“No, Sir! ” – કટોકટી દરમ્યાન લોક સભામાં અનેક વાર
”રોગ મારા શરીરને થયો છે, આત્માને નહીં .”
– 1999
”કદી નમતું ન આપો, કદી દબાણને વશ ન થાઓ,
કદી પ્રયત્ન કરવાનું બંધ ન કરો
અને કદી આશા ન છોડો.”
# ગાંધીજી વિશે
___________________ – સુરેશ જાની
નામ
પુરુષોત્તમ ગણેશ માવળંકર
જન્મ
3 ઓગસ્ટ – 1928 ( પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી નામ તે પ્રમાણે) , અમદાવાદ
અવસાન
14 માર્ચ – 2002, અમદાવાદ
કુટુમ્બ
- માતા – સુશીલાબેન ; પિતા – ગણેશ
- પત્ની – પૂર્ણિમા ( જાણીતા નાગરિક મંગળદાસ ગિરધરદાસના પુત્રી)
અભ્યાસ
- પ્રાથમિક – અમદાવાદ મરાઠી શાળામાં, સવારે મરાઠી, બપોરે ગુજરાતી અને રાત્રે સંગીત શીખતા
- માધ્યમિક – સી.એન. વિદ્યાવિહાર, અમદાવાદ, શાળાના પાટીયા પર ‘સુવિચાર’ લખવાની પ્રવૃત્તિ શરુ કરી હતી
- 1945 – મેટ્રીક, પ્રથમ વર્ગમાં
- કોલેજ શિક્ષણ એલ.ડી. આર્ટસ કોલેજ, અમદાવાદ
- 1949 – રાજ્યશાસ્ત્ર માં મુંબાઇ યુનિ. માંથી બી.એ.
- 1951 – રાજ્યશાસ્ત્ર માં મુંબાઇ યુનિ. માંથી એમ.એ.
- 1951-54 લંડન સ્કૂલ ઓફ ઇકોનોમીક્સમાં અભ્યાસ, એક વર્ષ હેરોલ્ડ લાસ્કીના ઘેર રહ્યા હતા
- પિતાના અવસાનના કારણે પી.એચ. ડી. પૂરી ન કરી શક્યા અને અમદાવાદ પાછા આવ્યા
વ્યવસાય
- 1949 – એલ.ડી. આર્ટ્સ કોલેજમાં ફેલો તરીકે શિક્ષણકાર્ય શરુ
- 1954 – 1960 તેજ કોલેજમાં રાજ્યશાસ્ત્રના વ્યાખ્યાતા
- 1960- 68 તે જ કોલેજમાં રાજ્યશાસ્ત્રના ખાતાના વડા અને છેલ્લે કોલેજના આચાર્ય
- 1968 પછી – કોઇ પક્ષ સાથે જોડાયા વગર સક્રીય રાજકારણમાં
- 1991-93 – જે.એન. યુનિ. દિલ્હીની સેનેટમાં
જીવન ઝરમર
- પિતા (*દાદા સાહેબ) અગ્રણી ધારાશાસ્ત્રી, સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સેવક, કેળવણીકાર અને લોકસભાના પ્રથમ સ્પીકર * લાડનું નામ / ઉપનામ
- માતા (*વાહિની) પણ પીઢ સ્વાતંત્ર્ય સેનાની, લોકસભાના પૂર્વ સભ્ય,
- જન્મથી મૃત્યુ સુધી અમદાવાદ સાથે નાતો
- નાનપણમાં અભિનયમાં રસ, સંત તુકારામની ભૂમિકા નાટકમાં આબેહૂબ ભજવી હતી
- ઘણા જાણીતા દૈનિકોમાં તેમની કોલમો છપાતી
- 1954– હેરોલ્ડ લાસ્કી ઇંસ્ટીટ્યુટ , અમદાવાદની સ્થાપના , 1997 સુધી ચલાવી, બંધ થતાં બધા દાન અપનારને રકમ પરત કરી હતી
- 1961– ‘અભ્યાસ’ નામના સામાયિકની શરુઆત , 1970 સુધી
- 1968 – સૈધ્ધાન્તિક મતભેદોને કારણે કોલેજમાંથી રાજીનામું
- 1972– ઇન્દુલાલ યાજ્ઞિકનું અવસાન થતાં અમદાવાદની લોકસભાની બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટાયા
- 1972-79 અમદાવાદના સંસદ સભ્ય
- 1975-76 કટોકટી દરમ્યાન, લોકસભામાં નીડર રીતે ચોવીસ વ્યાખ્યાનો આપ્યા હતાં
- અનેક વાર વિદેશ યાત્રા અને વ્યાખ્યાનો
- નીડર, બાહોશ વ્યવસ્થાપક, સેવાપ્રેમી, સાહિત્યપ્રેમી, કલાપ્રેમી, સત્યવકતા અને સિધ્ધાંતનિષ્ઠ વ્યક્તિ
- રાજકારણ એ સેવા કરવાનો વ્યવસાય છે એમ માનનાર અને અમલમાં મુકનાર વીરલ વ્યક્તિ
- મોટા પદો શોભાવ્યા હોવા છતાં સાવ સાદા
રચનાઓ
- સંપાદન – મારા પિતા
- રાજકારણ – No Sir , ભગવાન આ માફ નહીં કરે ( કટોકટી દરમ્યાન લોકસભામાં આપેલાં વ્યાખ્યાનો)
સન્માન
- 1979– શ્રેષ્ઠ સાંસદ એવોર્ડ
- 1996– અમદાવાદ મ્યુનિ. નો ‘નગર ભૂષણ’ એવોર્ડ
સાભાર
કમલા પરીખ, ‘કુમાર’ માર્ચ – 2005
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા … પ - થી - મ « ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: 14 - માર્ચ - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર
Congratulation for your dedication and love to mother tounge.sundar lekh.
Ramesh Patel(Aakashdeep)
Pingback: અનુક્રમણિકા – પ « ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: રાજકીય નેતા | ગુજરાતી પ્રતિભા પરિચય