ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મોહનલાલ પંડ્યા


mohanlal_pandya.jpg” સરકારે અમને દબાવી જોયા, પણ એમને લાગ્યું કે, અમે નમીએ એમ નથી. સંકટ સહન કરીને ચઢવાનું છે. અમને જેલમાં મોકલી સરકારે અમારી કીર્તિ વધારી છે. ”

– #  ડુંગળી ચોર  તરીકે સન્માન વખતે

 ” પ્રજામાં એક માણસ સાચો હોય તો તે કેટલું કરી શકે છે અને કેટલી અસર પાડી શકે છે, તે તેમના જીવન પરથી જણાઇ આવે છે.” – ગાંધીજી

  # જીવન ઝરમર  – 1 –  #   – 2 –

_______________________ નામ

મોહનલાલ કામેશ્વર પંડ્યા

જન્મ

21- જુન , 1872 , કઠલાલ , ખેડા જિ.

અવસાન

14 – મે ; 1935

કુટુમ્બ

પિતા સમૃધ્ધ ખેડૂત ; 30 એકર જમીનના માલીક

અભ્યાસ

 • 1902 – મુંબાઇ યુનિ. માંથી ખેતીવાડી વિષયમાં સ્નાતક

વ્યવસાય

 • 1902– ગોંડલ રાજ્યના ખેતીવાડી વિભાગમાં અધિકારી
 • 1904 – વડોદરા રાજ્યના ખેતીવાડી વિભાગમાં અધિકારી
 • 1905- 11– ક્રાંતિકારી – બોમ્બ પ્રવૃત્તિ
 • 1911- 15 – ભૂગર્ભમાં
 • 1915- 35 – ચૂસ્ત ગાંધીવાદી

જીવન ઝરમર

 • વડોદરામાં નોકરી દરમિયાન શ્રી. અરવિંદ અને બારીન્દ્ર ઘોષના સંપર્કમાં આવ્યા અને બોમ્બ બનાવવાની પ્રવૃત્તિમાં જોડાયા 
 • નરસિંહભાઇ ઇશ્વરભાઇ પટેલની સાથે બો મ્બ બનાવવાની માહિતી આપતી પુસ્તિકાઓ છાપી , છુપા નામો – વનસ્પતિની દવાઓ, સાબુ બનાવવાની રીત, યદુકુળનો ઇતિહાસ વિ. (!)
 • 13- નવેમ્બર , 1909 – અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટો  ઉપર બોમ્બ ફેકનાર ટુકડી ના સભ્ય
 • 1911 – સયાજીરાવ ગાયકવાડે સરકારના દબાણના કારણે નછુટકે નોકરીમાંથી કાઢ્યા
 • ભુગર્ભ વાસ દરમિયાન સી.આઇ.ડી ને હાથ તાળી આપવામાં પાવરધા
 • 1917 – નરહરિ પરીખ સાથે ગાંધીજીએ ભરેલી પ્રથમ ગુજરાત રાજકીય પરિષદ માં ભાગ લીધો
 • 1918– મહેસુલ માફ કરાવવા ખેડા સત્યાગ્રહ શરુ કરાવવામાં નોંધપાત્ર પ્રદાન અને સામાજિક કાર્યમાં સક્રીય ફાળો 
 • સત્યાગ્રહના ભાગ રૂપે ખાલસા નહીં થયેલ ખેતરોમાંથી ડુંગળી ચોરવાની પ્રવૃત્તિ ; તેમાં પકડાયા અને વીસ દિવસ જેલવાસ
 • લોકો દ્વારા ‘ડુંગળી ચોર’ નો પ્રેમ સભર ઇલ્કાબ અને જેલમાંથી છુટ્યા બાદ ગાંધીજી, સરદાર અને બીજાઓ દ્વારા અભૂતપુર્વ સ્વાગત અને સન્માન
 • સરદારના વિશ્વાસુ સાથી
 • મે 1923– નાગપુર ઝંડા સત્યાગ્રહમાં ગુજરાતની 75 સ્વયંસેવકોની ટુકડીના નેતા; એક વરસની જેલ સજા
 • ડિસે. 1923 – બોરસદ સત્યાગ્રહના સેનાપતિ
 • 1924 – બારૈયા કોમમાં સુધારણાનું કાર્ય
 • 1927– રેલરાહતના કાર્યમાં મહત્વનું પ્રદાન
 • 1928– બારડોલી સત્યાગ્રહમાં મહત્વની ભૂમિકા, બાદમાં આદીવાસી ‘રાનીપરજ’ લોકોમાં સેવા કાર્ય
 • 1930– દાંડી સત્યાગ્રહમાં રવિશંકર મહારાજ સાથે મહત્વનું કાર્ય
 • 1930-32 – કારાવાસ  

રચનાઓ

 • વ્યક્તિ ચિત્રો –  કર્મવીર ગાંધી ; ગોખલે ભાગ 1,2   (અંગ્રેજ સરકાર દ્વારા  જપ્ત )

સાભાર

ડો. જયકુમાર શુકલ –  ‘કુમાર’ માસિક – ઓગસ્ટ- 2005 .

12 responses to “મોહનલાલ પંડ્યા

 1. Pingback: અનુક્રમણિકા … પ - થી - મ « ગુજરાતી પ્રતિભા પરિચય

 2. સુરેશ જાની સપ્ટેમ્બર 15, 2006 પર 9:29 પી એમ(pm)

  ભગતસિંહ અને ખુદીરામ બોઝનું નામ કયો સ્વમાની ભારતીય નહીં જાણતો હોય? પણ વેપારી ગણાતી ગુજરાતી પ્રજામાં પણ આવા વીરલા પાક્યા હતા, તે ઘણાને ખબર નહીં હોય.
  સુખી જમીનદારને ઘેર જન્મેલ અને 1902 ની સાલમાં સ્નાતક થયેલી હોય તેવી આ વ્યક્તિએ પોતાનો સ્વાર્થ માત્ર જ જોયો હોત તો, આસમાનને આંબી દીધું હોત. પણ મોહનલાલ તો સ્વરાજ્યનો ભેખ ધરીને વતનની માટીમાં ખૂંપી ગયા. વતનની ધૂળથી પોતાનું માથું ભરી દીધું.
  આવા કંઇ કેટલાય વીરલાઓના જીવનની આહૂતિથી ભારતને સ્વતંત્રતા મળી છે. આપણે આટલી ઊંચાઇ કે ઊંડાઇએ ન પહોંચીએ, તો ય કમસે કમ દેશને લાંછન લાગે તેવા આચારથી તો દૂર રહીએ! અને આવી દેશદાઝ વાળી વ્યક્તિના માનમાં શિર નમાવીએ.

 3. C.N. Patel, Philadelphia--USA. ઓક્ટોબર 6, 2006 પર 1:46 એ એમ (am)

  Bhaisri,,,Deshbhakt -dungalichor sri Mohanlal Pandya vise janva malyu… aanand thayo. aavij rite garvi Gujarat na Deshbhakto na jivan charitra janavso..jeoa desh mate potana jivan kurban kari didha…………….. Chandrakant Patel

 4. Pingback: 14 - મે - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર

 5. Pingback: 21 - જુન - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર

 6. Pingback: અનુક્રમણિકા – મ « ગુજરાતી પ્રતિભા પરિચય

 7. Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય

 8. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 9. Pingback: દેશભક્ત | ગુજરાતી પ્રતિભા પરિચય

 10. Pingback: રાજકીય નેતા | ગુજરાતી પ્રતિભા પરિચય

 11. Pingback: સમાજ સુધારક/ સમાજ સેવક | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: