ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

સુંદરમ્, Sundaram


sundaram_6.jpg“વાળી ઝૂડી મેં મંદિર સાફ કર્યા,
બારી- બારણે તોરણ ફૂલ ભર્યા.
મીટ માંડી હું આંગણિયે,
લળી તારા ચિત્ત લહું .”
– વિરાટની પગલી

” પૃથ્વીઉછંગે ઊછરેલ માનવી
હું માનવી માનવ થાઉં તો ઘણું.”

મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, –  રસદર્શન, વેબ ગુર્જરી પર.

રચનાઓ  – ૧ –   ;   –  ૨  –   ;   – ૩ –    –  ૪  –

ગુજરાતી સાહિત્ય પરિષદની સાઈટ પર 

વિકિપિડિયા પર 

 * * *      ર સ થા ળ        * * *

ગુજરાતી સાહિત્ય અકાદમીનો વિડિયો

આ જીવન ઝાંખી પ્રસંગે એક ખાસ સંદેશ  #

# રંગ રંગ વાદળીયાં   :  કહેજો જી રામ રામ    :  બાળકાવ્ય

# આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પરમે !  :  સ્તુતિ

# ઝાંઝરણું અલક મલકથી આવ્યું રે !             :  લોકગીત

# ઘણ ઉઠાવ     :  નમું તને પત્થરને?          :  સોનેટ

# પ્રભુ દેજો                                         :  ત્રિપદીઓ

# હો ગીત કોણ ગાતું ઘેલું                         : મુક્તક

# બંધાઇ ગયું                                       : પ્રણયનું એક લઘુકાવ્ય

# વૃત્તિની લીલા                                    :  સુંદરમ્ ની અંતરવાણી

# શ્રી અરવિંદ- દિવ્ય જીવન                      : સુંદરમ્ ના ધ્રુવતારકની વાણી

# કાવ્ય-રસાસ્વાદ

# સુંદરમ સાથેનાં સંસ્મરણો 

# અન્ય રચનાઓ

________________________________________________

#  અને એક ગીત સાંભળો  !  :   મારી બંસીમાં બોલ બે વગાડી તું જા …sundaram_3.jpg      sundaram_2.jpg ____________________________

નામ

ત્રિભુવનદાસ લુહાર

ઉપનામ

કોયા ભગત, સુંદરમ્

જન્મ

માર્ચ – 22, 1908; મિંયામાતર ( જિ. ભરૂચ)

અવસાન

જાન્યુઆરી – 13, 1991

કુટુમ્બ

  • પિતા – પુરુષોત્તમદાસ લુહાર
  • પત્ની – ; સંતાનો

અભ્યાસ

  • પ્રાથમિક – મિયામાતરમાં સાત ધોરણ સુધી
  • માધ્યમિક – આમોદ તથા ભરૂચમાં.
  • 1925-29 ગુજરાત વિધ્યાપીઠના સ્નાતક “ભાષાવિષારદ”

વ્યવસાય

  • શિક્ષણ અને અધ્યાપન
  • 1929 – સોનગઢ ગુરૂકુળમાં અધ્યાપક
  • 1934 – અમદાવાદ જ્યોતિસંઘમાં શિક્ષક
  • શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સાધના

 

sundaram_1.jpg

જીવન ઝરમર

 

  • ગાંધીયુગના ફિલસુફ કવિ અને સાધક
  • સુંદરમ્ – ઉમાશંકરની જોડી ગણાતી
  • અભ્યાસ છોટુભાઈ પુરાણીની આમોદની શાળામાં
  • ભરૂચમાં સુપ્રસિદ્ધ વિવેચક વિશ્વનાથ મગનલાલ ભટ્ટના વિદ્યાર્થી
  • ‘સાબરમતી’ ના તંત્રી

sundaram_7.jpg

  • 1969– ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
  • 1945 – શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સહકુટુંબ સ્થાયી થયા
  • અરવિંદ આશ્રમ – પોંડિચેરી ના ગુજરાતી ત્રિમાસિક ‘દક્ષિણા’ ના તંત્રી
  • યુવાન વયમાં સાવ નાસ્તિક એવા કોયા ભગતની કડવી વાણી [ હવે હરિ વૈકુંઠ જાઓ ] થી શરુ થયેલી અને મધ્યમાં થોડી શ્રધ્ધાયુક્ત બનેલી [ તને નમું , પત્થરને ય હું નમું – 1939 ] જીવનયાત્રા શ્રધ્ધા થી છલકતી યોગ્ય વ્યક્તિની કેવળ પૂજામાં [ શ્રી અરવિંદ!  શ્રી અરવિંદ ! હૃદય હૃદય, શ્રી અરવિંદ – 1967 ] સમર્પિત થઇ

દક્ષિણાનું પ્રતિક

sundaram_4.jpg

મુખ્ય રચનાઓ

  • કાવ્યસંગ્રહો – કોયા ભગવતની કડવી વાણી, કાવ્યમંગલા, વસુધા, યાત્રા,
  • બાલ કાવ્યો – રંગ રંગ વાદળિયાં
  • નવલકથા – પાવકના પંથે
  • વાર્તાસંગ્રહો – હીરાકણી અને બીજી વાતો, ખોલકી અને નાગરિકા, પિયાસી, ઉન્નયન, તારિણી
  • ચરિત્ર  – શ્રી અરવિંદ મહાયોગી
  • નિબંધ – ચિદંબરા, સા વિદ્યા
  • પ્રવાસ – દક્ષિણાયન
  • નાટ્યસંગ્રહ – વાસંતી પૂર્ણિમા
  • વિવેચન – અર્વાચીન કવિતા, અવલોકના, સમર્ચના, સાહિત્યચિંતન
  • અનુવાદ
    • આશ્રમ જીવન પહેલાં – ભગવદજ્જુકીયમ્ , મૃચ્છકટિક, કાયાપલટ, પરબ્રહ્મ
    • શ્રી. અરવિંદ ઘોષ – મહાકાવ્ય ‘સાવિત્રી’, ઉત્તરપાડા વ્યાખ્યાન, યોગ અને તેનું લક્ષ્ય, પૂર્ણ યોગનું તત્વ જ્ઞાન, સ્વપ્ન અને છાયા ઘડી, વિદેહીઓના વાર્તાલાપો
    • માતાજી – ભાવિ તરફ, ચાર તપસ્યાઓ અને ચાર મુક્તિ, સુંદર કથાઓ, અતિમાનસ, આદર્શ બાળક

સન્માન

  • 1934– રણજિતરામ સુવર્ણ ચન્દ્રક
  • 1946– મહીડા પારિતિષિક
  • 1955 – નર્મદ સુવર્ણ ચન્દ્રક
  • 1968– સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર
  • 1987 – ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સન્માન

સાભાર

  • ‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન
  • બૃહદ્ ગુજરાતી કાવ્ય સમૃધ્ધિ – ઇમેજ પબ્લીકેશન

38 responses to “સુંદરમ્, Sundaram

  1. Pingback: સોનેટ: ‘નમું’ - સુન્દરમ્ « ઊર્મિનો સાગર

  2. Pingback: પ્રભુ, દેજો - સુન્દરમ « મોરપિચ્છ

  3. Rajendra Trivedi,M.D. સપ્ટેમ્બર 22, 2006 પર 12:52 એ એમ (am)

    Dear Suresh and the team.

    GREETINGS FOR THE GREAT WORK.
    Now you did 100.
    The Person who got this site is “SUNDARAM”
    GUJARATI WHO WAS DEAR AND NEAR TO MANY BUT,TO
    ‘ARBINDO AND MA’ HE WAS THE SWEET HEART.
    HE LIVED IN PONDICHARI ASHRAM AND STAY CONNECTED UN TILL 1991.
    I KEEP HIM A LIVE IN MY HEART WITH HIS POEM…
    HUN MANAVI MANAVTHAV TO GANHU.
    S POEM

  4. Dilip Patel સપ્ટેમ્બર 22, 2006 પર 1:31 એ એમ (am)

    Murabbishree Sureshbhai,

    Congratulations for your gujarati sarasvat parichay blog’s “din duni raat cauguni” progress. Your blogs are getting better and very rich with interesting posts and comments.

    You should bring all gujarati sahitya bloggers together through this Gujarati sarasvat parichay blog to serve and enrich our matrubhasha.

    Dilip R. Patel

  5. Dilip Patel સપ્ટેમ્બર 22, 2006 પર 1:37 એ એમ (am)

    ત્રિભુવનદાસ લુહાર- સુન્દરમ્

    તું હ્રદયે વસનારી

    તું હ્રદયે વસનારી તું હ્રદયે વસનારી,

    ઘટ ઘટ ભીતર નરતનહારી તું હ્રદયે..

    તું અંતરના તાર પરસતી અંગુલિ કો રઢિયાળી,

    તું તિમિરોનાં ધણ વાળી લૈ કરત સદા રખવાળી. તું હ્રદયે..

    તું માનસ અમ મુકુલિત કરતી ઉજ્જવલ કો ધ્યુતિ અરુણા,

    તું જીવનના વ્રણ પર વરસત કોઈ અમીમય કરુણા. તું હ્રદયે..

    તું જીવનની જન્મ- ક્ષણોની ધાત્રી પ્રાણ-પ્રદીપા,

    તું કદમે કદમે પ્રજ્વલતી અગ્નિજ્યોત સજીવા. તું હ્રદયે..

    તું નયનો પર પડદા ઢાળી, અન્ય નયન દેનારી,

    તું જગમાં – જગપાર અનંતે અમ સંગે ઘૂમનારી. તું હ્રદયે..

    તું આનંદ અનર્ગળ પ્રભુનો, તું પ્રભુની પર શક્તિ,

    તું ઋત રાત સૌ ધારણહારી, તું અંતિમ અમ મુક્તિ. તું હ્રદયે..

    તું અમ ચરણોની ગતિ, તું અમ નેત્ર તણી ધ્રુવતારા,

    તવ હ્રદયે અમ વાસ સદા હો, હે હરિની રસધારા. તું હ્રદયે..

    ત્રિભુવનદાસ લુહાર- સુન્દરમ્

    મુકુલિત – ખીલેલું

    ગાંધીયુગના જાણીતા કવિ-સાહિત્યકાર

    જન્મ: મિયાંમાતર ( જિલ્લો- ભરૂચ)

    22-3-1908 – 13-1-1991

  6. Pingback: સારસ્વત પરિચય : અનોખી સિદ્ધિ « મધુસંચય

  7. Pingback: ગુજરાતીલેક્સિકોન-ઉત્કર્ષ : બાનો ફોટોગ્રાફ - સુન્દરમ

  8. Pingback: ટહુકો.કોમ » પ્રભુ, દેજો - સુન્દરમ

  9. Pingback: ટહુકો.કોમ » હંકારી જા - સુન્દરમ

  10. વિવેક નવેમ્બર 28, 2006 પર 9:10 એ એમ (am)

    1985માં શ્રી સુંદરમ્ ને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. એમની કવિતાઓ ‘કોયા ભગતની કડવી વાણી’, ‘કાવ્યમંગલા’, ‘વસુધા’, ‘યાત્રા’, ‘વરદા’, ‘મુદિતા’, ‘લોકલીલા’, ‘દક્ષિણા-1,2’ જેવા વીસેક કાવ્યસંગ્રહોમાં સંગ્રહિત છે.કોયા ભગત એમનું ઉપનામ હોવા બાબત મને થોડી શંકા છે…એનું નિવારણ કરી શકાશે?

  11. Pingback: પ્રથમ શતક « ગુજરાતી સારસ્વત પરિચય

  12. Pingback: 22 - માર્ચ - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર

  13. suresh r patel ઓક્ટોબર 5, 2007 પર 5:52 એ એમ (am)

    mare jaruri mahaiti aatli zadap thi madi gaya no aanad…..
    sakhattttt.,,,
    dhanyawad sureshbhai….. tamane ane tamari team ne pan,,,,,,

  14. સુરેશ જાન્યુઆરી 18, 2008 પર 9:24 એ એમ (am)

    સુરતના શ્રી. ગોપાલ પારેખના ઈમેલ પરથી સાભાર ….

    વાઘરીવાડની રૂડકી
    – સુંદરમ્

    વાઘરીવાડની રૂડકી એના લટિયે લટિયે લીંખ
    અંગે અંગે ઓઘરાળા એના લૂગડાં પીંખાપીંખ
    ભૂંડી ભઠ્ઠ રૂડકી રે..
    એક કાંખે એક છોકરું,બીજું હાથે ટીંગાતું જાય,
    માથે મેલ્યા ટોપલા ઉપર માંખો બણબણ થાય
    ભૂંડી ભઠ્ઠ રૂડકી રે…
    રૂડકીને ઘેર બોરની વાડી, વાઘરી જવાન જોધ
    વાઘરી લાવ્યો વહુ બીજી ને રૂડકી રૂવે ધોધ.
    ભૂંડી ભઠ્ઠ રૂડકી રે….
    રૂડકી લેતી ટોપલો માથે, નાનકાં લેતી બાળ,
    હાથે પગે એ હાલી નીકળે, રામ માથે રખવાળ.
    ભૂંડી ભઠ્ઠ રૂડકી રે…..
    રૂડકી વેચે કાંસકી સોયા,દામમાં રોટલા છાશ.
    છાશનું દોણું કાંસકી સોયા, એજ એનો ઘરવાસ,
    ભૂંડી ભઠ્ઠ રૂડકી રે…
    કોઇનો ઓટલો ચોતરો ચૌટું રાત પડે એના વાસ,
    દિન આખો તે શેરીએ શેરીએ ભમતી રોટલા આશ,
    ભૂંડી ભઠ્ઠ રૂડકી રે…
    નાગરવાડે નાત મળીને ગૌરી ગીતો ગાય,
    ધીંગડવાગે ઢોલ પિપૂડી, ગામ આખું લહેરાય.
    ભૂખી ડાંસ રૂડકી રે….
    ધાવણી છોડીને તાવ ચડ્યોને નાનકી ભૂખી થાય,
    છોકરાં લઇને રૂડકી બંને, નાગરવાડે જાય,
    ભૂખી ડાંસ રૂડકી રે…
    શેરીમાં બેસી નાત જમે ને ચૂરમા ઘી પીરસાય,
    શેરી નાકે ભંગિયા,ઢેડાં,વાઘરાં ભેગાં થાય
    ભૂખી ડાંસ રૂડકી રે…
    રૂડકી ઊભે એક ખૂણામાં છોકરાં બઝાડી હાથ,
    વાઘરાં કેરા થાય કોલાહલ, ખોલકાં ભૂંકે સાથ,
    ભૂખી ડાંસ રૂડકી રે…
    નાત જમી ત્યાં ઊઠે આખી, પાન સોપારી વહેંચાય,
    વાઘરાં તૂટ્યાં પતરાળાં પર એઠું ઉપાડી ખાય,
    ભૂખી ડાંસ રૂડકી રે…
    રૂડ્કી દોડે વાઘરાં ભેળી,લૂંટાલૂંટ થાય,
    અર્ધી ખાધેલ પતરાળી એક, હાથ આવી હરખાય,
    ભૂખી ડાંસ રૂડકી રે…
    ચોર્યું,ફેંદ્યુ ચુરમું શાક, ને ધૂળ ભરેલી દાળ,
    રૂડકી કોળિયો છોકરાંને દે, ઉપરથી દે ગાળ,
    ભૂખી ડાંસ રૂડકી રે…
    નાતના વાળંદ લાકડી લઇ ને મારવા સૌને ધાય,
    એ ધમાલમાં રૂડકીના થાળ કૂતરાં તાણી જાય,
    ભૂખી ડાંસ રૂડકી રે…
    પાનબીડાં લઇ નાત ઊઠે ને રૂડકી ખંખે રે હાથ,
    દુનિયા કેરી દોરંગી લીલા દેખે દીનનો નાથ,
    ભૂખી ડાંસ રૂડકી રે…

  15. Pingback: PoetryCorner - Kavi Sundaram «

  16. dr vasantbhai mehta ઓગસ્ટ 29, 2009 પર 6:26 પી એમ(pm)

    bhai shree,
    sundaramji sathe maro angat parichaya. rajkot ma te mare tya utarata.hu sri aurobindo society.branch rajkot.g-05. mare tya centre chalatu. 1967 thi 1989 sudhi. niyamit dar varshe avata ane temana vykyano rashtriya shala rakhata akho hall bharai jato.shibiro nu ayojan ane saurashtra kendro ni mulakatame mari car ma karata.jamnagar,amareli,dhari,porabandar,bhavnagar,junagadh,surenranagar.atli jagyae javanu thatu.shibiro bhavnagar,rajkot,tulsisyam,ganganath chandod pase.chhelle matar ma om puri nu nagar ayojan ane mataji e apel namabhidhan.
    30.08.09. vasant na jai mataji. mataji no jai ho.

  17. dr vasantbhai mehta ઓગસ્ટ 29, 2009 પર 6:42 પી એમ(pm)

    bhaisri.
    i am the chairman of sri aurobido society,branch ,rajkot.since 1975to uptill now. formerly it was sri aurobindo study circle rajkot .at my residence cum hospital.sri aurobindo nursing home and eye hospital.it was first private nursing in rajkot.inaugurated on 4.nov.1965.
    yours drvasantbhai
    29.08.09.sunday.

  18. Pankaj Shah સપ્ટેમ્બર 28, 2010 પર 12:57 પી એમ(pm)

    Please get me a poem, which was writeen as

    Hum Jamuna ke neer bharat, humro ghat na bharai,
    Aiso ghat kyon tune diyo jise tum bin kaun sagai,
    …………………
    …………………
    …………………
    of Shri Sundramji.

    Please get me at the earliest.

    Thank you.

  19. Pankaj Shah સપ્ટેમ્બર 28, 2010 પર 1:00 પી એમ(pm)

    Please get me a poem, some words are mentioned below

    Hum Jamuna ke neer bharat,
    Humro ghat na bharai,
    Aiso ghat kyon tune diyo
    Jise tum bin kaun sagai
    …………….
    ………….
    Please get at the earliest.
    Thank you.

  20. Ila Sethna ડિસેમ્બર 2, 2010 પર 10:39 એ એમ (am)

    Jayshreeben is it possible for finding one of the poem of Sneh Rashmi”Ram ne Mandir Zalar Baje Ghant na Ghor Sunai”When I was in the school we use to study and at that time Shree Prahlad Parekh and Sri Ramanbhai Vakil used to teach us and they use to invite all poets and writers of that era . I am talking this about 60 years ago. But it left very vivid impression and my love for Gujrati poems from all thosepoets. Thank you
    Sincerely Ila Sethna

  21. BHARAT BHAGAT MONTREAL CANADA માર્ચ 21, 2011 પર 10:42 એ એમ (am)

    mane aa sthane kavi shri sundaramji no paricay ane ruprekha joi khobaj anand thayo, mari klpana bahar ni babto janvamaliche. HU Jyare 10 ma standard ma “NARGOL TATA_WADIYA HIGH SCHOOL ma” hato tyare podecari Shri ArbindoAsharam na sadhak SVA; shri Labhsankar Vyash mara school na prinsipal hata esamaye kavi SHRI SUNDARAMJI AMARI SCHOOL NAA AMATRAN THI PADHARELA HTAA, MARA Gujarati nashikshks Shri Candrakant Upadhay hata. AE samaye kavishri e badhani vinanti thi ‘ ME EK JYUT EVI ZANKHI MANE ROM ROM GAE DANKHI ; aakavyaa gai emnaj kanh no rashaswad karavelo e divasho aaje farithi yad aavyaa, SHRI ARAVIND SHRI ARAVIND RADAY RADAY SHRI ARAVIND aa prathnaa te divash ni aaje pan yad che. aaje hu 69 varsho thyo aa ‘JAYSHRI BEN BHAKTA’ no kubaj amulya den che lakh lakh DHANYAVAD!

  22. solanki mahesh એપ્રિલ 20, 2011 પર 6:24 એ એમ (am)

    ગાંધીયુગની કવિ બેલડી ઉમાશંકર-સુન્દરમ દ્રારા ગુજરાતી સાહિત્ય સમૃધ્ધ બન્યુ છે. અહીં ખૂબ જ સરસ પરીચય આપવામાં આવ્યો છે પરંતુ સુન્દરમ વશે જેટલું કહી શકાય એટલું ઓછું છે……

  23. Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય

  24. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  25. Pushpa gohel જાન્યુઆરી 15, 2014 પર 4:35 પી એમ(pm)

    I Am searching few gujrati poems
    1 ram ne mandir zalar baje ghant na ghor sunay
    2 ghant na nade kan fute mara dhoop thi swas rundhy phool mala dur rakh pujari ang maru a hraday na naived tari a pujari pa ho ja
    3ila smare Chhe yahi ek vela a chotare aapan be ramela, dadaji vato karta nitrate vahela jamine yahi Roj rate !

  26. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  27. Pingback: સાહિત્યકાર – પ્રવાસ વર્ણનકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

  28. gitaben chaudhari,Naroda college જુલાઇ 13, 2017 પર 1:46 એ એમ (am)

    કવિતા અને વાર્તાની સાથે સાથે સુંદરમ્ નાં અન્ય સ્વરૂપોનાં સર્જન વિશે જે વિદ્યાર્થીઓને ઉપયોગી હોય તેવી માહિતી મોકલવા વિનંતિ.

  29. Parjapati tallika batukbhai bhai જુલાઇ 9, 2018 પર 12:55 પી એમ(pm)

    Sundaram Gujarati kruti sari che

  30. maharshi જુલાઇ 12, 2018 પર 8:37 એ એમ (am)

    તને મે જંખિ છે, યુગોથી ધીખેલા પ્રખર સહારની તરસથી

  31. Deepak જૂન 26, 2019 પર 11:02 એ એમ (am)

    Do anybody has shree Kavi Sundaram’s kavita

    Dekhatu nahi tethi nai, em nai mara bhai ..

  32. Pingback: એક અલભ્ય ફોટો | ગુજરાતી પ્રતિભા પરિચય

  33. મહેશભાઈ એસ.દીક્ષિત,હિંમતનગર એપ્રિલ 10, 2021 પર 7:34 પી એમ(pm)

    મારે “વિરાટ પગલી” મારે આતમને આવાસ પ્રભુ તારી પગલી પડે તે કાવ્ય રચના જોઈએ છે તો મોકલાવશો.

  34. જીતેન્દ્ર પંડ્યા વડોદરા માર્ચ 21, 2023 પર 9:02 પી એમ(pm)

    સુજ્ઞ શ્રી,
    ગુજરાતી પ્રતિભા પરિચય માં ગુજરાત ના પનોતા સંતાનો ના માં વાસ્તવ માં મૂર્ધન્ય કવિ શ્રી સુન્દરમ્ નો પરિચય વાંચી આનંદ થયો. યોગાનુયોગ આજે તેમનો જન્મ દિવસ છે. વોટસએપ ના ઓમપુરી નામક ગ્રુપ કે જે મહર્ષિ શ્રી અરવિંદ ની સાધના સાહિત્ય વિષે સભ્યો ને માહીતગાર કરે છે માં થી આ વેબ સાઈટ ની લીંક પરિચય મળ્યો છે.. આપનો ખુબ ખુબ આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: