરી રજકણ સુધી,

  સેંકડો જન્મોની છાયા જિંદગીના રણ સુધી.

  વાત વિસ્તરતી ગઈ કારણની સીમાઓની બ્હાર,

  બુધ્ધિ તો અટકી ગઈ પહોંચીને બસ કારણ સુધી.

  બ્હાર ઘટનાઓના સૂરજની ધજા ફરકે અને,

  સ્વપ્નના જંગલનું અંધારું રહે પાંપણ સુધી.

  નિત્ય પલટાતા સમયમાં અન્યની તો વાત શી,

  મારો ચ્હેરો સાથ ના આપે મને દર્પણ સુધી.

  કાંકરી પૃથ્વીની ખૂંચે છે પગે પગ ક્યારની,

  આભની સીમાઓ પૂરી થાય છે ગોફણ સુધી.

  કાળનું કરવું કે ત્યાં આદિલ સમય થંભી ગયો,

  જ્યાં યુગોને હાથ પકડી લઈ ગયો હું ક્ષણ સુધી.

  દિલીપ(કવિલોક)

 2. manvant August 14, 2006 at 6:53 pm

  “વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ :
  અરે ! આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે !”
  નદીની રેતમાં રમતું નગર મળે ન મળે
  ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે !
  અને અમદાવાદમાં તો :
  જ્યાં જ્યાં નજર તારી ઠરે, યાદી ભરી આદિલ તણી !

 3. ilaxi August 15, 2006 at 7:19 am

  Nice to see Adilbhai shining on the web and feel proud to have worked in the same organisation years ago…its these experiences and inspirations that lead us to heights. I remember Adilbhai when I use to listen to his shers while he worked in his Studio of Shilpi Advertising…yeah, I been a steno-Sec there!

  n been so happy to receive Adil’s book but afsos, could not get the main editor understand the value of the book!

  -ilaxi

 4. satish September 4, 2006 at 4:50 pm

  I had a chance to listen to Adilbhai at the World Gujarati Conf in New Jersey this past weekend. I was very much drawn in to his writing and now I am looking for any published books or collections including written, audio etc that I could get.

 5. સુરેશ જાની મે 15, 2007 at 11:08 pm

  આટલા મોટા ગજાના શાયર હોવા છતાં અમારા ‘ સર્જન સહીયારું’ – કવિતાની વર્કશોપ જેવા બ્લોગ પર તઝમીન બનાવવાના આમંત્રણને માન આપી નીચેની તઝમીન બનાવી હતી………..

  http://sarjansahiyaaru.wordpress.com/2006/12/21/sarjankriya18_tazmeen/#comment-351

  તઝમીન’ રચવાના નિમંત્રણ બદલ આભાર. ક્યારેય તઝમીનની રચના કરી નથી.આપના આગ્રહને વશ થઈ પ્રયત્ન કર્યો છે.
  – આદિલ મન્સૂરી

  હર શ્વાસમાં અહીં તો વ્યથા જિંદગીની છે
  બળબળતી લૂની જેમ હવા જિંદગીની છે
  ડૂસકાંનું બીજું નામ કથા જિંદગીની છે
  રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે
  ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં

 6. Pingback: રસ્તા સુધી આવો -આદિલ મન્સુરી « ઊર્મિનો સાગર

 7. Pingback: ઈ-મેલમાં -આદિલ મન્સૂરી « ઊર્મિનો સાગર

 8. Pingback: 'મળે ન મળે' - શ્રી આદિલજીને 71માં જન્મદિનની શુભકામનાઓ... « સહિયારું સર્જન - પદ્ય

 9. Pingback: 18 - મે - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર

 10. Pingback: વતનની ધુળથી માથું ભરી લઉં ..... « કાવ્ય સુર

 11. Pingback: Bansinaad

 12. Idetrorce December 16, 2007 at 2:24 am

  very interesting, but I don’t agree with you
  Idetrorce

 13. સુરેશ જાની November 7, 2008 at 8:16 am

  તા. 6 – નવે મ્બર – 2008 ના રોજ આ ફાની દુનીયાને ત્યાગી આદિલજી જન્નતનશીન થયા છે.

 14. Pingback: ‘આદિલ’ની યાદમાં « કાવ્ય સુર

 15. DR. CHANDRAVADAN MISTRY November 12, 2008 at 10:50 pm

  ADILBHAI was a GREAT PERSON in the GUJARATI SAHITYA..he is no more with us but he will always remain in our memories. An ANLALI KAVYA is posted on my Site & ALL are invited to read at http://www.chandrapukar.wordpress.com See you there !

 16. Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય

 17. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 18. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: