ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

દર્શક


darshak_1.jpg“મનુષ્યજીવનમાં મેં બે ચરમ શિખરો ગણ્યાં છે. પડતાં આખડતાં એ દિશામાં ચડ્યો છું. એક છે નિર્વ્યાજ પ્રેમ, જે મેં ઘણા વિદ્યાર્થીઓ કે મિત્રોને આપ્યો છે. માનવયાત્રાનું બીજું શિખર મેં માન્યું છે , નિરભ્ર બુધ્ધિની ઉપાસના – નિરભ્ર બુધ્ધિ, જે સમતોલ રહી જેટલું ખરાબ હોય તેટલું જ કહે છે, તલભાર વધારે નહીં; અને તે છતાં સારું હોય તેને સારું કહી આદરમાન રાખે છે. ”

વેબ સાઇટ

# વેબ ગુર્જરી પર એક સરસ લેખ

# વિચારો

______________________________________

નામ

મનુભાઇ રાજારામ પંચોળી

ઉપનામ

દર્શક

જન્મ

15 – ઓકોટોબર – 1914 ; પંચાશિયા ( વાંકાનેર)

અવસાન

૨૯ – ઑગસ્ટ – ૨૦૦૧; સનોસરા, જિ. ભાવનગર.

અભ્યાસ

 • પ્રાથમિક – નવમું ધોરણ
 • સ્વ અભ્યાસ
 • 1991 – ડી.લિટ્  – સૌરાષ્ટ્ર યુનિ.

વ્યવસાય

 • અધ્યાપન- લોકભારતી – સણોસરા

                             

                                           darshak.GIF

જીવન ઝરમર

 • દાંડી સત્યાગ્રહમા ભાગ લીધો અને જેલવાસ
 • ભારત છોડો ચળવળમાં ભાગ , જેલવાસ
 • નાનાભાઇ ભટ્ટ સાથે કામ કર્યું – ભાવનગર , સણોસરા  અને આંબલા ખાતે
 • ગ્રામ દક્ષિણામૂર્તિ અને લોકભારતી સંસ્થાઓના સ્થાપક
 • ‘કોડિયું’ અને ‘સ્વરાજ ધામ’ ના તંત્રી
 • 1975 ના કટોકટી ગાળામાં જેલવાસ
 • ગુજરાત નયી તાલીમ સંઘના સ્થાપક અને ચેરમેન
 • ભારત સરકારની શિક્ષણ સલાહકાર સમિતિના સભ્ય
 • 1981-83  – ગુજરાતી સાહિય પરિષદના પ્રમુખ
 • ગુજરાત રાજ્યના ભૂતપુર્વ શિક્ષણ પ્રધાન

મુખ્ય રચનાઓ

 • નવલકથા –  બંદીઘર, પ્રેમ અને પૂજા, બંધન અને મુક્તિ, ઝેર તો પીધાં જાણી જાણી ભાગ 1-3, સોક્રેટીસ + , કલ્યાણયાત્રા, દીપનિર્વાણ
 • નાટક – જલિયાંવાલા, અઢારસો સત્તાવન, પરિત્રાણ, અંતિમ અધ્યાય
 • વિવેચન – વાગીશ્વરીનાં કર્ણફૂલો, મારી વાચનકથા, ભેદની ભીત્યુંને આજ મારે ભાંગવી
 • ચિંતન – ઇતિહાસ કથાઓ – ગ્રીસ અને રોમ , આપણો વારસો અને વૈભવ, ત્રિવેણી તીર્થ, ધર્મચક્ર પરિવર્તન, શાન્તિના પાયા, અમૃતવલ્લી, સર્વોદય અને શિક્ષણ, મંદારમાલા, લોકશાહી, નઇ તાલીમ અને નવ વિધાન
 • ચરિત્ર – નાનાભાઇ ( મૂ.મો. ભટ્ટ સાથે) ,  ટોલ્સ્ટોય
 • સંપાદન – ગાંધી કાવ્ય સંગ્રહ, રાજ્યરંગ શ્રેણી, કસુંબીના રંગ, કટોકટી અને નવ નિર્માણ, સર્વોદય, વિદેશ નીતિ

સન્માન

 • ગુજરાત રાજ્યના સાહિત્ય માટેના ઇનામના પ્રથમ વિજેતા
 • 1964– રણજિતરામ સુવર્ણ ચંદ્રક
 • 1975– સાહિત્ય અકાદમી એવોર્ડ +
 • મુર્તિદેવી એવોર્ડ
 • 1991– ભારત સરકારની ‘પદ્મભૂષણ’ પદવી
 • 1992 – નરસિંહ મહેતા એવોર્ડ અને  હરિ ૐ આશ્રમ એવોર્ડ

સાભાર

 • ‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન
 • lokbharati.org

17 responses to “દર્શક

 1. Pingback: 15- ઓક્ટોબર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર

 2. Rajendra Trivedi, M.D. ઓક્ટોબર 19, 2006 પર 2:40 પી એમ(pm)

  When Manubhai came to Lowell,Ma We re united after I left India in 1969.
  Thanks to Pramod who planned that evening,We The Trivedi Parivar wishing the best.

  Rajendra M.Trivedi, M.D.
  http://www.yogaeast.net

 3. Jujalkishor Vyas ઓક્ટોબર 20, 2006 પર 11:58 એ એમ (am)

  I was Manubhai’s student during 1962-65.We always call him Manubhai.He used to visit our hostel and tell stories endlesly.
  He was our teacher or Shikshak for Histry and Rajniti.In Lokbharti, no one is proffesor or lecturer.From Nanabhai Bhatt to Sandesh Vahak all were called Bhai.No sir or Saheb !
  Nanabhai Bhatt was the person who started Daxina Murty in Bhavnagar;Gram Daxina Murty in Ambala ( Songadh)and Lokbharti Sanosara(Gram Vidyapeeth).It is not proper to say Manubhai established Gram D.Murty .Mnubhai was one of three gients of Education.Mulshankar Mo. Bhatt(Mu.Mo.Bhatt);Natwarlal Pra.Buch and Manubhai.This year is Nanabhai’s 125th Birthyear;100th of Mu.Mo.Bhatt and 101th of N.P.Buch !They were the three Shishyas of Na.bhai who developed LOKDAXINA MURTI SANKUL in His presence and after.Gram Daxina Murti and Lokbharti can not be remembered without all these three.Gandhiji also would ask Nanabhai for His opinion for Educational mater!Gujrat must remember these great GURUes in its true sense.
  Thanks for making some place for these gients of Life-Education……Jugalkishor Vyas.

 4. Pingback: અનુક્રમણિકા - દ « ગુજરાતી સારસ્વત પરિચય

 5. Amit pisavadiya ડિસેમ્બર 31, 2006 પર 12:27 એ એમ (am)

  આપની વાતો વાંચવાની મજા આવી કિશોરકાકા…

 6. jugalkishor જાન્યુઆરી 1, 2007 પર 10:06 પી એમ(pm)

  આ સંસ્થા અને એના અધ્યાપકોની વાતો તો આજે કોઇ માનવા તૈયાર ન થાય એવી અદ્ભુત છે ! અમે ત્યાં ભણ્યા તેનું ગૌરવ જીવનભરનું ભાથું બની ગયું. એની વાતો તો ક્યારેક મારાં લખાણોમાં વણી લઇને સૌને વહેંચવા મન છે જ. જુ.

 7. Pingback: અનુક્રમણિકા – દ | ગુજરાતી પ્રતિભા પરિચય

 8. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 9. Pingback: ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’- પુસ્તક પરિચય | ગુજરાતી પ્રતિભા પરિચય

 10. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

 11. Pingback: વાચન યજ્ઞ – મનુભાઈ પંચોળી ” દર્શક ” ની જન્મ શતાબ્દી | ટહુકો.કોમ

 12. Pingback: દર્શકનું બહુ આયામી કેળવણીદર્શન – સંનિષ્ઠ કેળવણી

 13. નટુભાઈ બી. મકવાણા માર્ચ 20, 2018 પર 12:27 એ એમ (am)

  ‘દર્શકે’ પોતાની ૨૧ વર્ષની ઉમરે પ્રથમ નવલકથા લખી.
  આ એના સર્જક હોવાનો સજ્જડ પૂરાવો છે. તેઓ પલાંઠી વાળીને બેસી શક્યા નથી. રઘુવીર ચૌધરીએ મનુદાદાને નિષ્ફળ પરિવ્રાજક કહ્યા છે.

  મારા જીવનમાં દર્શકનો ખૂબ મોટો રોલ છે. તમને એ વાતથી ખ્યાલ આવશે કે દાદા મારાં લગ્નમાં ખાસ ઉપસ્થિત રહ્યા એટલું જ નહીં, મંડપમાં આવીને સાજન- માજન વચ્ચે આશિર્વચનો પણ કહ્યાં.

  I love Dadu……..

 14. નટુભાઈ બી. મકવાણા માર્ચ 20, 2018 પર 12:27 એ એમ (am)

  ‘દર્શકે’ પોતાની ૨૧ વર્ષની ઉમરે પ્રથમ નવલકથા લખી.
  આ એના સર્જક હોવાનો સજ્જડ પૂરાવો છે. તેઓ પલાંઠી વાળીને બેસી શક્યા નથી. રઘુવીર ચૌધરીએ મનુદાદાને નિષ્ફળ પરિવ્રાજક કહ્યા છે.

  મારા જીવનમાં દર્શકનો ખૂબ મોટો રોલ છે. તમને એ વાતથી ખ્યાલ આવશે કે દાદા મારાં લગ્નમાં ખાસ ઉપસ્થિત રહ્યા એટલું જ નહીં, મંડપમાં આવીને સાજન- માજન વચ્ચે આશિર્વચનો પણ કહ્યાં.

  I love Dadu……..

 15. Manish Makwana એપ્રિલ 19, 2018 પર 8:11 એ એમ (am)

  Narshinh Mehta awards start 1999 and in this case 1992 how it’s possible

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: