ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

રમણલાલ સોની


ramanlal_soni_11.jpg“ગલબા શિયાળ, એક ઇડરનો વાણિયો ના સર્જક”

”ઓઢ્યો ભલે ને મેં બુઢાપાનો અંચળો,
પણ બાલ તે બાલ તે બાલ;
છૈયો છો દેવકીનો, કિંતુ જસોદાનો
લાલ તે લાલ તે લાલ.”   

 # રચના  

___________________________

ઉપનામ

 ‘ સુદામા’  

જન્મ

25 – જાન્યુઆરી , 1908 ; કોકાપુર, મોડાસા

અવસાન

21  –  સપ્ટેમ્બર , 2006 ; અમદાવાદ

કુટુમ્બ

 • માતા –  જેઠીબા; પિતા – પિતાંબરદાસ
 • પત્ની –  ; પુત્ર – ડો. શ્રીરામ, ડો. જયરામ ; પુત્રી – પ્રતિમા

અભ્યાસ

 • પ્રાથમિક – કોકાપુર
 • માધ્યમિક –  મોડાસા
 • ઉચ્ચ – ગુજરાત વિદ્યાપીઠ – કાકાસાહેબ કાલેલકરના વિદ્યાર્થી

વ્યવસાય

 • 1928– ગુજરાત વિદ્યાપીઠમાં શિક્ષક
 • 1930 – મોડાસામાં શિક્ષક  અને પછી હાઇસ્કૂલના આચાર્ય  

જીવન ઝરમર

 • 12 વર્ષની  વયથી, જીવન પર્યન્ત ખાદીધારી
 • 1945 – મોડાસા હાઇસ્કૂલમાંથી આચાર્ય તરીકે સ્વૈચ્છિક રીતે નિવૃત્ત  થયા બાદ વણ થંભ્યું સાહિત્ય સર્જન
 • બાળસાહિત્યમાં અને બંગાળી સાહિત્યના અનુવાદમાં  અદ્ ભૂત પ્રદાન
 • 80 વર્ષ બાદ આંખ ઘણી નબળી થઇ અને પછી સાવ દૃષ્ટિહીન થયાં છતાં લેખન ચાલુ રાખ્યું અને પોતાની આગવી લખવાની રીત વિકસાવી
 • 1930 અને 1932  – સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રીય ભાગ
 • બે વખત જેલવાસ, યરવડા જેલમાં બંગાળી શીખ્યા
 • ઘણા વખત સુધી મોડાસા નગર પંચાયતના અધ્યક્ષ
 • મોડાસા જિલ્લા વિકાસ મંડળના પ્રમુખ
 • 1952-57 – મુંબાઇ ધારાસભામાં સાબરકાંઠાના ધારાસભ્ય
 • 2002 –  94 વર્ષની ઉમ્મરે તેમની આત્મકથાનક રચના ‘રાખનું પંખી’ પ્રકાશિત થયું.  ( આ પુસ્તક તેમણે સાવ અંધ સ્થિતિમાં કોઇ મદદનીશ વગર લખ્યું હતું ! – બહુરત્ના ગુર્જરી …..  )

મુખ્ય રચનાઓ       400 જેટલાં પુસ્તકો અને અનેક લેખો

 • બાળસાહિત્ય –  ગલબા શિયાળની વાતો, રમણલાલ સોનીની શ્રેષ્ટ બાલવાતો – મનધુસુદન પારેખ
 • અનુવાદ – હાન્સ એન્ડરસન બાળ વાર્તાવલિ, દિલીપ્કુમાર રોય ના છ ગ્રંથો , ટાગોર ગ્રંથાવલિ , શરદ ગ્રંથાવલિ
 •  આત્મકથાનક –  રાખનું પંખી, માતા મહાતીર્થ, પિતા પહેલા ગુરુ

સન્માન  

 • મોડાસા કોલેજમાં તેમના નામથી હોલ બનાવવામાં આવ્યો છે.
 • 1985 – ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ગિજુભાઇ બધેકા સુવર્ણ ચંદ્રક
 • 1985 – સાહિત્ય અકાદમી, દિલ્હી તરફથી અનુવાદ પારિતોષિક
 • 1996 – ગુજરાત સાહિત્ય સભા તરફથી રણજિતરામ સુવર્ણ ચંદ્રક
 • 1999 – ગુજરાત રાજ્ય તરફથી ગૌરવ પુરસ્કાર   

સાભાર

ગુજરાત ટાઇમ્સ – ન્યુયોર્ક

10 responses to “રમણલાલ સોની

 1. હરીશ દવે ઓક્ટોબર 7, 2006 પર 4:15 એ એમ (am)

  શ્રી રમણલાલ સોનીને ગુજરાત તેમના અનુવાદિત બંગાળી ગ્રંથો માટે હંમેશા યાદ કરશે.

  મહર્ષિ અરવિંદના પ્રીતિપાત્ર શિષ્ય શ્રી દિલીપકુમાર રાયના બંગાળી પુસ્તકોનો તેમણે અનુવાદ કર્યો જે ગુજરાતીમાં આ નામે પ્રસિદ્ધ થયા: ચમત્કારો આજે પણ બને છે, અનંતના યાત્રીઓ, યોગમાર્ગના પ્રવાસી શ્રી કૃષ્ણપ્રેમ. ….. હરીશ દવે અમદાવાદ

 2. jigesh patel ઓક્ટોબર 25, 2006 પર 4:47 પી એમ(pm)

  The Hall has been established in Modasa college not in highschool compound.

  હકીકત દોષ તરફ ધ્યાન દોરવા માટે આભાર. ઉપર સુધારો કર્યો છે.  – સુરેશ

 3. Pingback: 25 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર

 4. Pingback: 25 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

 5. Raju Deepti નવેમ્બર 23, 2009 પર 1:02 એ એમ (am)

  Jeevantirth, Juna KOBA published and distributed about 5000 copies of his excellent story “Bhagvan Na Timba No Kajiyo”. This story must reach to every child if we really want to create a society in which there is no conflict in the name of religions or ideologies.
  Somebody should creat drama on that story.
  – Raju Deepti

 6. Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય

 7. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 8. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 9. સુરેશ જુલાઇ 29, 2015 પર 12:38 પી એમ(pm)

  પી.કે. દાવડા શોધી લાવ્યા…
  સાથી મારે બાર

  એક ઇડરનો વાણીયો, ધૂળો એનું નામ ,
  સમી સાંજનો નીકળ્યો જવા કોટડે ગામ!
  રસ્તે અંધારું થયું, ચડ્યો બીજી વાટ,
  જંગલમાં ભૂલો પડ્યો, દિલમાં થયો ઉચાટ.
  પણ હિંમત એણે ધરી, મનમાં કર્યો એને વિચાર,
  ‘નથી કડી હું એકલો સાથી મારે બાર !’
  એવે ઝાડી સળવળી, ચમક્યા ચોરો ચાર,
  ‘ખબરદાર ! જે હોય તે આપી દે આ વાર ‘
  કહે ધુળો એ ચોરને : ‘અલ્યા નથી હું એક,
  બાર જણા લઇ નીકળ્યો, કરજો કાંક વિવેક !
  ‘કાલે કરજે ટાયલી ! આજે દઈ દે માલ‘
  એવું બોલી ઉમટ્યા ચોરો બે વિકરાળ!
  ધુળો કુદ્યો કોથળો વીંઝે સબોસબ!
  હતા કોથળે કાટલાં વાગે ધબોધબ,
  ચોરો ખીઝ્યા, એમના ધૂળો ખાળે ઘાવ ,
  ક્યાંથી રે! આ વાણીયો શીખ્યો આવા દાવ?
  આઘું પાછું નાં જુએ, ધુળો ખેલે જંગ,
  બોલે : ‘ હું નહિ એકલો, હવે બતાવું રંગ !’
  ચોરો ચોક્યા, એકમાં હોય આટલું જોર,
  બાર જણા જો છૂટશે, થશે આપણી ઘોર !
  એમ વિચારી બી ગયા, નાથા એકી સાથ,
  ધુળો હરખ્યો : વાહ! મેં ઠીક બતાવ્યો હાથ!
  વાટ જડી, ધુળો ગયો, જાવું’તું જે ગામ,
  વળતો એ ઘેરે ગયો પૂરું કરીને કામ!
  ધૂળાની આ વાર્તા, પૂછે બાળ તમામ :
  ‘ કોણ બાર તમે હતા? હવે ગણાવો નામ ,
  ધુળો કહે : ‘ આ હાથ બે, બે આંખો, બે પાય,
  ચાર-કાટલા કોથળે, મળી એમ દશ થાય !
  છેલ્લા સાથી બે ખરા – હિંમત અને વિશ્વાસ
  એ બે વિના વિના બીજા બધા થાય નકામાં ખાસ !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: