
“આ અણસમજુ વન વચ્ચે શું, મારે મરવાનું છે આમ?
નથી દશાનન દક્ષિણે, અને ઉત્તરમાં નથી રામ. ”
– જટાયુ
# રચનાઓ
_______________________________
નામ
સિતાંશુ યશચન્દ્ર મહેતા
જન્મ
18-08-1941 – ભુજ
અભ્યાસ
એમ.એ., પી.એચ.ડી.
પ્રવૃતિ
અધ્યાપન; ‘એનસાઇકલોપીડિયા ઓફ ઇન્ડિયન લિટરેચર’ – દિલ્હી ના ભૂતપૂર્વ સંપાદક
જીવન ઝરમર
કવિ, નાટ્યકાર, વિવેચક, સૌન્દર્યશાસ્ત્ર અને તુલનાત્મક સાહિત્ય એમના અભ્યાસના મુખ્ય વિષયો ; સરરિયલ કવિતા, મૌલિકતા તેમની લાક્ષણિકતા ; પરંપરાથી ઊફરા ચાલે અને પોતાની પરંપરામાં પણ ન રહે , એ એમની વિશેષતા; તેમની કવિતાને પામવા અમુક પ્રકારની સજ્જતા અનિવાર્ય; સિતાંશુ એટલે આધુનિકતાનો આવિષ્કાર
કૃતિઓ
કવિતા– ઑડિસ્યૂસનું હલેસું , જટાયુ ; વિવેચન -સીમાંકન અને સીમોલ્લંઘન, રમણીયતાનો વાગ્- વિકલ્પ
સન્માન
સાહિત્ય અકાદમી – દિલ્હીનો એવોર્ડ ‘જટાયુ’ માટે; વિવેચન ગ્રંથો માટે ગુજરાત સરકારનો પુરસ્કાર; 2006 – ભારત સરકાર તરફથી પદ્મશ્રી
સાભાર
આપણા પ્રતિનિધિ સારસ્વતો – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન.
Like this:
Like Loading...
Related
તેમને ચાલુવર્ષે પદ્મશ્રી પણ મળ્યો છે જે આપની જાણ ખાતર.
સર્જકોની પરવાનગી લઈને તેમનાં સરનામાં,
ટેલીફોન નંબર અને ઈ–મેઈલ આઈડી
જરુર આપો..ઉત્તમ અને મધુ..
પ્રિય મિત્રો!
સર્જકોનાં એડ્રેસ-સંપર્ક નંબર – ઈ-મેઈલ આઈ-ડી- અંગે આપનું સૂચન સારું છે. આ અંગે વ્યાવહારિક સમસ્યાઓ ઉદભવે છે. શ્રી સુરેશભાઈ તથા મારા અન્ય સહયોગીઓ બહાર છે; માત્ર હું અમદાવાદ ખાતે છું. સર્જકોના નામ-સરનામા સાથેનો કોઈ આધારભૂત સ્રોત ઉપલબ્ધ નથી. જે પુસ્તકો હોય, તેની માહિતી ઝડપથી આઉટ-ડેટ થઈ જાય છે, ખાસ કરીને ફોન નંબર. ગુજરાતમાં અનેક ટેલિફોન કંપનીઓ સેવા આપતી હોવાથી હવે પહેલાં ની માફક ડિરેક્ટરીમાંથી સંપર્ક થઈ શકતો નથી. બહુ જ ઓછા સર્જકો નેટનો ઉપ.યોગ કરી રહ્યા છે. ગણ્યાગંઠ્યા સર્જકોના જ આઈ-ડી મળી શકે. આમ છતાં આ અંગે પ્રયત્નો તો છે જ. અને ગુજરાતી સાહિત્ય પરિષદનો પ્રતિભાવ ઉત્સાહજનક છે. પણ બધી માહિતી મેળવવામાં ખૂબ સમય લાગી જાય.
તેથી એક વખત તો અમે, જે રીતે જે માહિતી જેટલી પણ ઉપલબ્ધ થાય તે મૂકતાં જઈએ છીએ. આપ જેવા ગુણીજનો-વાચકો-સર્જકોનો સહકાર મળતો રહેશે તો ખૂટતી માહિતી ભરાતી રહેશે, ખરું ને?
આભાર … હરીશ દવે (અમદાવાદ)
From email
દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો
તે પહેલાનો સમુદ્ર મેં જોયો છે.
મેં વડવાનલના પ્રકાશમાં પાણી જોયાં છે.
આગ અને ભીનાશ છૂટાં ન પાડી શકાય.
ભીંજાવું અને દાઝવું એક જ છે.
સાગરના તળિયેથી જયારે હું બહાર આવું
ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય.
હું મરજીવો નથી
હું કવિ છું.
જે છે તે કેવળ મારી આંખોમાં.
‘સાગરને તળિયેથી હું બહાર આવું
ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય.
હું મરજીવો નથી. હું કવિ છું.’
પદ્મશ્રી સિતાંશુ યશશ્ચન્દ્ર
“હું મરજીવો નથી,
હું કવિ છું.
જે છે તે કેવળ મારી આંખોમાં.”
He will be in USA and having fuction in NJ. on April 18th.
Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
https://niravrave.wordpress.com/2018/04/30/%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BF%E0%AA%95-%E0%AA%85%E0%AA%AD%E0%AA%BF%E0%AA%A8%E0%AA%82%E0%AA%A6%E0%AA%A8-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80/