ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

હેમન્ત દેસાઇ


hemant_desai.jpg“બૂટ બાટા સિવાયના, કઠોળ ચણાદાળ સિવાયનાં,
શાક રીંગણ સિવાયનાં અને કપડાં ખાદી સિવાયનાં
કોઇ પણ મને ગમે.”

“અકિંચન છું પરંતુ રાજરાજેશ્વર સમું જીવતો,
નગરના લોક શું રસ્તાય સૌ સત્કારતા લાગે!”

કવિતા

__________________________________

નામ

ડૉ. હેમન્ત દેસાઇ 

જન્મ

માર્ચ – 27, 1934; બીલીમોરા

અભ્યાસ

 • 1957 – બી. એ. ; એમ. એ.
 • 1978 – પી. એચ. ડી.

કુટુમ્બ

 • માતા – મંજુલાબહેન, પિતા – ગુલાબભાઇ પરાગજી
 • પત્નિ – પ્રમોદાબહેન

વ્યવસાય

 • બીલીમોરાની ટાટા હાઇસ્કૂલમાં શિક્ષક
 • અમદાવાદની સી.એન.વિદ્યાવિહાર હાઇસ્કૂલમાં શિક્ષક
 • 1962 – અમદાવાદની એમ.જી.સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં અધ્યાપક
 • 1963 – એલ.ડી.આર્ટ્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક
 • 1969 – સાબરમતી આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજમાં ગુજરાતીના મુખ્ય અધ્યાપક અને  બે વર્ષ કૉલેજનાં આચાર્યપદે
 • 1983 – સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનમાં રીડર
 • ગુજરાતી સાહિત્ય પરિષદનાં મંત્રી તથા મધ્યસ્થ સમિતિના સભ્ય
 • 1997-98  ‘કવિલોક’  દ્વૈમાસિકના તંત્રી 

જીવન ઝરમર

 • ગુજરાતી ભાષાના કવિ અને વિવેચક
 • બાલ્યાવસ્થાથી જ સંગીતનો શોખ
 •  સ્વભાવે – વ્યવહારે ધીરગંભીર અને શિવભક્ત
 • નવસારીની ગાર્ડા કોલેજનાં અભ્યાસ દરમ્યાન કવિ ઉશનસ્ ના ગુજરાતી અધ્યાપન અને નૈકટ્ય દ્વારા તેમનો કાવ્યોન્મેષ હૈયામાં પ્રગટ્યો
 • કવિ ઉશનસ્, રાજેન્દ્ર શાહ, જયંત પાઠક જેવા કવિ મિત્રો અને બચુભાઇ રાવત તથા પિનાકિન ઠાકોર જેવા કાવ્ય વિવેચકો અને મર્મજ્ઞોનાં સાન્નિધ્ય અને પ્રેરણાથી કવિતાક્ષેત્રમાં નોંધ્પાત્ર ખેડાણ અને સર્જન કર્યાં
 • કવિતાસર્જનની સાથે સાથે કાવ્યોનું મધુર ગાન પણ કરે છે
 • બંસરીવાદનમાં પણ તેઓ નિપુણ છે
 • સરકાર, સાહિત્યમંડળો અને એના સમાજનાં વ્યવહાર અંગે થોડો વિષાદ વિકસેલો છે
 • હાલમાં અમદાવાદમાં રહીને જીવન વિતાવે છે 
 • “મને હેમંતમાં કવિ શ્રીધરાણીની ઝાંખી થાય છે!”  તેમની કાવ્ય શક્તિ વિષે વિવેચક શ્રી બચુભાઇ રાવતનાં શબ્દો.

રચનાઓ

 • ચાર કાવ્યસંગ્રહ, પાંચ સંપાદનો અને નવ વિવેચન-સંશોધનો
 • વિવેચન – કવિતાની સમજ , શબ્દાશ્રય
 • કાવ્ય – ઇંગિત, મહેક નજરોની ગહેક સપનાંની, , સોનલ મૃગ
 • નિબંધ – ‘અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રકૃતિ નિરૂપણ

સન્માન 

 • અ.ક.ત્રિવેદી સુવર્ણચંદ્રક – કાવ્યસ્પર્ધાના પ્રથમ વિજેતા
 • ગુજરાત સરકારનું પારિતોષિક
 • 1958 – કુમારચંદ્રક
 • 1987 – અખિલ ભારતીય કલાપી એવોર્ડ
 • 1992 – શ્રી રમણલાલ જોષી પારિતોષિક

સાભાર

‘વાપી-તાપી ની વિરાસત’ પુસ્તક

3 responses to “હેમન્ત દેસાઇ

 1. Pingback: અનુક્રમણિકા – હ | ગુજરાતી પ્રતિભા પરિચય

 2. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 3. Pingback: Where To Buy Zithromax - Reliable Online DrugStore » Blog Archive » જન્મદિન વિશેષઃ કવિ શ્રી હેમંત દેસાઈ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: