– જે બીજાની પીડા જાણે એ વૈષ્ણવજન છે. પરંતુ પરમાત્મા રામ તો એ છે કે બીજાને પીડા શરૂ થવાની હોય, એ પહેલાં પોતાને પીડા શરૂ થઇ જાય છે…
# લિસેસ્ટર મંદીરની વેબ સાઈટ
# વિકિપિડિયા પર
# ફેસબુક પર
# જીવન – 1 – : – 2 – ; – 3 – : – 4 –
# પહેલો ચમત્કાર :
# વાર્તાઓ
# આરતી – જય જલારામબાપા.
___________________________
જલારામ બાપાનો બ્લોગ !

આ ચિત્ર પર ક્લિક કરો
નામ
જલારામ પ્રધાન ઠક્કર
ઉપનામ
જલારામ બાપા
જન્મ
૧૪ નવેમ્બર ૧૭૯૯, વીરપુર
અવસાન
૨૩ ફેબ્રુઆરી ૧૮૮૦, વીરપુર
કુટુમ્બ
- માતા – રાજબાઇ ; પિતા – પ્રધાન ; ભાઇ -2 ; બહેન – 3
- પત્ની – વીરબાઇ – 1816 ; પુત્રી – જમનાબાઇ; જમાઇ – ભક્તિરામ
જીવન ઝરમર
- માતા બહુ જ ધાર્મિક પ્રકૃતિના હતાં
- માતાએ સંત રઘુવીરદાસજીની સેવા કરતાં સંતે આશીર્વાદ આપ્યો કે તેમનો બીજો પુત્ર મહાન સંત થશે.
- બાળક હતા ત્યારે કોઇ સંત તેમના ઘેર આવ્યા હતા, તેમને જોતાં જ જલારામ સીતારામ બોલવા લાગ્યા
- લગ્ન પછી સાધુ સંતોમાં રસ વધતાં પિતા સાથે મતભેદ થયો અને કાકા વાલજી સાથે રહેવા લાગ્યા
- ભારતના તીર્થોની યાત્રા પત્ની સાથે 17 વર્ષની ઉમ્મરે કરી.
- 1818 – સંત ભોજલરામને ગુરુ બનાવ્યા અને વીરપુરમાં સાધુ સંતો માટે સદાવ્રત શરૂ કર્યું, જે હજુ સુધી ચાલે છે અને જે કોઇ ત્યાં આવે તેમને જમાડવામાં આવે છે.
- 1820 – સંત જલારામ તરીકે જાણીતા થયા
- અનેક લોકોને તેમના આશિર્વાદથી આપત્તિમાંથી ઉગરી ગયાના પરચા મળેલા છે.
- 1876 – કારમા દુકાળમાં લોકોની બહુ સેવા કરી
- 1878 – પત્ની વીરબાઇ નું અવસાન
Like this:
Like Loading...
Related
Pingback: જય જલારામબાપા. « અમીઝરણું…
His birth is in 1856
sawant 1856 not year
His birth is in 1856
to read more of Jalarambapa click on
http://shivshiva.wordpress.com/
Thank You
Neela
kishan kanabar
azad chok
jam jodpur
dst.jamnagar
stet.gjrt
જલારામ બાપા
વીરપુર વાસી હરિગુણ પ્યાસી, ડંકો વગાડ્યો પૂરા દેશમાં
દાતા તમે આવ્યા જલા ના વેશ માં….
માતા રાજબાઇ ખોળે જન્મ ધર્યોને, પિતા પ્રધાન પરખાણા
વીરબાઇ સરીખી મળી અર્ધાગના. ભકિત તરબોળ દરશાણા
સાધુ સંતોની સેવા કરતાં, અંતર ઉમંગ આવેશ માં..
અંગે અંગરખું હાથમાં બેરખો, ગાલે લાખું લાખેણું
ગળે રુદ્રાક્ષની માળા ઓપતી, શોભા તારી શું વખાણું
હાથમાં લાકડી માથે પાધડી, ઓલીયો લાગે છે કેવો ખેસં માં.
લાલા ભગત જેવા સખા તમારા, દળણા સૌ સાથમાં દળતાં
ભેગા મળી સંતો ભજનો લલકારે, આરાધ ઇશ ની કરતાં
ગંગા ને યમૂના સરીખી સરિતા, આવે પનિહારી વેશમાં…
પ્રભુ એ આવી લીધી પરીક્ષા, વિરબાઇ માંગી લીધાં
લેશ ન માયા ઉરમાં આણી, હરખે વળાવી દીધાં
ઝોળીને ધોકો દઈ છટકયા સીતા પતિ, ચાલ્યા સાધુના
પહેરવેશમાં
રામની ભકિત ભાળી પ્રગટ્યા પવનસુત મૂર્તિ રૂપ મંડાણા
હેતે ભગત ને આશિષ આપતાં, પ્રેમ ભાળીને પરખાણા
સદાએ સંતની સાથમાં રહેતા, બેસે કોઇ ભકતના વેશમાં..
રામના નામની ધૂણી ધખાવી, ભુખ્યાને અન્નજળ આપતાં
દીન દુખિયાની કરતા ચાકરી, કષ્ટો ગરીબના કાપતાં
અવળાં ઉતપાત કોઇ અંતર ના આણતાં, બોલે ભલેને કોઇ દ્વેશ માં
દેશ વિદેશના ભકતોની ભીડ જામે, સેવા કરવામાં સૌ શુરો
હેતે હરિજન દર્શન કરતાં, પામે સંતોષ પુરે પુરો
એક અધેલો ચડેના ચડાવો, કોઇપણ દાણ ના પ્રવેશ માં…
દીન “કેદાર” પર દયા દરશાવો, આશિષ અવિરત આપજો
સદા રહે મારે હ્ર્દયે રામજી, એવી મતી મારી રાખજો
હરિગુણ ગાતાં ઉડે પંખેરૂ મારૂં, આવુ તારે દ્વારે શુદ્ધ વેશ માં
Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સંત | ગુજરાતી પ્રતિભા પરિચય
Jay jalaram