ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

રમણભાઈ નીલકંઠ


“રસપાન કરો, રસપાન કરો,
રસપાત્ર લઈ ઝટ હોઠ ધરો,
રસ છે મધુરો, પણ કોણ કળે?
કડવો બનશે કદી આપબળે?”

” એક સરખા દિવસ સુખના કોઇના જાતા નથી.
તેથી જ શાણા સજ્જનો લવલેશ મુંઝાતા નથી.”

–  રાઈનો પર્વત

” મોહમયીની બે મૂલ્યપત્રિકા આપો.”

– ભદ્રંભદ્ર

નીલકંઠ કુટુંબનો વિશેષ પરિચય 

__________________________

નામ

રમણભાઈ મહીપતરામ નીલકંઠ

જન્મ

13 – માર્ચ, 1886; અમદાવાદ

અવસાન

6 – માર્ચ, 1928 ; અમદાવાદ

કુટુમ્બ

 • માતા – રૂપકુંવરબા ; પિતા – મહીપતરામ નીલકંઠ ( ગુજરાતમાંથી વિલાયત જનાર પ્રથમ વ્યક્તિ)
 • પત્ની – પ્રથમ પત્ની હંસવદન (નાની ઉંમરે મૃત્યુ), બીજાં લગ્ન #     વિદ્યાગૌરી     સાથે (1887)
 • પુત્રી – વિનોદિની – જાણીતાં સામાજિક કાર્યકર

અભ્યાસ

 • પ્રાથમિક – અમદાવાદ
 • માધ્યમિક – પંદર વર્ષે મેટ્રિક
 • ગુજરાત કોલેજ (અમદાવાદ) તથા એલ્ફિન્સ્ટન કોલેજ (મુંબઈ) માં અભ્યાસ
 • પ્રિવિયસમાં મુંબઈ યુનિવર્સિટીમાં પ્રથમ
 • 1887- બી. એ. મુંબઈ યુનિવર્સિટી
 • એલ.એલ.બી.

વ્યવસાય

 • 1889 – સરકારી નોકરી; કારકુન, શિરસ્તેદાર, જજ( ગોધરામાં)
 • વકીલાત
 • લેખન

જીવન ઝરમર

 • વકીલાતના વ્યવસાયમાં ભારે સફળતા
 • હસ્તાક્ષરનિષ્ણાત
 • જાહેર જીવનમાં ઝંપલાવ્યું
 • 1897-98 અમદાવાદ સુધરાઈના સભ્ય 
 • 1912 –  અમદાવાદ સુધરાઈના ઉપપ્રમુખ
 • 1915-24 – અમદાવાદ સુધરાઈના પ્રમુખ
 • 1926– ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
 • 1887- 1918 – ‘જ્ઞાનસુધા’ માસિકના તંત્રી
 • અનેક સંસ્થાઓમાં વિવિધ હોદ્દાઓ પર
 • અગ્રણી સમાજસેવક, પિતાના નામથી મહીપતરામ રૂપરામ અનાથ આશ્રમ બનાવ્યો 
 • પત્ની અને પુત્રી પણ જાણીતા સાહિત્યકાર અને સમાજ સેવક 

મુખ્ય રચનાઓ

 • નવલકથા – ભદ્રંભદ્ર , શોધમાં
 • નાટક – રાઈનો પર્વત
 • વિવેચન – સરસ્વતીચંદ્રનું અવલોકન, હ્રદયવીણાનું અવલોકન, બીજા લેખો.
 • વાર્તા– નવલિકાઓ
 • કાવ્ય– કેટલાંક કાવ્યો, ખંડકાવ્યો
 • હાસ્ય – હાસ્ય મંદિર
 • ચિંતન – ધર્મ અને સમાજ
 • વિવેચન – કવિતા અને સાહિત્ય ભાગ 1-4

સન્માન

‘સર’ નો ખિતાબ – અંગ્રેજ સરકાર દ્વારા

સાભાર

‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન.

11 responses to “રમણભાઈ નીલકંઠ

 1. manvant સપ્ટેમ્બર 27, 2006 પર 8:29 પી એમ(pm)

  રાઈ ને જાલકા એ તો બાજી કેરાં સોગઠાં:
  છેતરે કોણ કોને જ્યાં રમે ખેલાડી એકઠાં ?

  પ્રજાપાલકની વૃત્તિ માળીના જેવી છે ખરે !
  ઉછેરે,ફળ લે બન્ને ..ઉખેડે પ્રીતિયે કરે !….(રાઇનો પર્વત).

 2. Pingback: 6 - માર્ચ - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર

 3. Pingback: વિનોદિનીબહેન નીલકંઠ « અનુપમા

 4. ધવલ સુધન્વા વ્યાસ ડિસેમ્બર 3, 2010 પર 7:40 એ એમ (am)

  કાંઈક ભૂલ થતી હોય એવું લાગે છે, જન્મ ૧૮૮૬માં જણાવ્યો છે, અને બીજા લગ્ન અને બી.એ. ૧૮૮૭માં, જન્મનાં વર્ષમાં ભૂલ લાગે છે, મારૂં જ્ઞાન એટલું બધું નથી કે સાચું વર્ષ હું જાણતો હોઉં, આ કોમેન્ટ એપ્રુવ ના કરશો, ફક્ત વર્ષમાં સુધારો કરશો. આભાર.

 5. Pingback: M – સારસ્વત કુટુમ્બ | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય

 7. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 8. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 9. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

 10. સુરેશ ઓગસ્ટ 28, 2015 પર 7:43 એ એમ (am)

  સાભાર -શ્રી. શૈલેશ મહેતા

  સજ્જનની સુવાસ

  ગુજરાતમાં વિદ્વાનો છે, નીડર યોદ્ધાઓ છે, પ્રખર રાજકારણીઓ છે, પણ ગુજરાતનો એકમાત્રા સજ્જન તો રમણભાઈ છે : આવું ગાંધીજીએ જેમને વિશે કહેલું તે રમણભાઈ નીલકંઠ. અમદાવાદના જાણીતા કેળવણીકાર મહીપતરામ રૂ. નીલકંઠને ત્યાં 1868ની 13મી માર્ચે એમનો જન્મ થયેલો. ઉત્કટ દેશપ્રેમ, સુધારક વૃત્તિ, સ્ત્રીસન્માનની ભાવના ને સિદ્ધાંતને માટે લડી નાખવાનું ખમીર એમને પિતા તરફથી વારસામાં મળેલાં. બાળક રમણભાઈની સ્મરણશક્તિ ને અવલોકનશક્તિ ઘણી તીવ્ર હતી. નાનપણથી જ એમને દરેક વસ્તુ જાણવાનો શોખ હતો. મૅટ્રિકમાં અમદાવાદ કેન્દ્રમાં પહેલા આવીને પાસ થયા પછી 1884માં એ ગુજરાત કૉલેજમાં દાખલ થયા. એ વરસે એમના વચલા ભાઈનાં લગ્ન લેવાયાં, એટલે પિતા મહીપતરામે નાના પુત્રા રમણનાં લગ્ન પણ સાથોસાથ ઉકેલી નાખ્યાં. દાક્તર સુમન્ત મહેતાની પિત્રાઈ બહેન – 13 વરસની હસવદન સાથેનું રમણભાઈનું લગ્ન સુખી નીવડયું, પણ ચાર વરસ પછી એ વિધુર થયા. પ્રાર્થના સમાજના સહસ્થાપક ને તે વખતના આગેવાન સુધારક ભોળાનાથ સારાભાઈ સાથે મહીપતરામને સારો સંબંધ હતો. મૈત્રી બેય કુટુંબો વચ્ચે લગ્નસંબંધથી ગાઢ કરવાની ભોળાનાથની ઇચ્છા હતી, પણ મહીપતરામના ત્રાણે પુત્રો પરણેલા હોવાથી તેમ કરી શક્યા નહોતા. પછી રમણભાઈ વિધુર થતાં નરસિંહરાવે તથા ભોળાનાથનાં બીજાં સંતાનોએ પોતાની ભાણેજ વિદ્યાગૌરીનું વેવિશાળ રમણભાઈ સાથે કરી ભોળાનાથની એ ઇચ્છા પૂર્ણ કરી. આમ 1889માં રમણભાઈનું બીજું લગ્ન થયું. રમણભાઈની ઇચ્છા એમ. એ. થઈને અધ્યાપક બનવાની હતી. પણ એમની નાજુક તબિયતને કારણે દાક્તરે આગળ અભ્યાસ કરવાની ના પાડી. એટલે અમદાવાદ જિલ્લા અદાલતમાં થોડાં વરસ નોકરી કર્યા પછી રમણભાઈએ વકીલાત કરવા માંડી. વરસો જતાં વલ્લભભાઈ ઝ. પટેલ સહિત અમદાવાદના ચાર અગ્રગણ્ય વકીલોમાં તેમની ગણના થવા લાગી. 1897માં રમણભાઈ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ચૂંટાઈ આવ્યા, તે દિવસથી જાહેર સેવાનો તેમનો યજ્ઞ શરૂ થયો તે લગભગ જીવનના અંત સુધી અવિરતપણે ચાલ્યો. એમની સેવા પામેલી એવી બીજી અનેક સંસ્થાઔ પૈકી મુખ્ય બે તે પ્રાર્થના સમાજ અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટી – આજની ગુજરાત વિદ્યાસભા. પ્રાર્થના સમાજે પોતાના પાક્ષિક ‘જ્ઞાનસુધા’નું સંપાદન 1887માં રમણભાઈને સોંપેલું. 1892થી માસિક બનેલા એ પત્રામાં રમણભાઈની નવલકથા ‘ભદ્રંભદ્ર’ હપતાવાર છપાવા લાગી, ને 1900માં તે પુસ્તકાકારે પ્રસિદ્ધ થઈ. સમગ્ર હિંદુ સમાજ ઉપર તેમાં કરવામાં આવેલા કટાક્ષોને લીધે જનતામાં લગભગ હાહાકાર મચી ગયો. રમણભાઈનાં પત્ની વિદ્યાબહેને સાક્ષર આનંદશંકર ધ્રુવના એક ટોણા પરથી 1894માં – લગ્ન પછી પાંચ વરસે – કૉલેજનો અભ્યાસ આરંભેલો, જે 1901માં પૂરો થયો. એમને એ સાલમાં મળેલી બી.એ.ની ઉપાધિ એ, સંતાનવંતાં વિદ્યાબહેનની ધીરજ અને મહેનતનો તેટલો જ સુધારક રમણભાઈની તિતિક્ષાનો વિજય હતો. બાકી, લગભગ સમગ્ર સમાજના વિરોધ વચ્ચે, અનેક જાતની કુટીકાઓ સહેતાં સહેતાં એ જમાનાનો કયો પતિ પોતાની પત્નીને આટલે સુધી ભણવા દેત ! વિદ્યાબહેન – રમણભાઈનું લગ્નજીવન દાંપત્યના ઉત્કૃષ્ટ નમૂનારૂપ બન્યું હતું. એ દંપતીના રમૂજી લેખોનો સંગ્રહ ‘હાસ્યમંદિર’ 1915માં બહાર પડયો. હાસ્યલેખક રમણભાઈની હાસ્યવૃત્તિ જીવનમાં પણ અનન્ય હતી. મ્યુનિસિપાલિટીના બેસમજ સભ્યો તથા તેના અનાડી પટાવાળા, બંનેને એ હાસ્યવૃત્તિ વડે રમણભાઈ કાબૂમાં રાખતા. કર્તવ્યભાર તળે કચડાયેલા તેમના જીવનમાં પણ આ હાસ્યવૃત્તિને લીધે જ આનંદ રહેતો. રમણભાઈનો ગાડીવાળો કોઈ કોઈ વાર આવીને કહે કે, “સાહેબ, આજે મારી ન્યાતમાં મૈયત થઈ છે, એટલે મને જવાની રજા આપો.” વકીલ એની સામે જોઈ રહે. એમને યાદ આવે કે પખવાડિયે પખવાડિયે રવિવારે જ એની ન્યાતમાં મૈયત થાય છે. અને જવાબ આપે કે, “મને લાગે છે કે આ તો હવે તારી ન્યાતનો છેલ્લો જ માણસ હશે !” રમણભાઈ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા ત્યારે પોતાની ઘોડાગાડીમાં ફરતા. તેમાં બેઠા બેઠા પણ ઊંધું ઘાલીને કાંઈક ને કાંઈક વાંચ્યા કે લખ્યા કરતા. પગ આગળ પડેલી કાળી પેટીમાંથી એક પછી એક તુમાર એ ઉઠાવે અને તેના પર શેરો કે સહી કરી પાછો મૂકતા જાય. એમની વિક્ટોરિયા શહેરની સુધરાઈના વંડામાં રોજ દાખલ થાય ત્યારે ઘડિયાળમાં પાંચના ટકોરા સંભળાય. સાડા આઠ વાગ્યે સુધરાઈની સભા પૂરી થાય ને નવેક વાગ્યે રમણભાઈની ગાડી ભદ્રની બહાર આવેલા બંગલામાં પાછી ફરે. વાટ જોઈને બેઠેલાં પત્ની-બાળકો સાથે ભોજન પતાવ્યા પછી રમણભાઈ પોતાના ઓરડામાં જાય અને વકીલાતની બ્રીફો, મ્યુનિસિપલ તુમારો, પત્રાવ્યવહાર અને છપાતાં લખાણોનાં પ્રૂફોમાં દટાઈ જાય. વચ્ચે પ્રેમાળ ધર્મપત્ની “હવે તો ઊઠો ! ક્યાં સુધી બેસી રહેશો ?” એમ કહી જાય. પણ એ દૂબળીપાતળી કાયા તો એક વાગ્યે ઊંઘવા ઊઠે. જાહેર કામોના વધતા જતા બોજામાંથી માથું ઊંચું કરવાની યે ફુરસદ ન હોવા છતાં, એક શાસ્ત્રી રાખી એની પાસે ‘ઉપનિષદો’ વગેરેનો અભ્યાસ કરી, રમણભાઈએ પોતાની સંસ્કૃત-પિપાસા જીવનના છેલ્લા દાયકામાં પૂરી કરી. 1926માં તેઓ આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ ચૂંટાયા. નબળી શરીર-પ્રકૃતિવાળા રમણભાઈ જાહેર સેવા પાછળ વિના હિસાબે શક્તિ ખરચ્યે જતા હતા. આ અતિશ્રમનું પરિણામ આવતાં ઝાઝી વાર લાગી નહીં. તેમને લકવાનું દરદ લાગુ પડયું, જે એમના અંત સુધી લંબાયું. વકીલાત અને લગભગ બધાં કામ છોડી એમને પથારીવશ રહેવું પડ્યું. 1928માં એમનું અવસાન થયું.
  બિપિનચંદ્ર જી. ઝવેરી [‘કુમાર’ માસિક : 1951]

 11. Pingback: M – સારસ્વત કુટુમ્બ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: