“Freedom without the strength to support it and, if need be, defend it, would be a cruel delusion. And the strength to defend freedom can itself only come from widespread industrialisation and the infusion of modern science and technology into the country’s economic life.”
# જીવન ઝરમર – 1 – : – 2 –
_______________________
નામ
જમશેદજી નસરવાનજી ટાટા
ઉપનામ
ભારતીય ઉદ્યોગના પિતા
જન્મ
3 માર્ચ – 1839 , નવસારી
અવસાન
19 મે – 1904 , Bad Nauheim, Germany
કુટુમ્બ
- માતા – જીવનબાઇ ; પિતા – નસરવાનજી
- પત્ની – હીરાબાઇ ; પુત્ર – દોરાબજી
અભ્યાસ
- પ્રાથમિક , માધ્યમિક – નવસારી
- 1858 – એલ્ફીન્સ્ટન કોલેજ મુંબાઇમાંથી બી.એ.
વ્યવસાય
શરુઆતમાં વેપારી અને પછી ઉદ્યોગપતિ
I.I.Sc. – Banglore
TISCO -Jamshedpur
Taj Hotel – Mumbai
જીવન ઝરમર
- 14 વર્ષની ઉમ્મરે પિતા સાથે રહેવા મુંબાઇ ગયા
- 1868 સુધી – પિતાની પેઢીમાં કામ, પછી 21,000 રૂ. ની મુડીથી પોતાની ટ્રેડીંગ કંપની સ્થાપી
- 1869 – ચીંચપોકલીમાં એક જુની ઓઇલ મીલ લઇ તેમાં અલેક્ઝાન્ડર નામની કાપડની મીલ સ્થાપી
- 1874 – બે જ વરસ પછી મીલ સારા નફે વેચી નાગપુરમાં તદ્દન નવી મીલ સ્થાપી; 1877 માં તેનું નામ ક્વીન વિક્ટોરીયાના નામ પરથી એમ્પ્રેસ મીલ રાખ્યું
- જીવનના ત્રણ સ્વપ્ન – પોતાનું સ્ટીલનું કારખાનું, વિશ્વકક્ષાની વૈજ્ઞાનિકોને તૈયાર કરતી સંસ્થા, અને પોતાનો હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્લાન્ટ ; ત્રણે માટે અથાગ પ્રયત્નો કર્યા પણ પોતાના જીવનમાં તે સ્વપ્ન સાકાર થતું જોઇ શકે તે પહેલાં જર્મનીમાં અવસાન પામ્યા.
- ટાતા આયર્ન એન્ડ સ્ટીલ પ્લાન્ટ- જમશેદપુર, ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયંસ – બેન્ગ્લોર, અને ટાટા પાવર કમ્પનીનો ખોપોલી પ્લાન્ટ તેમના સ્વપ્ન સર્જનો, જે તેમના મરણ બાદ સાકાર થયા
- તેમનું ચોથું સ્વપ્ન – દુનિયાની શ્રેષ્ઠ કક્ષાની હોટલ , જેમાં પરદેશથી આવતા લોકો સારી રીતે રહી શકે તે મુંબાઇ માં કોલાબા ખાતેની તાજમહાલ હોટલ 1903 માં તે જમાનામાં માતબર કહી શકાય તેવા 4.21 કરોડ રુપિયાના રોકાણથી ચાલુ કરી; મુંબાઇનું પહેલું વિજળી સાથેનું મકાન
- પ્રબળ રાષ્ટ્રવાદી, દાદાભાઇ નવરોજી અને ફિરોઝશાહ મહેતા સાથે સતત સંપર્કમાં
- તેમની માન્યતા પ્રમાણે આર્થિક પગભરતા વગરનું સ્વરાજ્ય અર્થહીન
- જ્યારે કોઇ પણ કામદારોને લગતા કાયદા ન હતા ત્યારે પણ પહેલેથી જ કામદારો પ્રત્યે અપાર સ્નેહ અને કૂણી લાગણી રાખનાર ઉદ્યોગપતિ; જમશેદપુર નું નગર કેવી સુવિધા વાળું હોવું જોઇએ તેની પૂર્વ કલ્પના તેમણે કરેલી હતી.
- તેમના જમાના કરતાં જોજનો આગળ, જ્યારે ભારતમાં મોટી કમ્પનીઓ મેનેજિંગ એજન્સીઓથી ચાલતી ત્યારે યુરોપની પધ્ધતિ પ્રમાણે મેનેજિંગ બોર્ડ એમ્પ્રેસ મીલના વહીવટમાં દાખલ કર્યું હતું
- પાછલી જિંદગીમાં મોટાભાગે પેરીસમાં રહ્યા
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા … ચ - થી - ઝ « ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: 19 - મે - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર
Thanks for sharing about “Sir Jamshedji Tata”!!!
Junagadh City Guide
-Dr. Parimal & Family..
Pingback: અનુક્રમણિકા – જ « ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ઉદ્યોગપતિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય