“આત્મનિર્ભર થવું,
ખૂબ ભણવું અને વાંકડો માંગે
તેની સાથે લગ્ન ન કરવું.”
–
_________________ – ઊર્મિસાગર
ઉપનામ
પંચમહાલનાં ‘મીની મધર ટેરેસા’
નામ
ડૉ. ઇલાબહેન મનુભાઇ દેસાઇ
જન્મ
૧૯૩૯માં મોસાળ- ધમડાછામાં (ગણદેવી તાલુકો)
કુંટુંબ
માતા – શાંતાબહેન પિતા – ડાહ્યાભાઇ નાયક (બહુશ્રુત વિદ્વાન) પતિ – મનુભાઇ
અભ્યાસ
બી.એ. (ઓનર્સ સાથે સ્નાતક), એમ.એ. , બી.એડ.
વ્યવસાય
કૉલેજકાળ દરમ્યાન એન.સી.સી.ના સાર્જન્ટ અને ટ્રેનીંગ કેમ્પમાં અંડર ઓફિસર તરીકે યશસ્વી કામગીરી બજાવેલી; અમલસાડ હાઇસ્કૂલની કન્યાવિંગમાં વ્યાયામ શિક્ષિકા ; દાહોદ ભીલ સેવામંડળના ટ્રેઝરર તથા એના દ્વારા સંચાલિત મહિલા અધ્યાપન મંદિરના આચાર્યા ; પંચમહાલ જિલ્લામાં મહિલા વિઁગના હોમગાર્ડ કમાન્ડર ; ગ્રામ રક્ષક દળનાં માનદ અધિકારી ; સ્કાઉટ ગાઇડ સંઘનાં ચીફ કમિશ્નર ; નારી સંરક્ષણ ગૃહ, તકેદારી કમિટી, રાઇફલ ક્લબનાં સભ્ય ; આરોગ્ય ક્ષેત્રે જૈન ટ્રસ્ટના સહયોગથી ઉભી કરેલી હૉસ્પિટલ.
જીવન ઝરમર
અનેકવિધ સેવાક્ષેત્રે બહુમુખી વ્યક્તિત્વ ધરાવનાર એક કર્મયોગિની સન્નારી; સેવાકાર્ય એમનાં જીવનની નેમ; સેવા અને માનવકલ્યાણના ભેખધારી પિતા બહુશ્રુત વિદ્વાન હતા; માતાપિતા તરફથી મળેલાં સેવા-સહકારનાં સંસ્કાર; દરિદ્ર અને દલિતોમાં પ્રિય સમગ્ર પરિવાર આઝાદીની લડતમાં જોતરાયો હતો; માછીમાર, દલિત, આદિવાસી મહિલા-બાળકોની અંતરની વેદનાથી દાઝી ગયેલાં હોઇ આજીવન એમનાં સેવાકાર્ય કરી એમનાં દુ:ખડાં દૂર કરવા સાબદાં બન્યાં; એમનાં સેવાપરાયણ અને અધ્યાત્મવાદી પતિનાં સહયોગથી નિરાધાર અનાથ બહેનોનો આધારસ્તંભ બન્યાં; 1965 – પંચમહાલ-દાહોદનાં ભીલ સેવામંડળનું સેવાકાર્ય શરૂ કર્યુ અને અદ્યાપિ પર્યંત સેવાપ્રવૃત રહ્યાં; પંચમહાલ જિલ્લાનાં ઝાલોદ ગામે તત્કાલિન શિક્ષણમંત્રી ઇન્દુમતિબેન શેઠે ભીલ સેવામંડળ દ્રારા શરૂ કરેલ મહિલા અધ્યાપન મંદિરમાં આચાર્યા નિમાયા હતા; લોકસેવક બબલભાઇ મહેતા અને ગુજરાતના મૂકસેવક ‘મુઠ્ઠી ઉંચેરા માનવી’ પૂજ્ય રવિશંકર મહારાજના આશીર્વાદ સાથે મહિલા કલ્યાણ કેન્દ્રની શરૂઆત કરી; આ પછી તેમણે ગ્રામસેવિકા તાલીમ કેન્દ્ર, બાળકલ્યાણ માટે આંગણવાડીનો પણ આરંભ કર્યો; ભીલસેવા મંડળનાં ટ્રેઝરર ઉપરાંત મહિલા ઉત્કર્ષ, બાળકલ્યાણ પ્રવૃત્તિ અને સમાજ સુધાર-સેવાપ્રવૃત્તિ તેમનાં કાર્યક્ષેત્રનું ફલક બની રહ્યું; વ્યક્તિ સુધાર દ્રારા સમાજ સુધારનો સેવાયજ્ઞ આરંભ્યો; મહિલા કલ્યાણ પ્રવૃત્તિના પર્યાય સમા તેમણે અમદાવાદનાં જ્યોતિસંઘનાં એમનાં આદર્શમૂર્તિ ચારુમતિબહેન યોદ્ધાની કાર્યશૈલી અને કાર્યપદ્ધતિ અપનાવી તેમણે વિવિધ પ્રકારે ત્રસ્ત અને પીડિત મહિલાઓને ઉગારી-બચાવીને આશ્રય, હૂંફ અને આત્મીયતા બક્ષ્યાં; સમન્વયકારી અને સમાધાકારી અભિગમથી સ્ત્રીઓ આત્મનિર્ભર, સ્વાશ્રયી અને સ્વાવલંબી બને એનાં હંમેશા હિમાયતી રહ્યાં; બહેનોને સ્વરોજગારી – પૂરક રોજગારી મળી રહે એ શુભાશયથી તેમણે પંચમહાલમાં 1965માં ખાદી ગ્રામોદ્યોગનું કાર્ય આરંભેલું, જે પ્રવૃત્તિ આજે પંચમહાલ ઉપરાંત વડોદરા, અમદાવાદ અને સૌરાષ્ટ્રભરમાં ફૂલીફાલી છે; 1982 – પતિનાં નિધન બાદ તેઓએ ‘મહર્ષિ અરવિંદ વર્તુળ’ શરૂ કર્યુ; 1997 – આચાર્ય પદેથી સેવાનિવૃત્ત થઇ હાલમાં તેઓ કેન્દ્ર સરકારના અવૈધિક શિક્ષણનાં પ્રોજેક્ટ અધિકારી
સન્માન
નવી દિલ્હીના ‘ભારતીય આદિમ જાતિ સેવક સંઘે’ તેમની મહિલા ઉત્કર્ષની અને નારીસેવાની વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી 1998માં તેમનું બહુમાન કર્યુ. ગુજરાત હાઇકોર્ટે, કાનૂની સેવા સત્તામંડળના ઝાલોદ તાલુકામાં સભ્ય તરીકે વરણી કરી અને ઝાલોદની લોક અદાલતમાં તેમના બહુમૂલ્ય પ્રદાનનું ગૌરવ થયું.
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – અ « ગુજરાતી પ્રતિભા પરિચય
Thanks A Lot !
Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સમાજ સુધારક/ સમાજ સેવક | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય