ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

રાવજી પટેલ,Ravji Patel


ravji_patel_1.jpgમારી આંખે કંકુના સૂરજ આથમ્યા.

 મારી શગને સંકોરો વીરા.”

# રચના ઃ ૧ ઃ ૨ ઃ ૩ ઃ

____________________________
જન્મ

15-11-1939 – વલ્લભપુરા

અવસાન

10-08-1968

કુટુંબ

પિતા– છોટાલાલ ; પત્ની – હંસા ; પુત્રી – અપેક્ષા

અભ્યાસ

એસ.એસ.સી.

વ્યવસાય

મિલ, છાપાં, લાયબ્રેરી માં નોકરી સાથે લેખન

જીવન ઝરમર 

 • બુધ સભા, ‘રે’ મઠના સભ્ય
 • જીવનના છેલ્લા બે વર્ષ આણંદ અને અમરગઢની ક્ષયની હોસ્પીટલમાં
 • અંગત અને બિનઅંગત સીમાની વચ્ચે રહીને રાવજી લખે છે. કવિ ને લય અને ભાવ અને ભાવલય સહજ છે.
 • આસક્તિ અને શારીરિક અશક્તિની વચ્ચે ક્ષણે ક્ષણે વહેરાતો આ જીવ લયથી મૂંગી ટેકરીઓને મુખરિત કરે છે.
 • રઘુવીર ચૌધરીના શબ્દોમાં ‘દગ્ધ કૃષિ કવિ’
 • કવિતામાં નગર જીવનના ઉધાર પાસાં અને કૃષિજીવનનું સમન્વય

કૃતિઓ

 • કવિતા– અંગત, કણસતી વ્યાથાનો કવિ
 • નવલકથા – અશ્રુઘર, ઝંઝા (કલ્પના મિશ્રિત આત્મકથા) ,  વૃત્તિ
 • નવલિકા – વૃત્તિ અને વાર્તા
 • નાટક– રાખ પણ બોલે છે
 • પત્રો – રાવજી પટેલ( મફત ઓઝા )

સાભાર

 • આપણા પ્રતિનિધિ સારસ્વતો – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન
 • ગુજરાત ટાઇમ્સ – ન્યુ યોર્ક અને શ્રી. ચીનુ મોદી
વધુ માહિતી

10 responses to “રાવજી પટેલ,Ravji Patel

 1. હરીશ દવે ઓગસ્ટ 27, 2006 પર 4:39 એ એમ (am)

  રાવજી પટેલ નામ સાંભળવતાં વેંત તેમણે વેઠેલો જીવન સંઘર્ષ યાદ આવે!
  તેમની કવિતા “ઠાગા ઠૈયા”ની આ પંક્તિઓ:

  આપણે શા ઠાઠ
  કવિતાને ઘર શું ને કરવા શા ઘાટ?
  દોમ દોમ સાહ્યબી
  મારે મન ફફડતા પડદા-
  ફફડતી ભીંત.
  …………………..
  હું તો માત્ર
  ઓરડામાં સબડતું આદિ મમી,
  હું તો માત્ર
  ભૂખથી રિબાતું મારું વલ્લવપુરા ગામ.
  ………… રાવજીના શબ્દોમાં કઠોર વાસ્તવિકતા પાછળ પણ જિંદાદિલી અને ખુમારી છલકતી … હરીશ દવે

 2. manvant ઓગસ્ટ 28, 2006 પર 12:49 એ એમ (am)

  અંગત,ઝંઝા,અશ્રુઘર,વૃત્તિ ને વાર્તા લખનારો અલગારી જીવ
  રાવજી પટેલ કેંસરની જીવલેણ બિમારી ભોગવીને નાની ઉંમરમાં
  આ ફાની દુનિયા છોડીને ચાલ્યો ગયો !
  “મારી આંખે કંકુના સૂરજ આથમ્યા!”…ગોફણમાં સીમ,ઘરમાં ઘઊંનું ખેતર,અડાયા નીચે વિશ્વ,પાંપણથી પાની પલાળવી:”તમે રે તિલક રાજા રામના ,અમે વગડાનાં ચંદન કાષ્ટ રે !”આ છે રાવજીભાઈ !

 3. Pingback: Ravji Patel – Poet Introduction ( રાવજી પટેલ )

 4. Pingback: સ્વ. રાવજી પટેલ « મારા વિચારો, મારી ભાષામાં!

 5. Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 7. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 8. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

 9. Yogesh Trivedi જૂન 24, 2018 પર 1:46 એ એમ (am)

  તમે રે તિલક રાજા રામ ના…કાવ્ય માં “તમારી મશે ના અમે સોહિયા” નો શું અર્થ થાય છે?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: