ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મધુ રાય, Madhu Rai


madhu_ray.JPG” ….  ઓહ, માય ગોડ!” લહરી જીભ કચડીને કહે છે. તેને સમજાય છે કે તેના અજાણતાં પુછાયેલા સવાલથી મારા દુઃખની આસપાસ વીંટેલા પાટા ઊખડી રહ્યા છે. પાણીમાં કાંપતા બત્તીના પ્રતિબિંબની જેમ  લહરી પશ્ચાત્તાપથી ધ્રૂજે છે.

અમે બન્ને અમારી પ્લાસ્ટીકની બેગોનાં નાળચાં પકડી, છાતીએ ચાંપીને ઊભાં છીએ. ”

# ગિલહરી

 

#  શ્રી. કિરીટ દુધાતે લીધેલ ઈન્ટરવ્યુ

______________________________

નામ

મધુસૂદન ઠાકર

જન્મ

જુલાઈ 16 – 1942 ; જામખંભાળિયા

કુટુમ્બ

માતા– વિજયાબહેન ; પિતા – વલ્લભદાસ ઠાકર

અભ્યાસ

 • પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કલક્તામાં
 • ઉચ્ચ શિક્ષણ સ્કોટીશ ચર્ચ કોલેજમાં
 • એમ. એ.(USA)
 • કોવિદ (રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વર્ધા)
 • 1969-70 – હોનોલૂલૂમાં નાટ્યમંચ અને નાટ્ય દિગ્દર્શનની તાલીમ

વ્યવસાય

 • અમદાવાદમાં કોપીરાઇટર / જાહેરખબર લેખક
 • શિકાગોમાં આ જ કામ અને સાથે સાહિત્ય સેવા
 • લન્ડનમાં સરકારી દસ્તાવેજોના અનુવાદ
 • ફીલાડેલ્ફીયામાં ડ્રગ ક્લીનીકમાં સાયકો થેરાપીસ્ટ
 • 1980-1983 સુધી – લોસ એંજેલસ માંથી ‘ગુજરાતી’ સાપ્તાહિક સમાચાર સામાયિકનું સંપાદન
 • ન્યુયોર્કમાં ‘ગુજરાત ટાઇમ્સ’ ના સ્થાપક તંત્રી
 • હાલ ન્યુ જર્સીમાં સ્થાયી

તેમના વિશે વિશેષ

 • વર્ષો સુધી કલકત્તામાં રહ્યા
 • પ્રસિધ્ધ ગુજરાતી  નાટ્ય સંસ્થાઓ ‘દર્પણ’ અને  ‘આઇ. એન. ટી.’માં તેમના લખેલા નાટકો બહુ વખણાયેલા
 • નાટકોમાં  અભિનય પણ કરેલો છે
 • થોડો સમય સુધી અમદાવાદ રહીને અમેરિકા જઈ વસ્યા
 • 60-70 ના ગાળામાં ‘ચાંદની’ વાર્તામાસિકમાં તેમની તાજી સર્જકતા વાળી વાર્તાઓ બહુ વંચાતી
 • પ્રયોગશીલ વાર્તા અને નાટકના  સર્જક
 • ગદ્ય-લયના વિલક્ષણ ઉન્મેષો દાખવતો ‘હાર્મોનીકા’ નામનો નવો કથનપ્રકાર વિકસાવ્યો
 • ‘કુમારની અગાશી’, ‘સંતુ રંગીલી’, ‘ખેલંદો’, ‘શરત’ તેમના ઘણાં વખણાયેલા નાટકો
 • કેતન મહેતાની ‘મિ. યોગી’ નામની દૂર દર્શન શ્રેણી પણ ઘણી વખણાયેલી

મુખ્ય રચનાઓ

 • વાર્તાસંગ્રહો – બાંશી નામની એક છોકરી, રૂપકથા, કાલસર્પ
 • નવલકથા –  ચહેરા, સભા, સાપબાજી, કામિની
 • એકાંકીસંગ્રહ – અશ્વત્થામા
 • નાટકો – આપણે ક્લબમાં મળ્યા હતા, કોઇ પણ એક ફૂલનું નામ બોલો તો, કુમારની અગાશી

સન્માન

 • નર્મદચન્દ્રક, પ્રેમાનન્દ પુરસ્કારો
 • ભારતીય ભાષા પરિષદ પારિતોષિક
 • 1999 – રણજિતરામ સુવર્ણ ચન્દ્રક

સાભાર

શ્રી. ઉત્તમ ગજ્જર, રિડીફ.કોમ

Advertisements

9 responses to “મધુ રાય, Madhu Rai

 1. સુરેશ જાની September 15, 2006 at 11:42 am

  મને જણાવતાં આનંદ થાય છે કે આ પોસ્ટ મધુભાઇએ જાતે તપાસવાની ચીવટ રાખી છે, અને તેમની અનુમતિ બાદ આ પ્રકાશિત કરવામાં આવી છે.

 2. Chandrakant Shah September 27, 2006 at 3:49 am

  Gujarati Gadhya no Dullo Raja !

 3. Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Pingback: ( 817 ) “બાંશી નામની એક છોકરી” નામની એક સ્ટોરીની સ્ટોરી ….. મધુ રાય | વિનોદ વિહાર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: