# શ્રી. સુંદરમ્ ની જીવન ઝાંખી વાંચવા અહીં ‘ક્લિક’ કરો. #
પ્રિય વાચક મિત્રો,
‘ગુજરાતી સારસ્વત પરિચય’ ની 100મી જીવનઝાંખી પ્રસિદ્ધ કરતાં અમને અત્યંત હર્ષ થાય છે. ગાંધી યુગના મહાન કવિ અને ફિલસુફ સદ્ ગત શ્રી. સુંદરમ્ અહીં સ્થાન પામનાર 100મા સારસ્વત છે. અમે વિચાર્યું હતું કે આ ઘટનાને અમે એક નવા જ અભિગમથી આપની સમક્ષ મૂકીએ. આ જીવન ઝાંખી અમારા પાંચેના સંયુક્ત પ્રયત્નનો પરિપાક છે. અને આ કારણે જ કદાચ આ જીવન ઝાંખી તમને બીજી ટપાલો કરતાં જરા જૂદી લાગશે.
જ્યારે સૌથી પહેલાં અહીં જીવનઝાંખી આપવાનું શરુ કર્યું ત્યારે અમને સ્વપ્ને ય ખ્યાલ નહોતો કે આટલે સુધી અમે પહોંચી શકીશું. આપ સૌએ જે ઉત્સાહથી અહીં વારંવાર મુલાકાત લીધી છે અને ઘણી બધી ટિપ્પણી આપી અમારા ઉત્સાહને વધાર્યો છે એના વગર કદાચ આટલે સુધી અમે ન પહોંચી શક્યા હોત. આ માટે અમે આપ સૌના ઋણી છીએ.
“ગુજરાતી સારસ્વત પરિચય” તથા “ગુજરાતી પ્રતિભા પરિચય”થી આપ સુવિદિત છો. આ અમારે મન પવિત્ર જ્ઞાનયજ્ઞ છે. વિશ્વગુર્જરી અને આપણી મા ગુજરાતીની સેવામાં આ બે અમારા મહત્વાકાંક્ષી અભિયાન છે. દેશ-વિદેશમાં સ્થિત ગુજરાતના હિતચિંતકોને તથા ગુજરાતી ભાષાના ચાહકોને અમારા આ પ્રયત્નનો લાભ મળશે તો અમને આનંદ થશે.
જો આપને આ પ્રયત્ન ગમ્યો હોય તો અમારી નમ્ર વીનંતિ છે કે, જેટલા બને તેટલા આપણા સમભાષી ભાઇ બહેનો આનો લાભ લેતાં થાય તે ઉદ્દેશ્યથી, આ વિષે ન જાણતા હોય તેવા આપના મિત્રો અને સંબંધીઓને આની જાણ કરશો અને મુલાકાત લેવા પ્રેરશો.
અમે અમારી પાસે પ્રાપ્ત સ્રોતોમાંથી ઉપલબ્ધ માહિતી મૂકતા જઈએ છે. આ સર્વે સ્રોતોનો વ્યક્તિગત આભાર માનવો શક્ય ન હોઈ અહીં સર્વ લેખકો, પ્રકાશકો, વિકેતાઓ, અને માહીતિ આપનાર વ્યક્તિઓનો જાહેર આભાર માનીએ છીએ.
જો આપને અહીં મૂકવામાં આવતી સામગ્રીમાં કોઇ કચાશ કે માહીતિ દોષ જણાય અથવા આપની પાસે કોઇ અગત્યની માહીતિ ઉમેરી શકાય તેવી હોય તો અમારું ધ્યાન દોરશો. આ કાર્ય માટે પુસ્તક કરતાં ઘણો વિશેષ આ માધ્યમનો ફાયદો આપણે સૌ ઊઠાવીએ. આવા સૌ સહકારની અહીં જાહેરમાં નોંધ લેવામાં આવશે.
જો અહીં પીરસવામાં આવતી સામગ્રીમાં કોઇના કોપી રાઇટ અથવા ગોપનીયતાનો ભંગ થતો કોઇને લાગે તો, દરિયા દીલ રાખીને ‘ગમતાંનો ગુલાલ’ કરવાની આ પ્રવૃત્તિને સહી લેવા વિનંતી છે. છતાં પણ અમારું ખાસ ધાન દોરવામાં આવશે તો તે માહીતિ અહીંથી દૂર કરવાની અમે બાંહેધરી આપીએ છીએ.
ગુજરાતી ભાષાની પ્રગતિમાં જેઓ સિંહ ફાળો આપી શકે તેવા મહત્વના સ્થાન પર વિરાજમાન છે, અથવા જેઓ જાણીતા સર્જકો છે,તે સૌ આ પ્રયત્નને માત્ર ‘વાહ’ કહીને બીરદાવશે તો પણ અમારો ઉત્સાહ અનેક ગણો વધી જશે. સુજ્ઞેષૂ કિમ્ બહુના ?
‘ગુજરાતી સારસ્વત પરિચય’ ના તંત્રીમંડળ વતી
સુરેશ બી. જાની
તંત્રી મંડળના સભ્યો : –
સુરેશ જાની : હરીશ દવે : અમિત પિસાવાડિયા : જયશ્રી ભક્તા : ‘ઊર્મીસાગર’
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય